Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે વર્ષ પહેલાં ધરારનગરમાં સર્જાઈ હતી દુર્ઘટનાઃ
જામનગર તા. ૨: જામનગર શહેર તથા જિલ્લામાં દર વર્ષની માફક મહોર્રમ પર્વ (તાજીયા)ની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે શનિ-રવિવારના દિવસોમાં તાજીયાનું જ્યારે ઝૂલુસ નીકળે ત્યારે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે અંગેની તકેદારી રાખવા માટે જામનગરના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
તેમાં જણાવવામાં આવ્યા મુજબ તાજીયાની બેઠક સહિત નવ ફૂટથી વધારે ઉંચાઈ ધરાવતા તાજીયા બનાવવા, વેચવા કે જાહેર માર્ગાે પર પરિવહન કરવા નહીં, તાજીયામાં લોખંડના સળીયા કે અન્ય વીજવાહક સાધનો, વસ્તુઓ કે પદાર્થાેનો ઉપયોગ કરવો નહીં, સક્ષમ સત્તાધિકારીની પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય તાજીયાના ઝૂલુસ કાઢવા નહીં, મંજૂરીમાં દર્શાવેલા રૂટ સિવાય અન્ય રૂટ પર નીકળવું નહી તેમજ મંજૂરીમાં દર્શાવેલ સમય મર્યાદામાં તાજીયા પૂર્ણ કરવાના રહેશે.
તાજીયાના રૂટ પરથી પસાર થતાં સમયે તે વિસ્તારમાં રહેતા વ્યક્તિઓને કોઈપણ પ્રકારે અડચણ કે ત્રાસ કે નુકસાન કે લોકોને જાનમાલ કે સ્વાસ્થ્ય અને સલામતીને નુકસાન થાય તેવું કૃત્ય કરવું નહીં, કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈપણ પ્રકારના ચિન્હો કે નિશાનીવાળા તાજીયાઓ બનાવવા, ખરીદવા કે વેચાણ કરવા નહીં, રાત્રિના ૧૦થી ૬ કલાક સુધીના સમયગાળામાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહીં, તાજીયા કમિટી દ્વારા જાહેર રસ્તા પર કે પબ્લિક સ્ટોલ લગાવવામાં આવે છે ત્યાં કે તેની આજુબાજુની જગ્યામાં કોઈણ પ્રકારની ગંદકી કરવી નહીં તથા આ જગ્યાઓ પર કચરા પેટી રાખવાની તથા સફાઈ કરાવવાની જવાબદારી તાજીયા કમિટીના આયોજકોની રહેશે.
તાજીયામાં લાઈટીંગનો ઉપયોગ કરવામાં આવે તેનું વાયરીંગ ખૂલ્લું રાખવું નહીં તેમજ વીજલાઈનને કોઈપણ પ્રકારના દંડ કે લાકડી (વિદ્યુતવાહક કે અવાહક) જેવા પદાર્થથી ઉંચા કરવા કે કોઈપણ પ્રકારની છેડછાડ કરવી નહીં, તાજીયાના રૂટ પર આવતા વીજ પોલ કે વીજવાયરને નુકસાન થાય તેવું કૃત્ય કરવંુ નહીં, કોઈપણ તાજીયાને બિનવારસી હાલતમાં મુકવા નહીં. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial