Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંધીનગરમાં યોજાયેલી કારોબારીમાં
જામનગર તા. ૨: ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા ગાંધીનગરમાં યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે જામનગરના ચંદ્રકાંત ખાખરીયાની નિયુકિત થઈ હતી.
ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા તારીખ ૨૯ જૂન ૨૦૨૫ અને રવિવાર ના ગાંધીનગર સ્થિત ઉમિયાજી ધામ, પટેલ સમાજમાં યોજાઈ હતી. આ બેઠક માં સમગ્ર રાજ્ય માંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓના પ્રતિનિધિઓ, હોદ્દેદારો અને વિવિધ જિલ્લાઓના પ્રમુખો તથા મહામંત્રીઓ ઉપસ્થિત રહૃાા હતા. જેમાં પ્રમુખ તરીકે જામનગરના ચંદ્રકાંત ખાખરીયાની બે વર્ષ માટે બહુમતીથી પુનઃ વરણી કરવામાં આવી હતી.
આ કારોબારી સભામાં શિક્ષક વર્ગના વિવિધ પ્રશ્નો અંગે સંઘ દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અને પ્રાપ્ત સિદ્ધિઓની સમીક્ષા કરવામાં આવી હતી.જેમાં ખાસ કરીને ગ્રેડ પે રૂ. ૪૨૦૦ જૂથ વીમા યોજના.,૧૦૦ ટકા ગ્રાન્ટ, કોરોનાકાળ માં સહાય, ઉચ્ચક નાણાંકીય સહાય.,
જૂની પેન્શન યોજના હેઠળ કોમ્યુટેડ તથા ફેમિલી પેન્શન, ગ્રેચ્યુઇટીના સંપૂર્ણ લાભ, કેશલેસ સારવાર સુવિધાઓ, મેટરનિટી લિવ (પ્રસૂતિ રજા), શિક્ષણકાર્ય પર પડતી અન્ય કામગીરીની વિપરીત અસરો, પ્રાથમિક શિક્ષક બદલી ના નિયમોની સફળ અમલવારી વગેરે મુદ્દાઓ પ્રસ્તાવિત થયા હતા.
આ બેઠક દરમ્યાન આગામી બે વર્ષ માટે સંઘના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે જામનગરના ચંદ્રકાંત ખાખરીયાની બે વર્ષ માટે બહુમતીથી પુનઃ વરણી કરવામાં આવી હતી. તેઓ ૨૦૧૨થી જામનગર શહેરના પ્રમુખ તરીકે અને ૨૦૧૯ થી રાજ્ય સંઘના પ્રમુખ તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપી રહૃાા છે.
જ્યારે મહામંત્રી તરીકે એચ. કે. દેસાઈ, એક વરિષ્ઠ શિક્ષકની નિમણૂક કરવામાં આવી.છે.
આ સભામાં ઉપસ્થિત તમામ પ્રતિનિધિઓ એ શિક્ષક હિતના મુદ્દાઓ પર સંગઠિત રીતે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે આવતા પડકારોનો સામનો કરવા સંઘના દૃઢ સંકલ્પને પુનઃ દોહરાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial