Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત સરકાર આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સમરસતાથી નવા ચૂંટાયેલા હજારો સરપંચોનું સન્માન કરવાની છે, ત્યારે તેમાં ઘણાં સરપંચો હાલારથી પણ જવાના છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ પણ હાજર રહેવાના છે, અને તેઓ હાલમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ હોવાથી આ સરકારી કાર્યક્રમને સાંકળીને ભાજપ દ્વારા કોઈ રાજકીય એજન્ડા સેટ કરવામાં આવી રહ્યો છે અને ગ્રામ પંચાયતોની આ ચૂંટણીઓ પછી આવતા વર્ષ સુધીમાં થનારી અન્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની વ્યૂહાત્મક બુનિયાદ અત્યારથી જ રચાઈ રહી હોવાની વાતો પણ વહેતી થઈ છે. એક બીજી વાત એવી પણ છે કે આ અઠવાડિયાના અંતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ફરીથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ તથા રાષ્ટ્રીય કક્ષાએ જે.પી.નડ્ડાના વિકલ્પોની આગામી બે-ત્રણ દિવસમાં જાહેરાત પણ થઈ શકે છે.
બીજી તરફ ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર ફટાફટ નવી-નવી જાહેરાતો કરી રહી છે, અને ખાસ કરીને મધ્યમવર્ગ તથા નોકરિયાત વર્ગને સંબંધિત લોકલક્ષી નવી યોજનાઓ જાહેર થઈ રહી છે, તે જોતાં રાજ્યમાં રાજકીય સમિકરણોમાં બદલાવ, આમઆદમી પાર્ટીની લોકપ્રિયતા વધવાની સંભાવના તથા કોંગ્રેસમાં થઈ રહેલા સુધારાઓ સામે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપ પાણી પહેલા પાળ બાંધવામાં સરકારને માધ્યમ બનાવી રહી હોય, તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.
આજે રાજ્યમાં રાજ્ય સરકારે જાહેર કરેલી નવી યોજનાઓ તથા કરેલી જાહેરાતોમાંથી સ્ટેમ્પ ડ્યુટીની રાહત, બેલિફના ભથ્થામાં વધારો, યાત્રી સહાય યોજના અને બેગલેસ ડે ની સર્વાધિક ચર્ચા થઈ રહી છે.
ભૂતકાળમાં આ કોન્સેન્ટ ઘણી સ્કૂલોમાં સ્થાનિક કક્ષાએ હતો જ, પરંતુ તેને હવે સિસ્ટોમેટિક તથા અદ્યતન સ્વરૂપે લાગુ કરવામાં આવી રહ્યો છે. દાયકાઓ પહેલા પણ શનિવારે અડધો દિવસ માટે શાળાએ જવાનું રહેતું, તે દરમ્યાન બાલસભા, વ્યાયામ અથવા પી.ટી., રમતગમત, અંતાક્ષરી જેવી બુદ્ધિગમ્ય સ્પર્ધાઓ કરવામાં આવતી અને મહિને એકાદ શનિવારે ટૂંકો પગપાળા પ્રવાસ યોજાતો, જેમાં મોટા ભાગે નદીકાંઠો, હરિયાળી, લીલાછમ ખેતરો, નૈસર્ગિક વાતાવરણ હોય તેવા આસ્થાના સ્થળો અને નજીકમાં કોઈ મોટા સંકૂલો કે યાત્રાસ્થળ હોય, તો તેનો સમાવેશ થતો હતો. આ તમામ પ્રવૃત્તિઓ કેટલીક શાળાઓ દ્વારા સ્વૈચ્છિક ઢબે સ્થાનિક કક્ષાએ થતી હતી. તેથી આ "બેગલેસ ડે"નો કોન્સેપ્ટ તરત જ સર્વસ્વીકૃત અને આવકારવાદાયક બન્યો છે.
જો કે, સિક્કાની બીજી બાજુ પણ છે. દાયકાઓ પહેલાં ગામડાઓમાં મોટા મોટા મેદાનો સ્કૂલોની નજીકમાં જ હતા, અને ઘણી શાળાઓ પોતાના મોટા મેદાનો ધરાવતી હતી, જ્યાં આજે શિક્ષણનો વ્યાપ વધવાથી વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ તેમ નવા ઓરડાઓ તથા અન્ય સુવિધાઓ માટે બાંધકામો થઈ ગયા. જમીન માફિયાઓએ પણ ગૌચર સહિતની ઘણી જમીનો દબાવી લીધી, જેથી આઉટડોર ગેઈમ્સ, વ્યાયામ કે ઈત્તર પ્રવૃત્તિઓ યોજવાની જગ્યા જ બચી નહીં હોવાથી બેગલેસ ડે ના દિવસે જે અન્ય પ્રવૃત્તિઓ કરવાનો ઉદૃેશ્ય જાહેર કરાયો છે, તે પૂરેપૂરો સિદ્ધ થાય, તેમ જણાતુ નથી.
એવું કહેવાય છે કે રાજ્યની લગભગ સાતેક હજાર જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં તો યોગ્ય મેદાનો જ નથી. જો મેદાનો જ નહીં હોય, તો વ્યાયામ, રમતગમત અને અન્ય આઉટડોર ઈત્તર પ્રવૃત્તિઓ ક્યાં કરાવશે ? અત્યારે તો ઘણાં ગામો પણ એવા છે, જ્યાં રમતગમત તો ઠીક, ગૌચરની ખૂલ્લી જમીન પણ બચી નથી, તેથી બેગલેસ ડે ના દિવસે માત્ર ઈન્ડોર પ્રવૃત્તિઓ જ કરાવવી પડશે, જે બેગલેસ ડે ના મૂળ ઉદૃેશ્યને અનુરૂપ નહીં હોય અને બાળકોનો શારીરિક, માનસિક અને નૈસર્ગિક વિકાસનો કોન્સેપ્ટ તો માત્ર સપનું જ બની જશે, ખરૃં ને ?
ઈન્ડોર પ્રવૃત્તિમાં કલાત્મક કૌશલ્ય વિકસાવવા બાળકોને પેઈન્ટીંગ, ભરત-ગુંથણ, ગીત-સંગીત વગેરે તજજ્ઞ શિક્ષકો પણ હોવા જરૂરી છે. રાજ્યમાં પી.ટી. ટિચર (વ્યાયામ શિક્ષકો), સંગીત શિક્ષક, ચિત્ર શિક્ષક વગેરેની દોઢેક દાયકાથી ભરતી જ ન થઈ હોય, અને આમ પણ હજારો શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય, ત્યારે નિષ્ણાત માનવબળ અને જરૂરી સુવિધાઓ તથા મેદાનો વગર બેગલેસ ડે ના દિવસે બાળકો કરશે શું ? તેવો યક્ષપ્રશ્ન આજે ગામેગામ ચર્ચાઈ રહ્યો છે. એવી ચર્ચા થઈ રહી છે કે સરકારે આ બધો વિચાર કરીને તથા લોકોના સૂચનો મેળવીને આવી જાહેરાત કરવી જોઈતી હતી. એવો કટાક્ષ પણ થઈ રહ્યો છે કે બેગલેસ ડે ક્યાંક બાળકો માટે "યુઝલેસ ડે" તો નહીં બની જાય ને ? કહેવત છે ને કે વગર વિચાર્યું જે કરે, પાછળથી પસ્તાય...
રાજ્ય સરકારે તગડી ફી લેતા તથા કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરૂદ્ધ જઈને વેકેશનમાં એક પણ કિલોમીટર દોડાવ્યા વિના સ્કૂલબસનું પૂરેપૂરૃં ભાડુ વસુલતી શૈક્ષણિક સંસ્થાઓ તથા ખાનગી વાહન ચાલકો-રિક્ષા ચાલકો પર અંકુશ લગાવવો જોઈએ, અને વિવિધ ચાર્જીસના નામે ઉઘાડી લૂંટ ચલાવતી શાળાઓને ખૂલ્લી છૂટ ન મળવી જોઈએ, તેવા પ્રત્યાઘાતો પણ વાલીવર્ગમાં પડી રહ્યા છે. આજે ટોક ઓફ સ્ટેટ બનેલો બીજો મુદે સ્કૂલ ઓફ એકસલન્સનો પણ છે. એવી આશંકા વ્યક્ત થઈ રહી છે કે મળતિયાઓ સંચાલિત ખાનગી સ્કૂલોને ફી વધારવા એટલે કે એફ.આર.સી.માંથી મૂક્ત કરી દઈને વાલીઓને લૂંટવાની છૂટ આપવાનું આ ગૂપ્ત સરકારી ષડયંત્ર છે !
લોકોમાં ચર્ચાઓ થાય, લોકોના પ્રતિભાવો આવે, રાજકીય પક્ષો, એન.જી.ઓ. કે જાગૃત નાગરિકોના પ્રત્યાઘાતો સામે આવે કે સ્થાનિક તંત્રો કે ગ્રામ્ય-તાલુકા-જિલ્લાકક્ષાએથી સૂચનો આવે, તો તેનું સંકલન કરીને જરૂરી સુધારા-વધારા કરવા અને આ તમામ ચર્ચાઓ-પ્રત્યાઘાતો પૈકી જરૂર જણાય ત્યાં તૂર્ત જ જરૂરી ખુલાસાઓ કરીને સત્ય હકીકત લોકો સમક્ષ રજૂ કરવાની જવાબદારી પણ સ્થાનિક થી રાજ્યકક્ષા સુધીના શાસકો, તંત્રો તથા પ્રચારતંત્રોની છે, પરંતુ તેવું થતું નથી. રાજ્યકક્ષાનું પ્રચારતંત્ર માત્ર ને માત્ર સરકારની વાહવાહી કરતું રહેશે, આજે જરૂરી સ્પષ્ટતાઓ કે ખુલાસાઓ નહીં કરે અને સરકાર જરૂરી સુધારા-વધારા નહીં કરે, તો ભ્રમ ફેલાતો જ રહેશે, જે રાજ્યમાં સત્તા પરિવર્તન સુધી પહોંચશે, એટલું જ નહીં, કોંગ્રેસ હવે સંપૂર્ણપણે સક્રિય નહીં થાય તો ત્રીજો પક્ષ તૈયાર જ બેઠો છે !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુલઝાર રચિત અને રાહુલદેવ બર્મન તથા સપન ચક્રવર્તીના સંગીતમય કંઠે ગવાયેલું "ગોલમાલ" ફિલ્મનું ગીત "ગોલમાલ હૈ ભાઈ, સબ ગોલમાલ હૈ" ગીત એટલું બધું પ્રચલિત થયું કે તેના પરથી ટેલિવિઝન સિરિયલો બની, આલ્બમ બન્યું, આ ગીતની પંક્તિઓને ટાંકીને કાર્ટુનો રચાયા અને સાહિત્ય સિયાસત અને સાપરાધિક ષડયંત્રો સંદર્ભે પણ આ ગીતનો ભરપૂર ઉપયોગ અને પ્રયોગ થવા લાગ્યો.
આજે પણ ગુજરાતથી ગ્લોબ અને નગરથી નેશન સુધી કેટલીક ગોલમાલની જ વાતો થઈ રહી છે. "ગુજરાતમાં ગોલમાલ"ની શ્રેણીમાં એક નવો એપિસોડ ઉમેરાયો છે., અને પ્રેસ-મીડિયામાં થતી ચર્ચા મુજબ હવે જામનગર જિલ્લામાં મનરેગા યોજનાના કામોમાં સંભવિત ભ્રષ્ટાચારની તપાસ વિજિલન્સ દ્વારા કરાવવાની માંગણી ઉઠી છે.
દાહોદ થી શરૂ કરીને વાયા-જુનાગઢ થઈને ભરૂચ સુધી પહોંચેલી મનરેગાના ભ્રષ્ટાચારની સરવાણી રાજ્યના અન્ય ક્યા ક્યા જિલ્લાઓ સુધી પહોંચી છે, તેની વણમાગ્યે જ તપાસ રાજ્ય સરકારે કરાવી લેવી જોઈએ અને તેમાં જો ભાજપના જ નેતાઓ સંડોવાયા હોય, તો તેને છાવરવાના બદલે તેની સામે કડક પગલા લઈને અને તેઓ કોઈપણ પદ પર હોય તો તેને બરખાસ્ત કરીને દૃષ્ટાંત બેસાડવું જોઈએ, તેવા પ્રતિભાવો પણ પડવા લાગ્યા છે.
જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ-છ વર્ષમાં મનરેગા હેઠળ થયેલા તમામ કામોની વિજિલન્સ તપાસ કરાવીને તેમાં ભ્રષ્ટાચાર થયો હોય તો તેમાં સંડોવાયેલા કોન્ટ્રાકટરો, એજન્સીઓ, સરકારી અધિકારી-કર્મચારીઓ, એડમિનિસ્ટ્રેટરો અને પદાધિકારીઓ સામે કાનૂની રાહે પગલાં લેવાની માંગણી કરતો પત્ર આમઆદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખ્યો છે, અને જો આંખ આડા કાન કરીને તપાસ નહીં થાય, તો આંદોલન સહિતના કદમ ઉઠાવવાની સરકારને ચિમકી પણ આપવામાં આવી હોય તો હવે મનરેગા કૌભાંડનો રેલો જામનગર-હાલાર સુધી પહોંચી શકે છે, અને જો સરકાર તરફથી આ મુદ્દે ચુપકીદી સેવવામાં આવે, તો તેના કારણે પ્રવર્તમાન શાસકોની છાપ ખરડાઈ જવાની પૂરેપૂરી સંભાવના પણ રહે છે.
ગુજરાતના ભારતીય જનતાપક્ષના કદાવર નેતા અને રાજ્ય સરકારમાં મંત્રીના દીકરાઓ સામે કાનૂની કાર્યવાહી થઈ રહી છે, પરંતુ તેને છાવરવા કે બચાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. તે પછી જૂનાગઢ તરફના વિપક્ષના એક કદાવર નેતા અને તેના દીકરાની ધરપકડ થયા પછી મનરેગાના કૌભાંડનો રેલો ભરૂચ જિલ્લા સુધી પહોંચ્યો છે, અને તેની સરવાણી અન્ય જિલ્લાઓ તરફ પણ નીકળી શકે છે. આથી, જો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વાસ્તવમાં ટ્રાન્સપરન્ટ રહેવા માંગતી હોય અને આ કૌભાંડમાં ભાજપ કે તેના મળતીયા સંડોવાયેલા નીકળે, તો તેની સામે પણ ન્યાયોચિત કડક પગલાં લેવાની તૈયારી હોય તો હવે મનરેગાના છેલ્લા પાંચ વર્ષના કામોની રાજ્યવ્યાપી અથવા તો જ્યાંથી માંગણી ઉઠે તે જિલ્લામાં વિશ્વસનીય અને ઝડપી તપાસના આદેશો કરી દેવા જોઈએ.
ગુજરાતમાં મનરેગા કૌભાંડની ચર્ચા વચ્ચે ભાજપના ધારાસભ્યના દીકરાને કેન્દ્રીય આવાસ યોજના હેઠળ ગરીબોને મળવાપાત્ર ફલેટ ફાળવી દેવાયો હોવાના અહેવાલો પણ રાજ્યવ્યાપી બની જતા એવો કટાક્ષ પણ થવા લાગ્યો છે કે ગોલમાલ હૈ, ભાઈ, સબ ગોલમાલ હૈ...
રાષ્ટ્રીયકક્ષાથી વિશ્વકક્ષા સુધી પણ અત્યારે ઘણી જ ગોલમાલો ચાલે છે. તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં એકસરખા મતો બે ઉમેદવારોને મળતા સરપંચપદની ચૂંટણી માટે ચિઠ્ઠી નાખવી પડી હતી, તેવું જ અમેરિકાને સેનેટમાં થયું છે. જો કે, ત્યાં ટ્રમ્પના બ્યુટિફૂલ બિલને પાસ કરાવવા માટે શાસક પક્ષ અને વિપક્ષના સરખે સરખા મતો પડતા અધ્યક્ષને કાસ્ટીંગ (નિર્ણાયક) મત આપવાની જોગવાઈ હોવાથી તેમનો મત ટ્રમ્પના પક્ષને મળી જતા બિલ પાસ થઈ ગયું, હવે આ બિલ ત્યાંની સંસદના બીજા ગૃહમાં મુકાશે. આ બિલ પણ "ગોલમાલ હૈ" વાળી પંક્તિમાં ગવાતા "ટેઢી ચાલ" જેવું જ છે, અને "ેગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ" ના આખા ગીતના સારાંશ મુજબ (વ્યાપાર અને) પૈસાને જ કેન્દ્રમાં રાખીને પાસ કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીયકક્ષાની વાત કરીએ તો અત્યારે મીડિયા ડિબેટીંગમાં બે શિવકુમારો ચર્ચામાં છે, એક કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર અને બીજા ઈન્ડોનેશિયાના ભારતીય દુતાવાસના ભારતીય સૈન્ય અધિકારી કેપ્ટન શિવકુમાર...
કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં સખળડખળના અહેવાલોને કાઉન્ટર કરવા બેંગ્લુરૂ પહોંચેલા કોંગ્રેસ પાર્ટીના કર્ણાટકના પ્રાભારી સુરજેવાલાએ ગઈકાલે ઉપમુખ્યમંત્રીને હાજર રાખીને પ્રેસ-કોન્ફરન્સ કરી અને કહ્યું કે મુખ્યમંત્રી બદલવાના નથી, અને સિદ્ધારમૈયા જ રહેશે. ડી.કે.શિવકુમારે પણ હકારમાં માથું હલાવ્યું, પરંતુ તેના હાવભાવ અલગ હોવાની વાતો ચાલી, પરંતુ શિવકુમારે અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું, અને બંને નેતાઓએ અસંતુષ્ટ ધારાસભ્યોને મનાવી લીધા હોય તેમ જણાયું. જો કે, કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યોને તેઓનો અસંતોષ પાર્ટીના પ્લેટફોર્મ પર જ કરવા અને નિવેદનબાજી નહીં કરવા જણાવ્યું હોવાથી એવું કહી શકાય કે આ અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નથી...
બીજી તરફ ઓપરેશન સિંદૂરને લઈને ઈન્ડોનેશિયામાં ઈન્ડિયન એમ્બેસીના ડિફેન્સ એટેચી કેપ્ટન શિવકુમારે જકાર્તાની એક યુનિવર્સિટીમાં ઓપરેશન સિંદૂરમાં ભારતે કેટલાક વિમાન રાજકીય નેતૃત્વ દ્વારા અપાયેલી સૂચનાઓના કારણે ગુમાવ્યા હોવાના કરેલા કથીત નિવેદન પછી હોબાળો થતા તેની ચોખવટો કરવી પડી રહી છે, અને શિવકુમારે જુદા સંદર્ભમાં આપેલા નિવેદનને અલગ રીતે રજૂ કરવામાં આવ્યું હોવાનું કહેવાઈ રહ્યુ છે. આપણાં દેશની યુદ્ધનીતિ મુજબ યુદ્ધ દરમ્યાન આપણા પક્ષે થતા નુકસાનની વિગતો તત્કાળ જાહેર કરાતી હોતી નથી, કારણ કે તેથી સરહદે લડતા સૈનિકો તથા દેશવાસીઓના જુસ્સા પર અસર પડતી હોય, અને ઓપરેશન સિંદૂર હજુ પૂરૃં થયું નથી, તેવી દલીલ પણ થઈ રહી છે.
આમ, નગરથી નેશન અને ગુજરાતથી ગ્લોબ સુધીના આ ઘટનાક્રમો "ગોલમાલ" ફિલ્મનું એ ગીત યાદ કરાવે છે, જેમાં કહેવાયું છે કે "ગોલમાલ હૈ, ભાઈ સબ ગોલમાલ હૈ"...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
હમણાંથી રોજે રોજ શાળા પ્રવેશોત્સવના સમાચારો આવી રહ્યા છે અને ગામેગામ પહોંચેલા મંત્રીઓ-સચિવો-સનદી અને પોલીસ અધિકારીઓ તથા પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપાતા પ્રવચનો દરમ્યાન સરકારની વાહવાહીની સાથે સાથે કેટલીક નવી નવી વાતો પણ જાણવા મળી રહી છે. ગામેગામ પહોંચેલા તમામ મહાનુભાવો મારફત રાજ્ય સરકાર પ્રત્યેક સરકારી શાળા તથા ગામની સ્થિતિ, જરૂરિયાતો અને લોકપ્રશ્નોની સચોટ માહિતી સાથેના ફિડબેક મેળવીને તેના આધારે જરૂરી સુધારા-વધારા કરાવશે, તો તે પબ્લિકના હિતમાં તો રહેશે જ, પરંતુ તેના કારણે રાજ્ય સરકારની છાપ પણ પબ્લિકમાં સારી પડશે, અને મેલી મથરાવટી ધરાવતા તંત્રોને પણ સુધરવાની તક મળશેે. હકીકતે આ પ્રકારના કાર્યક્રમોનો ઉદૃેશ્ય મર્યાદિત ન રહે અને બહુહેતુક પૂર્વાયોજનાઓ થાય, તે પણ અત્યંત જરૂરી હોય છે.
હાલાર સહિત રાજ્યભરમાં ઘણાં સ્થળે શાળા પ્રવેશોત્સવમાં પહોંચેલા મહાનુભાવો સમક્ષ સ્થાનિક લોકોએ સમસ્યાઓ, માંગણીઓ અને પ્રશ્નોની સામૂહિક રજૂઆતો કરી, તો કેટલાંક સ્થળે તો અન્ય સરકારી સ્કૂલની બદહાલી કે જૌખમી સ્થિતિ નિહાળવાનો આગ્રહ કરાયો હોવાના અહેવાલો ચર્ચાસ્પદ બન્યા. ઘણાં સ્થળોએ સ્કૂલની ખુટતી સુવિધાઓ મહાનુભાવોએ નજરે નીહાળી, તો ઘણાં ગામોને જોડતા માર્ગો, વીજસુવિધા અને અન્ય માળખાકીય સુવિધાઓ અંગે ફરીયાદો સંભળાવી હોવાના અહેવાલો પણ ચર્ચામાં આવ્યા. શાળા પ્રવેશોત્સવની સાથે કન્યા કેળવણી રથનું ભ્રમણ થતું હોવાનું પણ જાહેર કરાયુ છે, પરંતુ મહાનુભાવોના ભાષણોમાં ઉત્કર્ષની વાત ભાગ્યે જ થતી સંભળાય છે. હકીકતે કન્યા કેળવણી રથોના ભ્રમણ સાથે સાંકળીને જ શાળા પ્રવેશોત્સવનું આયોજન હાલના વડાપ્રધાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કર્યું હતું, પરંતુ અત્યારે કન્યા કેળવણી રથ કદાચ માત્ર કાગળ પર જ રહી ગયો હોય તેમ નથી લાગતું ?
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપના શિક્ષણ મોડલની ટીકા કરતા ગુજરાત સહિત સમગ્ર દેશમાં સરકાર ગરીબ બાળકોને શિક્ષણનો અધિકાર છીનવી લેવાનો સણસણતો આરોપ લગાવ્યો છે. તેમણે ભાજપના વિકાસ મોડલ પર પણ પ્રહારો કર્યા છે.
ભાજપનું વિકાસ મોડલ એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. સહિતના ગરીબોના બાળકો પાસેથી શિક્ષણનો હક્ક આંચકી રહ્યું હોવાનું જણાવી રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે ઉત્તરપ્રદેશમાં પાંચેક હજાર સહિત દેશમાં વર્ષ ૨૦૧૪ પછી એટલે કે મોદી સરકારના શાસનમાં ૮૪ હજારથી વધુ સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ છે. મોટા ભાગની સ્કૂલો ઉત્તરપ્રદેશ, આસામ, અને મધ્યપ્રદેશ જેવી ભાજપ શાસિત સરકારોના શાસનમાં જ બંધ થઈ હોવાનો ગંભીર આરોપ પણ રાહુલ ગાંધીએ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ એવો દાવો પણ કર્યો કે યુ.પી.એ. સરકારે રાઈટ ઓફ એજ્યુકેશન આપીને દરેક બાળકને શાળાએ લાવવાની જોગવાઈ કરી હતી, પરંતુ બંધારણમાં આપેલા શિક્ષણના અધિકાર અને યુ.પી.એ.ના રાઈટ ઓફ ઈન્ફર્મેશન સામે શાળાઓ બંધ કરીને ભાજપ સરકારે પ્રશ્નાર્થ ઊભો કરી દીધો છે.
કેટલાક રિપોર્ટરોને ટાંકીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વર્ષ ૨૦૧૪-૧૫થી વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન સરકારી શાળાઓની સંખ્યામાં ૮%નો ઘટાડો થયો છે, જ્યારે ખાનગી શાળાઓમાં લગભગ ૧૫% જેટલો વધારો થયો છે, તેવી જ રીતે પછાતવર્ગોના સ્ટુડન્ટ્સની સંખ્યામાં પણ ઘણો જ ઘટાડો થયો હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાંધીના અભિપ્રાય મુજબ શિક્ષણનો હક્ક છીનવીને ભાજપ સરકાર ડો. બાબા સાહેબ આંબેડકરે બંધારણ મારફત આપેલા નાગરિક અધિકારોનું હનન કરી રહી છે. શિક્ષણ પદ્ધતિ નબળી પડી રહી છે. ઉત્તરપ્રદેશમાં પચાસ થી ઓછા બાળકો ધરાવતી સ્કૂલોને નજીકની શાળાઓમાં મર્જ કરવાના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે, તેને ટાંકીને રાહુલ ગાંધીએ કરેલા પ્રહારોથી તમતમી ઉઠેલા ભાજપના નેતાઓ યુ.પી.એ. સરકારના શાસનકાળની સ્થિતિ અને સુવિધાઓ વર્ણવીને વળતો જવાબ આપી રહ્યા છે, પરંતુ ઘણી ખાનગી શાળાઓ દ્વારા થતી ઉઘાડી લૂંટની સામે પ્રચંડ જનાક્રોશ કોંગ્રેસના નિવેદનોને યથાર્થ પૂરવાર કરી રહ્યો છે.
આ તરફ ગુજરાતમાં રાઈટ ઓફ એજ્યુકેશન હેઠળ કરાયેલી પ્રક્રિયાના આંકડાઓમાં સુસંગતતા નહીં હોવાનું બહાર આવ્યા પછી રાજ્યમાં આર.ટી.ઈ.ના અમલીકરણમાં સંભવિત ગરબડ-ગોટાળાની આશંકાઓ વધુ ઘેરી બની છે. તો બીજી તરફ વિપક્ષી નેતાઓએ પણ તડાપીટ બોલાવી છે.
જે ખાનગી સ્કૂલો વિદ્યાર્થીઓને સ્કૂલ બસની પેઈડ સુવિધા આપે છે, તેના સંદર્ભે પણ ગંભીર ફરિયાદો ઉઠવા લાગી છે. શાળાઓ વેકેશન સહિતનું બસભાડુ એડવાન્સમાં વાલીઓ પાસેથી ઉઘરાવી લીધા પછી સ્કૂલ્ બસોમાં સલામતી, સુવિધાઓ તથા બાળકો અને વાલીઓ સાથે વ્યવહારના મુદ્દે હંમેશાં સવાલો ઉઠતા રહ્યા છે. જામનગરમાં તો ખાલી સ્કૂલ બસનું વ્હીલ જ નીકળી જતાં ખાંગી થઈ ગઈ હોવાના અહેવાલો પછી એવા સવાલો ઉઠયા કે આ દુર્ઘટના હાઈ-વે પર થઈ હોત, અને તેમાં વિદ્યાર્થીઓ બેઠેલા હોત તો શું થાત ?
એક તરફ ગરીબોના બાળકોને આર.ટી.આઈ.નો લાભ સરળતાથી મળતો નહીં હોવાની કાગારોળ થઈ રહી છે, ત્યારે બીજી તરફ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ સુખી-સંપન્ન પરિવારના સભ્ય અને ભાજપના ધારાસભ્યના દીકરાને સરળતાથી મળી ગયો હોવાની ચર્ચા આજે જામનગરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે, અને રાહુલ ગાંધીના સરકાર પરના પ્રહારો ટોક ઓફ ધ નેશન બન્યા છે...મેરા ભારત મહાન...જયજય ગરવી ગુજરાત...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં વર્ષ-૨૦૧૫માં અનામત મુદ્દે પાટીદાર આંદોલન થયું હતું. અને તે સમયની આનંદીબેન પટેલની ભાજપ સરકાર હચમચી ગઈ હતી. એ સમય એવો હતો જ્યારે આ આંદોલને કારણે રાજ્યમાં શાસનવિરોધ લહેર દોડી ગઈ હતી. તે પછી વર્ષ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓ ભાજપે જેમ તેમ કરીને પાતળી બહુમતી થી બચાવી લીધી હતી, પરંતુ તે પહેલા મુખ્યમંત્રી બદલવા પડ્યા હતા. તે સમયે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા, જેઓ આજે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ છે, અને તેના અનુગામી બનીને મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપનાર વિજયભાઈ રૂપાણી આજે આપણી વચ્ચે રહ્યા નથી, અને અમદાવાદની ગોઝારી પ્લેન દુર્ધટનામાં દિવંગત થઈ ગયા છે.
તે સમયે પાટીદાર આંદોલનના હીરો તરીકે ઉભરી આવેલા યુવાનેતા હાર્દિક પટેલ આજે ભાજપના ધારાસભ્ય છે, તેવી જ રીતે તાજેતરમાં વિસાવદરથી ભાજપ તથા કોંગ્રેસને હરાવીને આમઆદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા પણ એ સમયે પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા હતા. સરદાર પટેલ ગ્રુપના લાલજીભાઈ પટેલ તથા પાટીદાર અનામત સમિતિના હાર્દિક પટેલના નેતૃત્વમાં આંદોલન ચાલ્યું હતું, જેમાં કે.ડી. શેલડિયાની અખિલ ભારતીય પાટીદાર સેવા સમિતિ, પાટીદાર સંકલન સમિતિ, પાટીદાર આરક્ષણ સમિતિ, સરદાર પટેલ સેવાદળ વગેરે પણ સામેલ રહ્યા હતા, પરંતુ છેલ્લે હાર્દિક પટેલની "૫ાસ" દ્વારા સામૂહિક નેતૃત્વ કરાયું હતું.
તે સમયે રાજ્યવ્યાપી બનેલા પાટીદાર આંદોલનમાં ડિવિઝન તથા જિલ્લાઓમાંથી ઘણાં બધા કન્વીનરો બન્યા હતા., જેમાંથી કેટલાક અત્યારે સક્રિય રાજકારણમાં છે, તો કેટલાક અન્ય સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે, જ્યારે કેટલાક વિસરાઈ ગયા છે.
હવે ફરીથી પાટીદાર યુવાનો એકઠા થઈને નવી જ માંગણીઓ સાથે સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ મુકવાના છે અને પૂર્વ કન્વીનરોની એક મિટિંગ (સંમેલન) પણ વાદ-વિવાદોની વચ્ચે યોજાઈ ગયું તથા આ ચળવળને સામાજિક ગણાવીને સરકાર સમક્ષ કેટલીક સામાજિક સુધારણાઓ સહિતની રજૂઆતો થઈ રહી છે, તે જોતાં કંઈક જવાજૂનીના એંધાણ ઘણાં લોકોને દેખાઈ રહ્યા છે. આ નવેસરથી શરૂ થનારી ચળવળ અંગે ભિન્ન ભિન્ન અટકળો શરૂ થઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પક્ષના રાજ્ય અને રાષ્ટ્રકક્ષાના અધ્યક્ષોની સાથે સાથે ભાજપ શાસિત રાજ્યોમાં કેટલાક મુખ્યમંત્રીઓ બદલવાની સંભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે, ત્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ કે હરિયાણા જેવા રાજ્યો સાથે ગુજરાતનો વારો પણ આવી ન જાય, તેવો કટાક્ષ કરતી કોમેન્ટો પણ થવા લાગી છે, જોઈએ, હવે શું થાય છે તે...
બીજી તરફ આમઆદમી પાર્ટીના બળવાખોર ધારાસભ્ય ઉમેશ મકવાણાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા પછી રાજકીય સમીકરણો ગુંચવાયા છે., સામાન્ય રીતે ભાજપ કે કોંગ્રેસમાં વિદ્રોહ થાય ત્યારે ભારતીય જનતાપક્ષના ઈશારે થતું કૃત્ય ઠરાવવામાં આવે છે, પરંતુ અહીં ઉલટી ધારા વહેતી થઈ હોય તેમ ઉમેશ મકવાણાએ જ એવો આક્ષેપ કર્યો છે કે ગુજરાતનું આમઆદમી પાર્ટીનું આખેઆખુ માળખું ભાજપના ઈશારે ચાલે છે., તેમણે પોતે હજુ પણ આમઆદમી પાર્ટીમાં જ હોવાનો દાવો કરીને કહ્યું છે કે પાર્ટીના પ્રદેશ એકમને પોતે રાષ્ટ્રીય નેતા હોવાથી સસ્પેન્ડ કરવાનો અધિકાર જ નથી. તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપવાનો ઈન્કાર કરીને અરવિંદ કેજરીવાલને મળવાનો સમય માંગ્યો છે, ત્યારે, જોઈએ હવે શું થાય છે તે...
ગુજરાત ભાજપમાં પણ આંતરિક ખેંચતાણ ચાલી રહી હોય તેવા સંકેતો મળી રહ્યા છે. વિસાવદરમાં નિષ્ફળતા પછી હવે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર ના કોઈ દિગ્ગજ નેતાને જવાબદારી સોંપાય અને કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને આવેલા મહત્વાકાંક્ષી અસંતુષ્ટ નેતાઓ, ભાજપના જૂના સંનિષ્ઠ એવા નેતાઓ કે જેની સતત અવગણના થઈ રહી હોય તથા એવા અસંતુષ્ટો, જેઓ તાજેતરમાં આમઆદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા, પરંતુ તેઓને મનવાંચ્છિત ફળ (ટિકિટ) મળી ન હોય, તેવા નેતાઓને "સાચવી લેવા" ની કવાયત હાઈકમાન્ડ કક્ષાએથી હાથ ધરાય, તેવી સંભાવનાઓ પણ જણાવાઈ રહી છે. ટૂંકમાં પ્રદેશ ભાજપમાં ઉકળતો ચરૂ જોતા મોટા ફેરફારો સાથે નવાજૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષપદેથી નૈતિક કારણોસર શક્તિસિંહ ગોહિલના રાજીનામા પછી હવે આ કાંટાળો તાજ કોને પહેરાવવો તેની મથામણ ચાલી રહી છે. એવું કહેવાય છે કે કોંગ્રેસની હાઈકમાન્ડે આ અંગે આ વખતે કેટલાક ફિડબેક મેળવ્યા છે. એવી ચર્ચા પણ ચાલે છે કે રાહુલ ગાંધીની વ્યાખ્યા મુજબ દિવ્યાંગ ઘોડાઓ અને લગ્નના ઘોડાઓ તથા યુદ્ધના ઘોડાઓની તારવણી થઈ રહી છે. એવો કટાક્ષ પણ થઈ રહ્યો છે કે એમાંથી વધે તેને પ્રદેશ કોંગ્રેસની ઘોડાગાડીમાં જોડી દેજો !
ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે ઘમાસાણ મચ્યું છે અને ત્રણેય મુખ્ય પક્ષોના પ્રદેશકક્ષાના એકમોમાં આંતર્યુદ્ધ છેડાયું છે, તેવા સમયે ત્રણેય પક્ષોના અસંતુષ્ટો સાથે મળીને કોઈ નવું જન આંદોલન છેડવાના વ્યૂહો રચાયો નથી ને ? તેવો અણિયાળો સવાલ સ્વયં જવાબ શોધી રહ્યો છે !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમદાવાદ અને જગન્નાથપુરીમાં ગઈકાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ સંપન્ન થઈ ગઈ અને આજે સાંજે દ્વારકાના જગતમંદિરની અંદર અષાઢી બીજની રથયાત્રા પરિક્રમા કરશે. અમદાવાદની રથયાત્રામાં બે-ત્રણ ગજરાજો બેકાબૂ થયા, તે ઘટનાએ આપણને બધાને એક મહત્ત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. એ ગજરાજો કદાચ ડી.જે. તથા અન્ય ઘોંઘાટ સહન નહીં થઈ શકતા બેકાબૂ બન્યા હોવાનું તારણ નીકળી રહ્યું હોય તો એમ કરી શકાય કે વાર-તહેવારે ખૂબ જ મોટા અવાજે ડી.જે.વગાડતા લોકોને અંકુશમાં રહેવા ઈશ્વરે સંકેત આપ્યો છે. સંગીત હંમેશા કર્ણપ્રિય હોઈ શકે, કર્ણતોડ (કાન ફાડી નાખે તેવા અવાજ કરતું) હોવું ન જોઈએ, તેવો સંદ્ેશ આ ઘટનામાંથી મળે છે.
જાહેર માર્ગો પર ખૂબ જ મોટા અવાજે ડી.જે. કે અન્ય રીતે ઘોંઘાટ કરવાથી બીમાર વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ, તથા બુઝુર્ગોને તો તકલીફ થતી જ હોય છે, પરંતુ નાના-મોટા વાહનોના હોર્ન નહીં સંભળાતા નાના-મોટા અકસ્માતો થવાનો ભય પણ રહેતો હોય છે, અને હાનિકર્તા-અવરોધરૂપ ઘોંઘાટ થતો હોય, ત્યારે તેને કોણ અટકાવે ? આથી આ બદી દૂર કરવા સ્વયં ધનપતિઓ, નેતાગીરી, સંસ્થાઓ તથા ઈવેન્ટ મેનેજરોએ જ આગળ આવવું પડશે.
ડી.જે. ના ઘોંઘાટ કરતા યે વધુ તિવ્રતાથી હમણાંથી રાજકીય ક્ષેત્રે થતા વાદવિવાદોનો ઘોંઘાટ ફેલાઈ રહ્યો છે, અને બંધારણને લઈને ચાલી રહેલી ચર્ચાઓનો ઘોંઘાટ તો ૨૫મી જૂન પછીથી વધુ વ્યાપક બની ગયો છે, અને તેમાંથી ઊભી થતી રસપ્રદ ચર્ચાઓમાંથી રાજકીય ક્ષેત્રે એક નવો જ ઘોંઘાટ વધુ ને વધુ પડઘાઈ રહ્યો છે.
હકીકતે કટોકટીના ૫૦ વર્ષના સંદર્ભે ભારતીય જનતાપક્ષે તા. ૨૫મી જૂનથી ઈંદિરા ગાંધીએ વર્ષ ૧૯૭૫માં લાદેલી કટોકટીનો અધ્યાય ખોલી નાખ્યો છે અને તેના કારણે કટોકટીની કહાનીઓ વર્ણવવામાં આવી રહી છે. કોંગ્રેસે પણ ભાજપના આ અભિયાન સામે બંધારણ બચાવવાની સાંપ્રત સ્થિતિમાં જરૂરિયાત હોવાનું જણાવી પ્રતિપ્રહાર કર્યો છે કે ઈંદિરા ગાંધીએ તો કટોકટી ઉઠાવ્યા પછી ફરીથી જનાદેશ પ્રાપ્ત કરી હતી, અને તે પછી જીવનપર્યત શાસન કર્યું હતું, પરંતુ ભાજપના હાથમાં સત્તાના સુત્રો આવ્યા પછી છેલ્લા ૧૧ વર્ષથી દેશમાં અઘોષિત કટોકટી જ છે ને ?
કટોકટીની કથા-વાર્તાઓ વચ્ચે તાજેતરમાં આર.એસ.એસ. ના મહામંત્રી દત્તાત્રેય હોંસબોલેએ કટોકટી કાળ દરમ્યાન ઈંદિરા ગાંધીની સરકારે બંધારણના આમુખમાં ઉમેરેલા ધર્મનિષ્પેક્ષતા ને સમાજવાદ જેવા શબ્દો હટાવવાની માંગણી કરી અને તેને કેન્દ્રીયમંત્રીઓએ સમર્થન આપતા નિવેદનો કર્યા પછી કોંગ્રેસે ભાજપને આડેહાથ લેતા કહ્યું છે કે આર.એસ.એસ. અને ભાજપનો ગૂપ્ત એજન્ડા હવે ખૂલ્લો પડી ગયો છે. તેઓ બંધારણને ધરમૂળથી બદલીને ગોડસેની વિચારધારા અમલમાં મુકવા માંગે છે, અને તેથી જ ચૂંટણીઓમાં ૪૦૦ ને પારની નારેબાજી કરી હતી, જેને જનતાએ ઠુકરાવી દીધી હતી, વગેરે...વગેરે...
ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાષ્ટ્રીયકક્ષાએ કટોકટીને લઈને તનાતની ચાલી રહી છે, તો બીજી તરફ ગુજરાતમાં યોજનકીય કૌભાંડોમાં ભારતીય જનતા પક્ષના નેતાઓ પછી હવે કોંગ્રેસના કહેવાતા કેટલાક નેતાઓ પણ સંડોવાઈ રહ્યા હોવાથી અલગ જ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં મનરેગા કૌભાંડ રાજ્યવ્યાપી બન્યું છે, અને ઉત્તર ગુજરાતમાં એક વર્તમાન મંત્રીના દીકરાઓ પછી હવે સૌરાષ્ટ્રમાં પણ કોંગ્રેસના મોટા નેતા તથા તેના દીકરાની ધરપકડ તથા ભરૂચમાં પણ મનરેગા કૌભાંડને લઈને તપાસ થઈ રહી હોવાના અહેવાલો આવી રહ્યા છે, તે જોતાં ટૂંક સમયમાં નવાજૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.
આ સ્થિતિમાં આમઆદમી પાર્ટી ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસને કૌભાંડીયાઓ સાથે સાંકળીને રાજ્યમાં ત્રીજા વિકલ્પ તરીકે ગુજરાતની જનતા આમઆદમી પાર્ટીને જનાદેશ આપશે, તેવો આશાવાદ સેવી રહી છે. આ કૌભાંડીયો ઘોંઘાટ હવે રાજ્યવ્યાપી બન્યો છે, અને તેનો અવાજ હવે ગાંધીનગરથી દિલ્હી સુધી પહોંચ્યો છે, અને પાંચ દેશોના પ્રવાસે જતા પહેલા ખુદ વડાપ્રધાન મોદી ગુજરાતમાં મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા નેતાઓનો મુદ્દો વડાપ્રધાન કાર્યાલયના માધ્યમથી આ મુદ્દે હસ્તક્ષેપ કરશે, તેવી અટકળોનું બજાર પણ ગરમ થઈ ગયું છે.
એવું પણ કહેવાય છે કે અમદાવાદની રથયાત્રાના ગજરાજોએ એવો સંદેશ આપ્યો છે કે ગુજરાતમાં દાયકાઓના ભાજપ-કોંગ્રેસના શાસનોને અપનાવી ચૂકેલી રાજ્યની જનતા હવે બહુજન સમાજવાદી પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વ્યાપક જનાદેશ આપવાની છે, અને એ પછી વર્ષ ૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી બહુજન સમાજવાદી પાર્ટીનું પ્રતિનિધિત્વ રાજ્યકક્ષાએ પણ પડઘાવાનું છે !
જામનગરમાં આ બધા ઘોંઘાટ વચ્ચે પણ એક અલગ જ ચર્ચા થઈ રહી છે. એવા ઉડતા ઉડતા સમાચાર આવ્યા છે કે ભારત સરકારે સાઉદી અરબ તથા ખાડીના દેશો સાથે કરેલી સમજૂતી મુજબ ગુજરાતના દરિયાકાંઠે ઓ.એન.જી.સી. એક જાયન્ટ ગ્રીનફિલ્ડ રિફાઈનરી સ્થાપવાની છે, જે મોટાભાગે જામનગર જિલ્લામાં જ સ્થપાશે. જામનગરમાં રિલાયન્સ અને નયારા પછી જો ઓ.એન.સી.જી. ત્રીજી રિફાઈનરી સ્થાપશે, તો જામનગર જિલ્લો પેટ્રોલિયમ હબ બની જશે. જો કે, ભાવનગર જિલ્લાનો ધારૂકા વિસ્તાર પણ આ માટે વિચારણા હેઠળ છે, પરંતુ મહત્તમ સંભાવના જામનગર (હાલાર) માં આ નવી ગ્રીનફિલ્ડ રિફાઈનરીની જણાવાઈ રહી છે. આ અંગે ઓ.એન.સી.જી. કે સરકાર તરફથી અધિકૃત નિવેદન આવ્યું નથી, પરંતુ આ ચર્ચા ટોક ઓફ ધ સ્ટેટ તો બની જ ગઈ છે. શું આ હાથીકાય (જાયન્ટ) રિફાઈનરીનો સંકેત પણ ઈશ્વરે અષાઢી બીજે આપી દીધો હશે ?
જે હોય તે ખરૃં, પરંતુ હકારાત્મક અભિગમ દાખવીએ, તો ઘોંઘાટના કારણે ભડકેલા ગજરાજોએ જો બહુ નુકસાન પહોંચાડ્યા વિના કોઈ શુભ સંકેતો આપ્યા હોય તો તેને ભગવાન જગન્નાથની કૃપા જ ગણવી પડે. જો કે, ઘોંઘાટીયા પ્રદુષણ સામે તકલાદી તંત્રો કે મત લાલચુ પક્ષો તો દેખાવ ખાતરની કાર્યવાહી જ કરશે, પરંતુ આ મુદ્દે જો લોકો જ સ્વયંશિસ્ત જાળવશે, તો તે વ્યાપક જનહિતમાં ઉમદા અભિગમ જણાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમદાવાદમાં રથયાત્રા દરમ્યાન આજે બે ગજરાજો બેકાબૂ થયા પછી નિયંત્રીત થયા છે. આજે અષાઢી બીજ છે. હિન્દુ ધર્મના ચાર પવિત્ર મહાધામ પૈકીના એક પાવનધામ જગન્નાથપુરી તથા ગુજરાતના અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે. આજે ેદેશના અન્ય ઘણાં શહેરો તથા મંદિરો-યાત્રાધામોમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા સાથે વિશેષ દર્શન સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
અષાઢી બીજ દેશના જુદા-જુદા ભાગોમાં જુદી-જુદી પરંપરાઓ તથા સ્વરૂપો સાથે ઉજવાતી હોય છે. આજે કચ્છી પરંપરા મુજબ નવું વર્ષ ઉજવાય છે. વિક્રમ સંવત ૧૨૩૧માં જામ-રાયઘણજીએ કચ્છની સત્તા હસ્તગત કરી હતી, તે દિવસે અષાઢી બીજ હતી. વિક્રમ સંવત મુજબ નવું વર્ષ કારતક સુદ એકમના દિવસે મનાવાય છે, પરંતુ કચ્છી પરંપરા મુજબ કચ્છીઓનું નવું વર્ષ અષાઢી બીજ એટલે કે વિક્રમ સંવતના નૂતનવર્ષ કરતા ચારેક મહિના પહેલા આવે છે. એવું કહેવાય છે કે કચ્છના રાજવી ખેંગારજી ત્રીજાએ પોતાની જન્મતિથિને સાંકળીને કચ્છી પંચાંગની શરૂઆત કરી હતી અને રાજાશાહીના સમયમાં અષાઢી બીજે નવું પંચાંગ તથા નવા ચલણી સિક્કાઓ બહાર પડતા હતા.
અષાઢી બીજથી ખેડૂતો સામાન્ય રીતે ખરીફ પાક માટેનું ખેતીકામ વેગીલુ બનાવતા હોય છે. અખાત્રીજ થી કરેલી તૈયારીઓ પછી વાવણીલાયક વરસાદ થાય, અને તે પછી નવું કૃષિવર્ષ ઉત્તમ નિવડે, તે માટેની પ્રાર્થનાઓ પણ અષાઢી બીજની ઉજવણી દરમ્યાન થતી હોય છે.
આપણી સંસ્કૃતિ વસુધૈવ કુટુંબક્મ્ની ભાવના ધરાવે છે અને પ્રાચીનકાળથી વિધિકલ્યાણની પ્રવૃત્તિઓ ભારતવર્ષમાં કરતું રહયું છે. ભારતે ઘણાં વિદેશી આક્રમણો ખમ્યા છે અને કેટલીક વિદેશી સલ્તનતો સેંકડો વર્ષ સુધી ભારત પર શાસન કરી રહી હતી, અને કેટલાક કટ્ટર શાસકોએ આપણી સર્વમાંગલ્ય, માંગલ્યે તથા વસુધૈવ કંુટુંબકમ્ ની સહિષ્ણુ ઉદાર અને સર્વસમાવેશી સંસ્કૃતિનું નિકંદન કાઢવાનો પ્રયાસ કર્યો, તેમ છતાં ભારતીય સંસ્કૃતિ આજે પણ ટકી રહી છે અને વિશ્વને સત્ય, અહિંસા અને માનવતા માટે મરી મિટવાની તત્પરતાનો પાઠ શીખવી રહી છે, એટલું જ નહીં અસૂરો અથવા માનવવિરોધી દૂષ્ટોને પૂરેપૂરી તકો આપવા છતાં સુધરે નહીં, તો તેના અંજામ સુધી પહોંચાડવાની તાકાત પણ બતાવી રહી છે.
આપણો પડોશી દેશ પાકિસ્તાન માનવતા વિરોધી છે, તો બીજો પડોશી દેશ સ્વાર્થી, સામ્રાજ્યવાદી તથા વધુ દગાબાજ છે. આ બંને દેશોને ભારતની સહિષ્ણુતા, માનવતા, પ્રગતિ અને એકજૂથતા આંખમાં કણાની જેમ ખટકે છે. આ કારણે ભારતમાંથી જુદો પડેલો દેશ પાકિસ્તાન પોતાની કાયરતા, અને કમજોરીના કારણે ભારત સાથે સીધી લડાઈમાં ક્યારેય જીતે તેમ નહીં હોવાથી આતંકવાદનો સહારો લઈ રહ્યો છે...આતંકવાદની ફેક્ટરી જેવા આ દેશનો સમય-સમય પર ચીન અને અમેરિકા જેવી શક્તિશાળી અને ઘમંડી સત્તાઓ મહોરાની જેમ ઉપયોગ કરીને પોતાને ઉલ્લુ સિદ્ધ કરી રહી છે. આ કારણે પાકિસ્તાનની પ્રજા પાયમાલ થઈ રહી છે અને લોકતાંત્રિક દેશ હોવા છતાં ત્યાં મોટા ભાગે સેનાધ્યક્ષોનું શાસન જ રહ્યું છે. ચૂંટાયેલા વડાપ્રધાનો ત્યાં સેનાની કઠપૂતળી જેવા જ રહ્યા છે, અને ત્યાં રાષ્ટ્રપતિ પદનું કોઈ બહુ મહત્ત્વ રહ્યું નથી. આ માયકાંગલા પડોશી દેશનો ભારતીય પ્રતિનિધિઓ યુનોમાં નકાબ ચીરી નાખ્યા પછી ચીનમાં સર્જાયેલી શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં ભારતના રક્ષામંત્રીએ પાકિસ્તાનને રોકડુ પરખાવ્યુ અને સંયુક્ત ઘોષણાપત્રમાં પહલગામ આંતકી હૂમલાનો ઉલ્લેખ નહીં કરાતા તેમાં હસ્તાક્ષર ન કર્યા, તે પછી હવે ભારતની ઓપરેશન સિંદૂર ફેઈમ કાર્યવાહીથી ફફડતું પાકિસ્તાન વૈશ્વિક સંસ્થાઓ પાસે રહેમની ભીખ માંગવા હડિયાપટ્ટી કરવા લાગ્યું છે.
બીજી તરફ ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં સામેલ થયા પછી બે-ત્રણ દિવસમાં જ અમેરિકાએ યુદ્ધ આટોપી લીધું, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ અટકી જાય, તે માટે બહુ પ્રયત્નો કરવાના બદલે માત્ર પ્રોપાગન્ડા કર્યો, તેની પાછળ ટ્રમ્પના બિઝનેસ માઈન્ડની બૂ આવે છે. હકીકતે હથિયારો તથા યુદ્ધસામગ્રીના અમેરિકન ઉત્પાદકોના હિતાર્થે અમેરિકા પહેલા કોઈપણ મુદ્દે વિવાદગ્રસ્ત બે દેશો વચ્ચે પહેલા યુદ્ધ ભડકાવે છે, અને તે બંને દેશોને અમેરિકા, રશિયા, ફ્રાન્સ જેવા દેશોનેે હથિયાર સામગ્રી યુદ્ધ જહાજો વગેરે વેચે છે ને તેમાંથી મબલખ કમાણી કરે છે. તેથી વિશ્વ સમુદાયમાં એક કોન્સેપ્ટ એવો પણ વ્યાપક રીતે ફેલાઈ રહ્યો છે કે જો દુનિયામાં કાયમી શાંતિ રાખવી હોય તો વિશ્વના તમામ દેશોેએ માત્ર પરમાણુ બોમ્બ જ નહીં, પરંતુ દરેક પ્રકારના હથિયારો, યુદ્ધ સામગ્રી, તથા યુદ્ધ જહાજો-વિમાનોનું ઉત્પાદન જ બંધ કરી દેવું જોઈએ, અને મોજુદ પુરવઠાનો યોગ્ય રીતે નાશ કરી નાખવો જોઈએ. અત્યારે જે સ્થિતિ છે, તે જાળવી રાખીને તમામ પ્રકારના વિવાદાસ્પદ મુદૃાઓ માટે યુદ્ધ નહીં પરંતુ એક વૈશ્વિક પ્લેટફોર્મ કે દ્વિપક્ષીય વાટાઘાટો કરીને ઉકેલવા જોઈએ. જો વિસ્ફોટક યુદ્ધ સામગ્રી, હથિયારો કે સાધનોનું ઉત્પાદન જ નહીં થાય, તો યુદ્ધ જ નહીં થાય, ન રહેગા બાંસ, બજેગી હી નહીં બાંસુરી !!
જો કે, કોન્સેપ્ટ ભલે સ્વીકારવા જેવો લાગતો હોય, પરંતુ તેનો અમલ કરવો અઘરો છે. હથિયારોનું ઉત્પાદન માત્ર દેશો વચ્ચેના યુદ્ધો માટે નહીં, પરંતુ બદમાશો, માફિયાઓ, ગુંડાઓ, ગુનાખોરો, ઉગ્રવાદીઓ તથા ત્રાસવાદીઓ સામે લડવા માટે પણ થતો હોય છે. ખુદ ભગવાનને પણ માનવ અવતાર ધારણ કર્યો, ત્યારે તીર-કામઠાથી લઈને સુદર્શનચક્ર સુધીનો ઉપયોગ કરવો પડયો હતો, તેથી શસ્ત્રોનું ઉત્પાદન સદંતર બંધ થઈ જાય તે સંભવ જણાતું નથી, કારણ કે આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે આ શસ્ત્ર સરંજામ જરૂરી પણ હોય છે, તેથી આ પ્રકારના ઉત્પાદનો તદૃન બંધ કરી દેવાના બદલે તેને અંકુશિત કે નિયંત્રિત કરવા માટે અમેરિકા, રશિયા, ચીન જેવી મહાસત્તાઓ સ્વયંશિસ્ત જાળવવુ જોઈએ, અને તે માટે પોતાના સ્વાર્થે બેવડા ધોરણો અપનાવવાની નીતિ સમાપ્ત થવી જોઈએ.
ઈરાન પર હમાસ, હુથી, હીઝબુલ્લાહ જેવા સંગઠનોને આતંકી ગણાવીને પરમાણુ ઉર્જા ઉત્પાદન પર પ્રતિબંધો લગાવતું અમેરિકા એ ત્રણેય સંગઠનોથી પણ ઘણું જ ખતરનાક જૈસ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા, હિઝબુલ મુઝાહિદિન જેવા આતંકી સંગઠનોનું પાલન-પોષણ કરતા પાકિસ્તાનને જ્યારે "પ્રિય દેશ" ગણાવીને ટ્રમ્પ તેની પીઠ થાબડે, ત્યારે તેના બેવડા વલણોનો પર્દાફાશ થઈ જાય છે, તેવી જ રીતે ભારતમાં થયેલા પહલગામના આતંકી હૂમલાનો ઉલ્લેખ જ કર્યા વગર પાકિસ્તાનની ટ્રેન પર હૂમલાની ઘટનાનો ઉલ્લેખ સંયુક્ત ઘોષણાપત્રમાં કરવાના ચીન અને પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ પણ થઈ ગયો છે, ત્યારે ભારતે હવે ચારેય મોરચે લડવાની તૈયારી રાખવી પડશે...
આજે ભગવાનને પ્રાર્થના કરીએ એ આસૂરી મનોવૃત્તિ ધરાવતા દેશોના વડાઓને સદ્બુદ્ધિ આપે...
રઘુપતિ રાઘવ રાજા રામ, ...સબકો સન્મતિ દે ભગવાન..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં અમદાવાદની વિમાન દુર્ઘટના પછી શોકનો માહોલ હતો અને દેશ દુનિયામાં યુદ્ધ અને અશાંતિના કારણે વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, તેમાં હવે રાહત થઈ છે. કમનસીબ દુર્ઘટનાના મૃતકોની ઓળખ કરીને સોંપી દેવાયા પછી તેઓની અંતિમક્રિયાઓ થઈ ગઈ છે, અને ઈરાન-ઈઝરાયલ યુદ્ધ સમી ગયા પછી હવે રશિયા-યુક્રેન યુદ્ધ પણ ખતમ થાય, તેવું લોકો ઈચ્છી રહ્યા છે. આ તમામ ઘટનાક્રમો વચ્ચે હવે દુનિયા શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ તરફ આગળ વધી રહી છે, પરંતુ ડોમેસ્ટિક પોલિટિક્સમાં પુનઃ ઉછાળો આવ્યો છે. દેશમાં વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણીમાં આમઆદમી પાર્ટીનો વિજય થતાં થોડા સમય માટે હેડલાઈન્સમાંથી અલિપ્ત થઈ ગયેલા કેજરીવાલ ફરીથી પ્રગટ થઈ ગયા છે અને ભાજપ તથા કોંગ્રેસ પર સહિયારા પ્રહારો કરીને આમઆદમી પાર્ટીને ગુજરાતમાં વિજયનો વિકલ્પ ગણાવવા લાગ્યા છે. એક તરફ બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે, તો બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગુજરાતમાં પણ આગામી વર્ષે થવાની છે. આમઆદમી પાર્ટી આ બંને ચૂંટણીઓમાં પૂરી તાકાતથી ઝંપલાવવાની હોવાથી ભાજપ અને કોંગ્રેસ તથા અન્ય પ્રાદેશિક પક્ષોએ તે માટે તૈયાર રહેવું પડશે. ચૂંટણીઓના ચક્રવ્યૂહ વચ્ચે એક તરફ રાજકીય માહોલ ગરમાયો છે, તો બીજી તરફ વરસાદ, પૂર, તથા નવી આગાહીઓ વચ્ચે મેઘાવી માહોલ પણ જામ્યો છે. ઠેર-ઠેર જલભરાવ, સડકો પર પાણી, ટ્રાફિકજામ અને વરસાદી મોસમની વિડંબણાઓના સમાચારો ચોતરફથી આવી રહ્યા છે.
આ પ્રકારની પરિસ્થિતિઓ વચ્ચે આ વર્ષે જન્માષ્ટમીના લોકમેળાઓ તથા યાત્રાધામ દ્વારકા તથા બેટદ્વારકામાં જન્માષ્ટમી પર્વે દર્શન માટે ઉમટી પડનારા લાખો ભાવિકોના સંદર્ભે જરૂરી તમામ વ્યવસ્થાઓને લઈને તંત્રોએ અત્યારથી જ તૈયારીઓ કરવા લાગવું પડશે. અત્યાર સુધી તંત્રો વિવિધ પ્રકારની ઘટનાઓના સંદર્ભે તથા ચૂંટણીઓ પછી હવે વરસાદી મોસમના સંદર્ભે વ્યસ્ત રહ્યા છે, અને તેમાંથી ટાઈમ કાઢીને સાતમ-આઠમના મેળાઓ, શ્રાવણી મેળાઓ તથા છેક ભાદરવી પૂર્ણિમા સુધી વિવિધ સ્થળે તબક્કાવાર યોજાતા રહેતા લોકમેળાઓ, ધાર્મિક મેળાવડાઓ અને પ્રવાસ-પર્યટનના સ્થળો પર ઉમટતી ભીડના પૂર્વ-આયોજનો પણ તંત્રોએ કરવા પડશે. અત્યારે અષાઢી બીજની રથયાત્રાઓનો પણ ઠેર-ઠેર થનગનાટ છે.
રાજકોટમાં ગમખ્વાર વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી સદ્ગત વિજયભાઈ રૂપાણીની અનંતયાત્રાનો આઘાત ખમી લઈને લોકો કુદરતની ઘટમાળને અનુરૂપ રોજીંદી જિંદગીમાં આગળ વધી ગયા છે, અને આગામી તહેવારોની તૈયારીમાં લાગી ગયા છે. મોહરમ અને જન્માષ્ટમી સુધીના તહેવારોને સાંકળીને જરૂરી પ્રબંધો કરવા અંગેની મિટિંગોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, અને લોકમેળાઓની તૈયારીઓ પણ થવા લાગી છે.
તાજેતરના ઘટનાક્રમો તથા પ્રવર્તમાન પ્રાકૃતિક અને માજવસર્જીત સંજોગો-ઘટનાઓને ધ્યાને રાખીને આ વખતે તમામ પ્રકારના આયોજનો તથા ભગવાન જગન્નાથજીની ઠેર-ઠેર નીકળનારી રથયાત્રાઓ થી લઈને જન્માષ્ટમી-નવરાત્રિ પર્વ સુધીના તહેવારોની શ્રૃંખલા દરમ્યાન કોઈ પણ પ્રકારની ભાગદોડ કે અનિચ્છનીય ઘટના બને નહીં, તથા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, તેવા પ્રબંધોની સાથે સાથે ચોમાસાની ગતિવિધિ, આગાહીઓ તથા પૂર-પાણી અને નદી-નાળા-ડેમો છલકાયા પછીની પરિસ્થિતિનું આલંકન કરીને તંત્રો તથા શાસકોએ સંકલન કરવું પડશે.
શરમજનક સ્થિતિ એ ગણાય કે અત્યારે ચોમાસુ બેસી ગયું, વરસાદની આગાહીઓ થવા લાગી, કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડયો, રણજીતસાગર જેવા મોટા ડેમો છલકાવા લાગ્યા, તેવા સમયે પણ ઘણાં તંત્રો તથા પાલિકા-મહાપાલિકાઓમાં હજુ "પ્રિ-મોન્સુન"ની કામગીરી ચાલી રહી છે. અન્ય જિલ્લાઓમાં લોકમેળાઓના આયોજનો સુનિશ્ચિત થયા પછીની વહીવટી અને તાંત્રિક પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે હાલારમાં હજુ ચોમાસા પૂર્વેની કામગીરીઓ પૂરી થઈ રહી નથી, અને જામનગરમાં તો પ્રદર્શન ગ્રાઉન્ડમાં કામચલાઉ એસ.ટી. ડેપો આવ્યા પછી આ વર્ષે અને આવતા વર્ષે શ્રાવણીયો લોકમેળો ક્યાં યોજવો, તેનું સ્થળ પણ નક્કી થઈ શક્યું નથી. આ વર્ષે અદ્યતન ટેકનોલોજી આધારિત ફોરકાસ્ટ મેળવીને વરસાદી ઋતુને અનુરૂપ તમામ આયોજનો થાય, અને અત્યારથી જ આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ માટે સંયોજીત, સુદૃઢ અને ફુલપ્રૂફ માસ્ટર પ્લાન અમલી બને, તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
ચોમાસાની ઋતુ હોય, નદી-નાળા, ચેકડેમો-તળાવો-ડેમો છલકાવાના છે, ત્યારે યુ-ટ્યુબ માટે વીડિયો ઉતારવા કે સેલ્ફી લેવા માટેે જીવ-સટોસટની બાજી ખેલતા લોકોને અટકાવવા તંત્રે પણ કડક પ્રબંધો કરવા પડશે, અને એનજીઓઝ, વિવિધ સમાજો, જ્ઞાતિસંગઠનો, અને ચૂંટાયેલા જન-પ્રતિનિધિઓએ ગામડાઓ અને શહેરોમાં સર્વવ્યાપી અને અસરકારક જન આંદોલન ચલાવવું પડશે, અન્યથા અત્યારે છૂટક-છૂટક સ્થળે બનતી આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાતી જ રહેશે અને લોકોને પોતાના વહાલસોયા સ્વજનો સેલ્ફી કે રીલ પાછળ જીવ ગુમાવ્યા પછી રોતા જ રહેવું પડશે..
આ પ્રકારની અનિચ્છનિય અને આઘાતજનક ઘટનાઓ અટકાવવા પ્રત્યેક પરિવારોએ પણ આગળ આવવું પડશે. જો મોટેરાઓ આ પ્રકારના શોખને ગાંડપણમાં ફેરવવા લાગશે, તો યુવાપેઢીને મોકળું મેદાન મળી જવાનું છે, અને કુમળી પેઢી પણ વગર વિચાર્યે અઘટિત સાહસો કરવા પ્રેરાશે. આથી આવી રહેલા આ મહાભયાનક ખતરાને ટાળવા સૌએ અત્યારથી જ જાગૃત થઈ જવું પડશે.
આ વર્ષે સારો વરસાદ થશે અને વર્ષ સારુ જશે, ખેતી સારી પાકશે અને વિપુલ જળસંગ્રહ થશે, તેવી આગાહીઓ થઈ છે, ત્યારે સૌ કોઈના જીવનમાં આનંદ-મંગલ રહે, તહેવારો ભવ્ય રીતે ઉજવાય, ક્યાંય કોઈ અનિચ્છનિય ઘટના ન બને, લોકો સ્વયં જાગૃત બને અને નવા ચૂંટાયેલા તથા પહેલાના તમામ જનપ્રતિનિધિઓ વાસ્તવમાં લોકસેવામાં લાગી જાય, તેવું ઈચ્છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી થયા પછી પરિણામો આવ્યા છે. ગામેગામ વિજયોત્સવો મનાવાઈ રહ્યા છે, અને વિજેતા પેનલો તથા સરપંચો મતદારોનો આભાર માનીને તેમણે કરેલા વાયદાઓ પૂરા કરવાના વચનો આપી રહ્યા છે.
સરપંચો તથા ગ્રામ પંચાયતોના સભ્યોની ચૂંટણી પક્ષીય ધોરણે લડાતી નથી, પરંતુ રાજકીય પક્ષો પોતાની વિચારધારા ધરાવતા સરપંચો અને સભ્યો વધુ ચૂંટાયા હોવાના દાવાઓ કરતા હોય છે, અને તેવું જ કંઈક આ વખતે થઈ રહ્યું છે.
આ પહેલા ઘણી ગ્રામ પંચાયતો સમરસ થઈ છે, અને ઘણાં સરપંચો અને સભ્યો બિનહરીફ પણ થયા છે. હવે જયાં ચૂંટણી થઈ હતી, ત્યાં પરિણામો આવી ગયા પછી ચૂંટણીમાં થયેલી સ્પર્ધા પછી આવેલા જનાદેશને સ્વીકારીને બધાએ ગામના વિકાસ અને લોકકલ્યાણના કામે લાગી જવાનું છે, તથા મતદાન પ્રક્રિયા દરમ્યાન કે તેના સંદર્ભે કોઈ નાની-મોટી રકઝક કે ખેેંચતાણ થઈ હોય તો ભૂલીને સૌ કોઈએ સાથે મળીને ગ્રામસેવા અને જનસેવામાં લાગી જવાનું છે., કારણ કે ચૂંટણી લડવાનો ઉદૃેશ્ય પણ ગ્રામસેવા તથા જનસેવાનો જ હોય છે ને ? હવે, જીતેલા ઉમેદવારોએ પરાજીત ઉમેદવારોને પણ સન્માનપૂર્વક સાથે રાખીને લોકોની સેવા કરવાની છે, એ ભૂલાય નહીં.
ગઈકાલે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી ક્રિકેટ ટેસ્ટમેચ સંપન્ન થઈ ગઈ છે, અને ભારતીય ટીમનો પરાજય થયો છે. મોટાભાગના સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં કેટલાક સિનિયર અને કેટલાક નવા ચહેરાઓના સંયોજન છતાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ એકંદરે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો અને સદીઓની જાણે હોડ લાગી હોય, તેમ બંને ટીમોના ખેલાડીઓએ સેન્ચ્યુરી ફટકારી, તેથી ક્રિકેટ રસીયાઓને ભરપૂર મનોરંજન મળ્યું. ભારતે તેમની ફિલ્ડીંગમાં વિશેષ સુધારા કરવાની જરૂર છે, તથા કેપ્ટનશીપમાં શુભમન ગીલને વધુ અનુભવની જરૂરિયાત હોવાના તારણો પણ નીકળી રહ્યા છે. આ ક્રિકેટ મેચ પૂરી થયા પછી જે રીતે જીતેલી ટીમે હારેલી ટીમ સાથે સન્માનભર્યો વ્યવહાર કર્યો અને ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડની ટીમને અભિનંદન આપ્યા, તે દૃશ્યો ક્રિક્ેટ રસીયાઓએ જોયા જ હશે.
લગભગ દરેક ક્રિકેટ મેચ પછી આ જ રીતે હારેલી ટીમો તથા જીતેલી ટીમો પરસ્પર આદર બતાવતા હોય છે અને બંને ટીમોના મેદાન પર રહેલા ખેલાડીઓ વ્યક્તિગત રીતે પણ પરસ્પર ભેટી પડતા હોય છે, તેવી જ ખેલદીલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના પરિણામો આવ્યા પછી દરેક જીતેલા અને હારેલા ઉમેદવારો પણ બતાવતા હોય જ હોય છે, પરંતુ ઘણી વખત સ્થાનિક ચૂંટણીઓના કારણે વેરઝેર ઊભા થવાની ક્ષુલ્લક ઘટનાઓ પણ બનતથી હોય છે, જો કે, એ પ્રકારની ચૂંટણીના વેરઝેરની માનસિકતા હવે ધીમે-ધીમે ઘણી જ ઘટવા લાગી છે અને ચૂંટણીઓ પછી ગ્રામ વિકાસના કામે તમામ લોકો સાથે મળીને લાગી જતા હોય છે, જે આપણાં દેશની લોકતાંત્રિક સંસ્કૃતિને વધુ ને વધુ સુદૃઢ બનાવે છે. એ ચૂંટાયેલા ઉમેદવારો ગ્રામસેવા તથા પંચાયતોના વહીવટમાં હારેલા ઉમેદવારો સહિત તમામ લોકોને સહભાગી બનાવશે, તેવું ઈચ્છીએ.
આ જ પ્રકારની આશા ગુજરાત વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો આવ્યા પછી રાજકીય પક્ષો તથા ઉમેદવારો પાસેથી લોકો રાખે છે. મતદારોએ આપેલો જનાદેશ માથે ચડાવીને હવે આગળ વધવાનું છે.
કડીની બેઠક ભાજપે જીતી, તે અપેક્ષિત હતુ, પરંતુ વિસાવદરની બેઠક પર આમઆદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા, તેથી કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપા પછી આ બેઠક પર વિપક્ષના ઉમેદવારો જીતતા હતા, પરંતુ ભાજપ પ્રેરિત ઓપરેશન લોટસ અથવા ઓપરેશન કમળ ચલાવીને ચૂંટાયેલા વિપક્ષ ધારાસભ્યોને રાજીનામા અપાવીને ખેલ ખેલ્યો, તે મતદારોને પસંદ નથી આવ્યું, તેવા તારણો વિશ્લેષકો કાઢી રહ્યા છે. જો કે, આ બેઠક પર પેટા ચૂંટણી પ્રચાર સમયે જ આંતરિક ખેંચતાણ તથા ત્રિપાંખીયા જંગને કારણે ભાજપને જનાદેશ મળવાનો નથી, તેવા અંદાજો થવા લાગ્યા હતા, પરંતુ તેનો લાભ "આપ" ને મળ્યો જે કોંગ્રેસ માટે ખૂબ જ મોટો ઝટકો છે, કારણ કે હવે ગુજરાતમાં સ્થાનિક અને વિધાનસભાની ચૂંટણીઓમાં મુખ્ય મુકાબલો ભાજપ અને આમઆદમી પાર્ટી વચ્ચે જ થવાનો છે, તેવી ભવિષ્યવાણી અરવિંદ કેજરીવાલે કરી દીધી છે. !
માધવાણી પરિવારના પથદર્શક અને માતૃતુલ્ય સ્વ. ઉર્મિલાબેનની આજે પુણ્યતિથિ છે. 'નોબત'ના તંત્રી પ્રદીપભાઈ માધવાણીના કદમ સાથે કદમ મેળવીને પ્રેરણાસ્ત્રોત બનનાર સ્વ. ઉર્મિલાબેનની સ્મૃતિઓ કયારેય વિસરી શકાય તેમ નથી.
તેઓ સ્નેહાળ, શાંત અને સહૃદયી સ્વભાવ ધરાવતા હતા. અને સાદગી, સૌમ્યતા અને સરળતા સાથે તેઓએ નવી પેઢીને સારા સંસ્કાર અને સદ્ગુણોનું સિંચન કરીને હંમેશાં પ્રેરક પ્રદર્શન કર્યું હતું. તેઓ હંમેશાં જીવનના ઉતાર-ચઢાવ અને બદલતી રહેતી સ્થિતિ સામે હિંંમતથી લડતા રહ્યા હતા અને પરિવારનો અડીખમ સ્તંભ બની રહ્યા હતા. તેઓએ અનેક પડકારોનો સામનો કર્યો હતો.
માતાનો શિતળ છાંયડો ત્યારે છીનવાઈ ગયો, ત્યારે વર્ષ ૨૦૧૯ની ૨૪મી જૂને તેઓએ અચાનક અંતિમ વિદાઈ લઈ લીધી, ત્યારે આખો પરિવાર તો ખૂબજ દુઃખી થયો હતો, પરંતુ નોબત પરિવાર, માધવાણી પરિવાર તથા આ બંને પરિવાર સાથે સંકળાયેલા તમામ સ્નેહીજનોએ પણ ઉંડો આઘાત અનુભવ્યો હતો. હવે તેઓની મીઠી યાદો અને પ્રેરણાત્મક પળોની સ્મૃતિઓને યાદ કરીને તેઓને સ્મરણાંજલિ અર્પીએ.
ઈશ્વરની ઘટમાળ પાસે આપણું કાંઈ ચાલતુ નથી, અને જન્મ-મૃત્યુ ઈશ્વરને આધીન છે, એ સનાતન સત્ય છે, એ સ્વીકારીને અંતરની ઉર્મીઓ સાથે સ્વ. ઉર્મિલાબેનને ભાવસભર શ્રદ્ધાંજલિ અર્પીએ.
જામનગર તા. ૨૪-૦૬-૨૦૨૫
-માધવાણી પરિવાર
-નોબત પરિવાર
ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટે ગઈકાલે મતદાન સંપન્ન થયું અને તેની મતગણતરી ૨૫મી જૂને થવાની છે, પરંતુ ગુજરાત વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણીની મતગણતરી આજે થઈ છે. તે ઉપરાંત ગુજરાતમાં ઘણાં જિલ્લાઓમાં વરસાદ થયો છે, અને હજૂ પણ વરસાદની જૂદી-જૂદી આગાહીઓ સાથે વિવિધ એલર્ટ અપાઈ રહ્યા છે. આ તમામ પોઝિટિવ ન્યૂઝની વચ્ચે ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકાએ ઝંપલાવીને ઈરાનના ત્રણ પરમાણૂ મથકો પર હૂમલો કર્યા પછી ઊભી થયેલી સ્થિતિએ વૈશ્વિક ચિંતા ઊભી કરીને નેગેટિવીટી ફેલાવી દીધી છે., તેવા સમયે ભારે વરસાદથી ઘણાં સ્થળે પૂર આવ્યા, તો કેટલાક સ્થળે તણાઈ કે ડૂબી જવાથી કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો હોવાના સમાચારોએ પણ ગ્લાનિ ઉત્પન્ન કરી દીધી છે. ગામડાઓની ગતિવિધિથી લઈને ગ્લોબલ ગોલમાલની અપડેટેડ આંધી વચ્ચે ચૂંટણીઓના ચક્રવ્યૂહની ચર્ચા પણ આજે ગામડાઓના ચોરે અને ગાંધીનગરના ગલિયારાઓમાં થઈ રહી છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી જૂદા-જૂદા વિસ્તારોમાં ઝાપટાં થી લઈને ભારે વરસાદ વરસી રહ્યો હતો, અને ગઈકાલે સાર્વત્રિક વરસાદ વરસતા ગુજરાતના મહત્તમ જિલ્લાઓમાં વાવણીલાયક વરસાદ થઈ ગયો હોવાથી ખેડૂતો વાવણીના કામે લાગી ગયા છે, તો બીજી તરફ કેટલાક જળાશયોમાં નવા નીર આવ્યા, તો કેટલાક ડેમો ઓવરફ્લો થવાના અહેવાલો આવવા લાગ્યા છે, અને રાજ્યમાં અત્યાર સુધીમાં જુદા-જુદા જિલ્લાઓમાં સરેરાશ ૧૪ થી ૨૧% વરસાદ પડી ગયો હોવાથી હવે કિસાનજગત માટે ખરીફ સિઝનની શરૂઆત સારી થઈ છે, તેમ કહી શકાય. જામનગરના રણજીતસાગર અને વાગડીયા ડેમ છલોછલ ભરાઈ ગયા છે, તથા ઓવરફલો થયા છે. હાલાર સહિત સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. રાજ્યમાં ૨૦૦થી વધુ ડેમોમાં જળસ્તર વધ્યું છે, તો ૧૫ જેટલા જળાશયો છલોછલ ભરાઈ જતાં હાઈ એલર્ટ પર છે, અને આજે પણ મેઘાડંબર વચ્ચે વરસાદ વરસી રહ્યો છે, તેથી ઘણાં ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે, તો ઘણાં સ્થળે ગમખ્વાર ઘટનાઓ પણ બની છે.
કેટલાંક સ્થળોએ સોશ્યલ મીડિયા માટે વીડિયો ઉતારવા અને સેલ્ફી લેવાની લ્હાયમાં કેટલાક લોકોએ જીવનું જોખમ વ્હોરી લીધું છે, અને યુવાવર્ગ જ નહીં, હવે તો નાના-નાના બાળકોથી લઈને કેટલાક બુઝુર્ગો પણ આ પ્રકારના જોખમો લેવા લાગ્યા હોવાથી હવે આ અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવાની જરૂર છે, એટલું જ નહીં, આ પ્રકારના જોખમો વ્હોરી લેનાર પર કાનૂની સકંજો વધુ કસાય, અને લોક શિક્ષણ તથા કાયદાનાં ડર હેઠળ આ જીવલેણ શોખ સામે જંગ લડવાનો સમય હવે પાકી ગયો છે, ખરૃં ને ?
ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં એવરેજ ૭૦% થી વધુ મતદાન થયું અને કેટલાક સ્થળોએ તો ઘણું જ જંગી મતદાન થયું, એ મતદારોનો લોકતંત્રમાં વિશ્વાસ દર્શાવે છે, પરંતું ગ્રામ પંચાયતોમાં સ્થાનિક જાગૃતિ વધુ રહેતી હોવાથી આગામી સમયમાં ૯૦ કે ૯૫%થી વધુ મતદાન થાય, તેવા પ્રયાસો જાહેર જીવનમાં પડેલા નેતાઓ, આગેવાનો તથા રાજ્યના ચૂંટણીપંચે પર કરવા જોઈએ.
ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં પણ કેટલાક સ્થળે ફેર મતદાન કરાવવું પડી રહ્યું છે, જે વિચારવા જેવો મુદ્દો છે. જો મર્યાદિત મતદાન તથા સીમિત મતક્ષેત્ર માટે પણ કોઈપણ કારણે ફેર મતદાન કરાવવુ પડતું હોય, તો તેના કારણોનું વિશ્લેષણ કરીને જરૂરી સુધારાત્મક કદમ ઉઠાવવા જોઈએ.
હવે મતગણતરી થઈ જાય, તે પછી ઉભયપક્ષે જ નહીં, ગ્રામજનોમાં પણ અત્યારે ચૂંટણી સમયે હતી, તેવી જ જાગૃતિ જળવાઈ રહે, અને જે સરપંચ અને પેનલો ચૂંટાય, તે ચૂંટણીના પરિણામો પછી હવે સૌ સાથે મળીને ગ્રામ વિકાસ અને લોકકલ્યાણના કામો કરતા રહેશે, તેવું ઈચ્છીએ.
આજે ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદરની બેઠકોની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે, ત્યારે વિસાવદરમાં આમઆદમી પાર્ટીએ પહેલા બે રાઉન્ડમાં લીડ મેળવી અને તે પછીના રાઉન્ડમાં પાછળ રહી ગઈ હતી, જ્યારે કડીમાં ભારતીય જનતા પાર્ટીએ પહેલેથી જ મોટી લીડ મેળવી લીધી હતી. વિધાનસભાની આ પેટા ચૂંટણીના પરિણામો રાજ્યની રાજનીતિ પર વ્યાપક અસર કરશે તેમ જણાય છે.
આજે સવારથી મતગણતરી શરૂ થઈ, ત્યારથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયા આગળ હતા, પરંતુ ત્રીજા રાઉન્ડમાં ભાજપના કિરીટ પટેલે લીડ લીધી હતી, પરંતુ બે-ત્રણ રાઉન્ડ પછી રસાકસી વધુ તિવ્ર બની હતી અને ૧૦ રાઉન્ડના અંતે તો ગોપાલ ઈટાલીયાએ ચાર હજારથી વધુ મતોની લીડ મેળવી લીધી હતી, જે ભાજપ માટે ઝટકા સમાન હતું. અહીં કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં હોય તેમ જણાતું નહોતું અને નીતિન રાણપરીયા પહેલેથી જ પાછળ હતા, પરંતુ આમઆદમી પાર્ટીએ પહેલા ૧૦ માંથી ૬ રાઉન્ડમાં સરસાઈ મેળવી હતી, અને તે પછી આમઆદમી પાર્ટીની સરસાઈ વધતી રહી હતી. બીજી તરફ કડીમાં આમઆદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો સતત પાછળ રહ્યા હતા અને ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા સતત સરસાઈ મેળવતા હતા, તેઓ ૧૦ રાઉન્ડના અંતે પાંચ હજાર જેટલા મતે આગળ હતા, કોંગ્રેસના રમેશ ચાવડા અને આમઆદમી પાર્ટીના જગદીશ ચાવડા સતત પાછળ રહ્યા હતા.
આ પેટા ચૂંટણીનું પોસ્ટમોર્ટમ કરીએ, તો વિસાવદરમાં આ વખતે ભાજપને આંતરિક અસંતોષના કારણે પ્રારંભથી જ ફટકો પડયો હોય તેમ જણાતું હતું. આ પહેલા પણ કેશુબાપા પછી આ બેઠક પર વિપક્ષનું વર્ચસ્વ રહ્યું હતું, પરંતુ ભાજપે વિપક્ષના જીતેલા ઉમેદવારોના રાજીનામા અપાવીને પક્ષપલટાનો જે ખેલ રચ્યો હતો, તેમાં ધાર્યા મુજબની સફળતા મળી હોય તેમ લાગતું નથી.
૧૫-૧૬ રાઉન્ડ ગણાયા પછી વિસાવદરમાં ગોપાલ ઈટાલીયા અને કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાની લીડ કપાય તેમ નહીં હોવાથી ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું હતું, અને આ પરિણામો ભાજપ માટે આ વખતે પણ વિસાવદરમાં ઝટકા સમાન અને કડીમાં રાહતરૂપ રહ્યા હોય, ભલે રાજ્ય સરકારની બહુમતિને કોઈ મોટી અસર કરે તેમ નહીં હોવા છતાં આમઆદમી પાર્ટી માટે પ્રોત્સાહક છે, જ્યારે કોંગ્રેસને મનોમંથનનો સમય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વભરમાં ઉજવણી થઈ રહી છે. આજે હાલારમાં પણ ગામડાઓ તથા શહેરોમાં વિશ્વ યોગ દિન ના સંખ્યાબંધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આપણે જાણીએ જ છીએ કે આંતરરાષ્ટ્રીય યોગ દિનની વૈશ્વિક ઉજવણી શરૂ કરાવવામાં ભારતનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. જામનગરમાં પણ આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને તળાવની પાળ સહિતના ઘણાં સ્થળોએ યોગદિન ઉજવાઈ રહ્યો છે.
આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ "યોગા ફોર વન અર્થ...વન હેલ્થ" છે. આ વિષય "એક પૃથ્વી....એક સ્વાસ્થ્ય" ના કોન્સ્ેપ્ટને પ્રોસ્તાહિત કરે છે. સંસાર સ્વસ્થતાથી ચાલે અને ટકાઉ ભવિષ્ય તથા મજબૂત બુનિયાદ સાથે જીવન વાસ્તવમાં સુખી બને તે માટે સમગ્ર વિશ્વ (પૃથ્વી)માં સ્વાસ્થ્યની સુરક્ષા માટે સહિયારા, સતત અને પરિણામલક્ષી પ્રયાસો થતા રહે, તે અત્યંત જરૂરી છે, અને તેમાં વિશ્વ આરોગ્ય સંસ્થા સહિતની વૈશ્વિક સંસ્થાઓ આજે જે રીતે યોગદિવસ ઉજવી રહી છે, તેમ જ દુનિયાના મહત્તમ દેશોમાં એક સાથે યોગાભ્યાસ થઈ રહ્યો છે, તે ભારત માટે ગૌરવની વાત છે, અને વિશ્વકલ્યાણની દિશામાં આખી દુનિયાનું સહિયારૂ આવકારદાયક કદમ છે.
આ થીમ માત્ર જીવસૃષ્ટિના સ્વાસ્થ્યનો સંદેશ નથી આપતું, પરંતુ આપણે જે ગ્રહ પર રહીએ છીએ, તે પૃથ્વીના સ્વાસ્થ્યનો પણ સંદેશ આપે છે. આપણું સમગ્ર જીવસૃષ્ટિનું અને પૃથ્વીનું સ્વાસ્થ્ય પરસ્પર સંકળાયેલું છે, અને તેની સુરક્ષા માટે હવે માનવીએ (આપણે) જાગવાની જરૂર છે, પરંતુ એ માટે વાસ્તવમાં આપણે જાગૃત છીએ ખરા ?
યોગાભ્યાસ આપણાં શારીરિક, માનસિક અને સામૂહિક સ્વાસ્થ્ય માટે ખૂબજ ઉપયોગી છે. વર્ષ ૨૦૧૪માં યુનોએ દર વર્ષે ૨૧ મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની જાહેરાત કરી, ત્યારથી આપણે દર વર્ષે આ ઉજવણી કરતા રહ્યા છીએ, અને હવે દશ વર્ષ થયા હોવાથી એક વૈશ્વિક સર્વે કરવાની જરૂર છે, કે આ ઉજવણીના કારણે માનવજીવન, સ્વાસ્થ્ય અને વૈશ્વિક સુખ-શાંતિમાં કેટલો વધારો થયો છે ?
ભારતમાં આ વર્ષે યોગસંગમ સહિત ૧૦ (દસ) જેટલા મુખ્ય કાર્યક્રમોનું આયોજન કર્યું છે. માનવી, જીવસૃષ્ટિ અને પૃથ્વીના સ્વાસ્થ્યને સાંકળીને વૈશ્વિક જનજાગૃતિ ફેલાવવા તરફ આ એક ઉપયોગી કદમ છે.
યોગાભ્યાસ પછી યોગાને જીવનનો હિસ્સો બનાવવો જરૂરી છે. યોગાની શારીરિક, માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે હવે યોગશિક્ષણનો વ્યાપ વધતા તે આર્થિક ઉપાર્જનનું, રાજગારીનું માધ્યમ પણ બન્યું છે, તે ઉપરાંત આધ્યાત્મિક ઉત્થાન, માનસિક સુદૃઢતા, ભાવનાત્મક લોકકલ્યાણ, પરિણામલક્ષી વિશ્વસનિય ચિકિત્સાના વ્યાપમાં વધારો, સુદૃઢ આત્મબળ ઉપરાંત માનવકલ્યાણ સાથે પર્યાવરણીય સુરક્ષા અને સામાજિક સદ્ભાવ જેવી અનેક ફલશ્રુતિઓનું માધ્યમ પણ બન્યું છે.
આજે યોગ સંગમ, યોગાસનો, યોગાભ્યાસ, યોગબંધન, યોગ પાર્ક, યોગ અનપ્લગ્ડ તથા યોગ-પ્રદર્શનો જેવા વિવિધાસભર કાર્યક્રમો દેશ-દુનિયામાં યોજાઈ રહ્યા છે, ત્યારે આવો, આપણે પણ તેમાં જોડાઈએ, અને યોગા ને રોજીંદી જીવનશૈલીનો હિસ્સો બનાવી લઈએ...
આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીયકક્ષાની ઉજવણી થઈ રહી છે અને ગુજરાતમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી વડનગરમાં થઈ રહી છે. આજે ૧૧મો યોગદિવસ યોગા ફોર વન અર્થ-વન હેલ્થની થીમ હેઠળ ઉજવાઈ રહેલો હોઈ ભૂજંગાસન મુદ્રામાં યોગા કરવાનો વર્લ્ડ રેકોર્ડ પણ સર્જવા જઈ રહ્યો છે.
ગુજરાતમાં ૧૮૦૦૦ થી વધુ ગ્રામ પંચાયતો, ૨૫૦ થી વધુ તાલુકા પંચાયતો, પાલિકા-મહાનગરપાલિકાઓ, સરકારી વિભાગો, નિગમો-કાર્પોરેશનો, રાજ્યની ૪૫૦૦૦ પ્રાથમિક શાળાઓ, ૧૨૦૦૦ થી વધુ હાઈસ્કૂલો, ૨૫૦૦ થી વધુ કોલેજો, ૨૫૦ થી વધુ આઈટીઆઈ, ૧૫૦૦ જેટલા આરોગ્ય કેન્દ્રો, ૬૫૦૦ જેટલા વેલનેસ સેન્ટર, જિલ્લા પોલીસ હેડક્વાર્ટર્સ, પોલીસ મથકો, જેલો, સામાજિક-સેવાભાવી સંસ્થાઓ, અને સરહદો પર સ્થિત સૈન્યમથકો થી માંડીને પહાડો, નદીઓ, ટાપુઓ, સમુદ્ર અને અમૃત સરોવરો સહિત ઠેર-ઠેર સામૂહિક યોગાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે આપણી વૈદિક સંસ્કૃતિની હેલ્થકેર તથા "સર્વમંગલ માંગલ્ય" ની વિભાવનાને ઉજાગર કરે છે.
આપણાં રાજ્ય અને દેશમાં યોગાદિવસની ઉજવણી થાય, તે સ્વાભાવિક છે, પરંતુ આજે આખી દુનિયામાં યોગાભ્યાસ થઈ રહ્યો છે, અને આજના એક દિવસ માટે નહીં, પરંતુ હવે તો વિશ્વના ઘણાં દેશોમાં કાયમી યોગાભ્યાસના વર્ગો તથા કેન્દ્રો પણ ધમધમવા લાગ્યા છે, જે આપણી વસુધૈવ કુટૂંબકમ્ ની સદ્ભાવનાને પણ ઉજાગર કરે છે.
યોગાભ્યાસ અને વ્યાયામ તંદુરસ્તી અને મન-દુરસ્તી માટે અત્યંત ઉપયોગી છે, અને આપણી ખાન-પાનની ગરબડો, અનિયમિત જીવનશૈલી તથા તનાવયુક્ત જિંદગીના કારણે ઉદ્ભવતા અનેક રોગોનો રામબાણ ઈલાજ પણ યોગા, આયુર્વેદ તથા મેડિટેશનના સંયોજનમાંથી મળી રહે છે.
ઘણાં લોકો ખાન-પાન, વ્યસનો તથા અનિયમિત કે અપ્રાકૃતિક જીવનશૈલીને છોડી શકતા નથી. પરંતુ તે દિશામાં પ્રયત્નો કરે છે, તેઓને યોગ, આયુર્વેદ, મેડિટેશન વગેરે ઉપચાર પદ્ધતિઓ તરફ વાળવા જોઈએ, તેવી એડવાઈઝ પણ અપાતી જ હોય છે.
સ્વાસ્થ્યની સારસંભાળ રાખવી અત્યંત જરૂરી છે, અને તેના ઉપાયો કરવાની સાથે-સાથે સંયમ અને નિયમપાલન પણ અત્યંત જરૂરી હોય છે. યોગા-મેડિટેશન-વ્યાયામ વગેરે કર્યા કરીએ, પરંતુ જો ખાન-પાનમાં ધ્યાન ન રાખીએ, કે નિયમ-સંયમ કે નિયમિતતાનું પાલન ન કરીએ, વ્યસનને ન છોડીએ, પુરતી ઊંઘ ન લઈએ કે ભાગદોડ ભરી જિંદગીમાં તન-મન પ્રત્યે ઉદાસિન રહેતા હોઈએ, તો યોગા-વ્યાયામ મેડિટેશન વગેરેનો પૂરેપૂરો ફાયદો થતો હોતો નથી, તેથી આ બધી બાબતોને સમન્વય કરીને આવો, આપણે સાથે મળીને આપણું, વિશ્વનું અને પૃથ્વીનું સ્વાસ્થ્ય વધુ ને વધુ સુદૃઢ બનાવીએ...
નોબત પરિવાર અને માઘવાણી પરિવાર નોબતના પ્રિય વાચકો સહિત સૌ કોઈને આજે વિશ્વ યોગદિનની શુભેચ્છાઓ પાઠવે છે અને પૃથ્વી, પ્રકૃતિ તથા સમગ્ર જીવસૃષ્ટિના સુદૃઢ સ્વાસ્થ્યની શુભકામનાઓ વ્યક્ત કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કમલ હસનની ફિલ્મ "ઠગલાઈફ" ને સુપ્રિમકોર્ટે લીલીઝંડી તો આપી, પરંતુ તેની સાથે સાથે કમલ હસનને કોઈની માફી માંગવાનું દબાણ ન કરી શકાય, તેવું વલણ લઈને કર્ણાટક હાઈકોર્ટના વલણ સામે પણ સવાલો ઊભા કર્યા, તે જોતા અભિવ્યક્તિની આઝાદી અને કલા નિર્દેશનને દાદાગીરી, ધમકીઓ કે લોકલાગણી દુભાવવાના બહાને અટકાવી શકાય નહીં, તેવો દૂરગામી સંદેશ પણ આપી દીધો, એ કારણે આપણા દેશમાં અવાર-નવાર કોઈને કોઈ ફિલ્મ, નાટક કે અન્ય કલાનિદર્શન સામે વિરોધ કરવા માટે હિંસક અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ કે હરકતો થતી રહેતી હોય છે, તેની સામે રક્ષણ મળશે. સિનેમાઘરો કે ફિલ્મ સ્ટુડિયોમાં તોડફોડ કરવી, આગજની કરવી અને કલાકારો કે નિર્માતાઓને ધાક-ધમકી આપીને કાયદો હાથમાં લેવાની અવાર-નવાર થતી હરકતો સામે સુપ્રિમકોર્ટે લાલબત્તી ધરી છે, એટલું જ નહીં કોઈપણ રાજ્યની હાઈકોર્ટ કે રાજ્ય સરકાર પણ આ પ્રકારની હરકતો અટકાવવાના બદલે લોકલાગણીઓને ધ્યાનમાં લઈને કોઈપણ વ્યકિત કે કલાકારને માફી માંગવાની સલાહો આપે, કે પછી નિદર્શન પર પ્રતિબંધો મૂકવાના સરકારી કદમને યથાર્થ ઠરાવાય, તેની સામે પણ સખ્ત નારાજગી દર્શાવી છે અને ઉક્ત મામલામાં કર્ણાટક સરકારનો જવાબ પણ માંગ્યો છે. સુપ્રિમકોર્ટના આ નિર્દેશો દેશવ્યાપી અને દૂરગામી અસરો ઊભી કરવાના છે.
આપણા દેશમાં લોકલાગણીઓનું પણ મહત્ત્વ છે અને કોઈની પણ લાગણી દુભાતી હોય તો તેની સામે કાનૂની ધોરણે પગલાં લેવા જોઈએ, પરંતુ જેને વાંધો હોય, તેવા લોકો ટોળાબંધી કરીને કાયદો હાથમાં લઈ લ્યે, અને કોઈપણ પ્રકારના હૂમલા કે હિંસા કરે, ધાક-ધમકી આપે કે તોડફોડ, આગજની કરે તો, તે અન્ય નાગરિકોના બંધારણીય હક્કોનું હનન ગણાય, અને તે કોઈપણ રીતે સ્વીકૃત નથી, તેવી સુપ્રિમકોર્ટની સ્પષ્ટ ટિપ્પણી કર્ણાટક સરકાર માટે ચાબુક જેવી પૂરવાર થઈ હશે.
આપણો દેશ સહિયારા અસ્તિત્વ અને સમભાવના સંસ્કારો ધરાવતો હોવાથી લોકલાગણીઓ અને બંધારણીય જોગવાઈઓ વચ્ચે સમન્વય અને સમતુલન જાળવવું અત્યંત જરૃરી હોય છે. લોકોની જ સુવિધા માટે થતા વિકાસના કામો માટે બંધારણીય જોગવાઈઓ મુજબ જયારે જ્યારે કોઈની ખાનગી જમીનનું સંપાદન કરવામાં આવે, ત્યારે ત્યારે જેની જમીન કે ખાનગી મિલકત સંપાદન કરવામાં આવે, તેઓની પ્રવર્તમાન સ્થિતિ, તેઓના બંધારણીય હક્કો અને સંલગ્ન ધારા-ધોરણો તથા નીતિ નિયમોનું પાલન થવું પણ એટલું જ જરૃરી હોય છે. બીજી તરફ જો સરકારી જમીન પર દબાણ થયેલા હોય, તો તેને હટાવવાનો તંત્રોનો અધિકાર વાપરતી વખતે પણ માનવીય અને નૈતિક દૃષ્ટિએ વિચારતું હોય છે. પરંતુ અવાર નવાર નોટીસો અને કાનૂની કાર્યવાહીને પણ દાદ ન દેતા હોય તેવા ચંડોલા તળાવ ફેઈમ જમીન માફિયાઓ કે ડોન-દબંગો સામે અત્યંત કડક કદમ ઉઠાવવા પણ પડતા હોય છે., આમ, સંવેદના, સહાનુભૂતિ, સમતુલન અને સમજદારી સાથે કદમ ઉઠાવવું જોઈએ, જેથી અસલ ઉદૃેશ્ય પણ સિદ્ધ થઈ જાય, લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને વિકાસપ્રક્રિયા પણ વિના વિરોધે અથવા વિના અવરોધે ચાલતા રહે...
આવો જ એક અદાલતી ચૂકાદો આજે જામનગરમાં "ટોક ઓફ ધ ટાઉન" બન્યો છે. તાજેતરમાં ડી.પી. કપાતને લઈને થયેલા ડિમોલિશનના મુદૃે હાઈકોર્ટે કરેલો આદેશ આજે જામનગરમાં તો ચર્ચાનો વિષય બન્યો જ છે, પરંતુ ગુજરાત હાઈકોર્ટના આ નિર્દેશો રાજવ્યાપી અસરો ઊભી કરનારા છે.
જામનગર મનપાએ પૂરેપૂરી પ્રક્રિયાને અનુસરીને ૧૨ મીટરના ડીપી રોડ કાઢવા ડિમોલિશન કર્યું, પરંતુ હવે હાઈકોર્ટ આ મુદ્દે ૫૩ અસરગ્રસ્ત અરજદારોને જીપીએમસીના કાયદા મુજબ વળતર ચૂકવવાનો આદેશ કર્યો હોવાના અહેવાલો આવ્યા પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે જામનગર મનપાને આ વળતર ચૂકવવું મોંઘું પડી જવાનું છે, કારણ કે આ ડિમોલિશનમાં ૩૩૧ બાંધકામો તૂટ્યા હોવાથી હવે જંગી રકમનું વળતર ચૂકવવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એવું કહેવાય છે કે ૨૦૦ જેટલા અસરગ્રસ્તોએ તો વળતર માટે ગઈકાલ સુધીમાં અરજીઓ પણ કરી દીધી છે.
ગુજરાત હાઈકોર્ટ જીપીએમસી એટલે કે ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ એકટની કલમ-૨૧૬ હેઠળ અસરગ્રસ્ત અરજદારોને મળવાપાત્ર વળતર ચૂકવવાનો આદેશ કર્યો હોવાના અહેવાલો પછી અદાલતના આદેશનો વિગતવાર અભ્યાસ ઉભય પક્ષે થઈ રહ્યો હોવાની ચર્ચા પણ થઈ રહી છે.
ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ એકટ-૧૯૪૯ના એકસઆઈવી ચેપ્ટરમાં કલમ-૨૦૨થી મ્યુનિસિપાલિટી દ્વારા રસ્તાઓના વિકાસ માટે જમીન કે મિલકત સંપાદનની સમગ્ર પ્રક્રિયાઓની જોગવાઈઓ છે.
આ જોગવાઈઓમાં કલમ ૨૧૬ હેઠળ વળતરનો હૂકમ હાઈકોર્ટે કર્યો હોવાથી તેના તરફ સૌનું ધ્યાન ખેંચાયુ છે.
અહીં એક એવું સૂચન પણ થઈ રહ્યું છે કે આ પ્રકારના ડિમોલિશન પહેલા નોટીસો આપવાની શરૃઆત થાય, ત્યારે જ સંબંધિત ખાનગી જગ્યા-મિલકતનું નિયમાનુસાર વળતર આપવાની કામની કાર્યવાહી પણ એડવાન્સમાં થઈ જવી જોઈએ, અને વળતર પણ ડિમોલિશન પહેલા જ અપાઈ જાય, તો પોતાની જમીન-મિલકત વિકાસ કે લોકહિત માટે સરકારની નિયમો મૂજબ સુપ્રત કરતા તેના માલિકો માટે સુગમ રહે અને નિરર્થક વિવાદ પણ ઘટી જાય, વિચારવા જેવું ખરૃં...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જૂના જમાનામાં ગામડાઓમાં જાન જતી હતી. એક શણગારેલા ગાડામાં વરરાજો આગળ બેસે, તેની પાછળ લુણગૌરી હોય, અને ગીત ગાતી બહેનો તેની પાછળ બેસે. બીજા જાનૈયાઓ બીજા ગાડાઓમાં બેસે, અને બળદગાડામાં જાન ઉતારે પહોંચે, અને સામૈયા થયા પછી માંડવે જાય, એવા દૃર્શ્યો અત્યારના બુઝુર્ગોએ જોયા જ હશે. હજુ પણ આ પરંપરા કેટલાક વિસ્તારોમાં નિભાવાઈ રહી છે.
ગુજરાતમાં તે સમયે એક કહેવત પ્રચલીત થઈ હતી, જે આજે પણ વ્યંગાત્મક ટકોર કરવા માટે વપરાય છે...તેના સંદર્ભે એક દૃશ્ય વર્ણવવામાં આવે છે. ગાડામાં જતી જાનની પાછળ એક મહિલા દોડી રહી હોય અને તેને પુછતા તે જવાબ આપે કે "જાનમાં કોઈ જાણે નહીં, ને હું વર ની ફોઈ, જાનમાં કોઈ બેસાડે નહીં ને હું દોડી દોડી મૂઈ".
આ કહેવત અત્યારે વૈશ્વિક રાજનીતિમાં આબેહૂબ લાગુ પડે છે., તાજેતરમાં જ જી-૭ ની બેઠક યોજાઈ. આ જી-૭ ની બેઠક મૂળ તો સાત સમૃદ્ધ દેશોનું સંગઠન છે, જે પહેલા ૮ દેશોનું હતું અને તેને જી-૮ કહેવામાં આવતું હતું, પરંતુ રશિયા આક્રમણકારનો આક્ષેપ મૂકીને હટાવી દેવાયા પછી, તે સંગઠન જી-૭ તરીકે ઓળખાય છે. આ સાત દેશોના સમૂહની નિયત સમયાંતરે બેઠક યોજાય, ત્યારે અન્ય દેશોના વડાઓને આમંત્રિત તરીકે બોલાવવામાં આવતા હોય છે. આ વર્ષે આ બેઠક કેનેડામાં યોજાઈ હતી, અને તેમાંથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અધવચ્ચેથી અમેરિકા પરત જવા નીકળી ગયા હતા.
હમણાંથી કેનેડાના પૂર્વ વડાપ્રધાન ટ્રુડોની ભારતવિરોધી નીતિના કારણે ભારત અને કેનેડાના સંબંધો બગડી ગયા હોવાથી જી-૭માં ભારતને આમંત્રણ મળ્યું નહીં.
છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સંગઠનના આમંત્રિત સભ્ય તરીકે ઉપસ્થિત રહેતા હોવા છતાં પ્રારંભમાં યજમાન દેશ કેનેડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું નહોતું, તે સમયે "જાનમાં કોઈ જાણે નહીં" વાળી તળપદી કહેવત સુસંગત જણાવાઈ હતી. જો કે, તે પછી વડાપ્રધાનને આમંત્રણ મળ્યું, અને તેઓ આ બેઠકમાં હાજરી આપવા ગયા, ત્યારે તે પહેલા જ ટ્રમ્પ અમેરિકા પાછા ચાલ્યા ગયા, તે સમયે પણ આ જ તળપદી કહેવત બંધબેસતી હોવાની ટિપ્પણીઓ ચર્ચાઈ હતી, અને ટ્રમ્પની પણ ટીકા થઈ હતી.
તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ૩૫ મિનિટની જે વાત થઈ, તેની માહિતી આપણા દેશના વિદેશ સચિવ મિસરીએ આપી, જેમાં એવું કહ્યું છે કે પી.એમ. મોદીએ ટ્રમ્પને સ્પષ્ટ કહી દીધું કે ભારત-પાકિસ્તાનનું યુદ્ધ માત્ર પાકિસ્તાનની વિનંતીથી રોકાયું હતું અને તેમાં કોઈની મધ્યસ્થી નથી, કે વ્યાપારની પણ કોઈ વાત થઈ જ નથી, ભારતે ક્યારેય ત્રીજા દેશની મધ્યસ્થી સ્વીકારી નથી કે સ્વીકારશે પણ નહીં...ભારત પાકિસ્તાન પ્રેરિત હવે પછીની કોઈપણ આતંકી ઘટનાને યુદ્ધ ગણીને જ વળતો પ્રહાર કરશે, અને ગોળી નો જવાબ ગોળાથી દેશે, વગેરે....વગેરે....
વિદેશ સચિવ મિસરીએ આપેલી આ વિગતોને હજુ ૨૪ કલાક પણ વિત્યા નથી, ત્યાં ટ્રમ્પે ફરીથી એવો દાવો કર્યો છે કે તેમણે પાકિસ્તાન-ભારતનું યુદ્ધ અટકાવ્યું હતું, તેમણે એમ પણ કહ્યું કે "આઈ લવ પાકિસ્તાન".
તેમણે પી.એમ.મોદીને શાનદાર વ્યક્તિ ગણાવીને ડબલ ઢોલકી વગાડી, તેની સાથે સાથે એમ પણ કહ્યું કે અમેરિકા અને ભારત ટૂંક સમયમાં વ્યાપાર સમજૂતિ કરશે. આ પ્રકારે બે દેશોના સર્વોચ્ચ નેતાઓના વિરોધાભાસી નિવેદનો પછી આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં સવાલ ઉઠ્યો કે, કૌન સચ્ચા, કૌન જુઠ્ઠા ?
ભારતના વિપક્ષોએ પણ મોટાભાગે સમતુલિત પ્રત્યાઘાતો આપ્યા. એવું કહેવામાં આવ્યું કે, આપણે તો આપણા વિદેશ સચિવની વાત માની ને વડાપ્રધાને ટ્રમ્પને જે કહ્યું હોય, તેને જ સત્ય માનવું જોઈએ, પરંતુ આ ઘટનાક્રમ મોદી સરકારની વિદેશનીતિ તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાકિસ્તાનને એકલું-અટુલું પાડીને પાઠ ભણાવવાની રાષ્ટ્રીય પોલિસીની નિષ્ફળતા તો દર્શાવે જ છે ને ? કોઈ બ્યુરોક્રેટ ના બદલે સ્વયં મોદી એ ફરીથી સ્પષ્ટપણે કહેવું જોઈએ કે ભારત-પાકિસ્તાન વચ્ચે ટ્રમ્પની કોઈ ભૂમિકા જ નથી, તેવી એડવાઈઝ પણ અપાઈ રહી છે.
ગઈકાલે ટ્રમ્પે જે ફરીથી કહ્યું તેમાં ભારતના વડાપ્રધાનને આતંકવાદને પોષનારા પાકિસ્તાનના સેનાધ્યક્ષ અસીફ મુનિર સાથે સરખાવ્યા, ત્યારે ઘણાં વિશ્લેષકોને ટ્રમ્પ પરિવારની પાકિસ્તાનમાં ગ્લોબલ ક્રિપ્ટો સેન્ટર તથા અન્ય બિઝનેસની ભાગીદારીની વહેતી થયેલી વાતોમાં પણ તથ્ય જણાયુ, અને તેની સાથે જ ટ્રમ્પ-મુનિરની બંધબારણે ડિનર ડિપ્લોમસી પાછળનું રહસ્ય પણ પ્રકાશમાં આવ્યું હોવાના દાવાઓ થયા. તે પછી આજે આ સંદર્ભે જે અહેવાલો આવી રહ્યા છે, તે પણ ચોંકાવનારા જ ગણાય ને ?
હકીકતે, ભારત-પાકિસ્તાન સહિત યુદ્ધગ્રસ્ત દેશો વચ્ચે યુદ્ધ રોકવાનો દાવો કરતા ટ્રમ્પ વાસ્તવમાં માત્ર નિવેદનબાજી કરતા હોય તેવું લાગે છે અને વિશ્વમાં ચાલતુ એક પણ યુદ્ધ તેઓ અટકાવી શક્યા નથી, તેવો દાવો પણ ભારતીય તથા આંતરરાષ્ટ્રીય વિશ્લેષકો કરી રહ્યા છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી બીજી વખત જીત્યા, તે પહેલા તેમણે હુંકાર કર્યો હતો કે તેઓ રાષ્ટ્રપતિ બનશે, તો થોડા જ સમયમાં રશિયા-યુક્રેન યુદ્ધને થંભાવી દેશે. તે પછી તેમણે કરેલા તમામ પ્રયાસો વિફળ રહ્યા....એ જ રીતે વડાપ્રધાન મોદીએ પણ એ યુદ્ધ થંભાવવાના પ્રયાસો કર્યા હતા, જે સફળ રહ્યા નહોતા, પરંતુ ટ્રમ્પ છાતી ઠોકીને જે દાવો કરતા હતા, તે ડંફાસો પૂરવાર થઈ હતી, તેથી હવે ટ્રમ્પના નિવેદનોને કોઈ ગંભીર ગણતુ નથી. ઈઝરાયલ દ્વારા ગાઝાપટ્ટી પર હૂમલાઓ થયા પછી તેમાં હસ્તક્ષેપનો ટ્રમ્પનો પ્રયાસ સફળ રહ્યો નહીં. ઈઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધમાં ઈરાનને અનેક ધમકીઓ ટ્રમ્પે આપી, પરંતુ ઈરાનના સુપ્રિમ લીડરે આ લખાય છે, ત્યાં સુધી તો મચક આપી જ નથી. વારંવાર બોલીને ફરી જતા, ગોળ-ગોળ વાતો કરતા રહેતા અને ડંફાસો હાંકતા રહેતા નેતાઓની વિશ્વસનિયતા તો રહેતી જ નથી, અને લોકપ્રિયતા પણ ક્રમશઃ ઘટતી જતી હોય છે. ટ્રમ્પ જેવા તમામ નેતાઓ માટે ગુજરાતની તળપદી કહેવત "જાનમાં કોઈ જાણે નહીં, ને હું વરની ફોઈ"...એ આબેહૂબ લાગુ પડે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું, તે પછી ઘણાં બધા વિમાનોમાં ખામી નીકળી, બીજુ બ્લેકબોકસ મળ્યું, જી-૭ની બેઠકમાંથી ટ્રમ્પ અધવચ્ચેથી પરત ફરતા કંઈક મોટું કદમ ઉઠાવશે, તેવી સંભાવના તથા ગુજરાતમાં વરસી રહેલા વરસાદના અહેવાલો વચ્ચે ઈરાન-ઈઝરાયલ યુદ્ધની આપણા જનજીવન પર કેવી અસરો પડશે, અને ભારતની રણનીતિ શું હશે, તેની આજે ચર્ચા થઈ રહી છે.
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વિસ્તરે, તો ઈરાનનું ન્યુક્લિયર સ્ટેટ બનવાનું સપનું અધુરૂ રહી જાય, કે ઈઝરાયલને પણ મોટું નુકસાન થાય, એ અલગ ચર્ચાનો વિષય છે, પરંતુ એ કારણે ઈરાનનો ટ્રેડ ભાંગી પડે, નિકાસ અટકી જાય અને સપ્લાઈ ચેન તૂટી જાય, તો ક્રૂડના ભાવ વધે, અને તેના કારણે તમામ પેટ્રોલિયમ પેદાશો મોંંઘી થઈ જાય, જેના કારણે ટ્રાન્સપોર્ટેશન અને ટ્રાવેલીંગ મોંઘું થઈ જાય, જેથી વૈશ્વિક કક્ષાએ મોંઘવારી વધે, જેની અસરો આપની ભારતીય માર્કેટ પર પણ થાય અને મોંઘવારી ફાટી નીકળે, તેવા તારણો નીકળી રહ્યા છે. ઈઝરાયલ-ઈરાન યુદ્ધ વકરે તો વૈશ્વિક રાજકારણના સમીકરણો પણ બદલી જાય અને તેમાં ભારતના સંબંધો ઈઝરાયલ તથા ઈરાન સાથે સારા હોવાથી ભારતની ભૂમિકાને લઈને પણ વિવિધ પ્રકારના અનુમાનો થઈ રહ્યા છે.
આજે ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે અને સાંજ સુધીમાં ટ્રમ્પ દ્વારા કોઈ મોટું કદમ ઉઠાવાય તેવા સંકેતોના કારણે આખી દુનિયામાં વિસ્મય સાથે ચિંતા વ્યાપી ગઈ છે. જો આ યુદ્ધ લાંબુ ચાલે તો તેની પરોક્ષ અસરો ભારત સહિત આખી દુનિયાને થાય તેમ છે.
જો કે, જી-૭ ની બેઠકમાં કેનેડાના નવા વડાપ્રધાનનું વલણ જોતા ભારત અને કેનેડાના રાજદ્વારી સંબંધો ફરીથી પૂર્વવત થઈ જાય અને બન્ને દેશોમાં હાઈકમિશ્નરોની કચેરીઓ પુનઃ પહેલાની જેમ જ ધમધમતી થાય, તેવી ઉજળી સંભાવનાઓ સાથે દ્વિપક્ષીય સંબંધો સુધરતા તેની હકારાત્મક અસરો પણ બંને દેશોના પરંપરાગત અને કોમર્શિયલ તથા એજ્યુકેશનલ વ્યવહારો પર પડશે, તે નક્કી જણાય છે. ભારત અને કેનેડાએ બન્ને દેશોમાં પોતપોતાના રાજદૂતોની પુનઃ નિમણૂક કરવાનું જાહેર કરતા ગુજરાત અને પંજાબ જેવા ભારતીય ક્ષેત્રોના લોકોમાં ખુશી વ્યાપી ગઈ હશે, કારણ કે, ભારતના કેટલાક રાજ્યોના લોકો કેનેડામાં વસવાટ કરે છે, જ્યારે ઘણાં વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસાર્થે જતા હોય છે. તે ઉપરાંત ભારત અને કેનેડા વચ્ચે વ્યાપારિક અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન પણ ઘનિષ્ઠ રહ્યું છે. આ પહેલાના કેનેડાના વડાપ્રધાન વોટબેંકની રાજનીતિના પ્રભાવ હેઠળ ભારત વિરોધી પરિબળોને પ્રોત્સાહિત કરતા હોવાથી ભારત અને કેનેડાના સંબંધો ખૂબજ બગડી ગયા હતા. હવે નવા વડાપ્રધાન માર્ક કાર્નીના બદલેલા વલણો તથા ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો પૂર્વવત કરવાની તત્પરતા જોતા ભારત અને કેનેડા પહેલાની જેમ જ મિત્રદેશો બની જશે, તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.
ભારતના વિદેશ સચિવે તો બંને દેશોમાં હાઈકમિશ્નરોની નિયુક્તિ ઉપરાંત ટ્રેડટોક એટલે કે વ્યાપારક્ષેત્રની વાટાઘાટો ફરીથી ઝડપભેર શરૂ કરવાના સંકેતો પણ આપ્યા છે. આ અહેવાલોએ ભારતના ઘણાં રાજયોના લોકોમાં નવી આશાનો સંચાર પણ કર્યો છે.
એ ઉપરાંત કેનેડાથી વહેલા અમેરિકા તરફ નીકળી ગયેલા અમેરિકાના રાપ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડા પહોંચ્યા, તે દરમ્યાન લગભગ ૩૫ મિનિટ સુધી વિસ્તારપૂર્વક જે કાંઈ વાતચીત કરી, તેની વિગતો પણ ભારતના વિદેશ સચિવે આજે જાહેર કરી છે, અને આ ટેલિફોનિક વાતચીત આજે "ટોક ઓફ ધી ગ્લોબ" બની છે.
બંને સર્વોચ્ચ નેતાઓ વચ્ચે ઓપરેશન સિંદૂર અને તે પછીના ઘટનાક્રમો, રશિયા-યુક્રેન યુદ્ધ, ઈઝરાયલ-ઈરાન યુદ્ધ તથા અન્ય ઘણી બધી વાતો થઈ અને કેનેડાથી અમેરિકાની મુલાકાત લેવાના ટ્રમ્પના પ્રસ્તાવ પ્રત્યે અસમર્થતા વ્યક્ત કરી નજીકના ભવિષ્યમાં મૂલાકાત ગોઠવવાની બંને નેતાઓની તૈયારી તથા કવોડની મિટિંગ સંદર્ભે ભારતના પ્રવાસે આવવા ટ્રમ્પને મોદીએ આપેલા આમંત્રણનો સ્વીકાર, વગેરે અંગે વિદેશ સચિવે આપેલી વિગતો પછી આ ટેલિફોનિક ચર્ચા ગ્લોબલ ઈસ્યુ બની રહી છે અને સાંપ્રત વૈશ્વિક તંગદિલી તથા આતંકવાદ સામે સહિયારી લડતના સંદર્ભે તેના વ્યાપક પ્રત્યાઘાતો પણ પડવા લાગ્યા છે. ખાસ કરીને હવે પાકિસ્તાન પ્રત્યેના અમેરિકાના (ટ્રમ્પના) કૂણા વલણમાં કાંઈ ફેર પડશે કે પછી દરરોજ વલણ બદલતા રહેતા ટ્રમ્પ પલટી મારીને બેવડા ધોરણો અપનાવશે, તે જોવું રહ્યું...
એક તરફ ટ્રમ્પ ભારતના વડાપ્રધાન સાથે ટેલિફોનિક વાતચીત કરે છે, તો બીજી તરફ પહેલેથી મીડિયામાં થતી ચર્ચા મુજબ અમેરિકાના પ્રવાસે ગયેલા પાકિસ્તાનના સૈન્ય વડા આસીફ મુનિર સાથે આજે જ અમેરિકાના રાષ્ટ્રપતિ લંચ કરવાના છે. શું આ અમેરિકાના બેવડા ધોરણો નથી ? જો ટ્રમ્પ કોઈ અન્ય દેશના પોતાને સમકક્ષ એટલે કે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનના બદલે ત્યાંના સેનાધ્યક્ષ સાથે પોતાની જ કેબિનેટ કેબિનમાં લંચ કરે, તો તે પાકિસ્તાન માટે ગૌરવ ગણાય કે તે દેશના વડાઓનું અપમાન ગણાય, તે પાકિસ્તાન જાણે, પરંતુ પ્રોટોકોલની દ્રષ્ટિએ ટ્રમ્પ માટે તો યોગ્ય ન જ ગણાય, તેવી ચર્ચા પણ અમેરિકામાં થવા લાગી હતી. જો કે, આ લંચ હકીકતે થશે કે પછી પબ્લિસિટી સ્ટંટ જ છે, તે આજે જ ખબર પડશે.
જો અમેરિકાના રાષ્ટ્રપતિને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું હોય કે ભારત આતંકવાદ સામે ઝુકશે નહીં, ઓપરેશન સિંદૂર હજુ પૂરૃં થયું નથી, અને હવે આતંકી હૂમલાને ભારત યુદ્ધ ગણીને જ વળતો પ્રહાર કરશે, એટલું જ નહીં ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામમાં કોઈની મધ્યસ્થી નહોતી, તો તે ભારતીય સાર્વભૌમત્વ તથા એક લોકતાંત્રિક દેશની ગરિમા માટે યોગ્ય ગણાય, પરંતુ ભારતના વિદેશ સચિવે કરેલા આ દાવાઓનો જવાબ ટ્રમ્પ પ્રશાસન અને પાકિસ્તાન કેવી રીતે આપે છે તે જોવું રહ્યું...
એક વાત વિચારવા જેવી છે કે ઈરાનના વર્તમાન શાસકોને આતંકવાદના પ્રેરક ગણવતું અમેરિકા પાકિસ્તાનને પંપાળે, તેની પાછળનું રહસ્ય શું છે ? ટ્રમ્પના સગા-સંબંધી કે પરિવારના વ્યાપારિક હિતો કારણભૂત છે ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતના ઘણાં જિલ્લાઓમાં ગઈકાલે ઝમાઝમ વરસાદ પડ્યો અને બાળકો આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક, જેવો કિલ્લોલ કરતા કરતા પહેલા વરસાદમાં પલળવાનો લહાવો લેતા જોવા મળ્યા. પ્રથમ વખત મેઘાના મસ્ત માહોલમાં વરસાદથી પલળવાની મજાની સાથે સાથે મોટેરાઓ પણ ભીની માટીની મીઠી મહેંક માણતા જોવા મળ્યા, જ્યારે જગતનો તાત ધરતીમાંથી અન્ન સ્વરૂપી સોનુ ઉગાડવા વાવણીની તૈયારીમાં લાગી ગયો...ચો તરફ ઠંડક પ્રસરી અને માહોલમાં પ્રસન્નતા વ્યાપી ગઈ.
જો કે, કેટલાક સ્થળે જલભરાવ થયો, કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ તો તલગાજરડા જેવા ગામમાં શાળાના બાળકો પૂરના પાણીમાં સપડાઈ જતા તંત્ર દ્વારા ખાસ રેસ્ક્યુ કરાયું, તો કેટલાક સ્થળે પરિવહન ખોરવાયુ અને જનજીવન પર વિપરીત અસર પણ પડી, ઘણાં સ્થળે વિકટ પરિસ્થિતિ પણ સર્જાઈ.
ગુજરાતમાં વિધિવત ચોમાસુ બેઠું અને આ વરસાદે આહ્લાદક ઠંડક આપી, અબાલવૃદ્ધ, તમામ વયજૂથના તથા તમામ વર્ગના લોકોને આ વરસાદે આનંદિત તો કરી જ દીધાં છે...હવે, આ ઠંડક જળવાઈ રહે અને સંતોષકારક વરસાદ સમયસર પડતો રહે તેવું ઈચ્છીએ.
હવામાન વિભાગે પણ આજથી ત્રણ દિવસ માટે ભારે થી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે., ગઈકાલે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હોવાના અહેવાલોએ જન-જનમાં ખુશીની લહેર દોડાવી દીધી છે., જ્યારે આજે પણ ઘણાં વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
ગઈકાલે રાત્રે આઠ વાગ્યા સુધીમાં રાજ્યવ્યાપી વરસાદ પડ્યો અને કેટલાક સ્થળે તો ૧૦ થી ૧૧ ઈંચ જેવો વરસાદ પડતા પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ ગઈ હતી. જામનગરમાં પણ ગઈકાલે રાત્રે ઝરમરીયો વરસાદ શરૂ થતા ઠંડક પ્રસરી ગઈ હતી. આજે પણ વાદળછાયું વાતાવરણ છે. હાલારમાં ઘણાં સ્થળે મેઘાવી માહોલ વચ્ચે છેલ્લા બે દિવસમાં શ્રીકાર વરસાદ પડ્યો છે.
ગઈકાલે હાલાર, ઝાલાવાડ, ગીર, સોરઠ, ગોહિલવાડ એટલે કે સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હોવાથી રાજ્યમાં ખુશનુમા માહોલ સર્જાયો હતો. જો કે, કેટલાક સ્થળે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી, તો કેટલાક શહેરોમાં થોડાક વરસાદમાં પણ પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. કેટલાક સ્થળે પૂરમાં ફસાયેલા લોકો તથા પશુઓનું રેસ્ક્યુ પણ કરાયું હતું. તથા કિસાનો માટે અમૃતવર્ષા લઈને આવ્યો છે, અને વરસાદ આવતો હોય તો કેટલીક તકલીફો વેઠવા લોકો તૈયાર હોય છે.
ઘણાં સ્થળે ભારે વરસાદ થતા પરિવહન ખોરવાઈ જતા લોકોને હાલાકી પણ પડી રહી છે. કેટલાક સ્થળે થાંભલા અને વૃક્ષો ધરાશયી થઈ જતા પણ જનજીવન પ્રભાવિત થયું હતું. લોકો આ તમામ મુશ્કેલીઓથી ટેવાઈ ગયેલા છે અને પગાર લઈને પોતાની ફરજો બજાવતા તંત્રો પબ્લિસિટી કરીને તાગડધિન્ના કરી રહ્યા છે. ઘણી નદીઓમાં ભારે પૂર આવતા વિકટ સ્થિતિ પણ ઊભી થઈ ગઈ છે.
જો કે, ૧૨મી જૂને અમદાવાદમાં થયેલી ગમખ્વાર વિમાન દુર્ઘટના અને સ્વ. વિજયભાઈ રૂપાણીના નિધનનો આઘાત ખમી જઈને લોકો મોન્સુન અથવા ચોમાસાના પડઘમ એવા વરસાદને વધાવી રહ્યા છે, અને સદ્ગતની સ્મૃતિઓને સાંકળીને જીવનમાં આગળ વધવાની હિંમત દાખવી રહ્યા છે. કુદરતની ઘટમાળને સ્વીકારીને તથા ફરીથી આવી ગમખ્વાર દુર્ઘટના ન બને તેવી તકેદારીની તરફદારી કરીને લોકો હાવે એ ગોઝારી દુર્ઘટના થવાના સાચા કારણો બહાર આવે, અને સિસ્ટમ ધરમૂળથી સુધરે, તેવું ઈચ્છી રહ્યા છે. બીજી તરફ છેલ્લા બે દિવસમાં એર ઈન્ડિયાની બે-ત્રણ ફ્લાઈટો ટેકનિકલ ખામીના કારણે રદ કે લેઈટ થઈ છે. આજે પણ કોલકાતામાં એવું જ થયું છે.
આ વખતે ચોમાસુ વહેલું બેસી જશે, એવી આગાહીઓ તથા વચ્ચે ચોમાસુ અટવાયુ હોવાના કારણે જે અનિશ્ચિતતાઓ ઊભી થઈ હતી, તે હવે સમાપ્ત થઈ ગઈ છે અને ચારેબાજુથી વરસતા વરસાદના સમાચારો આવી રહ્યા છે., અને કેટલાક સ્થળે ભારે વરસાદના કારણે વિકટ સ્થિતિના અકળાવનારા અહેવાલો પણ આવી રહ્યા છે. હવામાન ખાતાએ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી હોવાની વિધિવત જાહેરાત કર્યા પછી તંત્રો હવે પ્રિ-મોન્સુનની માનસિકતામાંથી બહાર આવીને વાસ્તવિકતાનો સામનો કરે અને ભૂલો સુધારે, તે જરૂરી છે.
નૈઋત્યનું ચોમાસુ આ વખતે વહેલું આવ્યું અને મુંબઈમાં ૨૬મી મે ના આગમન પછી ત્યાં જ અટવાઈ ગયું હતું, પરંતુ હવે ચોમાસાએ ગુજરાતમાં ધમાકેદાર પ્રવેશ કર્યો હવોના અહેવાલો પણ લોકોના દિલોદિમાગ અને તન-મનને ઠંડક પહોંચાડી રહ્યા છે. દક્ષિણ ગુજરાત પર જ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું અને લો-પ્રેશર ના કારણે વરસાદની ગઈકાલની હવામાન ખાતાની આગાહી યથાર્થ ઠરી છે, અને આ સિસ્ટમ હવે પવન અને ગાજવીજ સાથે ઉત્તર અને પશ્ચિમ તરફ આગળ વધતા રાજ્યમાં સાર્વત્રિક વરસાદના સોહામણા સંજોગો સર્જાયા છે.
જામનગરમાં વરસાદનું પાણી લાખોટા તળાવમાં લાવતી કેનાલોની પૂરેપૂરી સફાઈ થઈ નથી, ગઈકાલ સુધી અનેક સ્થળે આ કેનાલોમાં ગંદકી જોવા મળી હોવાની ચર્ચા વચ્ચે સોશ્યલ મીડિયાના માધ્યમથી તમામ વીડિયો વાયરલ કરીને પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલવાના અભિયાનની આહટ પણ સંભળાઈ હતી. વોર્ડ નં.૬ તો જાણે અણમાનીતો હોય, તેમ અહીંથી નીકળતી આ કેનાલોની સફાઈ તો ભાગ્યે જ થતી હોય છે, તેમાં પણ વામ્બે આવાસ પાછળ તથા યાદવનગરના વિસ્તારમાં તો પારાવાર ગંદકીનું સામ્રાજ્ય કાયમ માટે જોવા મળતું હોય છે., આ કેનાલો તથા ગટરો તો કચરાના ડમ્પીંગ પોઈન્ટ હોય, તેવા દૃશ્યો કાયમ માટે જોવા મળતા હોય છે. આ વિસ્તારોમાં તો સામા પ્રવાહે ચાલીને લોકોએ મહાનગરપાલિકામાં વિપક્ષને મજબૂત રાખવા માટે મહત્તમ વિપક્ષના કોર્પોરેટોને જનાદેશ આપ્યો હોવા છતાં તેઓ પણ આ વરવી વાસ્તવિકતાના મુદ્દે ચુપકીદી સેવી રહ્યા છે, અને બહુ બહુ તો એકાદ-બે નિવેદનો કે પ્રદર્શનો યોજીને ગૂપચુપ બેસી જાય છે, તે નવાઈની વાત છે. અહીંના મતદારોમાં એવી ચર્ચા થતી રહે છે કે શું શાસકો સાથે "સેટીંગ" કરવા સામા પ્રવાહે ચાલીને વિપક્ષને આપણે "સાહસિક" જનાદેશ આપ્યો હતો ?
માત્ર વોર્ડ નં.૬ જ નહીં, અન્ય વોર્ડ તથા વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ છે. અત્યારે પણ જો જુદા-જુદા વિસ્તારોમાં ઈજારેદારો મંથર ગતિથી પ્રિ-મોન્સુન કામગીરી કરી રહ્યા હોય તો કહી શકાય કે આગેવાન આંધળો તેનું કટક કૂવામાં !
"ચાર છાંટા પડે ને લાઈટ જાય" તેવી માન્યતા પણ ભાગ્યે જ ખોટી પડતી હોય છે. ગઈકાલે રાત્રે જામનગરમાં ઝરમરીયો વરસાદ શરૂ થતા જ ઘણાં વિસ્તારોમાં વીજપુરવઠો અવારનવાર ખોરવાઈ ગયો હતો. હાલારના બાકીના વિસ્તારોમાં પણ એવી જ સ્થિતિ સર્જાઈ હોવાના અહેવાલો વીજતંત્રની પોલ પણ ખોલે જ છે.
પ્રારંભિક વરસાદમાં જ જલભરાવની સમસ્યા ઊભી થાય, ગંદી ગટરો છલકાઈ જાય, નદી-નાળાં ચેકડેમો છલકાતા કોઈ સ્થળે લોકો ફસાઈ જાય, તો તેના રેસ્ક્યુ માટે કલાકો સુધી રાહ જોવી પડે, તેવી સ્થિતિ ઈચ્છનીય નથી, અને તેના કાયમી ઉકેલો શોધવા પડે. કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે હવે જિલ્લાવાર દેશવ્યાપી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પ્રોજેક્ટ અથવા પ્રબંધો કરવાની જાહેરાત કરી છે, તેથી આવતા ચોમાસા સુધીમાં પ્રિ-મોન્સુન કામગીરીનું સમર્યાદિત, પારદર્શક, અને પ્રામાણિક આયોજન થાય, અને તેમાં થતા કરપ્શન સામે કડક કદમ ઉઠાવાય, તેવું ઈચ્છીએ.!
ચોમાસાના રૂડા આગમનને વધાવીએ, અને મેઘાવી માહોલની મજા માણીએ, તથા પોતપોતાના વિસ્તારોમાં ઊભરાતી ગટરો, ઉકરડાઓવાળી કેનાલો, ગંદો જલભરાવ કે સ્વાસ્થ્યને હાનિકર્તા ગંદકી દેખાય, તો તેના વીડિયો ઉતારીને સોશ્યલ મીડિયાનો સદ્બુદ્ધિથી સદુપયોગ કરીએ...વેલકમ...મેઘરાજા...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના દિગ્ગજ નેતા દિવંગત વિજયભાઈ રૂપાણીની આજે રાજકોટમાં અતિમક્રિયા થનાર છે, ત્યારે આજે રાજ્યમાં, રાજકીય શોક જાહેર કરાયો છે., તે પછી રાજકોટ અને ગાંધીનગરમાં પ્રાર્થનાસભાઓ યોજાનાર છે, અને આ ગોઝારી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ યાત્રીઓ તથા સ્થાનિકોને શ્રદ્ધાંજલિઓ અપાઈ રહી છે.
આ વિમાન દુર્ઘટના પછી એક તરફ તો એક રહસ્યમય સવાલો ઊઠી રહ્યા છે અને વિશ્વવ્યાપી પ્રત્યાઘાતો પડી રહ્યા છે, તો બીજી તરફ રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે, એક રાજનેતાએ તો વિમાન, રેલવે-પુલ અને રેલવે દુર્ઘટનાઓને સાંકળીને ત્યાં સુધી કહી દીધું કે ભાજપના રાજમાં કોઈપણ પ્રકારનો પ્રવાસ સલામત રહ્યો નથી. આ પ્રકારના આક્ષેપોના જવાબમાં ભૂતકાળની સરકારોમાં થયેલા અકસ્માતો અને અન્ય દુર્ઘટનાઓ યાદ કરાવાઈ રહી છે, તો વિમાનમાં પોર્ટુગલ, કેનેડા અને બ્રિટનના યાત્રિકો પણ સવાર હોવાથી વિદેશની ટીમો પણ ઈન્વેસ્ટીગેશનમાં જોડાઈ હોવાનું જાણવા મળ્યું. હવે બ્લેકબોક્સ તથા અન્ય રેકોર્ડીંગ પરથી અંતિમ તારણો પરથી દુર્ઘટના થવાના સાચા કારણો બહાર ન આવે, ત્યાં સુધી ધીરજપૂર્વક રાહ જોવી રહી...
અમદાવાદની વિમાન દુર્ઘટના પછી પણ હેલિકોપ્ટર ક્રેશ, ક્યાંક વિમાનનું ઈમરજન્સી લેન્ડિંંગ તો ક્યાંક ટેકનિકલ કારણોસર ફ્લાઈટ મોડી થવાની ઘટનાઓ તથા દુર્ઘટનાઓ બનતી રહી છે, તો બીજી તરફ દુનિયામાં અશાંતિ, આક્રમણો અને વિદ્રોહની ઘટનાઓ વચ્ચે ભૂકંપ, અતિવૃષ્ટિ, આકાશીય વીજળી અને પુલ ધરાશાયી થવા અને ગમખ્વાર અકસ્માતોના કારણે સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યો હોવાના અહેવાલો આવી રહ્યા છે., કોરોનાનો વધી રહેલો વ્યાપ પણ હવે ધીમે-ધીમે ચિંતાજનક બની રહ્યો છે, તો તકરારમાં કોઈ જવાન પોતાના સિનિયર સાથીદારને જ ગોળીઓથી વિંધી નાંખે, તેવી ઘટનાઓ પણ વિચલિત કરી રહી છે. નાઈઝીરીયામાં તો ૧૦૦ લોકોને જીવતા સળગાવી દેવાયા છે...શું આ પ્રલય કે કયામતની આહટ છે ?
એ ઉપરાંત ઈરાન-ઈઝરાયલ યુદ્ધથી વિશ્વની શાંતિ ફરી એક વખત જોખમમાં મુકાઈ ગઈ છે, અને રશિયા-યુક્રેન યુદ્ધ તથા નવા યુદ્ધો શરૂ થઈ જતા ક્યાંક વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ તો ધકેલાઈ રહ્યું નથી ને ? તેવા સવાલો પણ ઉઠવા લાગ્યા છે.
પડોશી દેશ પાકિસ્તાનમાં પણ બ્લુચ વિદ્રોહીઓ પાકિસ્તાનની સેનાનો ખુરદો બોલાવી રહ્યો છે, અને સિંધ તથા પીઓકેમાં થતો સળવળાટ જોતા એમ લાગે છે કે પોતાની પ્રજાને ભૂખે મારીને આતંકવાદીઓને પોષણ આપતા આ પ્રપંચી દેશના પાપનો ઘડો ભરાઈ ગયો છે, અને ગમે ત્યારે આંતરિક વિદ્રોહથી જ તૂટી પડશે, આ એક દેશ એવો છે કે, જે દુનિયાભરના આતંકવાદીઓનું કાં તો જન્મસ્થળ છે, અથવા તો આશ્રયસ્થાન છે. આ દેશ એટલો પરાવલંબી છે કે તેને હંમેશા વૈશ્વિક સંસ્થાઓ પર આધાર રાખવો પડે છે. આ દેશ હંમેશા ચીન, અમેરિકા અને કેટલાક ખાડીના દેશોનું પ્યાદુ બનતો રહ્યો છે, અને ત્યાંની સેના, જાસૂસી સંસ્થા તથા રાજનેતાઓ ત્યાંની પ્રજાને ભરમાવીને છેતરતા રહ્યા છે, અને ત્યાંના યુવાવર્ગને વૈજ્ઞાનિક કે બ્યુરોક્રેટ બનાવવાના બદલે આઈએસઆઈ અને આતંકી સંગઠનોના ઈશારે જેહાદી આતંકવાદી બનાવવાના ત્યાંની સેનાના કાવતરાઓમાં સામેલ થતા રહ્યા છે.
પાકિસ્તાનની સેના પણ હવે બિઝનેસમેન ગ્રુપ જેવી બની ગઈ છે, અને ત્યાંની સેનાના મોટા-મોટા અધિકારીઓ મોટા-મોટા વ્યાપાર-ઉદ્યોગો ધરાવતા હોવાનું કહેવાય છે, ત્યારે ભારત સાથે જ આઝાદ થયેલા પાકિસ્તાનની બરબાદી હવે નક્કી છે અને પોતાના જ ભાર થી આ દેશ વેરવિખેર થઈ જશે, તેવા સંકેતો પણ વર્તાઈ રહ્યા છે. ભારતે હવે પડોશી દેશોમાં બેલેન્સ બનાવવું પડશે, કારણ કે એક કહેવત છે ને કે, પહેલો સગો પડોશી...
જો કે, પડોશી વાયડો હોય તો તેને પહેલા સમજાવવો પડે, અને પછી જરૂર પડ્યે પાઠ ભણાવવો પડે, પરંતુ એકાદ-બે પડોશી સાથે સંબંધો સારા ન હોય, ત્યારે આજુ બાજુના અન્ય પડોશીઓ, મહોલ્લા કે સોસાયટીના લોકો સાથે સંબંધો વધુ શુદૃઢ બનાવવા પડે...એક બીજી કહેવત પણ છે કે તમે આખી દુનિયાને એક સાથે ખુશ રાખી શકતા નથી, કે એક સાથે આખી દુનિયાને હરાવી પણ શકતા નથી.
અત્યારે વૈશ્વિક રાજનીતિ જાણે ટ્રમ્પની આજુબાજુ ઘુમી રહી હોય, તેમ અમેરિકાની રણનીતિ જેમ બદલે, તેમ વૈશ્વિક રિ-એકશન આવી રહ્યું છે. ટ્રમ્પના મનઘડંત નિર્ણયોથી ત્યાંની પ્રજા પણ પરેશાન છે. અમેરિકામાં પણ અત્યારે ગૃહયુદ્ધ ફાટી નીકળે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કેટલાક રાજ્યોમાં ટ્રમ્પ વિરોધી પ્રદર્શનો થઈ રહ્યા છે, જ્યારે કેટલાક સ્થળે તો લોકો સડક પર ઊતરી પડ્યા છે, અને ત્યાંની સ્ટેટ ગવર્નમેન્ટ અથવા શહેરોના મેયર પણ ટ્રમ્પની નીતિઓ સાથે સહમત નથી, તેથી ત્યાંનું ફેડરલ સ્ટ્રક્ચર પણ જોખમમાં જણાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવવાના દાવા કરતા ટ્રમ્પ ઈરાનને પરમાણુશક્તિ બનતુ અટકાવવા ઈઝરાયલ મારફત હૂમલા કરાવીને અને તેને ખૂલ્લેઆમ પ્રોત્સાહિત કરીને બેવડા ધોરણો અપનાવી રહ્યા છે., બીજી તરફ ચીન જૈવિક ઝેરી શસ્ત્રો દ્વારા દુશ્મન દેશોની ખેતી અને જિંદગીઓ બરબાદ કરવાની ફિરાકમાં છે, અને ચો તરફ હાહાકાર મચ્યો છે; શું આ પ્રલયનો પ્રારંભ છે ? તેવા સવાલો નો જવાબ કોઈ પાસે નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
બળબળતી ગરમી અને અકળાવી રહેલા બફારા વચ્ચે અત્યારે સૌના મનમાં એવો જ પ્રશ્ન છે કે હવે વરસાદ ક્યારે પડશે ? ચોમાસું કયારે બેસશે ? અસહ્ય ગરમીમાંથી છૂટકારો ક્યારે મળશે ?
બીજી તરફ ખેડૂતો પણ વાવણીની પૂરેપૂરી તૈયારી કરીને બેઠા છે અને વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે, પહેલા ચોમાસું વહેલું બેસી જશે, તેવી આગાહીઓ થયા પછી અધવચ્ચે અટવાયેલા ચોમાસાની ખબરો આવી, અને હવે ફરીથી નવી આગાહીઓ થઈ છે. બે દિવસ પહેલાની અંબાલાલ પટેલની આગાહી મુજબ તો આજ થી આવતીકાલ સુધીમાં ગુજરાતના ઘણાં ભાગોમાં વરસાદ પડવાનું શરૂ થઈ શકે છે અને તા. ૧૮ થી ૨૪ જૂન સુધીમાં રાજ્યમાં વ્યાપક વરસાદની સંભાવના પણ તેમણે દર્શાવી છે.
હવામાન ખાતું તો ૨૪ કલાકમાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં છાંટા કે ઝાપટાં પડે, તેવા અનુમાનો કરે છે, અને ખાનગી હવામાન નિષ્ણાતોની આગાહીઓ જોતાં હવે થોડા દિવસોમાં વરસાદ પડશે, તેવું લાગે છે, જો કે, પ્રારંભમાં માત્ર છાંટાછુટી થાય અને માત્ર મિલિમિટરના માપમાં એક ઈંચથી પણ ઓછો વરસાદ થાય તો બફારો વધી પણ શકે છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું ૨૦મી જૂનથી બેસતું હોય છે, તેથી એ જ કુદરતી ક્રમ આ વર્ષે ચોમાસું જાળવશે કે, બે-ચાર દિવસ વહેલું આગમન થાય છે, તે જોવું રહ્યું...
અત્યારે તો અમદાવાદની વિમાન દુર્ઘટના અને ઈઝરાયલ ઈરાન વચ્ચે ભયંકર યુદ્ધ ફાટી નીકળે, તેવા સંજોગોની ચો તરફ ચર્ચા થઈ રહી છે, પરંતુ તેથી સાથે-સાથે ખેડૂતવર્ગ અને ભયંકર ગરમીથી ત્રસ્ત લોકો વરસાદની સંભાવના તથા ચોમાસાની વર્તમાન સ્થિતિની ચિંતા કરતા પણ જોવા મળી રહ્યા છે, અને તેના સંદર્ભે કેટલીક આશંકાઓ પણ અત્યારથી જ વ્યક્ત થવા લાગી છે.
અત્યારે તો વરસાદની આગાહીઓ અને આશાવાદના અહેવાલો આવશે, પરંતુ જેવો થોડોક વરસાદ પડશે, ત્યાં જામનગર સહિતના શહેરોમાં ઠેર-ઠેર જલભરાવ તથા ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક માર્ગો પરથી અવર-જવરમાં અવરોધ થવાના અહેવાલો પણ આવવા લાગશે. લોકોને ગાઈડલાઈન્સ આપીને તંત્રો ઊંચા હાથ કરી લેતા જોવા મળશે, તો નગરજનોને વરસાદી પાણીના નિકાલ માટે ગટરના ઢાંકણા નહીં ખોલવાની સલાહ આપ્યા પછી જ્યાં જલભરાવ થયો હોય, ત્યાં બે ત્રણ દિવસમાં ગંદા ખાબોચીયા કે લઘુસરોવરો જેવી સ્થિતિ ઊભી થાય, ત્યાં સુધી ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ નહીં થાય, અને તે પછી નાછૂટકે લોકો જો ગટરના ઢાંકણા ખોલશે, તો વરસાદી પાણી સાથે માટી, કચરો અને ઝાડની તૂટેલી ડાળીઓના ડાળખા પણ જતા રહેશે, અને તે પછી ગટરો ઊભરાવા કે જામ થઈ જવા ની સમસ્યાઓ વધી જશે. જો આ તમામ રોજીંદી સમસ્યાઓ ઊભી જ ન થાય, તે માટે સ્વયં નગરજનો તથા ગ્રામ્ય વિસ્તારોના પ્રજાજનોએ અત્યારથી જ તંત્રો અને પોત-પોતાના વિસ્તારના જન-પ્રતિનિધિઓને સતર્ક રાખવા પડશે અને અત્યારે "સબ સલામત" નો ઢોલ પીટતા અધિકારીઓ અને નેતાઓને થોડોક વરસાદ પડતા જ વિકટ સ્થિતિ ઊભી થઈ જાય તો ત્યાં લઈ જઈને વાસ્તવિકતા બતાવવાની તૈયારી પણ સ્વયં જનતાએ જ રાખવી પડશે, ખરૃં ને ?
આ પ્રકારની વેદના એટલા માટે વ્યક્ત થઈ રહી છે કે આ પ્રકારની સ્થિતિ દર વર્ષે ઊભી થતી હોવા છતાં તંત્રો જુની ફાઈલો જોઈને માત્ર પેપરવર્ક કરતા હોય છે, જ્યારે નેતાઓ મોટા મોટા દાવાઓ તથા તંત્રોએ શીખવેલા નિવેદનો કરતા હોય છે, પરંતુ જમીન પરની સ્થિતિ દર વર્ષની જેમ એવી ને એવી જ રહેતી હોય છે.
હવે સોશ્યલ મીડિયાનો યુગ છે, ત્યારે લોકો જ્યાં જ્યાં જલભરાવ થાય, વિકટ સ્થિતિ ઊભી થાય કે ઘરોમાં પાણી ઘૂસી જાય, ત્યારે તેના વીડિયો ઉતારીને વાયરલ કરવા લાગતા હોય છે, અને તેની પૂરેપૂરી ખરાઈ કરીને કે સ્થળ મુલાકાત લઈને પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાવાળા પણ તે સ્થિતિને પ્રકાશિત અને પ્રસારિત કરતા હોય છે, જેથી હવે તંત્રો તથા નેતાઓની પોલ ઝડપથી ખુલી જવાના સંજોગો વધી ગયા છે, અને એકંદરે આ જનજાગૃતિની અસરો જનમત પર પડીને છેક કોઈપણ પ્રકારની ચૂંટણીઓના મતદાન સુધી પહોંચતી હોય છે, તે પણ ભુલવું ન જોઈએ. સમજદાર કો ઈશારા બહોત...
જામનગરમાં ઘણાં એવા સ્થળો છે, જ્યાં દર વર્ષે ચોમાસામાં જલભરાવ રહેતો હોવા છતાં તંત્રો તેનો કોઈ કાયમી ઉપાય લાવી શકયા નથી.
તે ઉપરાંત આ વર્ષે દબાણ હટાવ ઝુંબેશો ચાલી, તેના નહીં હટાવાયેલા કાટમાળ કે ધૂળ-માટીના ઢગલાથી વધારાના જલભરાવની સંભાવનાઓ પણ વધી ગઈ છે.
આ વર્ષે જામનગરના બસપોર્ટનું કામ ચાલી રહ્યું હોવાથી બસડેપો કામચલાઉ ધોરણે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ખસેડાયેલો છે, જ્યાં પૂરતી વ્યવસ્થાના અભાવે મુસાફરોને પલળવું ન પડે, તે માટે વધારાના શેડ (છાપરા), ઊભા કરવા જરૂરી છે, તેમજ ગ્રાઉન્ડમાં ડામર પેચવર્ક કરવું જરૂરી છે, તે ઉપરાંત સામાન્ય રીતે પણ પ્રદર્શન ગ્રાઉન્ડની આજુબાજુ ચોમાસામાં જલભરાવ અને કાદવ-કીચડ થતો હોય છે, જેનું અત્યારથી જ અનુમાન તથા સર્વે કરીને જરૂરી કદમ ઉઠાવવા પડે તેમ છે. જામનગરમાં ચાલી રહેલા ફ્લાયઓવર બ્રિજનું કામ જૂનમાં પુરૃં થઈ જશે, તેવા દાવા સાચા પડે તેમ જણાતુ નથી, તેથી સંભવિત અન્ય અધુરા કામો તથા દર વર્ષે થતા જલભરાવની હિસ્ટ્રીને અનુરૂપ આગોતરા પગલાં અત્યારથી જ અપનાવવા પડે તેમ છેઃ ખંભાળીયામાં પણ વૈકલ્પિક માર્ગો સૂચવ્યા વિના હાલાકીની સંભાવના જણાવાઈ રહી છે, ત્યારે તંત્રો અને જનપ્રતિનિધિઓ "સબ સલામત" નો ઢંઢેરો પીટવાના બદલે જરૂરી કદમ ઉઠાવશે તેવી આશા આપણે રાખીએ..
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરના બક્ષી પરિવાર ના દીકરી જમાઈ અને રાજકોટમાં રહેતા પૂર્વ મુખ્યમંત્રી સહિત વિમાનમાં સવાર ૨૪૧ લોકો ઉપરાંત પ્લેન ક્રેશ થયું, તેની આજુબાજુના પચાસ થી વધુ રહીશોને ભરખી જતી ગોઝારી દુર્ઘટનાથી ગઈકાલે બપોરે અરેરાટી સાથે દેશ-દુનિયામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અને ૨૪૨માંથી બચી ગયેલા એક મૂસાફરને નિહાળીને એ સુત્ર યાદ આવી ગયું કે રામ રાખે તેને કોણ ચાખે અથવા જાકો રાખે સાઈયાં...માર શકે ના કોઈ...
રંગુનમાં જન્મેલા, રાજકોટમાં રહીને રાજ્યની રાજધાની ગાંધીનગર સહિત દેશભરમાં સેવારત રહેલા અને અમદાવાદના આકાશમાંથી જે સ્વર્ગે સિધાવ્યા, તેવા મૃદુભાષી રાજનેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આ અંતિમયાત્રા બની ગઈ, તેથી રાજકોટ અને ચણાકા સહિત સૌરાષ્ટ્રમાં ગમગીની છવાઈ ગઈ, તેવી જ રીતે જામનગરથી અમદાવાદ થઈને લંડન જવા રવાના થયેલા નેહલબેન અને શૈલેષભાઈ પરમારના નિધનથી જામનગરમાં પણ શોકનો માહોલ છે. ઈશ્વરને પ્રાર્થીએ કે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગતોના આત્માને ઈશ્વર ચિર શાંતિ બક્ષે અને તેઓના પરિવારજનોને આ કઠુરાઘાત સહન કરવાની શક્તિ અર્પે...
આ વિમાન દુર્ઘટનામાં જુદા-જુદા ક્ષેત્રોના દિગ્ગજો અને કેટલાક અગ્રગણ્ય નાગરિકોના સ્વજનોની આ આખરી યાત્રાની વિવિધ ખબરો આવી રહી છે અને આટલી ભીષણ આગ લાગી હોવા છતાં તત્કાળ કુદકો મારનાર એક વ્યક્તિ બચી ગઈ, તેની પણ અલગથી ચમત્કારિક એંગલ તથા સાયન્ટિફિક સ્થિતિ વર્ણવતી ચર્ચાઓ થઈ રહી છે, તો બીજી તરફ એર ઈન્ડિયાના સંચાલક ટાટા ગ્રુપે મૃતકોના પરિવારજનોને એક-એક કરોડ રૂપિયા સહાય ઉપરાંત અન્ય મદદની જાહેરાત કરી છે. આ દુર્ઘટનાથી શેર બજારમાં કડાકો બોલ્યો, તેના અહેવાલો વચ્ચે આ વિમાન ટેક-ઓફ થતાં જ ક્રેશ થયું જ કેવી રીતે ?... તેવા પ્રશ્નો સાથે તેના કારણો અને અનુમાનિત તારણોની ચર્ચા પણ ગઈકાલથી જ થઈ રહી હતી, પરંતુ અસલ કારણો તો મળી આવેલા બ્લેકબોક્સને તપાસ્યા પછી જ બહાર આવશે...
એર ઈન્ડિયાનું બોઈંગ એ-૧-૧૭૧ આ વિમાન એ હકીકતમાં ૧૨ વર્ષ જુની એવી ફ્લાઈટ હતી, જેને ડબલ એન્જિનવાળી ખૂબ જ સુરક્ષીત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે એર ઈન્ડિયાના ફ્લાઈટો આ પહેલા પણ અવાર-નવાર એટલા માટે કેન્સલ કે રિશિડ્યુલ કરવી પડતી હતી કે તેમાં છેલ્લી ઘડીએ ખામી હોવાનું માલુમ પડતું હતું, તેમાં પણ બોઈંગ કંપનીના ડ્રીમલાઈનર વિમાનોમાં ખામીઓ દેખાયા પછી પણ ધ્યાન અપાતું નહીં હોવાની વાતો પણ થવા લાગી છે. જો કે, આ બધી અટકળો અને અનુભવીઓ કે તદ્વિષયક તજજ્ઞોના તારણોનો જવાબ તો બ્લેકબોક્સના તથ્થો મળ્યા પછી જ સામે આવશે, જેનો ઈન્તેજાર કરવો રહ્યો...
એર ઈન્ડિયા પાસે જૂના બોઈંગ વિમાનોનો મોટો કાફલો હોવા છતાં ટાટા ગ્રુપે વધુ સેંકડો વિમાનોનો ઓર્ડર આપ્યો છે, તેવા રિપોર્ટ ને સાંકળીને હવે આ સોદાઓ રદ થશે કે પછી ખામીરહિત અને વધુ સુરક્ષીત વિમાનો તથા એરબસના નિર્માણ માટે કડક શરતો રખાશે, તે અંગે હવે એર ઈન્ડિયાના મેનેજમેન્ટે નવેેસરથી વિચારવું પડશે, તેમ જણાય છે.
આ દુર્ઘટના પછી દેશ-દુનિયાના દિગ્ગજોએ દુઃખ વ્યક્ત કર્યું હતું તો અમિતભાઈ શાહે આ વિમાનમાં ઈંધણના જંગી જથ્થાનો આ દુર્ઘટના પછી પોતાની અમદાવાદની મુલાકાત દરમ્યાન ઉલ્લેખ કર્યો, તેને સાંકળીને એવી ચર્ચા પણ થવા લાગી છે કે ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનની એરસ્પેસ ભારત માટે બંધ હોવાથી ઘણાં વિમાનોને ફરીને જવું પડે, અને તેથી વધુ ઈંધણ ભરવું પડે છે, તે પણ આ પ્રકારની દુર્ઘટનાનું કારણ બની રહ્યું છે, વગેરે...
બોઈંગ એ-૧-૧૭૧ની આ દુર્ઘટના પછી ઘણાં લોકો જામનગરથી જુદા જુદા સ્થળે જવા માટે ઉપડતી ફ્લાઈટોમાં કઈ કઈ ઉડાનો માટે બોઈંગ વિમાનોનો ઉપયોગ થાય છે, તેનું સંશોધન પણ કરવા લાગ્યા છે અને તેથી કદાચ બોઈંગનો ઉપયોગ થતો હોય, તેવી ફ્લાઈટોથી મુસાફરો અંતર રાખશે અને તેમાં જવાનુ ટાળશે, તેવી વાતો પણ વહેતી થઈ હતી., જ્યારે મોટા ભાગના લોકો બોઈંગ એ-૧-૧૭૧ની દુર્ઘટનાની તપાસ પછી તેના તથ્યાત્મક કારણો ઝડપથી બહાર આવી જાય, તેવું ઈચ્છી રહ્યા છે.
ગઈકાલે પ્લેન ક્રેશ થતા અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના કેટલાક તબીબો સહિત જે સ્થાનિક લોકોના મૃત્યુ થયા છે, તેઓને પણ પૂરતી મદદ, નાણાકીય સહાય તથા હોસ્ટેલના પુનઃનિર્માણ કે રિનોવેશન જેવી ખાતરીઓ કંપની તરફથી આપાઈ રહી છે, પરંતુ જે જિંદગીઓ ગઈ, તેની ખોટ કેમ પૂરાશે ? તેનો જવાબ કોઈ પાસે નથી. જો ખામી ભરેલા વિમાનો પેસેન્જર સેવાઓ માટે લાપરવાહી પૂર્વક કે આંખ આડા કાન કરીને ચલાવતા હોય, તો તેના માટે સંચાલક કંપની, તેના તંત્રો ઉપરાંત કેન્દ્રના નાગરિક અને ઉડ્ડયન મંત્રાલય અંતર્ગત કાર્યરત સંબંધિત તંત્રો પણ એટલા જ જવાબદાર ગણાય ને ?
જો એક મહિના પહેલા પણ આ વિમાનમાં ક્ષતિ ઊભી થતાં ઉડાન ભરી શકાઈ નહી હોવાની ખબરો સાચી હોય અને છેલ્લા બે દિવસથી આ જ વિમાન અમદાવાદના એરપોર્ટ પર રિપેર થવા માટે પડ્યુ હતુ, તેવા અહેવાલોમાં તથ્ય હોય, તો આ પ્રકારની તમામ ઘટનાઓને સાંકળીને ઊંડી તપાસ થવી જ જોઈએ, કારણ કે જો તેવું જ લોલંલોલ ચલાવાયુ હોય, તો તે ગંભીર લાપરવાહી જ નહીં, પણ ગૂન્હાહિત કૃત્ય પણ ગણાય... જો કે, હવે તો બ્લેકબોક્સ વગેરેની તપાસ થયા પછી સાચા કારણો જાહેર થાય, તેની રાહ જ જોવી રહી...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારિક અને શૈક્ષણિક ડીલ થઈ હોવાના અહેવાલો, પ્રત્યાઘાતો તથા અમેરિકાએ ભારત અને પાકિસ્તાન બંનેને સમાન કેટેગરીમાં મૂક્યા પછી અમેરિકાની બદલતી ચાલ અને ભારતની વર્તમાન વિદેશનીતિને લઈને ગ્લોબલ ડિબેટીંગ થઈ રહ્યું છે.
બીજી તરફ પાકિસ્તાન સૈન્યના વિવાદાસ્પદ વડા અને ભારતમાં આતંકીઓને મોકલવાના કાવતરા ઓ ના માસ્ટર માઈન્ડ જેવા મુનિરને અમેરિકામાં સત્તાવાર રીતે આમંત્રણ આપીને બોલાવાયા હોવાથી આ પ્રકારની ગતિવિધિ મોદી સરકાર માટે રણનૈતિક અને રાજનૈતિક પડકાર સમી ગણાવાઈ રહી છે. અમેરિકન સૈન્યના વડા માઈકલ કુરિલ્લાએ તો પાકિસ્તાનને અમેરિકાનું "અસાધારણ ભાગીદાર" ગણાવીને જે નિવેદન આપ્યું છે, તે ભારતીય નીતિનિર્ધારકો અને રક્ષાવિભાગ માટે આંચકા સમાન છે, અને અમેરિકા સાથેના રક્ષાસંબંધો અંગે પૂનર્વિચારણા તથા મનોમંથન કરવાની જરૂર જણાવે છે. અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ સંભાળતા જનરલ માઈકલ કુરિલ્લાના આ કથિત નિવેદનને લઈને ભારતમાં વિપક્ષે પણ કેટલાક સવાલો ઉઠાવ્યા છે.
પાકિસ્તાન કેવી રીતે આતંકી અડ્ડાઓ ચલાવી રહ્યું છે, અને ભારતને ઓપરેશન સિંદૂર ચલાવવાની ફરજ કેમ પડી, તે અંગે ભારતે વિદેશમાં સર્વપક્ષિય ડેલિગેશનો મોકલ્યા અને પાકિસ્તાનનો નકાબ ચિર્યો, એ ખરૃં, પરંતુ તેની કોઈ જ અસર ટ્રમ્પ પ્રશાસન પર પડી નથી, પરંતુ ઉલટાના પાકિસ્તાનના સેનાધ્યક્ષને અમેરિકામાં આમંત્રણ આપવાની સાથે-સાથે પાકિસ્તાનને પણ અમેરિકાનું પરમ મિત્ર ગણાવાઈ રહ્યું હોય, અને ચીન સાથે પણ અમેરિકા ભારતની સરખામણીમાં વધુ ઉદાર થઈ રહ્યું હોય અને ટેરિફના મુદ્દે ડીલ કરી રહ્યું હોય, તો ભારતે પણ અમેરિકા સાથેના સંબંધો અંગે પૂનર્વિચારણા કરવી જોઈએ, એટલું જ નહીં, અમેરિકાને કાઉન્ટર કરવા રશિયા અને તેના સાથીદાર દેશો સાથે ઘનિષ્ટતા વધારવી જોઈએ, તેવા સૂચનો થવા લાગ્યા છે, જે મોદી સરકારે ગંભીરતાથી વિચારવા જેવા છે, પણ...!?
જનરલ માઈકલ કુરિલ્લાએ યુએસ હાઉસ આર્મ્ડ સર્વિસ કમિટી સમક્ષ પોતાનું નિવેદન આપ્યું તેમાં તેમણે કહ્યું કે અમેરિકાએ ભારત અને પાકિસ્તાન સાથેના સંબંધોથી સકારાત્મકતા પર વિચાર કરવો પડશે. તેમણે આઈએસઆઈએસ (ખુરાસાન) ના ડઝનેક આતંકીઓને ઠાર કર્યા અને ૨૬ ઓગષ્ટ-૨૦૨૧ના કાબુલના એરપોર્ટ પર થયેલા પ્રચંડ વિસ્ફોટના એક આતંકી જાફરને ઝડપી લેવાયો, તથા આઈએસઆઈએસ ખુરાસાન ના પાંચ કમાન્ડરને ઝડપવામાં આવ્યા, તેમાં પાકિસ્તાનની સેનાએ મદદ કરી હતી અને તેમાં અસીમ મુનિરની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી, તેમ જણાવી કુરિલ્લાએ ત્યાં સુધી કહી દીધું કે પાકિસ્તાન આતંકવાદ વિરોધી લડાઈ લડી રહ્યું છે !!
અમેરિકાને નુકસાન પહોંચાડ્યું હોય તેવા બે-ચાર આતંકવાદીઓને પાકિસ્તાનની સેનાની મદદથી ઝડપી લવાય કે ઠાર કરાય, તો તેને અમેરિકા આવકારે અને અમેરિકાને નુકસાન કરતા આઈએસઆઈએસ જેવા આતંકી સંગઠનોને ટેરેરિસ્ટ ગણે, જ્યારે પાકિસ્તાનની જ સેના પાસે તાલીમ મેળવીને દાયકાઓથી ભારતમાં અસંખ્ય ઘાતકી હૂમલા કરતા રહેલા સેંકડો-હજારો આતંકવાદીઓ પ્રત્યે આંખ આડા કાન કરે કે, આ પ્રકારના હૂમલાઓને જ ભારત-પાકિસ્તાન વચ્ચેનો માત્ર આંતરિક વિખવાદ ગણાવે, તે અમેરિકાની વિદેશનીતિ તથા રક્ષાનીતિના ડબલ સ્ટાન્ડર્ડ દર્શાવે છે, અને આતંકવાદને પણ ગુડ ટેરેરિઝમ અને બેડ ટેરેરિઝમમાં વહેંચે છે.
જો ચીનની સાથે દોસ્તી કરીને અમેરિકા તેના વિદ્યાર્થીઓ માટે લાલ જાજમ બિછાવવાનું હોય, અને ભારતીય ઈલિગલ ઈમિગ્રેન્ટોને હાથકડી પહેરાવીને અને ઊંધા સુવડાવીને અપમાન કરતું હોય, તો તેને ટ્રમ્પ-મોદીની દોસ્તીની ફલશ્રૂતિ ગણવી કે હિસ્ટોરિકલ બ્લન્ડર ગણવું, તે સમજાતું નથી, એ જ ટ્રમ્પ ભારત-પાક. વચ્ચે ઓપરેશન સિંદૂરના મીની યુદ્ધ દરમ્યાન ભારત અને પાકિસ્તાનની પહેલાં જ સોશ્યલ મીડિયા દ્વારા સંઘર્ષ વિરામની જાહેરાત કરે, એ જરા વિચિત્ર નથી લાગતું ? શું આ પી.એમ. મોદી, જયશંકર, રાજનાથસિંહની ત્રિપુટીની ડિપ્લોમેટિક વ્યૂહરચના અથવા રણનીતિ સામે પ્રશ્ન ચિન્હ ઊભા કરે તેવો મુદ્દો નથી ?
આ મુદ્દે ભારતમાં રાજકીય ક્ષેત્રે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે અને મીડિયાના માધ્યમથી પ્રત્યાઘાતો પણ આવવા લાગ્યા છે. કોંગ્રેસે આને મોદી સરકારની ડિપ્લોમેટિક વિફળતા ગણાવી છે, અને આ અંગે મોદી સરકાર હવે શું કરશે ? તેવા સવાલો પણ ઉઠવા લાગ્યા છે. અહેવાલો મુજબ કોંગ્રેસના જયરામ રમેશે સણસણતો પ્રશ્ન કર્યો છે કે આ મામલે મોદી સરકારનું શું કહેવું છે ? આગામી ૧૪મી જૂનથી પાકિસ્તાની સૈન્યના વડા અસીમ મુનિર અમેરિકાના સૈન્ય દ્વારા મળેલા આમંત્રણ પર વોશિંગ્ટન જવાના છે, જે ભારત સરકાર માટે બીજો ડિપ્લોમેટિક ઝટકો હશે.
જોઈએ, હવે કેન્દ્ર સરકાર કે ભારતીય સેના તરફથી આ મુદ્દે કોઈ નિવેદન આવે છે કે નહીં તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
વાતાવરણની ગરમી સાથે ગ્રામ પંચાયતોની ચૂંટણી ગરમી ભાળી ગઈ છે. તેમાં વળી એક વિદેશની ખ્યાતિપ્રાપ્ત ન્યુઝ ચેનલ દ્વારા મહાકૂંભની ટ્રેજેડીમાં થયેલા મૃત્યુના આંકડાના તફાવતના પ્રસારિત થયેલા અહેવાલોને ટાંકીને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ સામે ત્યાંના પૂર્વમંત્રી અખિલેશ યાદવે મોરચો ખોલ્યો, તથા બિહારમાં આવી રહેલ વિધાનસભાની ચૂંટણીઓ અને મહારાષ્ટ્રમાં રાજકીય ઉઠાપટકના સંકેતોના કારણે રાજકીય ગરમી પણ વધી રહી છે. આ તમામ પ્રકારની ગરમીઓ પછી હવે વરસાદ ક્યારે થશે, કેવો થશે અને ચોમાસુ ક્યાં પહોચ્યું તેની અટકળો થઈ રહી છે. બીજી તરફ ગુજરાતમાં પણ વિધાનસભાની બે ખાલી બેઠકો પર થનારી પેટા ચૂંટણીના પ્રચારમાં થઈ રહેલા આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરેલું નિવેદન આજે ટોક ઓફ ધ સ્ટેટ બન્યું છે.
ફિલ્મો અને ટેલિવિઝનની સિરિયલોમાં અભિનેતાઓ અને અભિનેત્રીઓ જે પાત્ર ભજવતા હોય છે, તેના આધારે તેની ઈમેજ બંધાઈ જતી હોય છે, પરંતુ ઘણી વખત ફિલ્મો-સિરિયલોની અસલ જિંદગી કંઈક અલગ જ હોય છે. પ્રાણ અને અમરીશપુરી જેવા ઘણાં કલાકારો વધારે પડતી વિલનની ભૂમિકા નિભાવતા હતા, પરંતુ તેઓની અસલ જિંદગીમાં તેઓ ઘણાં જ સૌજન્યશીલ અને સંસ્કારી હોવાની ચર્ચા થતી રહેતી હોય છે, અને આ પ્રકારના સંખ્યાબંધ અન્ય દૃષ્ટાંતો પણ છે. આ તફાવતની ચર્ચા જ્યારે પ્રેસ મીડિયા કે ટેલિવિઝન ડિબેટીંગમાં થતી હોય છે, ત્યારે તેનો ઉલ્લેખ કરતી વખતે એવા શબ્દપ્રયોગો થતા હોય છે કે, "તેની રિલ્સ ઈમેજ અને રિયલ લાઈફમાં ઘણો જ તફાવત છે..."
આ જ શબ્દ પ્રયોગો તાજેતરમાં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યા છે, તેઓ એ આ શબ્દ પ્રયોગો રાજ્ય સરકારના તંત્રોને ટપારવા માટે કર્યા હોય તેમ લાગે છે. તેમણે કહ્યું કે "હું પણ રિલ્સ જોઉં છું. ઘણી રિલ્સ નેગેટિવ હોય તો તેના વ્યુઅર્સ પણ વધુ હોય છે અને કોમેન્ટો કરનારા પણ વધુ મળે છે, જયારે રિલ્સ પોઝિટિવ હોય તો તેને જોનારા પણ ઓછા હોય અને કોમેન્ટો પણ ઓછી થાય !
મુખ્યમંત્રીની આ ટકોર વહીવટીતંત્ર તથા રાજય સરકારના પ્રચારતંત્રો તરફ અંગૂલી નિર્દેશ કરતી હોય તેમ જણાય છે. તેમણે દ્રષ્ટાંત પણ આપ્યું કે જો કોઈ સ્કૂલમાં પોપડા ઉખડેલા હોય કે છત તૂટેલી હશે, તો તેને વધુ પબ્લિસિટી મળશે !
હકીકતે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓની આચા સંહિતાના કારણે આ વર્ષે શાળા પ્રવેશોત્સવ પાછળ ઠેલાયો છે. આ વર્ષે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ હવે ૨૬ થી ૨૮મી જૂન સુધી યોજાવાનો છે. આ શાળા પ્રવેશોત્સવમાં રાજ્યનું આખુ વહિવટીતંત્ર જોતરાઈ જવાનું છે. આ પ્રવેશોત્સવમાં સચિવાલયની એરકન્ડિશન્ડ ચેમ્બરો છોડીને તથા જિલ્લા કક્ષાએ પણ વાતાનુકુલિત કચેરીઓ તથા કારમાં ફરીને જનસેવા કરતી ઉચ્ચ અધિકારીઓને જોડાવુ પડતુ હોય છે. આ ઉભદા અભિગમને લઈને કેટલાાક ઉચ્ચ અધિકારીઓ આ કોન્સેટર અમલમાં મુકનાર પૂર્વ મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાનને યાદ પણ કરતા હશે !
મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવમાં જનારા તમામ આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ અને આઈએફએસ તથા જીપીએસ અધિકારીઓને ભારપૂર્વક સૂચના આપી હતી કે તેઓ જ્યારે ગામડે જાય ત્યારે ત્યાંની તમામ સ્થિતિનું નિરીક્ષણ અને સમીક્ષા કરે, શાળા પ્રવેશોત્સવમાં માત્ર બાળકોને પ્રવેશ, અભ્યાસકીટનું વિતરણ, અન્ય સરકારી યોજનાઓના લાભોનું વિતરણ, ભાષણબાજી અને વૃક્ષારોપણ કરીને પરત આવવાના બદલે "ઉપયોગી થઈ શકે તેવા ફિડબેક" લાવવાની મુખ્યમંત્રીની આ સૂચનાને "રિયલ અને રિલ્સ" સાથે સાંકળીએ, તો એવું પણ કહી શકાય કે શાળાની છત નબળી હોય, શૌચાલયો ઠીક ન હોય, પીવાના પાણીની તકલીફ હોય કે પછી જે તે ગામ સમસ્તની જે કોઈ સમસ્યાઓ, કે જરૂરિયાતો કે માંગણીઓ હોય તો તેનો પણ ફિડબેક રિપોર્ટ ગામવાર અને વિસ્તૃત પણે ડાયરેક્ટ રાજ્ય સરકાર સમક્ષ તત્કાળ રજૂ કરો તેવી ટકોર મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને કરી હતી, એટલું જ નહીં, "કહીં પે નિગાહે કહીં પે નિશાના" ની જેમ સૂચનાઓ માત્ર ઉચ્ચ અધિકારીઓને જ નહીં પરંતુ શાળા પ્રવેશોત્સવમાં જોડાતા તમામ મંત્રી, હોદ્દેદારો, સાંસદો, ધારાસભ્યો તથા જિલ્લા કક્ષાના પદાધિકારીઓ, ભાજપના હોદ્દેદારો તથા ચૂંટાયેલા જન-પ્રતિનિધિઓને પણ મુખ્યમંત્રીએ પરોક્ષ રીતે આપી દીધી છે !
મુખ્યમંત્રીની આ ટકોરમાં એવું પણ પ્રતિત થાય છે કે ગ્રામ્ય કક્ષાની લોકોની તકલીફો, જરૂરિયાતો, માંગણીઓ, સમસ્યાઓ અને શાળાઓની સુવિધાઓ શિક્ષણની ગુણવત્તા વગેરેના સાચા અહેવાલો કદાચ રાજ્ય સરકાર સુધી પૂરેપૂરા પહોંચતા જ નહીં હોય !
કદાચ એકાદ દાયકા પહેલા સુધી રાજ્ય સરકારમાં એક ફિડબેક સિસ્ટમ હતી, જે હવે નિષ્ક્રિય થઈ ગઈ છે. તમામ તંત્રો પાસેથી સરકાર ફિડબેક મંગાવતી હતી, ને તાલુકા-જિલ્લા કક્ષાના પદાધિકારીઓ પાસેથી પણ સરકારી યોજનાઓ, અમલીકરણ, ખૂટતી સુવિધાઓ અને જનસામાન્યની અપેક્ષાઓ ઉપરાંત જાગૃત નાગરિકોના સૂચનો પણ મુખ્યમંત્રીનું કાર્યાલય મેળવતું હતું. રાજ્યના માહિતીખાતામાં તો એક આખી "ફિડબેક સિસ્ટમ" કાર્યરત હતી, અત્યારે કાર્યરત હોય તો પણ કોઈને ખબર નથી, અને તેનો ઉપયોગ કરવાની ઈચ્છાશક્તિ ન હોય, તેવું બની શકે, પરંતુ એ ફિડબેક ચેનલ રાજ્ય સરકારના પ્રત્યેક વિભાગોને અત્યારે મુખ્યમંત્રી જે ઈચ્છે છે, તે પ્રકારના ફિડબેક રિપોર્ટ મોકલતી હતી, અને સંબંધિત વિભાગો પાસેથી તેના જવાબો માંગીને નિવરાણ પણ કરાતું હતું. આ સિસ્ટમ બે દાયકા પહેલાથી વર્ષ ૨૦૧૫ના સમયગાળામાં સક્રિય અને ઉપયોગી હતી. તેવી જ રીતે વર્તમાન સમયમાં નવા આયામો ઉમેરીને પોલિટિકલ ફિડબેકની સાથે-સાથે સિસ્ટોમેટિક ફિડબેકનું મિકેનિઝમ ઊભું કરી શકાય તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગર જિલ્લામાં ગ્રામપંચાયતોની ચૂંટણીઓની ચહલ-પહલ વચ્ચે જામનગર શહેરમાં બે ઈગ્લીશ મીડિયમ સ્કૂલ શરૂ થવા જઈ રહી હોવાના અહેવાલો સ્થાનિક કક્ષાએ ચર્ચાના કેન્દ્રમાં છે, એવું જાહેર થયું છે કે ટૂંક સમયમાં જામનગર મહાનગરપાલિકાના નગર શિક્ષણ સમિતિ કોર્પોરેટ ક્ષેત્રની કંપની સાથે સંકલન કરીને ઈગ્લીશ મીડિયમની બે સ્કૂલો શરૂ થશે, જેમાં અદ્યતન સાધન-સુવિધાઓ સાથે અંગ્રેજી માધ્યમમાં બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અપાશે.
આ સ્કૂલોમાં પ્રિ-પાયમરી તથા પ્રારંભિક પ્રાયમરી કક્ષાનું બાલવાટિકાથી ધોરણ-૨ સુધીનું શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં આપવાનું શરૂ કરાશે. લગભગ સાડાચાર કરોડના ખર્ચે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની બે સ્કૂલોને અદ્યતન બનાવવામાં આવી છે, જેમાં દિગ્જામ સર્કલ પાસેની શાળા નં. ૩૧ અને એસ.ટી. રોડ પર આવેલી દેવરાજ દેપાળ શાળા નં. ૫૩નો સમાવેશ થાય છે. આ બંને રનીંગ સ્કૂલ્સનું રિનોવેશન તથા અપગ્રેડેશન (આધુનિકરણ) કરીને સ્માર્ટ સ્કૂલ્સ બનાવાઈ છે. ખાનગી કંપની તથા મહાનગરપાલિકાના ફંડમાંથી આ શાળાઓનું સંચાલન થશે. આ સ્માર્ટશાળામાં આધુનિક સાધન-સામગ્રી, કોમ્પ્યુટર લેબ, ખેલ-કૂદના સાધનો, સાયન્સ એન્ડ ટેકનોલોજીના સાધનો સહિતના વર્ગખંડો તથા મીની થિયેટર વગેરે ઈન્ટરનેટ યુગને અનુરૂપ અદ્યતન સુવિધાઓ આ સ્માર્ટ સ્કૂલમાં ઊભી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સ્કૂલોનું સંચાલન નયારા જેવી કંપનીને સોંપાયુ હોવાથી બાળકોને કોર્પોરેટ એજ્યુકેશન સિસ્ટમથી શિક્ષણ મળી રહેશે. આ માટે એડમિશન પ્રક્રિયા અને જરૂર પડ્યે લક્કી ડ્રો યોજીને બાળકોને પ્રવેશ અપાશે, તેવું જાહેર થયા પછી આ નૂતન અભિગમ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
આ અંગેના પ્રતિભાવોમાં મુખ્યત્વે આવકાર મળી રહ્યો છે, સાથે સાથે કેટલાક સૂચનો પણ થઈ રહ્યા છે. સંપૂર્ણ અંગ્રેજી માધ્યમમાં ભલે શિક્ષણ અપાય પરંતુ બાળકો માતૃભાષા ગુજરાતી ભૂલી ન જાય અને રાષ્ટ્રભાષા હિન્દીથી પણ પરિચિત રહે, તેવી રીતે આ અંગ્રેજી માધ્યમની શિક્ષણ સિસ્ટમ વિકસાવવી જોઈએ. આ પ્રયોગ સફળ થાય તો આ પદ્ધતિથી અનુભવો, સુધારા-વધારા કરીને વધુ સ્માર્ટ સ્કૂલો શરૂ થાય, અને પ્રતિવર્ષ એક-એક વર્ગનો વધારો થતો જાય, તેમ તેમ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક એટલે કે ધોરણ-૫ અને ધોરણ-૮ સુધી અંગ્રેજી માધ્યમની આ જ સ્કૂલો વિસ્તરે, તેવો તબક્કાવાર પ્રોગ્રેસ પ્રોજેક્ટ અત્યારથી જ વિચારાયો હશે, તેવા ફિડબેક પણ ચર્ચાઈ રહ્યા છે.
અત્યારના ઈન્ટરનેટ યુગમાં ઈન્ટરનેશનલ કક્ષાની પ્રચલિત અંગ્રેજી ભાષામાં કૌશલ્ય વધે એ અત્યંત જરૂરી છે, અને તેની સાથે-સાથે જાપાન, રશિયા અને ચીન જેવા વિકસિત દેશોની જેમ માતૃભાષાઓ તથા રાષ્ટ્રભાષાનું જ્ઞાન પણ જળવાઈ રહે અને આંતરિક વ્યવહારો માટે તેનો જ મહત્તમ ઉપયોગ થતો રહે, તેવું સંયોજન થવું જોઈએ, તેવો જનસામાન્ય અભિપ્રાય જોવા મળી રહ્યો છે.
એક વર્ગ એવો પણ છે કે તેઓને જયાં સુધી પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થા જ ખામી ભરી જણાય છે. કેટલાક નગરજનો એવો વ્યંગ પણ કરી રહ્યા છે કે પહેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની અન્ય તમામ સ્કૂલોની ખૂટતી કડીઓ પૂરી કરીને તેને તો વ્યવસ્થિત કરો,...!
જો કે, સ્માર્ટ સ્કૂલોનો આ અભિગમ એક નાનકડી પહેલ જ છે, અને આ પ્રયોગની સફળતાના આધારે સ્માર્ટ સ્કૂલોની ઈંગ્લીશ મીડિયમની સ્કૂલોમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી અંગ્રેજી માધ્યમમાં હાઈસ્કૂલનું શિક્ષણ મેળવવાની કોઈ ચોક્કસ વ્યવસ્થા રાજ્ય સરકારની કક્ષાએ પણ વિચારાઈ જ હશે, અને અત્યારે બાલવાટિકાથી ધોરણ-૨ સુધીની સ્કૂલો શરૂ થઈ, તેના વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા જાય, તેમ તેમ આ જ પ્રકારની શાાળાઓને અપગ્રેડ કરીને હાયર પ્રાયમરી સુધીનું શિક્ષણ મનપા દ્વારા મળે, અને તે પછી હાઈસ્કૂલના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ પણ વિદ્યાર્થીઓને સ્માર્ટ શિક્ષણની વ્યવસ્થા રાજય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા થાય, તેવો માસ્ટર પ્લાન અથવા રોડ-મેપ ઘડાયો જ હશે, તેવી આશા પણ વાલીઓ રાખી રહ્યા હશે, આ માટે નયારા જેવી ખાનગી કંપનીઓના સીઆર ફંડ ઉપરાંત સોશ્યલ સર્વિસીઝ અંતર્ગત મોર્ડન એજ્યુકેશન સિસ્ટમની સેવાઓ પણ વિસ્તરતી રહે, તે દિશામાં પણ વિચારાયુ જ હશે, તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે વિસ્તૃત અને વિગતવાર જાણકારી પણ ટૂંક સમયમાં સંબંધિત તંત્રો પબ્લિકને આપશે, તેવી જનધારણા છે.
આ પ્રકારની ચર્ચાઓ એટલા માટે શરૂ થઈ છે કે ઘણી વખત આરંભે શૂરાની જેમ કેટલીક યોજનાઓ પાછળથી અદ્ધરમાં લટકી પડતી હોય છે અને અંગ્રેજીને ગુલામીની ભાષા માનનારા એક વર્ગને પણ તદ્દન અવગણી શકાય તેમ નથી, અને તેથી જ માતૃભાષા અને રાષ્ટ્રભાષાના સંયોજન સાથે આ પ્રિ-પ્રાયમરી અને પાયાના ઈંગ્લીશ મીડિયમ શિક્ષણના સૂચનો થયા હશે, અને તેવી જ સિસ્ટમ પણ અપનાવાશે. હવે જોઈએ, આ પ્રયોગ સફળ થયા પછી નગરમાં તેનો કેટલો વ્યાપ વધે છે, અને બાકીની તમામ સ્કૂલોમાં શિક્ષણની ગુણવત્તા અને સુવિધાઓ અદ્યતન બને છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક તરફ કોંગી નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઓપરેશન સિંદૂર અને તેના સંઘર્ષ-વિરામ સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સાંકળતા નિવેદનમાં "નરેન્દર...સરેન્ડર" જેવા શબ્દો પ્રયોગ કરીને જે વ્યંગ કર્યો હતો, અને તેના સંદર્ભે ભાજપ તથા એનડીએના નેતાઓ દ્વારા જે તીખા-તમતમતા નિવેદનો આવ્યા, તેની ચર્ચા હજુ ઠંડી પડી નથી, ત્યાં છેલ્લા બે દિવસથી ભારતીય ચૂંટણીપંચને સાંકળીને રાહુલ ગાંધીએ લખેલા લેખને લઈને દેશભરમાં વાદ-વિવાદનો વંટોળીયો ઉઠ્યો છે અને ચૂંટણીપંચની શંકાસ્પદ ભૂમિકા તથા ભૂતકાળમાં મહારાષ્ટ્રની ચૂંટણીમાં મતદાન પછી અલગ-અલગ ડેટા અપાયા હોવાની બાબતે શાસકપક્ષો તથા વિપક્ષો વચ્ચે બરાબરની શાબ્દિક લડાઈ શરૂ થઈ ગઈ છે.
તાજેતરમાં ગયા વર્ષે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણીપંચના આક્ષેપોને ચૂંટણીપંચે પણ પરોક્ષ રીતે નકાર્યા પછી રાહુલ ગાંધીએ એક લેખ લખીને ચૂંટણીપંચને કેટલાક પ્રશ્નો પૂૂછયા, અને પુરાવા માંગ્યા, તેના જવાબમાં ચૂંટણીપંચે પણ રાહુલ ગાંધીને મીડિયાના માધ્યમથી વારંવાર ચૂંટણીપંચ નિરાધાર આક્ષેપો કરવાના બદલે ચૂંટણીપંચને વિધિવત પત્ર લખીને રજૂઆત કરવાનું કહેતા મામલો વધુ ગરમાયો છે અને અત્યારે આખી પોલિટિકલ જમાત ચૂંટણીપંચની તરફેણ તથા વિરોધમાં વહેંચાઈ ગઈ હોય, તેમ જણાય છે જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું છે કે છુપાવવાથી વિશ્વસનિયતા નહીં વધે, સત્ય બોલવાથી જ વધશે. વિગેરે...
ચૂંટણીપંચના વર્તુળો એવો દાવો કરી રહ્યા છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી આ જ પ્રકારના સવાલ કોંગ્રેસે ઉઠાવ્યા હતા, જેના વિસ્તૃત અને આધારભૂત જવાબો ચૂંટણીપંચે ૨૪મી ડિસેમ્બર ૨૦૨૪ના દિવસે કોંગ્રેસને આપી દેવામાં આવ્યા છે. ચૂંટણીપંચના અધિકારીને ટાંકીને મીડિયાના માધ્યમથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તમામ જવાબો આપી દીધા પછી પણ એ જ નિરાધાર પ્રશ્નોના જવાબ માંગવા ચૂંટણીપંચ સાથે પત્રવ્યવહાર કરવાના બદલે મીડિયા સમક્ષ જઈ રહ્યા છે અને લેખ લખી રહ્યા છે, તે યોગ્ય નથી. ચૂંટણીપંચે રાજકીય ૫ક્ષોને વાતચીત માટે બોલાવ્યા તેમાંથી પાંચ પક્ષોએ વાતચિત કરી અને કોંગ્રેસે ૧૫મી મે ની પ્રસ્તાવિત બેઠક રદ કરી દીધી, તેથી ચૂંટણીપંચ સાથે પત્રવ્યવહાર કરવાથી તેઓ કેમ દૂર ભાગી રહ્યા છે ?
હકીકતે બિહારની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાહુલ ગાંધીએ પહેલા તો "બિહારમેં ભી મહારાષ્ટ્ર વાલા ખેલા હોને વાલા હૈ" જેવું નિવેદન કર્યું છે પછી સોશ્યલ મીડિયાના માધ્યમથી ચૂંટણીપંચને મહારાષ્ટ્ર સહિત તાજેતરમાં થયેલી રાજ્યો અને લોકસભાની ચૂંટણીના ડિજિટલ મતદાર યાદી જાહેર કરવા અને મતદાન કેન્દ્રો પરથી સાંજના પાંચ વાગ્યા પછી થયેલા મતદાનના સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની ચૂંટણીપંચ સમક્ષ માંગણી કરી તે પછી વાદ-વિવાદ શરૂ થઈ ગયો છે, અને ભારતીય જનતાપક્ષને પણ પ્રશ્નો પુછવામાં આવી રહ્યા છેઃ એવો કટાક્ષ પણ થઈ રહ્યો છે કે ભાજપબ્રિગેડ ચૂંટણીપંચના બચાવમાં આટલી બધી આક્રમકતાથી કેમ તૂટી પડી છે ? આખી દાળ જ કાળી છે ?
ચૂંટણીપંચનું કહેવાનું એવું છે કે નિરાધાર આક્ષેપોના વિસ્તૃત જવાબો અપાયા પછી પણ જો ચૂંટણીપંચની છબિ ખરડવાનો પ્રયાસ થતો રહેતો રાત-દિવસ મહેનત કરીને પડકારરૂપ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરતા ચૂંટણીકર્મીઓનું મનોબળ તૂટે છે, તો રાહુલ ગાંધીએ કથિત અનિયમિતતા વર્ણવી તેના પુરાવા છુપાવી દેવાયાનો આક્ષેપ કર્યો, કેટલાક વિશ્લેષકોએ સવાલ ઉઠાવ્યો કે જો ચૂંટણીપંચને છુપાવવા જેવું કંઈ જ નથી, તો રાહુલ ગાંધીએ જે માંગણીઓ કરી છે, તે સંતોષે, ચૂંટણીપંચ કહે છે કે તેઓ મીડિયા રિપોર્ટીંગના આધારે કાર્યવાહી ન કરી શકે, પરંતુ આ અંગે પહેલા કોંગ્રેસની રજૂઆતનો જવાબ અપાઈ જ ગયો છે, અને હજુ પણ રાહુલ ગાંધી ચૂંટણીપંચને લેખિત રજૂઆત કરી શકે છે. અન્ય કેટલાક વિશ્લેષકો કહે છે કે મહારાષ્ટ્રની ચૂંટણી યોજાઈ ગઈ, તેની સામે સવાલો ઉઠાવ્યા હતા, તેના ચૂંટણીપંચે ડિસેમ્બરમાં જવાબો અપાઈ ગયા, તે પછી તો અડધું વર્ષ વીતી ગયું છે, અને હવે ચૂંટણીપંચ સમક્ષ વૈધાનિક રીતે માંગણી કરવાના બદલે મીડિયા માધ્યમથી બન્ને તરફથી જે વાદ-વિવાદ થઈ રહ્યો છે, તે બિહારની ચૂંટણી માટે ફાયદો ઉઠાવવા માટે જ છે.
રાહુલ ગાંધી પરોક્ષ રીતે એવું કહી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં જે રીતે ગરબડ ગોટાળા કરીને એનડીએનું સ્થાનિક ગઠબંધન જીત્યું, તેવી જ રીતે બિહારમાં થઈ શકે છે, અને તેવું નહીં થાય, તો ભાજપ અને એનડીએનો પરાજય નિશ્ચિત છે. બીજી તરફ જયાં-જયાં વિપક્ષો ચૂંટણી જીતીને સત્તામાં આવે છે, ત્યાં જે ચૂંટણીપંચે ચૂંટણી કરાવી હોય, તેે જ ચૂંટણીપંચ પર જે રાજ્યોમાં વિપક્ષો હારી જાય, ત્યાં આક્ષેપો લગાવવાની રાજનીતિને ઘણાં લોકો અયોગ્ય ગણાવે છે., ત્યારે રાહુલ ગાંધી કહે છે કે જયાં ભાજપ હારવાનું હોય, ત્યાં આ પ્રકારના ગોટાળા થાય છે. હવે જનતાએ નક્કી કરવાનું રહે છે કે કૌન સચ્ચા...કૌન જૂઠા !હમણાંથી એનડીએ સામે પડકારો વધી રહ્યા છે. બરાબર ચૂંટણી ટાણે પલટી મારી જતા નિતીશકુમારનો કોઈ ભરોસો થાય તેમ નહીં હોવા છતાં ભાજપે ત્યાં ગણતરીપૂર્વકની ચાલ ચાલીને ચિરાગ પાસવાનને ઊભા કર્યા છે, પરંતુ હવે ચિરાગે પણ બિહારમાં તમામ બેઠકો પર ચૂંટણી લડવાનો સંકેત આપીને ભાજપને ભીંસમાં લીધો છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક થઈ જાય, તેવા સંકેતો છે, અને શરદ પવાર સાથે અજય પવારની નજદીકી વધી રહી છે, તેથી ફડણવીસ સરકાર પર પણ તલવાર લટકી રહી છે, દક્ષિણ ભારતમાં પણ ભાજપના પ્રયત્નો એળે જઈ રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે, ત્યારે જો બિહારની ચૂંટણીમાં પછડાટ ખાવી પડે, કે બરાબર ચૂંટણી ટાણે પલટી મારવાના વ્યસની થઈ ગયેલા નિતીશકુમાર નવાજૂની કરે કે પછી ચિરાગ પાસવાન વિદ્રોહ કરે તો બિહારની ચૂંટણીની સાથે સાથે કેન્દ્રની એનડીએ સરકારના પાયા પણ હચમચવા લાગે તેવા સંજોગો ઊભા થઈ રહ્યા છે, ત્યારે થોભો અને રાહ જૂઓ...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજે ઈદ-ઉલ-અઝહા, ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશીનો ત્રિવેણી સંગમ છે, અને તેની સાથે-સાથે નગરમાં સેવા અને સુવિધાઓને સાંકળતા સમારોહો અને કાર્યક્રમોનું પણ અદ્ભુત સંયોજન થયું છે, નગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આગમન થયું છે અને તેઓ જનસુવિધાઓ તથા વિકાસના કામોના સામૂહિક લોકાર્પણો અને ખાતમુહૂર્તના કાર્યક્રમો સંપન્ન કરીને હવે જિલ્લાના વહીવટીતંત્ર તથા પદાધિકારીઓ સાથે બેઠકો યોજી રહ્યાં છે, ત્યારે નગરના આગેવાનો તથા શહેર-જિલ્લાના હોદ્દેદારો તથા ઉચ્ચ અધિકારીઓ શહેર અને જિલ્લાનું ફૂલગુલાબી ચિત્ર રજૂ કરવાની સાથે-સાથે શહેર અને જિલ્લાના લાંબા સમયથી અણઉકેલ પ્રશ્નો, સાંપ્રત અને શાશ્વત બની ચૂકેલી સમસ્યાઓ તથા વિવિધ લોકમાંગણીઓ પણ રજૂ કરીને તથા ચર્ચા-પરામર્શ કરીને શક્ય તેટલા વધુ સ્પોટ ડિસિશન એટલે કે સ્થળ પર નિર્ણયો લેવડાવશે, તેવી આશા રાખીએ.
જામનગરની ગઈકાલે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પણ મુલાકાત લીધી અને ચેમ્બર ઓફ કોમર્સના પદગ્રહણ સમારોહમાં હાજરી આપી, ત્યારે તેઓની સમક્ષ પણ કેટલાક વ્યાપાર-ઉદ્યોગ અને બંદરોને લગતા પ્રશ્નો અનૌપચારિક રીતે રજૂ થયા હશે, અને તે પછી તેમણે બંદરોના વિકાસ તથા વ્યાપાર-ઉદ્યોગને સંબંધિત પ્રતિભાવો વ્યક્ત કર્યા, તે જોતા નગરજનો અને વ્યાપાર જગતને નવો આશાવાદ જન્મ્યો હશે.
આજે ઈદ-ઉલ-અઝહા નિર્જળા એકાદશી અને ભીમ અગિયારસના તહેવારોનો ત્રિવેણી સર્જાયો છે, ત્યારે આ ત્રણે તહેવારોનું મહાત્મ્ય સમજાવાઈ રહ્યું છે, અને કેટલાક સ્થળોએ કોમી એખલાસના ભાવુક દૃશ્યો ખડા થઈ રહ્યાં છે, તો પરસ્પર સદ્ભાવ અને સન્માનને સંબંધિત સંદેશાઓ પણ અપાઈ રહ્યાં છે.
મીડિયાના અહેવાલો મુજબ આજે ઈદનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, ત્યારે ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડાએ ડો. ઉમર અહેમદ ઈલ્યાસીએ જે માર્મિક અને પ્રેરક સંદેશ આપ્યો છે, તે સાંપ્રત સ્થિતિમાં ઘણો જ પ્રસ્તૂત અને સુસંગત છે. આ તહેવારને સમર્પણ, આજ્ઞાપાલન અને ત્યાગનો તહેવાર ગણાવીને તેઓએ વિવિધ ધર્મોના સામૂહિક સહવાસનો ઉલ્લેખ કરીને એકબીજાનું સન્માન કરવા અંગે જે વિશ્વવ્યાપી સંદેશ આપ્યો, તે બધાએ સાંભળવા અને અનુસરવા જેવો છે.
એવી જ રીતે ભીમ અગિયારસ અને નિર્જળા એકાદશીનું પણ વિશેષ મહત્ત્વ છે. ભીમ અગિયારસ આવે, એટલે ખેડૂતો ખેતીકામ માટે સુસજ્જ થઈ જાય. આ દિવસે લોકો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનું પૂજન કરે છે. ભીમ અગિયારસને નિર્જળા એકાદશી પણ કહે છે. ભીમ અગિયારસ તથા નિર્જળા એકાદશીના અલગ-અલગ મહાત્મય પણ ચર્ચાતા હોય છે અને તેના સંદર્ભે વિવિધ ઘણી કથાઓ પણ પ્રચલીત છે. એવું કહેવાય છે કે, ભગવાન શ્રીકૃષ્ણે પોતે પાંડવોને જેઠ સુદ અગિયારસના વ્રતનું મહાત્મય સમજાવ્યુ હતું. બીજી પ્રચલિત કથા વેદવ્યાસ સાથે સંકળાયેલા છે. એવી કથા છે કે, ભીમના પેટમાં પ્રજ્જવલિત રહેતો વૃક નામનો અગ્નિ એટલોે તીવ્ર હતો કે, ભીમ ભૂખ્યો રહી શકતો નહીં હોવાથી દરેક અગિયારસનું વ્રત કરી શકતો નહોતો, તેથી શ્રીકૃષ્ણે વર્ષમાં એક જ અગિયારસ (જેઠ સુદ) કરવાનું કહ્યું હતું, તેથી ૫ાંડવ-ભીમ અગિયારસ કહેવાય છે, તેવી જ રીતે નિર્જળા એકાદશીની વાર્તા સાથે વ્રત કરવાનું મહાત્મય પણ પ્રચલિત છે.
ટૂંકમાં જેઠ સુદ અગિયારસના દિવસે મનાવાતી ભીમ અગિયારસના અને નિર્જળા એકાદશી એક જ સિક્કાની બે બાજુની જેમ પરસ્પર સંકળાયેલી છે.
જામનગરમાં આ ત્રિવેણી સંગમ સેવા-સુવિધાઓની સરવાણી સાથે સંયોજન થયું હોય તેમ આજે કરોડો રૂપિયાના વિકાસકામો તથા સુવિધાઓના લોકાર્પણો અને ખાતમુહૂર્તો થયા છે, હવે જેનું ખાતમુહૂર્ત થયું છે, તે બન્ને રેલવે ઓવરબ્રિજ ઝડપથી બની જાય અને નગરનો ફલાયઓવર બ્રિજ પણ નિર્ધારીત સમયમાં સંપન્ન થઈ જાય, અને ઉતાવળમાં કામ નબળું ન રહી જાય તેવું ઈચ્છિએ, અને તેનું લોકાર્પણ કરવા પણ રાજય કે કેન્દ્રના કોઈ મહાનુભાવોની 'તારીખ' સમયોચિત રીતે મળી જાય, તેવી આશા રાખીએ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જામનગરની મુલાકાતે આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારી રહ્યા છે, તેથી ભાજપ દ્વારા તો આગતા-સ્વાગતાની જોરશોરથી તૈયારી થાય, તે સ્વાભાવિક છે, અને તેઓ મનપા, શિક્ષણ વિભાગ, આઈ.સી.ડી.એસ., એસ.ટી. વગેરે જે-જે વિભાગો-કચેરીઓ હેઠળ આવતા વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણો કરવાના છે, તેના અધિકારી-પદાધિકારીઓ પણ હડિયાપટ્ટી કરે, તેમાં કાંઈ નવું નથી. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી કોઈ પક્ષ-પાર્ટી કે સંસ્થાના જ હોતા નથી, પરંતુ આખા રાજ્યની જનતાના મુખ્યમંત્રી હોય છે, અને તેથી જ જામનગરના નગરજનો પણ મુખ્યમંત્રીશ્રીને આવકારવા તલપાપડ છે.
આવતીકાલે જામનગરને ૩૦ જેટલા વિકાસના કામો મળવાના છે, જેમાંથી અઢીસો કરોડ રૃપિયાથી વધુના કામો તો માત્ર જામનગર મહાનગરપાલિકાના છે. જ્યારે પોણા બે કરોડના કામોનું ખાતમુહૂર્ત મેડિકલ કોલેજ અને ડેન્ટલ કોેલેજની સુવિધાઓ માટે થવાનું છે., તે ઉપરાંત બે સામૂહિક આરોગ્યકેન્દ્રની સેવાઓ નગરજનોને મળવાની શરૃ થશે. તે ઉપરાંત બે વધુ ઓવરબ્રિજ પણ બનવાના છે.
જ્યારે મહાનુભાવો પધારે, ત્યારે તેઓનું સ્વાગત મહેકતા ફૂલોના બૂકે અને ફૂલહારથી કરવામાં આવતુ હોય છે અને સુશોભનમાં ફૂલદાનીઓ ગોઠવવામાં આવતી હોય છે. જામનગરની જનતાએ મુખ્યમંત્રીશ્રીના આગમન સમયે ફૂલદાનીઓની સાથે-સાથે જાણે વેલકમ "સવાલદાની" તૈયાર કરી હોય, તેમ કેટલીક સાંપ્રત અને શાશ્વત સમસ્યાઓને લઈને કેટલાક આશાવાદી સવાલો પણ નગરજનોના મનમાં સળવળી રહ્યા છે.
જામનગરમાં હમણાથી દબાણ હટાવ ઝુંબેશો ચાલી રહી છે અને રિવરફ્રન્ટ, પહોળા માર્ગો તથા સંકલન સુવિધાઓ અને વિકાસ યોજનાઓ માટે જગ્યા ખાલી કરાવાઈ, ત્યારે ખબર પડી કે કેવડી મોટી જમીનો પર દબાણો ખડકાઈ ગયા હતા...આ દબાણો ખડકાવા દેવા બદલ કોઈની જવાબદારી નક્કી થઈ શકે ખરી ? આ દબાણો તો હટાવ્યા, પરંતુ હજુ પણ નગરમાં મસમોટા દબાણો છે ખરા ? જો હજુ અન્ય દબાણો હોય, તો તેને હટાવવાની કોઈ યોજના વિચારાઈ રહી છે ખરી ?
જામનગરમાં વિકટોરીયા પુલથી સાતરસ્તા થઈને જે ફ્લાયઓવર બ્રિજ તૈયાર થઈ રહ્યો છે, તે જૂન મહિનામાં સંપન્ન થઈ જશે, તેવો દાવો કરાયો હતો, પરંતુ હવે જ્યારે વિવિધ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તો માટે મુખ્યમંત્રીનો કાર્યક્રમ નક્કી થઈ ગયો છે, અને હજુ ફ્લાયઓવર બ્રિજનું કામ સંપન્ન થયું નથી, તેથી નગરજનોના મનમાં સવાલ ઊઠી રહ્યો છે, કે જૂન મહિનામાં ફ્લાયઓવર બ્રિજ સંપન્ન થવાનો દાવો જુઠ્ઠો પડવાનો છે, કે જુલાઈમાં તેનું લોકાર્પણ કરવા કોઈ રાષ્ટ્રીય કક્ષાના નેતા આવવાના છે ?
જામનગરમાં રખડતા ઢોરની સમસ્યા નિવારણ છેલ્લા કેટલાક સમયથી કેટલાક કડક કદમ ઉઠાવાઈ રહ્યા છે, પરંતુ તે હજુ પર્યાપ્ત જણાતા નથી. નગરમાં ઠેકઠેકાણે ઘાસ વેચાતુ અને ગમે ત્યાં લોકો ઘાસ નાખતા હોવાથી ઠેર-ઠેર ગાયોના ટોળાં એકઠા થતા હતા, તેમાં થોડો અંકુશ આવ્યો છે, પરંતુ હજુ સમગ્ર શહેરમાંથી આ સમસ્યા નિવારી શકાઈ નથી તે ઉપરાંત શહેરમાં આવારા કૂતરાઓનો ત્રાસ પણ વધી રહ્યો છે. જો કે, આ સમસ્યા નિવારવા માટે રખડુ શ્વાનોના ખસીકરણની દિશામાં તંત્રો આગળ વધ્યા છે, પરંતુ તેનાથી આ સમસ્યા ત્વરીત નાબૂદ થવાની નથી. તે ઉપરાંત જયાંથી ફ્લાયઓવર બ્રિજ પસાર થતો નથી, તેવા કેટલાક સર્કલો તથા માર્ગો પર પણ ચોક્કસ સમય માટે ટ્રાફિકજામની રોજીંદી સમસ્યા છે. આ તમામ શાશ્વત સમસ્યા નિવારવા પણ મુખ્યમંત્રીશ્રી મનપાને "માર્ગદર્શન" આપશે તેવી આશા નગરજનો રાખી રહ્યા છે.
અત્યારે પ્રિ-મોન્સૂન કામગીરી ચાલી રહી છે, અને એકાદ પખવાડિયામાં વરસાદી મોસમ શરૃ થઈ જવાની છે, ત્યારે નગરની ભૂગર્ભગટરો તથા પાણીની નહેરો તેમજ વરસાદી પાણીના નિકાલના તમામ સ્થળોની સફાઈ કરીને અને અવરોધો હટાવીને જલપ્રવાહના માર્ગો ખુલ્લા રહે, તે સુનિશ્ચત કરવું જરૃરી છે.
જો કે, કેટલીક સમસ્યાઓ મહાનગરપાલિકા સ્તરની છે, જ્યારે કેટલીક સમસ્યાઓ જિલ્લા કે રાજ્ય કક્ષાની છે, પરંતુ જ્યારે નગરથી નેશન સુધી ત્રિપલ એન્જિનની સરકાર છે, ત્યારે મુખ્યમંત્રીનું આગમન થાય, ત્યારે તમામ નેતાઓ, પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ એકત્રિત થાય, ત્યારે નગરની નવી અને જુની, સાંપ્રત અને શાશ્વત સમસ્યાઓનો પરામર્શ કરીને જો "સ્પોટ ડિસિશન" એટલે કે સ્થળ પર જ નિર્ણયો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં લેવાઈ જાય, તેવી નગરજનોની અપેક્ષા છે, જોઈએ, મુખ્યમંત્રીશ્રી તેમના નૂતન અભિગમ જામનગરમાં અજમાવે છે કે નહીં તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
આઈ.પી.એલ.માં ૧૮ વર્ષે આર.સી.બી. ચેમ્પિયન બની અને તેની ઉજવણી દેશભરમાં થઈ, પરંતુ બેંગલુરૂમાં આ ઉજવણી કલંકિત બની ગઈ અને નાસભાગમાં કેટલીક જિંદગીઓ છીનવાઈ ગઈ, તેથી એ રોમાંચક આનંદની પળો અચાનક રૂદન અને આક્રોશમાં પલટાઈ ગઈ, ત્યારે ચારે તરફથી એક જ સવાલ પુછાઈ રહ્યો હતો કે આનું જવાબદાર કોણ ? બી.સી.સી.આઈ., સરકાર કે આયોજકો ?
ઘટનાક્રમ થોડા જ સમયમાં બી.સી.સી.આઈ., આઈ.પી.એલ. ના આયોજક કર્ણાટક સરકારે પણ હાથ ઊંચા કરી દીધા અને જે પોલિટિકલ બ્લેઈમ ગેઈમ શરૂ થઈ ગઈ, તેથી આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોની વેદનામાં વધારો કર્યો અને તેથી ઘાવ પર નિમક ભભરાવવા જેવી હરકતો જવાબદાર મોટા માથાંઓ કરી બેઠા.
આક્ષેપો-પ્રત્યાક્ષેપો વચ્ચે દેશ-દુનિયામાં ભાગદોડ મચતા થયેલા સામૂહિક મૃત્યુની ગમખ્વાર અને બિહામણી યાદ તાજી થઈ ગઈ. આ વર્ષે જ જાન્યુઆરીમાં પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડ થતા ૩૦ શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું હતું. વર્ષ ૨૦૨૪ના જુલાઈમાં હાથરસના એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગદોડ થતા ૧૦૭ જેટલા ભાવિકોના જીવ ગયા હતા. મધ્યપ્રદેશના ઈન્દોરમાં રામનવમીના પ્રસંગે એક યજ્ઞના આયોજન સમયે એક પ્રાચીન કૂવાની છત તુટી જતા ૩૬ લોકોએ જીવ ગુમાવ્યો હતો. વર્ષ ૨૦૨૨માં કસાના વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગ થતા ૧૨ શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા હતા. તે પહેલાં પણ ઘણી આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાઈ હતી, જેમાં મુખ્યત્વે વર્ષ ૨૦૧૫માં આંધ્રપ્રદેશના રાજમુંદરીમાં ગોદાવરી તટે થયેલી ભાગદોડમાં ૨૭ લોકોના મૃત્યુ તથા વર્ષ ૨૦૧૪માં પટણાના ગાંધીમેદાનમાં દશેરા પ્રસંગે થયેલી ભાગદોડમાં ૩૨ લોકોના મૃત્યુ થયા હતા. તે ઉપરાંત પ્રયાગરાજના મહાકુંભના સમયગાળામાં જ દિલ્હીના રેલવેસ્ટેશને થયેલી ભાગદોડમાં ૧૮ લોકોના જીવ ગયા હતા. એ જ રીતે ક્યારેક સેલિબ્રિટીઝના કાર્યક્રમમાં, કયારેક ધાર્મિક-સામાજિક પ્રસંગે તો ક્યારેક કોઈ ઉજવણી દરમ્યાન થતી ભાગદોડમાં થયેલી ખુવારીની યાદી ઘણી લાંબી છે.
એવું નથી કે ભારતમાં જ ભાગદોડની જીવલેણ ઘટનાઓ બને છે, પરંતું ભારતમાં થતી આ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ પછી પણ કોઈ કાંઈ શીખ્યું નથી. ઈન્ડોનેશિયામાં વર્ષ ૨૦૨૨માં ફૂટબોલ સ્ટેડિયમમાં ભાગદોડ થતા સવાસો લોકો માર્યા ગયા હતા., જ્યારે દ. કોરિયામાં તે જ વર્ષે સિયોલમાં હૈલોવીન સમારોહમાં નાસભાગ થવાથી દોઢસોથી વધુ લોકોના જીવ ગયા હતા. બ્રિટેનના હિલ્સબેરો સ્ટેડિયમમાં પણ વર્ષ ૧૯૮૯માં થયેલી ભાગદોડમાં ૯૬ લોકોના મૃત્યુ થયા હતા. આમ, રમતગમત સાથે સંકળાયેલ ભાગદોડથી થતા મૃત્યુની પણ ઘણી ઘટનાઓ ઈતિહાસમાં નોંધાયેલી છે.
સાઉદી અરેબીયાના હજયાત્રીઓની સંખ્યા વધી જતા ભાગદોડમાં ઘણાં લોકોના મૃત્યુ થયા હોય, તેવી પણ ઘણી ઘટનાઓ નોંધાઈ છેઃ એ જ રીતે વિશ્વના જુદા-જુદા દેશોમાં બનેલી ભાગદોડની ઘટનાઓના કારણો અને પરિબળો અલગ-અલગ હોઈ શકે છે. ક્યાંક ધાર્મિક-સામાજિક કાર્યક્રમોમાં ઝડપથી દર્શન-પૂજા કરવા કે ક્યાંક મનોરંજન, ખેલજગતના કાર્યક્રમોમાં, ક્યાંક ભરતી મેળાઓમાં તો ક્યાંક કુદરતી કે કૃત્રિમ આફતો કે ભય ફેલાતા ભાગદોડની સ્થિતિ સર્જાતી હોય છે, જેના મૂળમાં મોટેભાગે ભાવનાત્મક માનસિકતા જ રહેલી હોય છે.
આ પ્રકારની પ્રત્યેક ઘટના પછી સિયાસત શરૂ થઈ જતી હોય છે અને રાજકીય પક્ષો આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરવા લાગે છે, જેથી આ મુદ્દો રાજકીય બની જતા સંવેદનાઓ તથા અસરગ્રસ્તોનો વિડંબણાઓ ગૌણ બની જાય છે. સરકારો તપાસ સમિતિઓ નિમે છે, સહાયની જાહેરાત કરે છે, દુઃખ વ્યક્ત કરતા નિવેદનો આવે છે, અને થોડા સમય પછી બધું ભુલાઈ જતું હોય છે. આ પ્રકારની ભૂતકાળમાં બનેલી ઘટનાઓ પછીની તપાસોમાં કેટલા દોષિત ઠર્યા, અને કોને-કેટલી સજા કે દંડ થયો, તે ભાગ્યે જ બહાર આવતું હોય છે.
આ પ્રકારની ઘટનાઓ પછી સિયાસત નહીં, પણ શાણપણની જરૂર હોય છે અને આ પ્રકારના કોઈ પણ કાર્યક્રમો, મેળાવડાઓ, ભરતીમેળાઓ, ઉજવણીઓ, દર્શન, મનોરંજન કે કોઈપણ ભીડભાડ થાય, તેવા સ્થળે જતા લોકોએ પણ સ્વયંશિસ્ત, ધીરજ અને શાણપણ દાખવવું અત્યંત જરૂરી હોય છે. ભાવનાઓ, ઉન્માદ, ઉત્સાહ, ભય કે આશંકાઓ અતિરેક ઘણી વખત જીવલેણ બને છે અથવા ગંભીર પરિણામો લાવે છે.
આ પ્રકારની દુર્ઘટનાઓ પછી જયારે જયારે રાજકીય નિવેદનબાજી થાય છે, ત્યારે ત્યારે નેતાઓ એ ભૂલી જાય છે કે તેઓના નિવેદનો જે તે દુર્ઘટનાના પીડિતો અને મૃતકોના પરિવારો માટે કષ્ટદાયી બનતા હોય છે અને તેઓની વેદનામાં વધારો કરતા હોય છે. સામાન્ય રીતે આ પ્રકારની દુર્ઘટના પછી જવાબદાર સરકારો તરફથી કે શાસકપક્ષો તરફથી ભૂતકાળમાં તેના પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષોના શાસનમાં મચેલી ભાગદોડ અને તેમાં થયેલી ખાનાખરાબીની વિગતો આપીને લૂલો બચાવ કરાતો હોય છે, પરંતુ અગાઉ થયેલી ઘટનાના કારણે હાલ ની દુર્ઘટનાને જસ્ટીફાઈ કરી શકાતી નથી અને ભૂતકાળની એ ભાગદોડમાંથી પોલિટિક્સ લોબી કાંઈ શીખી જ નથી, તેમ પણ પુરવાર થાય છે. બેંગલોરની આ ઘટના સમયે તો આર.સી.બી. ક્રિકેટ ટીમ, તેના ફ્રેન્ચાઈસીઝ અને રાજ્યના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી પણ પ્રત્યક્ષ રીતે સંકળાયેલા હોવાથી દુર્ઘટનાની ગંભીરતા વધુ વધી જાય છે., તેથી હવે "જાગ્યા ત્યાંથી સવાર" માનીને અને જવાબદારો સામે હકીકતમાં કડક પગલાં ભરીને પછી પણ આ પ્રકારની દુર્ઘટનાઓ અટકાવવા રાષ્ટ્રીય જન જાગૃતિના પ્રયાસો કરવા જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આઈ.પી.એલ.-૨૦૨૫ ટૂર્નામેન્ટમાં બેંગ્લોરની ટીમ વિજેતા બની અને પંજાબની ટીમ માત્ર છ રને હારી ગઈ, તેની સાથે જ આર.સી.બી.ને ૧૮ વર્ષે પ્રથમ વખત આ સિદ્ધિ હાંસલ થઈ, તેની ચર્ચા વચ્ચે આ વર્ષે પણ ચોમાસંુ અધવચ્ચે અટવાઈ પડ્યું, તેના કારણો અને તારણો ચર્ચાઈ રહ્યા છે. કેરળમાં ચોમાસંુ વહેલું પહોંચ્યુ અને બીજી તરફ પૂર્વોત્તરના રાજ્યોમાં ૨૪ કલાકમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત થઈ રહી છે, અને ગુજરાતમાં પણ હળવા વરસાદનો વર્તારો છે, પરંતુ રાજ્યમાં વિધિવત્ રીતે ચોમાસંુ ક્યારે બેસશે, તે અંગે અલગ-અલગ મંતવ્યો વ્યક્ત થઈ રહ્યા છે.
દેશના પૂર્વોત્તર રાજ્યોમાં તો ઘણા સ્થળે આસમાનમાંથી આફત વરસી હોય, તેમ ભારે વરસાદ અને પૂરના કારણે સરહદી સુરક્ષા માટે તૈનાત સૈન્યના ત્રણ જવાનો શહીદ થયા અને બીજા કેટલાક ગૂમ થયા છે, તેવા અહેવાલો પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલન આકાશી વીજળીના પ્રકોપની તિવ્રતા દર્શાવે છે. સિક્કિમમાં ફસાયેલા એક હજાર જેટલા પર્યટકોને બચાવવા તો સેનાની મદદ લેવી પડી રહી છે, તો મીઝોરમમાં થતા લેન્ડ સ્લાઈડે જનજીવન વેરવિખેર કરી નાખ્યું છે. આસામમાં પણ વરસાદી આફતે ડઝનેક લોકોનો ભોગ લીધો હોવાના અહેવાલો છે, તો ભારત-ચીન સરહદે આવેલા અરૂણાચલપ્રદેશમાં તો રેસ્ક્યુ ઓપરેશન માટે ભારતીય વાયુ સેનાના હેલિકોપ્ટરોની મદદ લેવી પડી રહી છે, જે દર્શાવે છે કે પ્રકૃતિના પ્રકોપ સામે માનવી કેટલો વામણો છે.
દેશમાં એક તરફ વરસાદના આગમનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, તો બીજી તરફ ભારે વરસાદ તથા ભૂસ્ખલન અને ભારે પૂર તબાહી મચાવી રહ્યા છે. આ કુદરતી અનિશ્ચિતતાઓ વચ્ચે કોરોનાનું સંક્રમણ એક વખત ફરીથી વધવા લાગતા લોકોમાં ધીમે-ધીમે ગભરાટ ફેલાવા લાગ્યો છે, તો પ્રારંભમાં બહુ ગંભીર નહીં જણાતા આરોગ્ય અને તબીબી ક્ષેત્રના સરકારીતંત્રો પણ હડિયાપટ્ટી કરવા લાગ્યા છે.
જો કે, ગુજરાત સહિત દેશમાં હાલમાં કોરોનાના જે કેસ નોંધાઈ રહ્યા છે, તે પૈકી મોટા ભાગના દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખીને સારવાર અપાઈ રહી છે, અને અત્યંત જરૂરી જણાય તેવા દર્દીઓને જ હોસ્પિટલમાં તૈયાર કરાયેલા અલાયદા વોર્ડમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. એ ઉપરાંત દર્દીઓ ઝડપભેર સારવાર મેળવીને કોરોનામૂક્ત પણ થઈ રહ્યા છે. તેમ છતાં લોકોને પૂરેપૂરી સાવચેતી રાખવા, વારંવાર હાથ ધોવા અને હવે તો સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની સલાહ પણ અપાઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગભરાવાની જરૂર નથી, પણ સતર્ક તો રહેવું જ પડે તેમ છે !
કોરોનાનો કહેર વધી રહ્યો છે. અને બીજી તરફ વરસાદની આગાહીઓ પણ હતી. તેથી આઈ.પી.એલ.ની ફાયનલમાં વરસાદનું વિઘ્ન નડશે, અથવા કોરોનાની કોઈ કડક ગાઈડલાઈન્સ આવશે, તો શું થશે ? તેવી એકાદ અઠવાડિયાથી જે ચિન્તાઓ અને આશંકાઓ વ્યક્ત થઈ રહી હતી, તેનો અંત આવ્યો અને દેશભક્તિના ગીતના રંગારંગ કાર્યક્રમ પછી ફાયનલ પણ રમાઈ ગઈ અને આર.સી.બી.નું સપનું સિદ્ધ થઈ ગયું, જ્યારે પંજાબ કિંગ્સનું સપનું રોળાઈ ગયું.
ઓપરેશન સિંદૂરના કારણે અત્યારે દેશમાં દેશભક્તિનો માહોલ છવાયો છે અને બી.સી.સી.આઈ.એ પણ દેશની રક્ષા માટે ઘરબાર છોડીને સરહદે તૈનાત જવાનો, તેના પરિવારો અને દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે તૈનાત તમામ સુરક્ષાદળોના જવાનો તથા શહીદો અને તેના પરિવારજનોને ગીત-સંગીત અને શબ્દોના માધ્યમથી જે રીતે ગરિમામય શ્રદ્ધાંજલિ આપી, તેના કારણે અમદાવાદમાં આ વર્ષે રમાયેલી આઈ.પી.એલ.ની ફાયનલ મેચ પણ યાદગાર બની ગઈ છે. જે લોકોને ક્રિકેટમાં રસ ન હોય, કે બહુ વ્યસ્ત રહેતા હોય તેવા લોકોએ પણ ગઈકાલની આઈ.પી.એલ. ફાયનલનું જીવંત પ્રસારણ નિહાળ્યું. તે આપણા દેશની જનતામાં ધબકતી અને પનપતી દેશદાઝ અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરે છે.
આઈ.પી.એલ.ની સિઝન પૂરી થઈ ગઈ અને મજા માણી લીધી, હવે આવી રહેલા ચોમાસા તથા વકરી રહેલા કોરોનાને લક્ષ્યમાં લઈને માત્ર તંત્રોએ જ નહીં, લોકોએ પણ સતર્ક થઈ જવાની જરૂર છે. જો હજુ વધુ સંક્રમણ ફેલાય, તો એવા સરકારી કાર્યક્રમોને ટાળવાની જરૂર છે, જેમાં વધુ લોકો એકત્રિત થતા હોય. ખાસ કરીને જે વિસ્તારોમાં સંક્રમણ વધુ ફેલાય, ત્યાં તો રેલીઓ, સભાઓ, યાત્રાઓ, પ્રદર્શનો અને કાર્યક્રમો ટાળવા જ જોઈએ. જો રાજનેતાઓ અન સરકારીતંત્રો જ કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં જનમેદની એકઠી કરતા રહેશે, તો સામાન્ય જનતાને ગાઈડ લાઈન્સ આપવાનો મતલબ જ નહીં રહે. જો કે, હજુ આપણે ત્યાં કોરોનાનો પ્રકોપ એટલો બધો ગંભીર બની રહ્યો નથી, પરંતુ વિકટ પરિસ્થિતિને ટાળવા વહેલાસર જાગી જવું પણ જરૂરી હોય છે.
જામનગરમાં તો ડેન્ટલ કોલેજના ચાર સ્ટુડન્ટ્સને એક સાથે કોરોના થતા તેઓની સારવાર કરાઈ અને આઈસોલેટ કરાયા, અને નગરમાં ગઈકાલ સુધીમાં વીસથી વધુ લોકો કોરોનાની ઝપટે ચડ્યા, તે અહેવાલો પછી તંત્રે ડોર-ટુ-ડોર સર્વેક્ષણ કરવાની જરૂર પણ જણાવાઈ રહી છે, કારણ કે આ વખતે કોરોના જેવા લક્ષણો દેખાવા છતાં ઘણાં લોકો તેનો લેબ ટેસ્ટ કરાવી રહ્યા નહીં હોય અને તે કારણે સંક્રમણ ગૂપચૂપ ફેલાઈ રહ્યું હશે. કમ-સે-કમ મેડિકલ ટીમો તથા કોરોનાકાળની જેમ ધન્વન્તરિ રથો સતત મોકલીને કોરોનાના શંકાસ્પદ કેસો શોધવામાં આવશે, તો આ ધીમી ગતિએ ગૂપચૂપ ફેલાતું સંક્રમણ વધુ પ્રસરતુ અટકાવી શકાશે, તેવા અભિપ્રાયોને અવગણવા જેવા નથી.
આગામી વરસાદની સિઝન અને કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને રાખીને માત્ર વીડિયો કોન્ફરન્સો, મિટિંગો અને સમીક્ષાઓ કરીને જ નહીં ચાલે, પરંતુ જરૂરી કાર્યવાહી અને પ્રક્રિયા થતી જમીન પર પણ દેખાવી જોઈએ. વાતોના વડા કરવા કે લોકોને માત્ર સલાહો કે માર્ગદર્શિકા આપતા રહેવાના બદલે તંત્રોએ નક્કર કામ પણ કરવું પડશે. મુખ્યમંત્રી કે કોઈ વી.આઈ.પી. આવવાના હોય, તેની વ્યવસ્થાઓમાં વ્યસ્ત તંત્રોએ પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને પણ પ્રાયોરિટી નક્કી કરવી જોઈએ. અને જરૂર પડ્યે મોટા મેળાવડા કે જનમેદનીઓના આયોજનો ટાળવા જોઈએ, તેમ નથી લાગતું ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે ભારતીય શેરબજારમાં પ્રારંભિક પીછેહઠ પછી પણ ડોલર સામે રૂપિયો મજબૂત જણાયો અને સોનાના ભાવોમાં તેજીના કારણે સ્થાનિક અને વૈશ્વિક આશાવાદ જાગ્યો હતો અને વૈશ્વિક અનિશ્ચતતાઓ વચ્ચે પણ ભારતીય રિઝર્વબેંક દ્વારા રેપોરેટમાં ઘટાડો થવાના સંકેતોના કારણે હકારાત્મક સંભાવનાઓની અપેક્ષાઓ જાગી હતી. બીજી તરફ ટ્રમ્પ ટેરિફ તથા ચીન દ્વારા કેટલીક વસ્તુઓની નિકાસબંધીના કારણે વૈશ્વિક માર્કેટની અનિશ્ચતતાઓની અસરો પણ સ્થાનિક માર્કેટો તથા આર્થિક પ્રવાહો પર પડી રહી છે. આ ઉતાર-ચઢાવની પરિસ્થિતિ વચ્ચે ભારતીય ઈકોનોમિની પ્રગતિ અને સિક્કાની બીજી બાજુની ચર્ચાના સંદર્ભે એક આંતરરાષ્ટ્રીયકક્ષાનો રિપોર્ટ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
એક તરફ કેન્દ્ર સરકારે ખાદ્યતેલો પરની આયાત ડ્યુટીમાં ૧૦%નો ઘટાડો કરવાનો નિર્ણય જાહેર કર્યા પછી દસ-પંદર દિવસમાં ખાદ્યતેલોના રિટેલ ભાવોમાં પાંચ-સાત ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે, જ્યારે યુક્રેને રિશયા પર કરેલા તાજા ભયાનક ડ્રોન હૂમલા પછી વકરેલી સ્થિતિમાં ક્રુડના ભાવો ઉંચકાશે, તેવી સંભાવનાની અસરો ઈંધણના ભાવો પર પડશે, જેની વ્યાપક અસરો અન્ય ચીજવસ્તુઓની કિંમતો પર પણ થશે, તેવી આશંકાઓ ઊભી થઈ રહી છે.
ભારત વિશ્વની ચોથી ઈકોનોમી બની હોવાનું ગૌરવ લેવાયા પછી જાપાન સાથે લગભગ સમકક્ષ અર્થવ્યવસ્થાની ચર્ચા વૈશ્વિક કક્ષાએ થઈ રહી છે, ત્યારે ભારતની ઈકોનોમિક પ્રોસેસ તથા ઝળહળતી સફળતાના દાવાઓના સિક્કાની બીજી બાજુ પણ એક વૈશ્વિક રિપોર્ટને ટાંકીને વર્ણવાઈ રહી છે.
જો કે, એ રિપોર્ટ ક્લાઈમેટ ચેઈન્જ, ગ્લોબલ વોર્મિંગ તથા તેની વિશ્વના જનજીવન પર થતી અસરોને સાંકળતા સર્વેક્ષણોના તારણો પર આધારિત છે, પરંતુ તે રિપોર્ટ ભારતીય અર્થવ્યવસ્થાની ઝડપી પ્રગતિની સિક્કાની બીજી બાજુ પણ ઉજાગર કરે છે.
મીડિયા અહેવાલો મુજબ ડિસેમ્બર ૨૦૨૪ થી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી યેલ-સીવોટર દ્વારા ક્લાઈમેટ ચેઈન્જ એટલે કે આબોહવા પરિવર્તનની અસરો હેઠળ ઊભી થતી દુષ્કાળ, અછત-અર્ધઅછત જેવી પરિસ્થિતિના કારણે ખોરાકની સ્કેરસિટી તથા ભૂખમરામાં થતો વધારો માપવા અન તેની ગંભીરતા દર્શાવવા આ સર્વે કરાવ્યો અને તેનો રિપોર્ટ જાહેર કર્યો હોવાના અભિપ્રાયો વચ્ચે આ રિપોર્ટ આજે ભારતના સંદર્ભમાં ચર્ચા, સંશોધન અને વિશ્લેષણનો વિષય બની ગયો છે.
આ રિપોર્ટ મુજબ વર્ષ-૨૦૨૪નું વર્ષ ભારત માટે ગરમ રહ્યું હતું અને તાપમાન સામાન્ય કરતા ૦.૬૫% વધુ રહ્યું હતું, જેનો સામનો ૭૧% ભારતીયોએ કર્યો હતો. આ રિપોર્ટમાં એવો ચોંકાવનારો ખુલાસો પણ થયો છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે ખોરાકની અછત અને દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો ભારતીયોને પણ કરવો પડ્યો હતો અને ૩૮% જેટલા ભારતીયો ભૂખમરાનો ભોગ બન્યા હતા.
આ રિપોર્ટને ટાંકીને થઈ રહેલા વિશ્લેષણો મુજબ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેઈન્જની માઠી અસરો માત્ર ખોરાક પર જ નહીં, સાર્વત્રિક રહી હતી. ગ્લોબલ વોર્મિંગના કારણે ભારતની પોણા ભાગની વસતિ એટલે કે લગભગ ૧૦૦ કરોડ લોકો શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પોષક આહારની અછતથી પીડાઈ રહ્યા છે. જે પૈકી ૮૦ કરોડ લોકોને સરકાર દ્વારા નિયમિત રાશન અપાઈ રહ્યું છે. ખેતીવાડીમાં જંતુપ્રકોપ તથા ખેતીપાકોમાં રોગોનો સીધો પ્રભાવ ૬૦% વસતિ પર પડ્યો હતો, જેની માઠી અસરો વધુ વ્યાપક બની હતી. તાપમાન વધતા ગરમીના પ્રકોપનો ભોગ ૭૧% ભારતીયો થયા હતા. વીજળીના ધાંધીયાથી ૫૯% લોકો પરેશાન થયા હતા. પ્રદૂષિત પાણીન પરેશાની ૫૩% ભારતીયોએ ભોગવી હતી. વાયુ પ્રદૂષણનો ભોગ ૫૨% ભારતીયો બન્યા હતા.
બીજી તરફ વર્લ્ડ બેંકને ટાંકીને થઈ રહેલી ચર્ચા મુજબ ભારતે વર્ષ ૨૦૨૩ સુધીમાં અત્યંત ગરીબીમાં ૩.૪% નો ઘટાડો કર્યો હતો, જ્યારે આ તાજા ચર્ચાસ્પદ સર્વેક્ષણ મુજબ ભારતમાં ભૂખમરાની સ્થિતિ સર્જાવા ઉપરાંત ખેતીવાડીમાં જંતુઓના આક્રમણ તથા કૃષિ પાકના રોગોથી બીમારીઓનું પ્રમાણ પણ વધ્યું હતું. જે લોકો ગરીબીની રેખાથી થોડા ઉપર આવ્યા છે, તેઓને પણ હજુ પૂરતું (પેટભર) ભોજન નહીં મળતું હોવાથી ૮૦ કરોડ લોકોને નિઃશુલ્ક રાશન આપવું પડી રહ્યું છે, જે સ્થિતિની વિષમતા અને ગંભીરતા દર્શાવે છે.
જો કે, ભારતમાં ક્લાઈમેટ ચેઈન્જનો અલગ સરકારી વિભાગ હોવા છતાં હજુ ૩૦%થી વધુ ભારતીયો આ અંગે કાંઈપણ જાણતા નથી., પરંતુ કાર્બન ઉત્સર્જનમાં ભારત સરકારની પોલિસીને અડધાથી વધુ ભારતીયો સમર્થન આપે છે.
પર્યાવરણ ક્ષેત્રે દેશમાં જાગૃતિ વધી રહી છે અને ૯૩% લોકો પર્યાવરણ બચાવવા માટે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ અને પર્યાવરણને અનુકૂળ પ્રતિમાઓનું નિર્માણ અને વિસર્જન, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા જેવા પગલાંઓને સમર્થન આપે છે, તે ઉપરાંત ઈલેકટ્રીક વાહનોનો ઉપયોગ વધારવા, પાણીનો બગાડ અટકાવવા, ઊર્જાબચત તથા બિનપરંપરાગત ઊર્જાનો ઉપયોગ વધારવા જેવા તમામ કદમને મોટા ભાગના ભારતીયો સમર્થન આપે છે. વર્ષ ૨૦૧૫ના પેરિસ એન્જીમેન્ટને પણ ૭૦%થી વધુ ભારતીયોનું સમર્થન છે.
જરૂર છે આ પ્રકારના સર્વેક્ષણો દરમ્યાન આપેલા સમર્થનને વળગી રહીને આપણા પરિવાર, સમાજ તથા રહેણાંક-વ્યવસાય કે અન્ય પ્રવૃત્તિઓના સ્થળે તેનો ચૂસ્ત અમલ કરવાનો !
ભારત ભલે હજુ ત્રીજી અર્થવ્યવસ્થા બની જાય, અને આપણે તેનું ગૌરવ પણ લઈએ, પરંતુ ગરીબી અને ભૂખમરાનું અસ્તિત્વ રહે, ત્યાં સુધી એ સિદ્ધિ અધુરી જ ગણાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દેશના સી.ડી.એસ. જનલર ચૌહાણે ઓપરેશન સિંદૂર દરમ્યાન ભારતની કયાં ભૂલ થઈ, કયાં સુધારો કર્યો અને કેટલું નુકસાન થયું, તે અંગે વિદેશની ધરતી પરથી કરેલા એક નિવેદનના કારણે દેશભરમાં વિવાદનો વંટોળીયો ઊભો થયો છે અને આ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તે અંગે સવાલો પૂછ્યા, તો ભાજપના તમતમી ઉઠેલા નેતાઓએ ખડગે સામે નિવેદનબાજી શરૂ કરી અને તેની સામે કોંગ્રેસના નેતાઓની ફોજ પણ મેદાનમાં આવી, અને અત્યારે દેશમાં આ મુદ્દે થઈ રહેલી ગરમાગરમ ચર્ચાએ દેશ-વિદેશમાં ભારે ચર્ચા જગાવી છે.
એક તરફ ભારતના વિપક્ષી નેતાઓ તથા શાસકપક્ષના નેતાઓ વિવિધ દેશોમાં ફરી ફરીને પાકિસ્તાનનો નકાબ ચીરીને વાસ્તવિકતા વર્ણવી રહ્યા છે તો, બીજી તરફ એક વખત ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાનને વ્યાપાર (ટ્રેડ)ની ચિમકી આપીને પોતે યુદ્ધ અટકાવી દીધું હોવાની વાત કરી છે, તેથી દેશમાં ભ્રમ, ગેરસમજ અને ગુંચવણભર્યો માહોલ ઊભો થઈ રહ્યો છે, ત્યારે સરકાર હજુ ઓપરેશન સિંદૂર હજુ ખતમ થયું નથી, તેથી અધવચ્ચેથી કેટલીક સિક્રેટ માહિતી સાર્વજનિક ન કરી શકાય, તેથી સંસદના વિશેષ સત્રની જરૂર નથી, તેવું જણાવી રહી છે ત્યારે વિપક્ષના કેટલાક નેતાઓ કહે છે કે એવું હોય તો વિપક્ષો સાથે બંધ બારણે બેઠક યોજીને વાસ્તવિક વિગતો પૂરી પાડીને સરકાર સ્થિતિ સ્પષ્ટ કરે એ જરૂરી છે, કારણ કે જો દેશમાં જ અવિશ્વાસ અને અનિશ્ચિતતાનો માહોલ ઊભો થશે, તો દુશ્મન (પાકિસ્તાન)નો મુકાબલો કરવો અઘરો પડશે, અને દેશની જનતામાં પણ ખોટો સંદેશ જશે, જે દેશની એકતા, અખંડિતતા અને સૌહાર્દ માટે ઠીક નહીં ગણાય.
એવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે દેશની પોલિટિકલ નેતાગીરી અને ભારતીય સેના વચ્ચે બધું બરાબર જણાતું નથી. થોડા સમય પહેલા એરચીફે દેશના સંરક્ષણ સોદાઓમાં સમયબદ્ધતા જળવાતી નથી, તેવી વાત કરી, તો દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ દ્વારા જો એવું સ્વીકારાયું હોય કે ઓપરેશન સિંદૂર દરમ્યાન ભારતને પણ નુકસાન થયું હતું, જ્યારે કેન્દ્ર સરકાર કે સંરક્ષણ મંત્રાલય તરફથી આ પ્રકારની કંઈ જ વાત થઈ નથી, પૃષ્ટિ પણ થતી નથી, તેથી લોકોને એવું લાગે છે કે કાંઈક તો રંધાઈ રહ્યું છે. બીજી તરફ સરકારની ચૂપકીદી વચ્ચે ભાજપના પ્રવક્તાઓ સવાલો ઉઠાવનારને સામે જ સવાલોની ઝડી વરસાવીને તેઓને રાષ્ટ્રવિરોધી ઠરાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના પ્રતિ આક્ષેપો પણ થઈ રહ્યા છે.
આ તમામ ઘટનાક્રમોના કારણે દેશમાં જે આશંકાઓ, અવિશ્વાસ તથા ગુંચવણ ઊભી થઈ રહી છે, તે કોઈ પણ રીતે દેશ હિતમાં નથી. માત્ર વિદેશ મંત્રાલયના પ્રવક્તાઓ અને સેનાના પ્રવકતાઓ દ્વારા યોજાતી પ્રેસકોન્ફરન્સમાં રજૂ થતી વિગતો પછી પણ સરકારકક્ષાએ જે સવાલો ઉઠતા હોય, તેનું સમાધાન કરવા કમ-સે-કમ કેન્દ્ર સરકારે તત્કાળ સર્વપક્ષીય બેઠક યોજીને પબ્લિક (જાહેર) નહીં કરવાની શરતે વાસ્તવિકતાઓ રજૂ કરીને વિપક્ષોને પણ વિશ્વાસમાં લેવા જોઈએ, તેવો તટસ્થ અભિપ્રાય પણ વિદેશનીતિના જાણકારો તથા યુદ્ધક્ષેત્રના તજજ્ઞો દ્વારા વ્યક્ત થઈ રહ્યો છે, જે કેન્દ્ર સરકારે લક્ષ્યમાં લેવો જ જોઈએ.
કોઈ પણ પ્રકારનું યુદ્ધ થાય, તો તેમાં બન્ને પક્ષે થોડા-ઘણાં અંશે પક્ષે ખુવારી તો થતી જ હોય છે અને દુશ્મનને તબાહ કરી દીધા પછી તેની વિગતોની સાથે આપણે ભલે થોડી નુકસાની થઈ હોય તો તે પણ વર્ણવવી જોઈએ, તેવા મંતવ્યો આવી રહ્યા છે.
કારગીલ યુદ્ધમાં બન્ને પક્ષે થયેલી ખુવારી તથા થયેલ કાર્યવાહી અંગે એક સમિતિ વાજપેયી સરકારે રચી હતી, તેવી જ કોઈ સમિતિ મોદી સરકાર દ્વારા રચાય અને તમામ વાસ્તવિક જાણકારીઓ એકઠી કરીને પારદર્શક રીતે જાહેર થાય, તેવી માગણી પણ ઊભી થવા લાગી છે. જો કે, કારગીલ યુદ્ધ પૂરૃં થઈ ગયું અને યુદ્ધવિરામ થઈ ગયું તે પછી તે સમિતિની રચના થઈ હતી અને લગભગ પાંચેક મહિના પછી તેનો રિપોર્ટ રજૂ થયો હતો, જયારે ઓપરેશન સિંદૂર હજુ પૂરૃં થયું નથી, તે પછી જ આ પ્રકારની સમિતિ રચી શકાય, તે પણ હકીકત છે.
ઓપરેશન સિંદૂર ચાલુ હોય અને હાલ તુરંત કોઈ સમિતિ રચવી કે પછી સંસદનું વિશેષ સત્ર બોલાવવું યોગ્ય નહીં ગણાય, તેવી દલીલ સામે સર્વપક્ષીય બેઠક બોલાવીને અને કેટલીક ગુપ્ત બાબતો તેના ધ્યાને મૂકીને વિપક્ષોને પણ સરકાર વિશ્વાસમાં લ્યે અને એકજૂથતા તથા મક્કમતાનો દુશ્મન દેશને સંદેશ મળે, તે અભિપ્રાયને સર્વાધિક સમર્થન મળી રહ્યું છે.
દુશ્મનને કયારેય અન્ડરએસ્ટિમેટ ન ગણવો જોઈએ એટલે કે નબળો ન ગણવો જોઈએ, તેવી જે માન્યતા છે, તેને સમર્થન મળે, તેમ યુક્રેને રશિયાના એરસ્પેસ પર હૂમલો કરીને ૪૦ જેટલા યુદ્ધવિમાનોને તબાહ કર્યા હોય, ત્યારે ભારતે પણ પાકિસ્તાનને અન્ડરએસ્ટિમેટ ન કરવું જોઈએ અને જે કદમ ઉઠાવાય, તે પૂરેપૂરી કાળજી અને ગણતરીઓ પૂર્વક જ ઉઠાવવું જોઈએ તેવો લોકમત પણ ઘડાઈ રહ્યો છે, અને પાક. જેવા દુશ્મનના મુદ્દે રાજકીય એકજૂથતા વધુ મજબૂત થવી જોઈએ, અને તે માટે કેન્દ્ર સરકારે પહેલ કરવી જોઈએ તેવી જનભાવનાઓ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આઈ.પી.એલ.માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સામે ગઈકાલે ગુજરાત ટાઈટન્સનો જે પરાજય થયો, તેમાં ગુજરાતની ટીમની નબળી ફિલ્ડીંગ, ઉતાવળીયા નિર્ણયો અને ખુદ કેપ્ટનની બેટિંગમાં ખરા સમયે જ વિફળતા જેવા કારણો જવાબદાર છે. કાંઈક એવું જ આપણા દેશના અર્થતંત્રને લઈને પણ ચર્ચાઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા ભારત વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા બની ગઈ હોવાનું ધૂમ-ધડાકા સાથે જાહેર કરવામાં આવ્યું હતું, અને હવે દેશ ત્રીજી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યો હોવાની ગણતરીઓ પણ મંડાવા લાગી હતી, ત્યાં એન.એસ.ઓ. દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫નો અકંદરે જી.ડી.પી. છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછો રહ્યો હોવાનું જાહેર કરાતા મોટા મોટા દાવાઓની હવા નીકળી ગઈ હોવાની ટીકા-ટીપ્પણીઓ પણ થવા લાગી છે, અને આ મુદ્દો પકડીને વિપક્ષના નેતાઓ મોદી સરકાર પર તૂટી પડ્યા છે, જ્યારે અર્થશાસ્ત્રીઓમાં પણ એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે જાપાનથી થોડુંક આગળ નીકળતા જ ભારતે ભલે વિશ્વની ચોથા ક્રમની અર્થવ્યવસ્થાની સિદ્ધિ મેળવી લીધી હોય, પરંતુ કદાચ તેની જાહેરાત કરવામાં ઉતાવળ થઈ ગઈ હોય, તેમ જણાય છે.
એન.એસ.ઓ. એટલે કે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના વર્ષ ૨૦૨૪-૨૫ના આંકડાઓ મુજબ વર્ષ ૨૦૨૪-૨૫ના ચાર ક્વાર્ટર્સ (ત્રિમાસિક સમયગાળાઓ) નો સરેરાશ જી.ડી.પી. ૬.૫% રહ્યો છે. જો કે, વર્ષ ૨૦૨૪-૨૫ના અંતિમ ક્વાર્ટરમાં જી.ડી.પી. ગ્રોથ ૭.૪% રહ્યો હોવાથી હવે ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં શું થાય છે, તેના આધારે જ અર્થતંત્રની ગતિ અને પ્રગતિ નક્કી થઈ શકશે.
ગયા નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ ક્વાર્ટર્સમાં જી.ડી.પી. ગ્રોથ ૬ થી ૬.૫%ની વચ્ચે રહ્યો, પરંતુ અંતિમ ક્વાર્ટરમાં ૭.૪% રહ્યો, જે વર્ષ ૨૦૨૩-૨૪ના સમાન (અંતિમ) ક્વાર્ટરમાં ૮.૪% રહ્યો હતો. આ તફાવત પણ વાતોના વડા અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર દર્શાવે છે.
જો કે, વર્ષ ૨૦૨૪-૨૫ના અંતિમ ક્વાર્ટરમાં વિવિધ સેક્ટરોમાં નવો આશાવાદ પણ ઊભો થયો છે. બાંધકામ સેક્ટરમાં આ ક્વાર્ટરમાં ૧૧%ની નજીક જી.ડી.પી. ગ્રોથ રહ્યો, પરંતુ, મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં ૫%એ પણ પહોંચ્યો નહીં. તે ઉપરાંત કૃષિક્ષેત્રે ૫.૪%, ફાયનાન્સિયલ, રિયલ એસ્ટેટના ક્ષેત્રે લગભગ ૮% અને ડિફેન્સ સેક્ટરમાં ૯%ની નજીકનો ગ્રોથ જોતા વર્ષ ૨૦૨૫-૨૬માં કેટલાક સેક્ટરોમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે, જ્યારે કેટલાક સેકટરમાં આશાવાદી સંકેતો જણાય છે.
દેશ અને દુનિયાના અર્થતંત્રોને કોરોનાની મહામારીએ વેરવિખેર કરી નાખ્યા હતા, અને તે સમયે ભારતીય જી.ડી.પી. પણ પછડાયો હતો, પરંતુ વર્ષ ૨૦૨૧માં રિકવરી સાથે ૯.૭% જી.ડી.પી. નોધાયો હતો. જો કે, વૈશ્વિક અર્થતંત્રોમાં જેમ જેમ રિકવરી આવતી ગઈ, તેમ તેમ આભાસી ઉછાળો સમવા લાગ્યો હતો. વર્ષ ૨૦૨૨માં ભારતનો જી.ડી.પી. ગ્રોથ ૭% તથા વર્ષ ૨૦૨૩માં ૮%થી વધુ રહ્યો હતો, પરંતુ હવે વર્ષ ૨૦૨૪માં ૬.૫% જ નોંધાયો છે, જેના કારણોનું વિશ્લેષણ થઈ રહ્યું છે, અને ભારતીય અર્થતંત્ર આજની તારીખે વિશ્વના ચોથા ક્રમે છે કે પુનઃ પાંચમા ક્રમે ધકેલાયું છે, તેના વાદ-વિવાદ વચ્ચે આ મુદ્દે કેન્દ્રસરકારના જ એન.સી.ઓ.ના આંકડાઓને ટાંકીને જે ચર્ચા થઈ રહી છે, અને તેથી જે કન્ફ્યુઝન ઊભું થયું છે, તેનો જવાબ કદાચ કેન્દ્રીય નાણામંત્રાલય કે ખુદ નાણામંત્રી આપશે, તેવા સંકેતો પણ મળી આવ્યા છે. જો આ મુદ્દે સરકાર ચૂપકીદી સેવશે તો કાંઈક તો કાચુ કપાઈ ગયું છે, તેવી આશંકા વધુ દૃઢ બનશે. આ મુદ્દે કેટલાક અર્થશાસ્ત્રીઓ પણ સવાલો ઊભા કરી રહ્યા છે.
એવું માની લઈએ કે વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા ભારત બની જ ગયું છે, તો પણ તેનો ફાયદો દેશની સામાન્ય જનતાને કેટલો થયો ? શું ઈકોનોમીની આ સફળતાથી ગરીબ-મધ્યમવર્ગને સીધો કે આડકતરો કોઈ ફાયદો થાય છે કે પછી અમીરો વધુ અમીર બની રહ્યા છે ? વિકસતિ અર્થવ્યવસ્થાનો મહત્તમ ફાયદો ધનિકો ઉઠાવી રહ્યા છે, તે પ્રકારના સવાલો ટીવી ડિબેટીંગ (ચર્ચા) દરમ્યાન પણ ઉઠી રહ્યા છે, ત્યારે આ મુદ્ે કેન્દ્રસરકારની ચૂપકીદી રાજકીય રીતે પણ ભવિષ્યમાં એન.ડી.એ. ને ભારે પડી શકે છે.
એક અભિપ્રાય એવો પણ છે કે અર્થવ્યવસ્થાના આધારે નહીં, પરંતુ દેશના નાગરિકોની સરેરાશ માથાદીઠ આવક અને દેશની સામૂહિક આવકની કેટલી હિસ્સેદારી ગરીબો-મધ્યમવર્ગની હોય છે, અને કેટલી હિસ્સેદારી ધનિક વર્ગની હોય છે, તેના આધારે દેશની આર્થિક સદ્ધરતા તથા સામૂહિક સુખાકારી માપવી જોઈએ. કેટલાક વિશ્લેષકોના દાવા મુજબ દેશની આર્થિક પ્રગતિ અને એકંદરે કમાણી (આવક) નો ૭૦% હિસ્સો ધનિકો, કોર્પોરેટ સેક્ટર્સ અને જાયન્ટ કંપનીઓ લઈ જાય છે.
બીજી તરફ એવી દલીલ પણ થઈ રહી છે કે ઔદ્યોગિક, વ્યાવસાયિક અને પેઈડ સેવાઓ સહિતના તમામ સેકટર્સમાં થતી પ્રગતિના કારણે જ રોજગારવૃદ્ધિ, વ્યાપારવૃદ્ધિ, અને વિકાસ-લોકકલ્યાણના કામોને ગતિ મળતી હોય છે, જે જન-સામાન્યના જીવનધોરણને ઊંચુ લાવવાની સાથેસાથે સામૂહિક સદ્ધરતામાં પણ વૃદ્ધિ કરે છે.
ઈકોનોમિસ્ટો અને પોલિટિશિયનોની ભાષામાં સામાન્ય જનતાને બહુ સમજ પડતી હોતી નથી, પરંતુ એટલું જરૂર કરી શકાય કે દેશનું અર્થતંત્ર વિકસે અને દેશ મજબૂત હોય, તો જ દુનિયા પણ સન્માન આપતી હોય છે, અન્યથા પાકિસ્તાન ના પી.એમ.ની જેમ વિદેશમાં પગરખા ઉતારીને પોતાના "સમકક્ષ" ને મળવાની નોબત પણ આવતી હોય છે. જો કે, અર્થતંત્રનો મહત્તમ વિકાસ જો ધનિકોને જ ફાયદો કરાવે, અને ગરીબ-મધ્યમવર્ગ જયાં હોય ત્યાં ને ત્યાં જ રહે, તો તેવી પ્રગતિ શું કામની ? જોઈએ...હવે કેન્દ્રસરકાર આ મુદ્ે શું કહે છે અથવા શું કરે છે તે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
હાલાસ સહિત ગુજરાતમાં એક તરફ ગ્રામપંચાયતની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થયો છે, તો બીજી તરફ કડી અને વિસાવદરમાં હાલ તુરંત ગ્રામપંચાયતની ચૂંટણીઓ નહીં થાય, કારણ કે ત્યાં વિધાનસભાની ખાલી બેઠકોની પેટા ચૂંટણી યોજાનાર હોવાથી સ્ટાફ તેમાં રોકાયેલો હોવાનું કહેવામાં આવ્યું છે. આ સમાચાર આવ્યા પછી એવો વ્યંગ પણ થવા લાગ્યો કે જો માત્ર બે વિધાનસભાની પેટા ચૂંટણીઓની સાથે-સાથે તે વિસ્તારની ગ્રામપંચાયતની ચૂંટણીઓ યોજવાની વ્યવસ્થા ન ગોઠવી શકાતી હોય, ત્યાં "વન નેશન, વન ઈલેકશન"ના અભિગમ હેઠળ દેશની લોકસભા સાથે તમામ વિધાનસભાઓની ચૂંટણી યોજવાનું કેમ ગોઠવાય ?
જો કે, ગ્રામપંચાયતની ચૂંટણીઓ બેલેટ પેપરથી થાય અને વિધાનસભાની ચૂંટણીઓ ઈવીએમથી થતી હોવાથી તથા આ ચૂંટણીઓનું આયોજન રાજયનું ચૂંટણીપંચ દ્વારા થતું હોવાથી આવું થયું હશે, પરંતુ વિધાનસભાની પેટાચૂંટણી યોજતા, કેન્દ્રીય ચૂંટણીતંત્રો અને રાજયના ચૂંટણીપંચ વચ્ચેના સંકલન અંગે પણ સ્વાભાવિક રીતે જ સવાલો ઉઠે છે.
જામનગર જિલ્લામાં ૨૬૬ ગ્રામપંચાયતોમાં જનરલ અને ૬૧ ગ્રામપંચાયતોમાં પેટા ચૂંટણી યોજાવાની છે, અને તેની તૈયારીમાં તંત્ર લાગી ગયું છે. તેવી જ રીતે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ગ્રામપંચાયતની ચૂંટણીઓ તથા બે વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણીના માહોલ વચ્ચે ચોમાસાની સિઝન હોવાથી ખેડૂતો તથા ખેતી સાથે સંકળાયેલા મતદારોને મતદાન કેન્દ્રો સુધી લાવવાનો પડકાર ઉમેદવારોને રહેશે, જ્યારે વરસાદી માહોલમાં વધુમાં વધુ મતદાન કરાવવાનો પડકાર તંત્રો માટે તથા રાજ્ય ચૂંટણીપંચ માટે પણ રહેવાનો જ છે. જો કે, વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણી ને પણ આ જ પડકારોનો સામનો કરવો પડી શકે છે.
ચૂંટણીતંત્રોએ ચોમાસાને ધ્યાને લઈને કેટલીક વિશેષ વ્યવસ્થાઓ પણ કરવી પડે તેમ છે. મતદાનના દિવસે જ વરસાદ ચાલુ હોય તો પણ મતદાનમાં વિક્ષેપ ન પડે, વીજપુરવઠો ખોરવાય, તેવા સંજોગોમાં અંધારિયા ખંડોમાં મતદાનબૂથ હોય તો ત્યાં પ્રકાશની વ્યવસ્થા કરવી, જ્યાં મતદાન કેન્દ્રો ઊભા કરાય છે ત્યાંની છતમાં ચુવાક થતો હોય કે એવી સ્કૂલો, કે જ્યાં વરસાદ પડતા જ કાદવ-કીચડનું સામ્રાજ્ય પ્રસરી જતું હોય, તેનો સર્વે કરીને જરૂરી વ્યવસ્થાઓ કરવી પડે તેમ છે, અને ખાસ કરીને મતદારોની લાઈનો લાગે, તે સમયે જ વરસાદ પડતો હોય, તો તેની સામે રક્ષણ મળી શકે, તેવી વ્યવસ્થા પણ પહેલેથી જ વિચારી લેવી પડે.
જો કે, સ્થાનિક ચૂંટણીઓમાં ઉમેદવારો પણ જાગૃત હોય છે અને મતદારો પણ વરસતા વરસાદમાં છત્રી લઈને મતદાન કરવા પહોંચતા હોય, પરંતુ બે વિધાનસભાની પેટાચૂંટણી થવાની છે, ત્યાં જેવી વ્યવસ્થા થાય, તેવી વ્યવસ્થાઓ ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં પણ કરવી જ જોઈએ, કારણ કે કોઈ ચૂંટણી નાની કે મોટી હોતી નથી, અને દરેક ચૂંટણી માટે એ જ મતદારો એટલી જ સંખ્યામાં મતદાન કરતા હોય છે, તેથી આ તમામ પરિબળો તથા પડકારો અંગે તંત્રોએ પહેલેથી સર્વે કરાવીને જરૂરી વ્યવસ્થાઓ કરવી પડે તેમ છે, અને આ અંગે તંત્રોએ વિચાર્યું જ હશે, તેવી આશા રાખીએ.
ગ્રામપંચાયતની ચૂંટણીઓનું આ બાબતે મહત્ત્વ એટલા માટે વધી ગયું છે, કે આ ગ્રામપંચાયતોને કોઈ કારણે અઢી વર્ષ પછી જનપ્રતિનિધિત્વ મળવા જઈ રહ્યું છે. બીજી તરફ સરકાર ગામડાઓના ગુજરાતનું શહેરીકરણ કરવા લાગી હોય, તેવો આભાસ પણ લોકોને થઈ રહ્યો હોય તેમ જણાય છે. પહેલાં એવું કહેવાતું હતું કે, ગામડાઓમાં જ શહેરો જેવી સુવિધાઓ વધારીને લોકોને ગામડાંઓ છોડીને શહેરો તરફ દોટ લગાવતા અટકાવવાનો સરકારનો અભિગમ છે, પરંતુ હવે એવું કહેવામાં આવે છે કે શહેરીકરણ વધી રહ્યું છે, અને નાના-મોટા તમામ શહેરો ચોતરફ વિસ્તરી રહ્યા છે, ત્યારે શહેરોના મુક્ત વિકાસ તથા લોકસુવિધાઓનો વ્યાપ વધારવાની પણ જરૂર છે. તેથી હવે સરકારનો શહેરીકરણને પ્રોત્સાહન આપવાનો અભિગમ હોય તેમ જણાય છે. શહેરો અને ગામડાઓતો સમાન ધોરણે વિકાસ થાય, અને ગામડાઓને ભાંગતા અટકાવાય, તેવા ઉદ્દેશ્યો પણ એ માત્ર વાતો-દાવાઓમાં જ રહી ગયા હોય તેમ જણાય છે. આ મુદ્દો ગ્રામ પંચાયતોમાં પ્રચારનો વિષય બની શકે છે. એવો સંશય પણ ઊભો થઈ રહ્યો છે કે અર્બન વોટબેન્કને સાચવવા ગામડાઓનો ભોગ તો લેવાઈ રહ્યો નથી ને ?
એ પણ હકીકત છે કે બાપ-દાદાનું ગામ, ખેતીવાડી અને ગ્રામ્યકક્ષાના વ્યવસાયો છોડીને રાજીખુશી માટે તો ગામડાના બધા લોકો શહેરો તરફ દોડતા નથી, પરંતુ સંતાનોના અભ્યાસ, લગ્ન અને શિક્ષિત યુવાવર્ગની રોજગારી ઉપરાંત કેટલાક ગામડાઓમાં વકરેલી ગુંડાગીરી તથા અસામાજિક પ્રવૃત્તિઓનો વ્યાપ વધવા જેવા કારણોસર પણ લોકો ગામડાઓમાંથી શહેરોમાં વસવાટ કરવા પ્રેરાતા હોય છે, અને રિયલ એસ્ટેટ, ઈન્વેસ્ટમેન્ટ, ટ્રાન્સપોર્ટેશન, ટ્રાવેલ્સ તથા નાના-મધ્યમ ઉદ્યોગોમાં જોડાવા કે સંતાનોને ઉચ્ચ અભ્યાસ કરાવવા પણ ગામડાઓના લોકો શહેરોમાં વસવા લાગ્યા છે. આથી તમામ પાસાઓને ધ્યાને રાખીને સમતુલન બેસાડવાની જવાબદારી તો સરકારની જ ગણાય...પણ...?!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતમાં ગામડાઓ હોય કે શહેરો હોય, ગંદકી, રખડુ ઢોર, આવારા કૂતરા અને સેનિટેશનની સમસ્યા એક સરખી જ રહે છે. જામનગર સહિત રાજ્યના શહેરોમાં ઘણાં સ્વચ્છતા અભિયાનો યોજાયા, પરંતુ ગંદકી અને ફૂટપાથ તથા ટ્રાફિકને અવરોધતા હરતા-ફરતા દબાણોની સમસ્યા એવી ને એવી જ રહી છે, હવે જ્યારે ફ્લાય ઓવરબ્રિજની નીચે પબ્લિક પાર્કીંગનો પ્લાન ઘડાઈ રહ્યો છે, ત્યારે તેની સાથે-સાથે પબ્લિક સેનિટેશન (જાહેર શૌચાલયો) ની ખૂટતી વ્યવસ્થાઓ ઊભી કરવી જરૂરી છે, અને વર્તમાન ગંદી-ગોબરી અને સુગ ચડે તેવી વ્યવસ્થાઓની ધરમૂળથી સુધારણા કરવી પણ જરૂરી છે.
તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને સાંકળીને હાલાર સહિત રાજ્યમાં સફાઈ અભિયાનો યોજાયા. દ્વારકા બીચ પર યોજાયેલા સફાઈ અભિયાનમાં તો અધધધ...૬૦૦૦ કિલો પ્લાસ્ટિકનો કચરો એકત્રિત થયો અને તેનો અલગ રીતે નિકાલ કરવાનું આયોજન કરવાના અહેવાલો આવ્યા. અહીં સવાલ એ પણ ઊઠે છે કે શું કચરો નાખવા માટે બીચ પર ઠેર-ઠેર લીલા અને સુકા કચરા માટે અલગ-અલગ કચરાપેટીઓ (ડસ્ટબિન્સ) પૂરતા પ્રમાણમાં મુકવામા આવી હતી ખરી ? શું કચરો ડસ્ટબિનમાં જ નાખવા યાત્રિકોને સતત સૂચના અપાતી રહે તેવી કોઈ વ્યવસ્થા થઈ હતી ખરી ? દરિયાકાંઠે પર્યાવરણને નુકસાનરૂપ થાય, તે પ્રકારની બેદરકારી સામે કડવી દવા આપવી પડે અને દંડ ફટકારવાની તથા વસુલવાની વ્યવસ્થા કરવી પડે, તેવું કોઈ મિકેનિઝમ સ્થાનિક તંત્રો પાસે છે ખરૃં ?
દ્વારકામાં તો ગોમતીજી અને દરિયાના સતત ભરતી-ઓટ ધરાવતા પાણીમાં સ્નાન કરતા લોકો તણાઈ જાય કે ડૂબવા લાગે, ત્યારે તેને બચાવવા અદ્યતન બોટ તથા તરવૈયાઓની ત્રણ શીપમાં ટીમ સાથે રાઉન્ડ ધ ક્લોક વ્યવસ્થા ઊભી કરવાની જરૂર ઘણાં સમયથી જણાઈ રહી છે, પરંતુ માત્ર વોર્નિંગનું બોર્ડ મૂકીને તથા જરૂર પડે ત્યારે હડીયાપટ્ટી કરાવીને કામ ચલાવાઈ રહ્યું છે. વિકાસ સંકુલો પાછળ કરોડો રૂપિયા ખર્ચતી સરકાર અને તેના તાબાના તંત્રોએ માનવજિંદગીઓ બચાવવા માટે પણ કાયમી મિકેનિઝમ ઊભુ કરવું જ જોઈએ. આ પ્રકારની માનવજિંદગીઓ બચાવવાની વ્યવસ્થા પણ જ્યાં થતી ન હોય, ત્યાંથી હજારો કિલો કચરો દરિયાકાઠે કે નદીકાંઠેથી ભેગો થઈ જાય, તો તેમાં નવાઈ પામવા જેવું નહીં, પરંતુ પીડાદાયક છે. આ પીડા શાસન પ્રશાસન સમજશે અને લોકો પણ પ્લાસ્ટિકનો કચરો હોય કે બીજો કરચો હોય, તે ડસ્ટબિનમાં જ નાખવાની ટેવ રાખે, તે પણ અત્યંત જરૂરી છે.
આ વખતે ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં પણ ગંદકી અને સ્વ્ચ્છતા તથા માળખાકિય સુવિધાઓ, હેલ્થ ઉપરાંત સ્થાનિક માર્ગો અને વીજ-નિયમિતતા જેવા મુદ્દા પ્રચારના કેન્દ્રમાં રહેવાના છે. ગઈકાલે રાજ્યના ચૂંટણીપંચે રાજયની ૮૩૨૬ ગ્રામપંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેતા ગ્રામ્ય વિસ્તારો માટે આદર્શ આચારસંહિતા લાગુ પડી ગઈ છે. આ ચૂંટણીઓ માટે ૨૨મી જૂને બેલેટપેપર્સથી મતદાન થશે અને ૨૫મી જૂને પરિણામો આવી જશે. લગભગ અઢી વર્ષથી આ ગ્રામપંચાયતની ચૂંટણીઓ અટકી પડી હતી અને વહીવટદારોનું શાસન હતું. જો કે, ૮૩૨૬ ગ્રામપંચાયતો પૈકી ૪૬૮૮ પંચાયતોમાં પેટા ચૂંટણી છે, જયારે અન્ય ગામોમાં જનરલ ઈલેકશન છે.
ગઈકાલે ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર થઈ અને આચારસંહિતા લાગુ થઈ, ત્યારથી જ આગામી પૂર્વનિર્ધારિત શાળા પ્રવેશોત્સવને આચારસંહિતા લાગુ પડે છે કે નહીં, તેની ચર્ચા થવા લાગી હતી. શાળા પ્રવેશોત્સવમાં ગામડાઓમાં મંત્રી-મહોદયો, સાંસદો, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ, તાલુકા-જિલ્લાપંચાયતોના પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહેતા હોય છે. અને વિદ્યાર્થીઓને દાતાઓ દ્વારા અભ્યાસ કીટ ઉપરાંત સરકાર તરફથી પણ સ્કોલરશીપ સહિતની યોજનાના લાભો અપાતા હોય છે. આથી શાળા પ્રવેશોત્સવ અંગે સરકાર આજે શું નિર્ણય કરે છે, તેના પર સૌની મીટ મંડાયેલી જ હતી.
ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં રાજકીય પ્રત્યક્ષ રીતે ભાગ લેતા હોતા નથી અને સ્થાનિક સેવાનિષ્ઠ લોકો પેનલ બનાવતા હોય છે, તથા સરપંચની ચૂંટણી પણ લોકો દ્વારા થતી હોય છે, અને ઘણી ગ્રામપંચાયતો બિનહરિફ થતા "અમરસ" પણ જાહેર થતી હોય છે. જો કે, હવે ગ્રામપંચાયતની ચૂંટણીઓ રાજ્ય-કેન્દ્રના શાસકપક્ષ તથા વિપક્ષના પ્રભાવવાળી પેનલો ઊભી કરીને પરોક્ષ રીતે રાજકીય પક્ષો ઘુસી જતા હોય છે, પરંતુ કેટલાક ગામોમાં ત્રીજી તટસ્થ પેનલ પણ ઊભી થતા ત્રિપાંખિયો કે બહુપાંખિયો જંગ ખેલાતો હોય છે. જોઈએ, શું થાય છે તે ...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
વરસાદના આગમન, આગાહીઓ અને તોફાની પવનોના સુસવાટાઓ વચ્ચે દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, અને વર્ષ ૨૦૧૯-૨૦માં આ મહામારીની શરૂઆત પછી કેવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, અને તે પછી લોકડાઉન, ઉભરાતી હોસ્પિટલો, ઓક્સિજનની તંગીથી તરફડતા દર્દીઓ અને ટપોટપ થતાં મૃત્યુની બિહામણી યાદ તાજી થવા લાગી છે. આ પહેલા અચાનક લોકડાઉન લાગ્યું હતું, તે સમયે ઊભા થયેલા ભયના માહોલને યાદ કરીનેે આજે પણ લોકો ગભરાટ અનુભવી રહ્યા છે. તે સમયે પણ વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓના પ્રચાર પ્રસાર તથા મેળાવડાઓનો ધમધમાટ અને તે પછી અમેરિકામાં યોજાયેલા "હાઉડી મોદી"ના કાર્યક્રમને સાંકળીને ડોનાલ્ડ ટ્રમ્પ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચર્ચાઓ થતી હતી, જે અત્યારે અન્ય સ્વરૂપમાં થાય છે.
અત્યારે માત્ર ગુજરાત કે ભારત જ નહીં પરંતુ આખી દુનિયામાં ગભરાટ ફેલાયો છે. આ વખતે નવા લક્ષણોવાળો વાયરસ, તંત્રોની સજ્જતા, નવી વેક્સિનની ઉપલબ્ધિ, ઓક્સિજનની ઉપલબ્ધિ, હોસ્પિટલોની વ્યવસ્થાઓ, કેટલાક સ્થળે જીવલેણ બનતી બીમારી અને રોજ-બરોજના આંકડાઓને સાંકળીને જિલ્લાઓથી દેશની રાજધાની સુધી થઈ રહેલી ચર્ચાઓ-મિટિંગો તથા કોરોના વોરિયર્સની તૈયારીઓ જોતા એવું જણાય છે કે એક વખત ફરીથી ચોમાસું અને કોરોનાના પડકારને એક સાથે ઝીલવા આપણે બધાએ તૈયાર રહેવું પડશે.
એશિયાની સાઉથ કન્ટ્રીઝમાં કોરોનાના કેસો વધવા લાગ્યા છે, અને ભારતમાં તો એક અઠવાડીયામાં જ કોરોનાના કેસો એક હજારના આંકડાને ઓળંગીને ઝડપભેર વધવા લાગ્યા છે, તે ચિંતાજનક ગણાય.
અમેરિકાના સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્સન ડિપાર્ટમેન્ટના આંકડાઓ મુજબ અમેરિકામાં દર અઠવાડીયે પોણા ચારસો જેટલા લોકોનો ભોગ કોરોના લઈ રહ્યો છે, તો વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડાઓ મુજબ દુનિયામાં કોરોનાથી થયેલા મૃત્યુનો નવો આંકડો ત્રણ હજારને આંબવા જઈ રહ્યો છે.
એક તરફ કોરોના ને લઈને નવી માર્ગદર્શિકા તૈયાર થઈ રહી હશે, તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કોરોનાની બીમારી હવે સિઝનલ ફલૂ જેવી હોવાથી ગભરાવાની જરૂર નહીં હોવાનું નિવેદન આપ્યા પછી તેના મિશ્ર પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે, અને તેણીએ જ વિક ઈમ્યુનિટી ધરાવતા લોકોને સતર્ક રહેવા ચેતવ્યા અને આગમચેતી ખાતર દિલ્હીની તમામ હોસ્પિટલો પણ એલર્ટ હોવાનો દાવો પણ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રીની જેમ જ અન્ય કેટલાક નેતાઓના કોરોનાની બીમારી ને લઈને જે અભિપ્રાયો સામે આવી રહ્યા છે, તેનું તારણ એવું નીકળે કે આપણા દેશમાં હજુ કોરોનાએ વર્ષ ૨૦૧૯-૨૦-૨૧ જેવું ગંભીર સ્વરૂપ ધારણ કર્યું નથી, તેમ છતાં જે રીતે કોરોનાનો વ્યાપ દેશ અને દુનિયામાં વધી રહ્યો છે, તે જોતા માત્ર તંત્રો જ નહીં, કોરોના વોરિયર્સ, સેવાભાવી સંસ્થાઓ અને લોકોએ સ્વયં પણ સતર્ક રહેવું જોઈએ અને જરૂરી પ્રબંધો કરવા જોઈએ.
ગલકાલ સુધીમાં જામનગરમાં પણ દસ જેટલા કેસો નોંધાયા પછી તંત્ર દોડતું થયું છે અને દર્દીઓની હિસ્ટ્રી મેળવવા ઉપરાંત દર્દીઓના વિસ્તારોમાં જરૂરી આગમચેતીના કદમ ઉઠાવાઈ રહ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે. જિલ્લા કલેકટરે પણ આ અંગે એક વિશેષ બેઠક બોલાવીને અને સ્થિતિની સમીક્ષા કરીને સંબંધિત તંત્રોને જરૂરી સૂચનાઓ આપી છે.
ગુજરાતમાં પણ ત્રિપલ ડિઝિટમાં કોરોનાનો આંકડો પહોંચ્યા પછી દર્દીઓની વધી રહેલી સંખ્યા જોતા રાજ્યનું આરોગ્યતંત્ર કામે લાગ્યું છે, અને આરોગ્યમંત્રીએ પણ રાજ્યમાં કોરોના વિષયક આગમચેતીના કદમ ઉઠાવવા અંગેની આગમચેતીની પ્રક્રિયા હાથ ધરી હોવાનું કહેવાય છે. મુખ્યમંત્રી પણ કોરોનાનો વ્યાપ વધવા લાગતા તેના તરફ લક્ષ્ય આપવા લાગ્યા હશે, અને વડાપ્રધાન તો બે દિવસનો ગુજરાત પ્રવાસ સંપન્ન થયા પછી તેઓ હવે કોરોના અને ચોમાસાને લઈને રાજ્યના સંબંધિત તંત્રોને સુસજ્જ રાખવા વધુ ધ્યાન આપી શકશે, તેવો કટાક્ષ પણ થઈ રહ્યો છે.
વડાપ્રધાનનો પ્રવાસ હોય અને જાહેરસભાઓ યોજાવાની હોય ત્યારે સેંકડો એસ.ટી. બસો બે-ત્રણ દિવસ માટે સરકાર એસ.ટી. નિગમ પાસેથી ભાડેથી લઈ લેતી હશે, પરંતુ એ કારણે એસ.ટી.ના રોજીંદા સંખ્યાબંધ રૂટ રદ્દ થઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. તેમાં પણ ગ્રામ્ય વિસ્તારોને તાલુકા-જિલ્લા સાથે અથવા મોટા કેન્દ્રો સાથે જોડતી બસો રદ્દ થઈ જતા ખેડૂતો, મિહલાઓ, વિદ્યાર્થીઓ, વેપારીઓ, શ્રમિકો અને નોકરિયાતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. મોટા શહેરોને તો લાંબા અંતરના પ્રવાસ માટે રેલવેનો વિકલ્પ તથા અદ્યતન ખાનગી ટ્રાવેલ્સનો વિકલ્પ પણ મળી રહે છે, પરંતુ ગામડાના લોકોને તો ભગવાન ભરોસે જ રહેવું પડે છે. જેથી સરકારે પી.એમ. પ્રોગ્રામ જેવા મેગા કાર્યક્રમો માટે પણ કોઈ "માતબર કોન્ટ્રાક્ટ્સ" રાખવો જોઈએ, તેમ નથી લાગતું ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કોઈ પણ મંદિર ભલે ગમે તેટલું ભવ્ય હોય, પ્રાચીન કે અર્વાચીન હોય, અદ્યતન ઢબે બંધાયેલું હોય કે વિશાળ હોય, પરંતુ તેમાં જયાં સુધી પ્રતિમા ન હોય, ત્યાં સુધી તેનું ધાર્મિક, આધ્યાત્મિક કે ભાવનાત્મક મહત્વ હોતું નથી. ગુજરાતમાં આરોગ્ય અને તબીબી સેવાઓની કાંઈક એવી જ દશા છે. રાજયમાં રસરકાર સંચાલિત સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને જિલ્લા પંચાયતો દ્વારા સરકારની ગ્રાન્ટથી સંચાલિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા ગ્રામ્ય કક્ષાએ હેલ્થ સેન્ટરો, કેટલાક સ્થળે સરકારી દવાખાનાઓ, શહેરોમાં સરકાર સંચાલિત હોસ્પિટલો તથા પાલિકા કે મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આરોગ્ય સેવાઓ તથા અર્બન હેલ્થ સેન્ટરો કાર્યરત છે. જિલ્લા કક્ષાએ તથા મોટા શહેરોમાં સિવિલ હોસ્પિટલો, મહિલા હોસ્પિટલો ઉપરાંત કેન્સર, ટી.બી., પ્રસુતિગૃહો વગેરે તબીબી સારવારની વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે, શહેરોમાં સરકારી જનરલ હોસ્પિટલો અથવા રેફરલ હોસ્પિટલોમાં તબીબી સારવાર, લેબોરેટરી, નિદાન માટે ઓ.પી.ડી., જરૂરી દવાઓ તથા જૂદાજૂદા મહત્વપૂર્ણ રિપોર્ટ કરાવવા માટેના મશીનો તથા સાધનસામગ્રી વગેરે સુવિધાઓ અને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ઘણી વખત સી.એચ.સી. અને પી.એચ.સી.માં એક પણ તબીબ હોતા નથી અને એક જ મેડિકલ ઓફિસર પાસે બે-ત્રણ કે ચાર-ચાર આરોગ્યકેન્દ્રોનો ચાર્જ હોય છે, તો સરકારી રેફરલ હોસ્પિટલો, જનરલ હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલોમાં પણ નિષ્ણાત તબીબોની ઘટ હોવાથી અદ્યતન સાધનો હોવા છતાં તેનો સદુપયોગ થઈ શકતો હોતો નથી. એવી જ રીતે ટેકનિકલ, ક્લેરિકલ, નર્સીંગ અને પેરા-મેડીકલ સ્ટાફની ઘટ ના કારણે દર્દીઓની યોગ્ય સારવાર કે નિદાન થઈ શકતા હોતા નથી.
જામનગરમાં અર્બન હેલ્થ સેન્ટરો કાર્યરત છે, અને તાજેતરમાં જ ત્રણેક નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રોના સંકુલોનું નિર્માણ થયું છે. આ યુ.એચ.સી. અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો પૈકી જે સંપૂર્ણપણે સેવારત છે, તેમાં પણ નિષ્ણાત તબીબો, લેબટેકનીશિયનો, નર્સીંગ સ્ટાફ તથા અન્ય સ્ટાફ ઉપરાંત સાધન-સામગ્રીની ઉણપ તથા સંકલનના અભાવે દર્દીઓને તફલીફો ભોગવવી પડતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. જ્યારે નવનિર્મિત સી.એચ.સી.માં તો અદ્યતન સંકુલ તથા કેટલાક સાધનો અને સુવિધાઓ હોવા છતાં હજુ પુરેપુરી આરોગ્ય અને તબીબી સેવાઓ ઉપલબ્ધ થતી ન હોવાની ફરિયાદો ઉઠતી હોય તો આ કેેન્દ્રો મૂર્તિ વગરના મંદિર જેવા જ ગણાય ને ? ભાજપ સરકાર હોસ્પિટલોને આરોગ્ય મંદિરો ગણાવે છે, અને સ્કૂલોને વિદ્યામંદિરો અથવા સરસ્વતી મંદિરો ગણાવે છે, ત્યારે તેમાં પૂરતો સ્ટાફ, સુવિધાઓ, સેવાઓ અને સૌજન્યતા સાથે સારવાર અને શિક્ષણની પૂરતી વ્યવસ્થા પણ થવી જ જોઈએ ને ?
આ સ્થિતિ માત્ર જામનગરની નથી, જામનગરનું તો માત્ર દૃષ્ટાંત જ આપ્યુ છે, અને નગરમાં જી.જી. હોસ્પિટલ તથા અર્બન હેલ્થ સેન્ટરોમાં હજુ પણ દર્દીઓ મોટા ભાગે કાંઈક ઠીક-ઠીક સારવાર અને આરોગ્ય સેવાઓ મળી રહે છે, પરંતુ હાલારના કેટલાક અર્બન હેલ્થ સેન્ટરો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ હેલ્થ સેન્ટરોમાંતો આરોગ્ય અને તબીબી સેવાઓ એટલી બધી કથળી ગઈ છે કે ન પૂછો વાત..
ગઈકાલે જ સમાચાર સંભળાયા કે ખંભાળીયાની જનરલ સરકારી હોસ્પિટલમાં મહત્વના લેબ રિ૫ોર્ટ માટે બબ્બે દિવસસુધી ટોકન અપાતા નહીં હોવાથી દર્દીઓ હેરાન-પરેશાન થાય છે, અને ખાસ કરીને પ્રસુતાઓ વધુ મુશ્કેલીમાં મુકાઈ જતી હોય છે. સ્થાનિક વસ્તી ઉપરાંત રોજીંદા પ્રવાસીઓની સંખ્યા મુજબની તબીબી સુવિધાઓ યાત્રાધામ દ્વારકા અને બેટદ્વારકામાં પણ ક્યાં ઉપલબ્ધ છે ? આવું બખડજંતર ચાલતું હોવા છતાં શ્રેષ્ઠ આરોગ્ય અને તબીબી સેવાઓ ઉપલબ્ધ હોવાના દાવાઓ ભલે થતા હોય પરંતુ યે પબ્લિક હૈ...યે સબ જાનતી હૈ...!
મૂર્તિ વિનાના મંદિર જેવા જ જળ વિહોણા જળાશયો ગણાય. તળાવ હોય કે સરોવર, નદી હોય કે નાળુ, ચેકડેમ હોય કે મોટો ડેમ, કુવો હોય કે બોર, તેમાં જળ હોય તો જ તેનું મહત્વ ગણાય. ઊનાળામાં સૂકાઈ જતી નદીઓ, ખાબોચીયા જેવા બની જતા તળાવો, જળવિહોણા ચેકડેમો અને મોટા ડેમોમાં તો ફરીથી જ્યારે વરસાદ આવે, ત્યારે પાણી ભરાઈ જાય, પરંતુ તંત્રોના પાપે ત્રણ-ચાર વર્ષથી તોડી પડાયેલા સાની ડેમના પૂનઃનિર્માણની મંથર ગતિના કારણે આ વર્ષે પણ સાની ડેમ ભરાશે નહીં, અને માત્ર કેટલાક ફૂટ સુધી પાણી ભરાતા ડેમનું માત્ર તળીયું જ ભીંજાશે, તેવા અહેવાલો આવ્યા પછી સ્વાભાવિક રીતે જ દ્વારકા, કલ્યાણપુર અને ખંભાળીયા, ભાણવડ તાલુકાઓને સ્પર્શતા અન્ય જળાશયો તરફ પણ લોકોનું ધ્યાન ખેંચાયું છે.
સાની ડેમ તો દ્વારકા અને કલ્યાણપુર તાલુકાઓના લોકો માટે જીવાદોરી સમાન છે, અને અહીંથી બન્ને તાલુકાઓના ગામો તથા નગરોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવાતું હતું, તે ઉપરાંત સાની ડેમની આજુબાજુના ચારેય તાલુકાઓને આ ડેમનો પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ થતો હતો, તથા ખેડૂતોને સિંચાઈનો બારેય મહિના લાભ મળતો હતો, તે સુવિધાઓ ઝુંટવાઈ ગઈ છે.
પીવાના પાણી માટે તો આ જ નેટવર્કનો ઉપયોગ કરીને નર્મદાના નીર પહોંચાડવાનો વિકલ્પ મળે છે, પરંતુ ખેડૂતોની સિંચાઈની સુવિધા ઝુંટવાઈ જતા તેઓને મોટો આર્થિક ફટકો પણ પડે છે, તે ઉપરાંત પશુપાલનના સેક્ટરને તો ઘણો જ ઝટકો લાગી રહ્યો છે.
સાની ડેમના તકલાદી નિર્માણના કારણે કદાચ ગેઈટમાં લીકેજ થતું હતું, અને તેની મરામત છતાં દર વર્ષે ફરિયાદ યથાવત રહેતી તેથી આ ડેમના પૂનઃનિર્માણનું કામ હાથ ધરાયું અને તેને વર્ષો વિતી ગયા છતાં આ કામ પુરૃં જતું જ નથી. ખંભાળીયા અને દ્વારકાના ધારાસભ્યો ઘણાજ જાગૃત છે, અને મુળુભાઈ તો કેબિનેટ મંત્રી છે, તે ઉપરાંત સાની ડેમની સ્થિતિથી સાંસદ પૂનમબેન માડમ પણ પુરેપુરા વાકેફ છે, એટલુંજ નહીં સાની ડેમનો કમાન્ડ એરિયા રાજકીય રીતે ભાજપનો ગઢ ગણાય છે, તેથી લોકો હવે પબુભા સહિતના તમામ જનપ્રતિનિધિઓ હસ્તક્ષેપ કરીને સાની ડેમનું કામ ઝડપથી પુરૃં કરાવે તેમ ઈચ્છે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભારત ૪.૧૮૭ ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે વિશ્વનું ચોથા ક્રમનું અર્થતંત્ર બન્યું છે, અને ૪.૧૮૬ ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે જાપાન પાંચમા ક્રમે ધકેલાઈ ગયું છે, અને આઈ.એમ.એફ.ના નવા અંદાજો મુજબ વર્ષ ૨૦૨૬ સુધીમાં જર્મનીને પાછળ રાખીને ભારત વિશ્વની ત્રીજા ક્રમની અર્થવ્યવસ્થા બની જશે, તેવા ગઈકાલે જાહેર થયેલા આંકડાઓની ચર્ચા આજે વૈશ્વિક ચર્ચાનો વિષય બન્યા છે, અને આ મુદ્દે રાષ્ટ્રીય કક્ષાએ પણ વિવિધ પ્રત્યાઘાતો અને પ્રતિભાવો સામે આવી રહ્યા છે. ગઈકાલે નીતિપંચના સી.ઈ.ઓ. બી.વી.આર. સુબ્રમણ્યમે આપેલા આ નિવેદનને એક તરફ તો ગૌરવપૂર્ણ ગણાવીને પ્રશંસનિય રીતે બીરદાવાઈ રહ્યું છે, તો બીજી તરફ સિક્કાની બીજી બાજુ પણ રજુ થઈ રહી છે.
એવા પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે કે દેશના અર્થતંત્રનો વિકાસ ત્યારે જ ફળિભૂત થયેલો ગણાય, જ્યારે તેનાં ફળો ગરીબ અને સામાન્ય નાગરિકો સુધી વધુ ને વધુ પહોંચે. ધનવાનો વધુ અમીર થતા જાય, અને દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા બિઝનેસ-વ્યાપારમાં થતી વૃદ્ધિનો મહત્તમ લાભ મુઠ્ઠીભર લોકો સુધી જ પહોંચે, તો આંકડાકીય રીતે જણાતો વિકાસ કે અર્થતંત્રની મજબૂતિને બહુ આર્થિક નિવડે નહીં. વિકાસના માચડા ખડકવાથી ભૂખ્યાજનોની ભૂખ સંતોષાતી નથી, પરંતુ રોજગારવૃદ્ધિ, મોંઘવારીમાં ઘટાડો તથા સુગમ અને સુલભ રીતે યોજનાકીય લાભોની ઉપ્લબ્ધિ થાય, અને લોકોને સરળ, ઝડપી અને સસ્તો ન્યાય, ગુણવત્તાસભર નિઃશુલ્ક શિક્ષણ તથા ગ્રામ્ય અને કૃષિવિકાસનો વ્યાપ વધે, તો વધતા જી.ડી.પી. કે મજબૂત અર્થતંત્ર સાર્થક નિવડે. આ પ્રકારના પ્રત્યાઘાતો પણ ધ્યાને લેવા પડે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં છે, અને જામનગર સહિત રાજ્યના ઘણાં જિલ્લાઓને વિવિધ વિકાસના કામોના લોકાર્પણો-ખાતમુહૂર્ત તથા જાહેરાતો કરવામાં આવી રહી છે, ત્યારે ઓપરેશન સિંદૂરને સાંકળીને જે મહિમાગાન થઈ રહ્યું છે, તે જોતાં એવું જણાય છે કે ગમે તેટલા મત-મંતવ્યો હોય, પરંતુ જ્યારે આખો દેશ એકજૂથ થઈ જાય, ત્યારે દુશ્મનોની મેલી મુરાદોને જડબાતોડ જવાબ મળી જતો હોય છે. અત્યારે વિશ્વના જુદા-જુદા દેશોમાં ભારતીય પ્રતિનિધિમંડળો જે રીતે પાકિસ્તાનનો નકાબ ચીરી નાખે તેવા નિવેદનો સાથે, આતંકીસ્તાન વિરૂદ્ધ વૈશ્વિક જનમત ઊભો કરી રહ્યા છે, અને શાસકપક્ષ અને વિપક્ષના નેતાઓ જે એકજૂથતા દેખાડી રહ્યા છે, તે જોતાં એવું અવશ્ય કહી શકાય કે, ભારતીય લોકતંત્ર હવે પરિપક્વ થઈ ગયું છે અને લોકતાંત્રિક વ્યવસ્થાના મૂળિયા ઘણાં ઊંડા પહોંચી ગયા છે. વિશ્વને એકજૂથ ભારતનો આતંકવાદ વિરોધી આ સંદેશ આપણાં દેશની સેનાઓના સામર્થ્ય તથા પોલિટિકલ યુનિટીને પણ પ્રતિપાદિત કરે છે.
ભારતીય પ્રતિનિધિમંડળે અમેરિકાની ધરતી પરથી પાકિસ્તાનની સરકાર અને આતંકવાદીઓની માનવતાવિરોધી અવિરત ચાલતી પ્રવૃત્તિઓની પોલ ખોલી અને ઈસ્લામ ધર્મના પ્રભુત્વવાળા દેશોના શાસકો દ્વારા આતંકવાદની આલોચના કરવામાં આવી, તે જોતાં ભારતના વિપક્ષોએ સરકારની પડખે ઊભા રહીને વિશ્વને જે એકજૂથતાનો સંદેશ આપ્યો છે, તેનો ઘણો જ પ્રભાવ વૈશ્વિક સમીકરણો તથા સંદર્ભો પર પડવાનો છે.
ભારતીય પ્રતિનિધિમંડળોએ એક અવાજે જે રીતે ભારતનો પક્ષ રાખ્યો છે અને દુનિયામાં ફેલાયેલા આતંકવાદના મૂળિયા પાકિસ્તાનમાં જ નીકળે છે, અને આતંકવાદીઓના જનાજાને પાકિસ્તાની રાષ્ટ્રધ્વજ લપેટીને અથવા પાક. સેનાના અધિકારીઓ-જવાનો દ્વારા સલામી અપાઈ તેના ઉલ્લેખ સાથે પાકિસ્તાનની સરકાર જ આતંકવાદ ફેલાવી રહી હોવાની વાસ્તવિકતા ઉજાગર કરી છે, તે જોતાં પાકિસ્તાન માટે હવે કદાચ વૈશ્વિક સહાય મેળવવી અઘરી પડશે. આઈ.એમ.એફ.ના ફંડીંગ સંદર્ભે ગ્રે લિસ્ટ કે બ્લેક લિસ્ટમાં મુકવાની ભારતની રણનીતિને પણ આ વૈશ્વિક જનમત ઊભો થયા પછી વેગ મળશે, તેમ જણાય છે.
બીજી તરફ ભારતનું અર્થતંત્ર ટોપ ફાઈવમાં આવ્યા પછી એ ત્રીજા સ્થાન તરફ ગતિશીલ હોવાના અહેવાલોના મિશ્ર પ્રતિભાવો પડી રહ્યા છે. શાસક ગઠબંધન દ્વારા આ સિદ્ધિની વ્યાપક પબ્લિસિટી થાય, એ સ્વાભાવિક છે, પરંતુ ઈકોનોમિ ક્ષેત્રના નિષ્ણાતો અને તટસ્થ વિશ્લેષકો કેવા તારણો કાઢે છે, તે વધુ મહત્ત્વપૂર્ણ છે.
કોંગ્રેસે કહ્યું છે કે ભારતમાં નેટ એફ.ડી.આઈ.માં થઈ રહેલો ઘટાડો ભારતીય અર્થતંત્રની અનિશ્ચિતતા દર્શાવે છે અને ઈન્વેસ્ટરોની ઘટી રહેલી વિશ્વસનિયતા ચિંતાજનક છે. વિદેશી રોકાણકારોમાં ઘટાડો થયો છે અને સ્થાનિક રોકાણકારો પણ દેશમાં જ રોકાણ કરવાના બદલે વિદેશ તરફ મીટ માંડી રહ્યા હોય તેમ જણાય છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે તો એવો દાવો કર્યો છે ભારતના નેટ એફ.ડી.આઈ. એટલે કે પ્રત્યક્ષ ચોખ્ખુુ વિદેશી મૂડીરોકાણ ૯૬% ઘટી ગયું છે.
ઓપરેશન સિંદૂરની સફળતા હોય કે ભારતીય અર્થતંત્રની પ્રગતિ હોય, દેશ માટે ગૌરવપ્રદ છે, દેશવાસીઓ તેને આવકારી પણ રહ્યા છે, પરંતુ ભારતીય સેના, દેશના ઉદ્યમીઓ તથા પરસેવો પાડીને કામ કરતા શ્રમિકોથી માંડીને સાહસિક ઉદ્યમો કરતા તમામ લોકો તથા ઈન્વેસ્ટરોની આ સહિયારી સિદ્ધિઓનો કોઈ પણ રીતે રાજકીય લાભ લેવાનો ઉભયપક્ષે પ્રયાસ થાય, તો તે નિંદનિય જ ગણાય ને !
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દેશમાં કોરોનાનો વ્યાપ ફરીથી વધી રહ્યો છે અને અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૨૧ કેસ નોંધાયા છે, અને ગઈકાલે કોરોનાના નવા પડકારનો સામનો કરવા તંત્રોમાં દોડધામ જોવા મળી હતી. કારણ કે મે મહિનામાં એકલા અમદાવાદમાં જ કુલ ૩૧ કેસ નોંધાયા, તેમાંથી મહત્તમ કેસ એકટિવ છે, મોટા ભાગના દર્દીઓને હોમ આઈસોલેશનમાં રખાયા છે. અમદાવાદ ઉપરાંત રાજ્યના રાજકોટ સહિતના બે-ત્રણ જિલ્લામાં પણ કોરોનાએ દેખા દેતા રાજ્યભરના ઓરોગ્યતંત્રો તથા સરકારી હોસ્પિટલો આરોગ્યકેન્દ્રોને સતર્ક કરાયા છે. લોકોને ગભરાય નહીં, પરંતુ સતર્ક રહે, તે પ્રકારની અડવાઈઝરી પણ આપવામાં આવી રહી છે. જામનગર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વધુ કેસો નોંધાયા હોવાના અહેવાલો પછી તંત્રો અને સરકાર વધુુ સતર્કતા દાખવશે, તેવા સંકેતો મળી રહ્યા છે.
દેશની રાજધાની દિલ્હીમાં પણ કોવિડ-૧૯ના ૨૩ કેસની પુષ્ટિ થયા પછી તા. ૨૨મી મે થી જ નવા પડકારનો સામનો કરવાની તૈયારી થવા લાગી હતી., અને હોસ્પિટલોને એલર્ટ કરાઈ હતી, તથા દિલ્હીવાસીઓ માટે ગાઈડલાઈન્સ તથા હોસ્પિટલો તથા આરોગ્યકેન્દ્રો માટે એડવાઈઝરી પણ જાહેર કરી દીધી હતી.
દિલ્હી સરકારની આ એડવાઈઝરીને અનુસરીને કેટલાક અન્ય રાજ્યો પણ નવી એડવાઈઝરી જાહેર કરી શકે છે. ગુજરાત સરકાર દ્વારા પણ હવે લોકો માટે નવી ગાઈડલાઈન્સ તથા સરકારી-ખાનગી હોસ્પિટલો તથા આરોગ્યકેન્દ્રો, લેબોરેટરીઝને એલર્ટ કરવાની સાથે-સાથે નવી અડવાઈઝરી પણ તબક્કાવાર જાહેર કરી શકે છે.
દિલ્હી સરકારની એડવાઈઝરીમાં કોરોના વોરિયર્સની ટીમોની પુનઃરચના કરવા અને આરોગ્યકર્મચારીઓને ફરીથી ટ્રેનિંગ આપવાની મહત્ત્વપૂર્ણ સલાહ આપવામાં આવી છે. તે ઉપરાંત હોસ્પિટલોમાં જરૂરી બેડ અને આઈસોેલેશન વોર્ડ, ઓક્સિજનનો અંદાજીત અને પર્યાપ્ત પુરવઠો, જરૂરી દવાઓ એન્ટિબાયોટિક્સ અને સંલગ્ન દવાઓની પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા જણાવાયું છે. હોસ્પિટલોમાં વેન્ટિલેટર્સ, બાય-એપ, પીએસએ, ઓક્સિજન કોસન્ટ્રેટર તથા કોરોનાના ટેસ્ટીંગ માટેની કીટ્સ વગેરેની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા, લેબોરેટરીઝને અદ્યતન અને સુસજ્જ રાખવા તથા વેક્સિનની ઉપલબ્ધિ અંગે અપાયેલી સૂચનાઓ તથા એડવાઈઝ વગેરે જોતાં જરૂર પડ્યે વેક્સિનેશન ઝુંબેશનો રાઉન્ડ ફરીથી શરૂ થાય, તેવા પણ સંકેતો નોંધપાત્ર છે.
ગુજરાતમાં જામનગર સહિત સાત જિલ્લાઓમાં જેએન-૧ વેરિયેન્ટના નવા કેસો જોવા મળ્યા પછી તંત્રો તો સાબદા થઈ જ ગયા છે, સાથે-સાથે લોકોને પણ જરૂરી માહિતી અને માર્ગદર્શન મળી રહે, તે માટે વધુ સચોટ, સમયબદ્ધ અને નિયમિત વિશ્વસનિય વ્યવસ્થા ઝડપભેર થાય, તે પણ અત્યંત જરૂરી છે. બિનજરૂરી ગભરાટ પણ ન ફેલાય, અને બાળકો, સગર્ભા અને બીમાર રહેતા વડીલો સહિતના ચોક્કસ વયજૂથ કે સિમ્ટમ્સની સ્થિતિ મુજબ લોકો સતર્ક રહે અને ગાફેલ પણ ન રહે, તે માટે હવે કોરોનાકાળ અન્વયે જે રીતે દૈનિક એડવાઈઝરી તથા ઈન્ફોર્મેશન અપાતી હતી, તેવી વ્યવસ્થાઓ અને કેસો વધવા લાગે, તો વિશેષ કંટ્રોલરૂમ પણ હવે શરૂ કરી જ દેવા જોઈએ.
કોવિડ-૧૯નો પુનઃપ્રસાર વધવા લાગતા હવે લોકો પણ વિવિધ સવાલો ઉઠાવવા લાગ્યા છે, જેનો સંતોષજનક જવાબ મળી રહે, તેવું જિલ્લાવાર મિકેનિઝમ તત્કાળ કાર્યરત થઈ જવું જોઈએ. લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું માસ્ક પહેરવું જરૂરી છે ? ભીડભાડવાળા વિસ્તારોમાં જવાથી બચવું જોઈએ ? બહારગામ કે ઘરે પહોંચીએ ત્યારે હાથ ધોવાની ટેવ તો કોરોનાકાળથી લોકોને પડી જ ગઈ છે, પરંતુ સોશ્યલ ડિસ્ટન્સની જરૂર અત્યારે ખરી ? શું ફરીથી વેક્સિનેશનના બે-ત્રણ રાઉન્ડ આવશે ? શંકાસ્પદ કેસ જણાય, તેને હોમ આઈસોલેશનમાં રખાશે કે હોસ્પિટલમાં દાખલ કરી દેવાશે, વગેરે સંખ્યાબંધ સવાલો ઉઠી રહ્યા છે, જેના અધિકૃત, વિશ્વસનિય અને કોન્સ્ટન્ટ જવાબો મળી રહે તે જરૂરી છે.
જો કે અત્યારે તબીબીક્ષેત્રના નિષ્ણાતો અને પ્રેસ-મીડિયા-સોશ્યલમીડિયાના માધ્યમથી લોકોને ગભરાયા વગર કઈ-કઈ સાવચેતીઓ રાખવી જોઈએ, તેનું છુટુછવાયું માર્ગદર્શન મળી રહ્યું છે, અને કેટલાક જિલ્લાઓમાં અકાદ-બે પ્રેસનોટ્સ કે સોશ્યલમીડિયાના માધ્યમથી પણ લોકોને સતર્ક રહેવા જણાવાઈ રહ્યું છે, પરંતુ અફવાઓ ફેલાતી અટકાવવા, પબ્લિક પેનિક અટકાવવા અને શંકા જણાય ત્યારે જરા પણ ગાફેલ નહીં રહેવા લોકોને રોજીંદુ માર્ગદર્શન મળી રહે, તેવું મિકેનિઝમ ઊભું થવું જરૂરી છે
એક તરફ કોરોનાનો ફરીથી ફેલાવો થઈ રહ્યો હોય અને બીજી તરફ વાવાઝોડા સાથે વરસાદની આગાહીઓ થઈ રહી હોય, ત્યારે આ બેવડા પડકારનો સામનો કરવા તંત્રોએ પણ તૈયાર રહેવું પડશે. હવે હોતી હૈ, ચલતી હૈ, જેવી માનસિકતા જરાયે ચાલે તેમ નથી અને લોકોએ પણ શાણપણ અને સમજદારી દાખવવી પડે તેમ છે. કોરોનાકાળમાં સતર્ક રહેતા હતા તેવી જ રીતે થોડા-ઘણાં પણ સિમ્ટમ્સ (લક્ષણો) જણાય કે તેવી શક્યતા જણાય, તો પણ તરતજ તબીબ માર્ગદર્શન મેળવીને જરૂર પડ્યે ટેસ્ટીંગ કરાવી લેવું જોઈએ.
સરકારે ખાસ એ વાત સ્પષ્ટ કરવી પડે તેમ છે. જો કોરોનાના કેસો વધવા લાગે તો ભાડભીડ થાય, તેવા મોટા કાર્યક્રમો, પ્રસંગો કે મેળાવડાઓ પર નિયંત્રણ, નિયમન કે પ્રતિબંધ લગાવવાની વિચારણા જો સરકારી તંત્રો કરી રહ્યા હોય તો તેની જાણ પણ લોકોને સમયસર કરી દેવી જોઈએ, જેથી લોકો બિનજરૂરી કે પાછળ ઠેલી શકાય તેમ હોય, તેવા કાર્યક્રમો હાલ તુરંત મોકુફ રાખીને તેનું પુનઃઆયોજન વિચારી શકે, અને અનિવાર્ય હોય તેવા પ્રસંગોમાં જરૂરી સાવચેતીઓ રાખી શકે.
જો કોરોનાનો વ્યાપ વધે તો, રાજકીય પક્ષોએ પણ રોડ-શો, જાહેરસભાઓ કે રેલીઓ યોજવાના કાર્યક્રમો પર સ્વયંભૂ અંકુશ લગાવવો જોઈએ તેમ નથી લાગતું ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કોઈપણ પ્રકારનું યુદ્ધ ચાલી રહ્યું હોય, આંદોલનો હિંસક બને કે કોમી-તોફાનો કે જૂથ અથડામણો થતી હોય, હવામાનની આગાહીઓ હોય, કુદરતી આફતોની સંભાવનાઓ હોય, રોગચાળા ફાટી નીકળ્યો હોય કે પછી તેવી સંભાવનાઓ ઊભી થઈ હોય, ત્યારે તંત્રો અને સરકારી ખાનગી તદ્વિષયક સંસ્થાઓ પ્રેસ-મીડિયા તથા જરૂર પડયે પી.એ.(પબ્લિક એનાઉન્સીંગ સિસ્ટમ દ્વારા લોકોને ચેતવણી અપાતી હોય છે, જરૂરી માહિતી અને માર્ગદર્શન આપતી હોય છે તથા જરૂર પડ્યે વિશેષ પ્રેસ-કોન્ફરન્સો કે વીડિયો કોન્ફરન્સો યોજીને પણ જરૂરી ગાઈડન્સ સાથે વોર્નિંગ, ગાઈડન્સ અને ઈન્ફોર્મેશન અપાતી હોય છે, આપણાં દેશમાં અભિવ્યક્તિની આઝાદી છે અને વિવિધ ક્ષેત્રોના અનુભવી અને તજજ્ઞોનું માર્ગદર્શન તથા અભિપ્રાયો પણ ઉપયોગી બનતા હોવાથી પ્રેસ-મીડિયા કે સોશ્યલ મીડિયાના માધ્યમથી વિવિધ અભિપ્રાયો, આગાહીઓ અને ચેતવણીઓ પણ તેઓ આપતા હોય છે, અને લોકો તેમાં વિશ્વાસ ધરાવતા હોય છે તથા તેઓ દ્વારા અપાતી સૂચનાઓ, માહિતી અને માર્ગદર્શન મુજબનું અનુસરણ પણ કરતા હોય છે.
જો કે ઘણી વખત કેટલાક અનુમાનો, માહિતી, આગાહીઓ, ખબર કે માર્ગદર્શન આપતી વખતે ઉપયોગમાં લેવાતી શબ્દાવલી, બહુઅર્થી વાક્યો, માહિતી કે ખબરને રાયનો પર્વત બનાવીને (ખાસ કરીને સોશ્યલ મીડિયાના નવા માધ્યમથી) એવી રીતે રજૂ કરવામાં આવતી હોય છે કે લોકોમાં ગેરસમજ ઊભી થાય, અર્થનો અનર્થ સમજાય કે બિનજરૂરી ગભરાટ ફેલાય જાય. આ પ્રકારની પ્રસ્તૂતિ જાણતા-અજાણતા ઘણી વખત સેવાના બદલે કુુ-સેવા બની જતી હોય છે અને તેની આપણે બધાએ આ મુદ્દે સતર્ક રહેવાની જરૂર હોય છે, અને કેટલાક સંવેદનશીલ કે આફતોના સમયમાં માત્ર ઓથેન્ટિક અને વિશ્વસનિય તંત્રો કે આવામો ને જ અનુસરવું જોઈએ.
તંત્રોએ પણ કોઈજ પ્રકારની જાહેર ચેતવણીઓ, ગાઈડલાઈન્સ કે પૂર્વ-તૈયારીઓની માહિતી લોકો સુધી પહોંચાડતી વખતે ખૂબજ સવાધાની રાખવી જોઈએ, કારણ કે પબ્લિક એ સમયગાળામાં અધિકૃત અહેવાલો કે સૂચનાઓ ને જ પ્રાધાન્ય આપતી હોય છે. ખાસ કરીને કોઈ પણ ગાઈડલાઈન્સ, ચેતવણીઓ કે સૂચનાઓ જે તે વિષયની જૂની ફાઈલો કોમ્પ્યુટરમાં ખોલીને અને તેમાંથી નકલમાં જરૂરી કટ-પેસ્ટ કરીને પ્રસ્તૂત કરી દેવાની જૂની અને અયોગ્ય માનસિકતાથી બચવું જોઈએ. તે ઉપરાંત હિસ્ટ્રી, આંકડાઓ કે અન્ટ ડેટા પ્રસ્તૂત કરતી વખતે તો વિશેષ સાવધાની રાખવી જરૂરી હોય છે, તેની સાવચેતી તંત્રો રાખે, તે માટે સંબંધિત શાસન-પ્રશાસન તથા નેતાઓએ પણ કાળજી રાખવી જોઈએ.
આ પ્રકારની ચેતવણીઓ, ગાઈડલાઈન્સ કે આગાહીઓની ભાષા પણ લોકો ભડકી જાય, કે ગભરાટ ફેલાય તેવી ન હોવી જોઈએ, "ભૂક્કા કાઢી નાખશે", "તબાહી મચાવી દેશે","વિનાશ વેરશે","તારાજી સર્જાશે", જેવા શબ્દો આગમચેતીના સમયે ન વપરાય, તો તે જનહિતમાં રહે, ખરૃં ને ?
હમણાંથી કોરોનાના કેસો ગુજરાત અને દેશ સહિત દુનિયામાં ફરીથી નોંધાવા લાગ્યા છે, અને તેની આગમચેતી માટે તંત્રોએ કદમ ઉઠાવ્યા છે, અને લોકોને પણ સતર્ક કરાયા છે, તથા ગાઈડલાઈન્સ અપાઈ રહી છે, પણ અત્યંત જરૂરી, યોગ્ય અને આવકાર દાયક છે, પરંતુ તેમાં આખેઆખી હોસ્પિટલ કોરોના માટેની અલાયદી વ્યવસ્થાઓમાં તબદીલ થઈ ગઈ હોવાનો ભ્રમ ઊભો થાય, તેવા અહેવાલો કે આંકડાઓ રજૂ કરવાથી બચવું જોઈએ, તેમ નથી લાગતું ?
હમણાંથી હવામાન ખાતાએ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પૂર્વાનુમાનો પબ્લિક સમક્ષ રજૂ કરવાની પદ્ધતિ પણ બદલી છે અને સમયબદ્ધતા તથા સચોટતામાં પણ સુધારો કર્યો છે, જેની નાંેંધ લેવી જ પડે. એક સમયે હવામાન ખાતાની આગાહી એવી આવતી કે તેમાં બધું જ ગોળ-ગોળ સમજાતું અને શબ્દાવલી પણ એવી હતી કે ક્યાં, ક્યારે, કેટલો વરસાદ પડશે કે નહીં પડે તેની સમજ જ કોઈને પડતી નહોતી. દૃષ્ટાંત તરીકે "છૂટો છવાયો, ભારે થી અતિ ભારે, વરસાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડશે", તેવા વાક્યોમાં કોઈ સચોટતા રહેતી નહોતી. હવે કમ-સે-કમ કયા વિસ્તારોમાં કઈ તારીખે કેવો અને કેટલો વરસાદ પડવાની સંભાવના છે, તે તો આઈએમડી એટલેકે ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવાય છે, જુદા-જુદા રંગના એલર્ટ અપાય છે અને જો વાતાવરણ પલટાય તો કેટલીક વખત કરેલી આગાહીઓમાં સુધારા-વધારા કરાય છે, પાછી ખેંચી લેવાય છે, અથવા નવેસરથી રજૂ થાય છે, તે પ્રકારના સુધારા થયા છે, અને ઉપયોગી તથા વિશ્વનિય પણ બન્યા છે.
હવે હવામાન ખાતુ માત્ર વરસાદની નહીં પરંતુ ઠંડી, ગરમી, વરસાદ સહિત ત્રણેય ઋતુની આગાહી હાઈ-ટેક સિસ્ટમથી પણ પ્રસ્તૂત કરી રહ્યું છે.
જો કે, આમ છતાં હવામાન ખાતાની વર્તમાન કાર્ય-પદ્ધતિ, પ્રસ્તૂતિ અને સમયબદ્ધતાઓ લઈને હજુ પણ ઘણાં સુધારા-વધારાની જરૂર જણાય છે, અને વ્યાપકતા-સચોટતા તથા પ્રાદેશિક ભાષામાં પ્રસ્તૂતિકરણની જરૂર સહિતના થતા સૂચનો પણ ધ્યાને લેવા જરૂરી છે.
કોઈપણ વિષયે તંત્રો દ્વારા કોઈ વાંધો ન હોઈ શકે, પરંતુ તે પરોક્ષ રીતે ચાંપલુસી, વાહવાહી કે આત્મશ્લાધા ન બની જાય, અને નક્કર હકીકતો જ લોકો સમક્ષ રજૂ થાય, તે માટે "આપણે બધા એ" આત્મમંથન કરવું પણ જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
"ગોલમાલ"ને સાંકળીને ફિલ્મો પણ બની છે અને ટી.વી. સિરીયલો પણ બની છે, તથા ઘણી જ પ્રચલીત થઈ છે. તેમાં પણ "ગોલમાલ હૈ ભાઈ, સબ ગોલમાલ હૈ" જેવી ફિલ્મી પંક્તિઓ સૌથી વધુ પ્રચલીત છે અને ગરબડ ગોટાળા થતા હોય, ખોટું થતું હોય કે પછી રાજરમતો રમાતી હોય, તમામ ક્ષેત્રોમાં "ગોલમાલ હૈ" વાળુ ગીત આબેહુબ લાગુ પડે છે. અત્યારે દેશ-દુનિયામાં "ગોલમાલ" અત્ર-તત્ર-સર્વત્ર વધી રહી છે, અને ગોલમાલ હવે ગ્લોબલ બની ગઈ છે, ત્યારે એવું કહી શકાય કે હળહળતા કળીયુગે પણ કદાચ "ગોલમાલ"ને જ પોતાનું અમોઘ અને અજેય શસ્ત્ર માની લીધું હશે !
કોઈ ફરિયાદ નોંધાય અને તપાસ શરૂ થાય ત્યારથી જ "ગોલમાલ" શરૂ થઈ જતી હોય છે, અને ઘણી વખત તો હેરાન નહીં કરવા કે લોક-અપમાં નહીં રાખવા માટે લાંચ લેવાની શરૂઆત થતી હોય છે અને આ સીલસીલો લાંબા સમય સુધી ચાલતો રહેતો હોય છે. જામનગરમાં એ.સી.બી.ની ટ્રેપ સફળ થઈ અને બે પોલીસકર્મી રંગેહાથ ઝડપાયા હોવાના અહેવાલો આવ્યા., તે પછી લાંચ-રૂશ્વત અને ભ્રષ્ટાચારની વિવિધ તરકીબો, જુદાજુદા સ્વરૂપો અને વ્યાપકતા અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને આ ઓપન સિક્રેટ અંગે ઘણાં લોકો "ગોલમાલ હૈ, ભાઈ સબ ગોલમાલ હૈ...!"
અત્યારે ભ્રષ્ટાચારની બોલબાલા એટલી વ્યાપક છે કે ગામડાથી ગ્લોબ અને નગરથી નેશન સુધીના લગભગ તમામ ક્ષેત્રોમાં આ ઉધઈ ફેલાય ગઈ છે, અને ઘણાં મોટા માથાઓ આ ઉધઈના પહેરેદાર હોય છે. ગુજરાતમાં મનરેગાના કોભાંડમાં પકડાયેલા બે મંત્રીપુત્રોનો બચાવ કરતા તેના પિતા જ્યારે એવો બચાવ કરે કે તેમના ૫ુત્રો પાસે માત્ર સપ્લાઈ એજન્સી છે, અને તેઓ નિર્દોષ છે, તથા તેઓ પોતે સચિવાલયમાંથી એટલા માટે ગાયબ હતા કે તેઓ વડાપ્રધાનના કાર્યક્રમ માટે જનમેદની એકઠી કરવાના આયોજનોમાં વ્યસ્ત હતા, ત્યારે પણ જરૂર એવા પ્રતિઘાતો પડે કે ગોલમાલ હૈ, ભાઈ સબ ગોલમાલ હૈ...
દેશની જનતાને હવે સરકાર શાસન-પ્રશાસન પર બહુ જ ભરોસો રહ્યો નથી, પરંતુ ન્યાયતંત્ર માટે પણ લોકોની આ વિશ્વનિયતા ટકાવી રાખવાની જવાબદારી છે. થોડા મહિના પહેલાં દિલ્હી હાઈકોર્ટના એક જજનું ઘર સળગી ગયા પછી ત્યાંથી અડધી સળગેલી ચલણી નોટો સહિત જંગી રોકડ રકમ મળી હતી. આ પછી સુપ્રિમ કોર્ટે સંબંધિત જજની અન્યત્ર બદલી કરીને ત્રણ સભ્યોની તપાસ સમિતિ નિમી હતી. આ સમિતિએ સંબંધિત જજનો જવાબ લીધો અને તપાસ પૂરી કરીની તેનો રિપોર્ટ સુપ્રિમકોર્ટને સોંપ્યો, અને એવું કહેવાય છે કે આ રિપોર્ટ સુપ્રિમકોર્ર્ટં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સોંપ્યો છે. આ રિપોર્ટ મળ્યા પછી હવે તે સાર્વજનિક (જાહેર) થાય છે કે કેમ? રિપોર્ટમાં શું છે? રિપોર્ટમાં સંબંધિત જજ દોષિત હશે, તો તેની સામે કેવા કાનૂની કદમ ઉઠાવાશે? જો તેઓ નિર્દોષ ઠરશે, તો તે જંગી રોકડ રકમ કોની હતી, અને ત્યાં કેવી રીતે પહોંચી હતી? તે તમામ પ્રશ્નોનો જવાબ નહીં મળે ત્યાં સુધી લોકો કહેતા જ રહેવાના છે કે "ગોલમાલ હૈ, ભાઈ સબ ગોલમાલ હૈ...!"
અત્યારે ઠેર-ઠેર દબાણ હટાવ ઝુંબેશો ચાલી રહી છે, અને તેના સંદર્ભે થતી ચર્ચાના તારણો એવા નીકળી રહ્યા છે કે આટલી વિશાળ જમીનો પર હજારો ગેરકાયદે બાંધકામો થઈ ગયા, દાયકાઓથી લોકો તેમાં રહેતા હતા, તે સમયે તંત્રો-શાસન-પ્રશાસનો શું કરી રહ્યા હતા?
અમદાવાદના ચંડોલા તળાવના દબાણ કૌભાંડે તો દાયકાઓથી ચાલી રહેલી ગોલમાલ અને તેની સાથે તંત્રો અને નેતાઓની સર્વપક્ષીય સાંઠગાંઠને પણ ખૂલ્લી પાડી દીધી છે. આટલા દાયકાઓ સુધી ઘણાં અધિકારીઓ બદલ્યા, શાસકો બદલ્યા, સરકારો બદલી છતાં દબાણો "અટલ" રહ્યા, તેનું કારણ શું? આ પ્રકારના દબાણો શરૂ થયા તે પછી પણ ગુજરાતમાંતો મોટેભાગે ભાજપની જ સરકાર સત્તામાં રહી હતી, તેમ છતાં આ ગેરકાનૂની પ્રવૃત્તિ પનપતી રહી હતી, અને સ્થાનિક નેતાઓ તથા જનપ્રતિનિધિઓ પણ રહસ્યમય ચુપકીદી સેવી રહ્યા હતા, તેથી એવું કહી શકાય કે "ગોલમાલ હૈ ભાઈ, સબ ગોલમાલ હૈ...!"
પહલગામ આતંકી હૂમલા પછીના ઓપરેશન સિંદૂરનો આડ ફાયદો એ થયો કે દેશમાં ગેરકાયદે રહેતા અને ગુનાખોરી આચરતા બાંગ્લાદેશીઓની હકાલપટ્ટી તો થઈ, પરંતુ સાથે-સાથે દાયકાઓથી સરકારી જમીન કે પંચાયત પાલિકા - મહાપાલિકાઓની જમીનો દબાવીને બેઠેલા લલા બિહારી જેવા ભૂમાફિયાઓ પર પણ અંકુશ આવ્યો અને કેટલી ગોલમાલ ચાલતી હતી તે પણ બહાર આવી ગયું. ઓપરેશન સિંદૂર કેન્દ્ર સરકાર માટે પણ 'મોકડ્રીલ' જેવું પુરવાર થયું છે. જો યુદ્ધ થાય તો કેટલા દેશો ભારતની પડખે ઊભશે અને કેટલા દેશો ડબલ ઢોલકી વગાડશે, તેમજ કેટલા દેશો દુશ્મન દેશની પડખે ઊભા રહેશે, તે પણ પરખાઈ ગયું છે, બીજી તરફ ટ્રમ્પે જે રીતે દ.આફ્રિકાના પ્રમુખ રામાફોસા સાથે રકઝક કરીને પણ ટ્રમ્પના મગનજની ગોલમાલ જ દર્શાવે છે ને?
પાકિસ્તાને વાપરેલા ચીની શસ્ત્રો, તૂર્કીયેના ડ્રોન અને ચાઈનીઝ મિસાઈલોનો ભાંડો પણ ફૂટી ગયો અને હવે તેનો માર ચીનના રક્ષા ઉત્પાદનો કરતી કંપનીઓને પાડવાનો જ છે. ચીનના તકલાદી સાધનો જે રીતે નિષ્ફળ ગયા, તે સાબિત કરે છે કે ચીનની ચીજો પણ ગોલમાલ જ ગોલમાલ છે...
હજુ થોડા દિવસો પહેલા પાકિસ્તાન સાથે દુશ્મનાવટ જેવો વ્યવહાર હતો, તેવામાં અચાનક જ અફઘાનિસ્તાનની તાલિબાની સરકાર પણ ચીન-પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના આર્થિક કોરિડોર માટે સહમત થઈ ગઈ, તે આપણા દેશ માટે મોટો ઝટકો છે, પરંતુ તેની બહુમત થશે નહીં, કારણ કે વૈશ્વિક રાજકરણ તથા આપણી વિદેશનીતિમાં પણ કયાંકને કયાંક ગોલમાલ છે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
પાકિસ્તાન ગજબનો દેશ છે, સામાન્ય રીતે પરાજીત કે પીછેહઠ પછી જવાબદારોને સજા થાય કે રિવર્ઝન અપાય, પરંતુ ભારતે નવ આતંકી ઠેકાણાઓને ૧૦૦ આતંકી આકાઓ સાથે રાતોરાત ફુંકીમાર્યા અને તેની સામે પાકિસ્તાને દુઃસાહસ કરતા જ ભારતે પાકિસ્તાની સેનાને ધૂળ ચટાડી દીધી, તેમ છતાં પાકિસ્તાન સરકારે પાકિસ્તાનના પરાજીત સેનાધ્યક્ષ મુનીરને પ્રમોશન આપ્યું અને ફિલ્ડ માર્શલ બનાવાયા, તેની વૈશ્વિક ચર્ચા થઈ રહી છે. ભૂતકાળમાં તો અયુબખાને તખ્તા-પલટ કર્યા પછી પોતાને જ પ્રમોશન આપી દીધું હતું, પરંતુ જનરલ આસિમ મુનીરને તો પાકિસ્તાન સરકારની કેબિનેટે જ મંજુરી આપીને ફિલ્ડ માર્શલનું પ્રમોશન આપી દીધા પછી એવો કટાક્ષ થઈ રહ્યો છે કે જનરલ આસિમ મુનીર તો ફિલ્ડ માર્શલ નહીં પણ "ફેઈલ્ડ માર્શલ" જ છે. જો કે, શાહબાઝ સરકાર સેનાની કઠપૂતળી જ છે. પાકિસ્તાન આઝાદ થયા પછી જનરલ મુનીર બીજા ફિલ્ડ માર્શલ બન્યા છે, તેથી એવા અનુમાનો પણ થવા લાગ્યા છે કે હવે શાહબાઝ સરકાર સ્ટેપ ડાઉન કરશે કે પછી ફિલ્ડ માર્શલ બનેલા આસિમ મુનીર તખ્તા-પલટ કરીને સત્તા સંભાળી લેશે. કારણ કે, જનરલ મુશર્રફે પણ "સંજોગો" સુધારવાના નામે જ નવાઝ શરીફને હટાવીને સત્તા સંભાળી હતી.
એવું પણ કહેવાય છે કે મુનીરે પોતે જ આ પ્રસ્તાવ મૂક્યો, અને શાહબાઝ પાસે મંજુર કરાવ્યો છે. ઘણાં લોકો ભારત સામે પરાજયને છાવરવા અને પાકિસ્તાની સૈન્યનું મનોબળ વધારવા આ કદમ ઉઠાવ્યું હોવાનું પણ માને છે. આ અહેવાલો આવ્યા, ત્યારે પહેલાં તો આ સમાચારની ખરાઈ કરવાની મથામણ ચાલવા લાગી હતી, કારણકે ઓપરેશન સિંદૂર પછીના ભારત-પાક. યુદ્ધ સમયે એવી વાતો ઉડાડવામાં આવી હતી કે મુનીરની ધરપકડ થઈ ગઈ છે અને તેના સ્થાને જનરલ મિરઝાને સેનાધ્યક્ષ બનાવાયા છે, જે વાત તે પછી અફવા નીકળી હતી. વાસ્તવમાં જનરલ મુનીર તે સમયે કોઈ બંકરમાં છુપાઈ ગયા હોવાની વાતો પણ વહેતી થઈ હતી. જે હોય તે ંખરૃં, પરંતુ મુનીરના પ્રમોશને અનેક સવાલો અને આશંકાઓ તો ઊભી કરી જ દીધી છે.
ભારતના સાંસદોની ટીમો વિશ્વ સમુદાય સમક્ષ પાકિસ્તાનના પ્રપંચને ખુલ્લો પાડવા જનાર છે, અને એક ટીમ તો આજે રવાના થઈ છે, તેથી એક તરફ તો પાકિસ્તાને બિલાવલ ભુટ્ટોને વિશ્વના કેટલાક દેશોમાં મોકલી રહ્યા હોવાની વાતો વહેતી થઈ હતી, તો બીજી તરફ મુનીરને પ્રમોશન આપીને દુનિયા સમક્ષ પાકિસ્તાનનો વિજય થયો હોવાના જુઠ્ઠાણા ફેલાવીને પોતાના જ દેશની જનતાને ભ્રમમાં રાખવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના તારણો પણ નીકળી રહ્યા છે. ભૂંડી રીતે હાર્યા પછી અને નીચી મૂંડી કરીને યુદ્ધવિરામની કાકલૂદી કર્યા પછી પણ પ્રપંચી પાકિસ્તાન ઉજવણીઓ કરી રહ્યું છે, તેથી વિશ્વભરમાં આશ્ચર્ય ફેલાયું છે!
પાકિસ્તાનમાં શાહબાઝ સરકારના આ કદમની ચર્ચા થઈ રહી છે, તો ભારતમાં ભારતીય સેનાની વાહવાહીની સાથેસાથે કેન્દ્રીય રાજકીય નેતૃત્વ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. ખડગેએ આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન વિદેશોમાં ફરતા રહે છે અને તેના કાર્યકાળમાં દસેક વખત તેઓ અમેરિકાના પ્રવાસે ગયા હતા, તેમ છતાં (ચીન અને તુર્કીયેની જેમ) ભારતની પડખે મજબૂતીથી કોઈ દેશ ઊભો રહ્યો નહીં, જે મોદી સરકારની વિદેશનીતિની નિષ્ફળતા દર્શાવે છે. તેમણે કટાક્ષ પણ કર્યો કે શું મોદી વિદેશની યાત્રાએ માત્ર ફોટા પડાવવા જાય છે ? બીજી તરફ રાહુલ ગાંધીએ પણ ઓપરેશન સિંદૂરના સંદર્ભે મોદી સરકારને કેટલાક સવાલો પૂછ્યા છે, તો કોંગ્રેસના નેતા શશિ થરૂરનું નામ નહીં આપ્યું હોવા છતાં તને કોંગ્રેસ પ્રતિનિધિ તરીકે વિદેશ જનારા ડેલિગેશનમાં સમાવાયા તેની આલોચના થઈ રહી છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉતે વિદેશ જનારા ડેલિગેશનને વરઘોડાના જાનૈયા ગણાવ્યા, તો એન.સી.પી. નેતા શરદ પવારે તેને સ્થાનિક રાજકરણની દેશના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સાથે ભેળસેળ નહીં કરવાની સલાહ આપી.
ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ ભલે પાકિસ્તાનને બે-ત્રણ દિવસમાં ધૂળ ચટાડી દીધી હોય, પરંતુ પાકિસ્તાનની સેનાને રગદોળીને પી.ઓ.કે. પાછું લેવાની સ્થિતિમાં હોવા છતાં સરકારે સંઘર્ષવિરામ સ્વીકારી લીધું, તેથી દેશવાસીઓની જનભાવનાઓ સંતોષાઈ નહોતી, અને હવે એલ.ઓ.સી. પરથી ક્રમશઃ સૈન્ય હટાવવાની વાતો વહેતી થતા લોકોમાં નિરાશા ફેલાઈ રહી છે અને જો આ પ્રકારના અહેવાલોમાં તથ્ય હોય તો શાહબાઝ સરકાર અને આપણી સરકારમાં ફેર શું? તેવા નિરાશાવાદી સવાલો પણ ઉઠી રહ્યા છે. જો કે, બીજી તરફ એલ.ઓ.સી. કે આંતરરાષ્ટ્રીય સરહદેથી સુરક્ષાદળો ઘટાડવાના અહેવાલો પાકિસ્તાનથી આવ્યા હતા અને આજે સવાર સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. એક તરફ ઓપરેશન સિંદૂર યથાવત છે, માત્ર સંઘર્ષ વિરામ થયો છે, યુદ્ધવિરામ થયું નથી. કોઈ ત્રીજા દેશની મધ્યસ્થી નથી અને ભારતીય સેનાની ત્રણેય પાંખો કોઈ પણ પડકારને પહોંચી વળવા તથા આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારવા હજુ પણ સજ્જ છે, તેવા દાવાઓ થઈ રહ્યા હોય, અને બીજી તરફ એલ.ઓ.સી. પરથી સૈન્ય હટાવવા કે ઘટાડવાની વાતો થતી હોય, તે વાત દેશભરના ભારતીયોને જ હજમ થાય તેવી પણ નથી.
એક એવી વાત પણ સામે આવી છે, જે કોઈપણ સાર્વભૌમ દેશ માટે શરમજનક ગણાય. પાકિસ્તાનથી જ વહેતા થયેલા અહેવાલો મુજબ આઈ.એમ.એફ.ની ટીમ ઈસ્લામાબાદમાં છે, અને પાકિસ્તનની સરકારે તેનું વાર્ષિક બજેટ પણ આ ટીમની સલાહ મુજબ બનાવવામાં આવી રહ્યું છે. આ વખતે ૧૧ નવી શરતો સાથે આઈ.એમ.એફ. દ્વારા મુકાયેલી શરતો ઉપરાંત હવે જો પાકિસ્તાનનું બજેટ પણ આંતરરાષ્ટ્રીય સંસ્થા એટલે કે બાહ્ય સંસ્થા સૂચવે, તે મુજબ કરવાની પાક.ની મજબુરી છે. ભારત સાથે સંઘર્ષ વધે, તો એક અબજ ડોલર કે તેનો મહત્તમ હિસ્સો ગુમાવવાની નોબત આવે તેમ હોવાથી પાકિસ્તાન હવે કોઈ આ સાર્વભૌમ દેશ નહીં, પરંતુ માત્ર ચીનની કઠપૂતળી અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની કઠપૂતળી જેવું જ રહી ગયું હોવાની થઈ રહેલી આલોચના જોતા સવાલો ઉઠે છે કે ઓપરેશન સિંદૂરની અધવચ્ચે પહોંચેલી સ્થિતિમાં અત્યારે કૌન જીતા કૌન હારા ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આઝાદી પછી તો એક યુગ એવો હતો કે રેલવેનો ગંભીર અકસ્માત થાય, તો પણ તેની નૈતિક જવાબદારી સ્વીકારીને રેલવેમંત્રી રાજીનામું આપી દેતા હતા, દેશને આઝાદી મળી, ત્યારે દેશના તમામ નેતાઓ જેનો પડ્યો બોલ ઝીલતા હતા, તે ગાંધીજીએ પોતે તો સરકાર કે કોંગ્રેસનો કોઈ હોદ્દો સ્વીકાર્યો નહીં એટલે કે સત્તાસુખ માણ્યું નહીં, પરંતુ કોંગ્રેસનું વિસર્જન કરીને જનાદેશ મેળવવાની સલાહ આપી હતી. તેવી જ રીતે દેશના મજબૂત, લોખંડી મહિલા ગણાતા ઈન્દિરા ગાંધી સામે ચળવળ આદરીને અને તે સમયના વિપક્ષોને એકજૂથ કરીને જનતાપાર્ટીના માધ્યમથી પ્રચંડ જનાદેશ મળ્યા પછી પણ જયપ્રકાશ નારાયણે પોતે સત્તાસુખ ભોગવ્યું નહીં, કે કોઈ હોદ્દો ગ્રહણ કર્યો નહીં. છેલ્લે લોકપાલના મુદ્દે ઈન્ડિયા અગેઈન કરપ્શનનું આંદોલન કરનાર અન્ના હજારે તો પોલિટિકલ પાર્ટી રચવાના જ વિરોધી હતા, અને તેથી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની રચના કરી, ત્યારથી જ તેઓ વિખૂટા પડીને નિષ્ક્રીય થઈ ગયા હતા, પરંતુ સરકાર, પાર્ટીમાં કોઈ હોદ્દો મેળવ્યો નહીં, અને કેજરીવાલને પણ રાજનીતિમાં પડીને રાજકીય પક્ષ નહીં રચવાની સલાહ આપી હતી.
અત્યારે તો રાજકારણમાં પ્રવેશીને પોલિટિકલ સેલ્ટર મેળવવું, પોતાના કામધંધા ઉદ્યોગને ફાયદો કરાવવો, પોતાના પરિવારજનો કે સગા-સંબંધીઓને રાજકીય હોદ્દાઓ અપાવવા, કે પછી મોટા-મોટા કોન્ટ્રાકટ અપાવવા જેવા સ્વાર્થી ઉદ્દેશ્યો સિદ્ધ કરવાની મનોવૃત્તિ વધવા લાગી છે, અને શુદ્ધ જનસેવા, દેશસેવા કે માનવસેવાના ઉમદા ઉદ્દેશ્યો હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે.
થોડા દાયકાઓ પહેલાના સમયગાળા સુધી રાજનેતાઓના પરિવારમાંથી કોઈ સભ્ય કાંઈક ખોટું કે ગેરકાનૂની કામ કરે, તો પણ નેતા શરમ અનુભવીને કાં તો પોતે જ કોઈ હોદ્દા પર હોય તો રાજીનામું આપી દેતા, અથવા પોતાનો પરિવારજન કે સગા-સંબંધી પણ દોષીત હોય તો તેની સામે કાનૂની રાહે તપાસ કે કાર્યવાહી પોતે જ પહેલ કરતા અથવા આવી કાનૂની કાર્યવાહીને અટકાવતા નહીં.
જો કે, હવે પણ યુગ બદલી ગયો છે, ચો-તરફ ભ્રષ્ટાચારની બોલબાલા છે, રાજકીય પક્ષો અને નેતાઓ ભોટાભાગે નૈતિક મૂલ્યો ભૂલી ગયા છે અને ભ્રષ્ટાચારીઓને રાજકીય પીઠબળ હોવાથી તેઓ બેફામ બની રહ્યા છે અને તેના બાય-પ્રોડક્ટ્સના સ્વરૂપે કેટલાક નેતાઓના સંતાનો, સગા-સંબંધી અને સમર્થકો દાદાગીરી, ગુંડાગીરી અને ગુનાખોરીમાં લિપ્ત થઈ રહ્યા છેે. ઘણી વખત તો તેઓ પાતાના માતા-પિતા અને પરિવારની આબરૂ ધૂળધાણીમાં મળી જાય, તેવા કૃત્યો પણ કરી નાખતા હોય છે, કેટલાક કિસ્સાઓમાં અણિશુદ્ધ પ્રામાણિક હોવાની છાપ ધરાવતા નેતાઓએ તો પોતાના સંતાનો કાબૂમાં નહીં હોવાનું જાહેર કરવું પડતું હોય છે, તો ઘણી વખત હોદ્દા પર બિરાજતા નેતાઓ જ પોતાના સગા-સંબંધી, સ્નેહી, મિત્રો કે સંતાનોના માધ્યમથી ગેરકાનૂની કૃત્યો કરાવતા હોય છે, અથવા તેઓને છાવરતા હોય છે.
હમણાંથી રાજ્યના પંચાયત અને કૃષિ વિભાગના એમ.ઓ.એસ. એટલે કે રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બે દીકરા ટોક ઓફ ધ સ્ટેટ બન્યા છે, રૂ. ૭૧ કરોડના મનરેગા કૌભાંડમાં તેઓ સંડોવાયેલા હોવાથી તેમની ધરપકડ થયા પછી ગઈ કાલે બચુભાઈ તેના મંત્રાલય કે કોઈ જાહેર કાર્યક્રમોમાં દેખાયા નહીં હોવાથી આજે કંઈક નવા-જૂની થશે તેવી અટકળો પણ ગઈકાલથી થઈ રહી હતી.
રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના બન્ને પુત્રોની ધરપકડ થઈ, અને તેની સાથે જે તે સમયના બે અધિકારીઓની પણ ધરપકડ થઈ છે અને આજે તેઓને કોર્ટ સમક્ષ રજૂ કરવાની પ્રક્રિયા થઈ ત્યાં સુધી તેમના પિતાની ચુપકીદીને લઈને ચર્ચાઓ થઈ રહી છે, અને દીકરાઓના કૌભાંડમાં પિતા પણ સંડોવાયેલા નથી ને ? મંત્રીપદની સત્તાના પ્રભાવ હેઠળ પિતા દીકરાઓને બચાવવાના પ્રયાસ તો કરી રહ્યા નથી ને ? તેવા પ્રશ્નો પછી ગઈકાલે તો ખુદ બચુભાઈ ખાબડ પણ મનરેગા કૌભાંડમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે સંડોવાયેલા હોવાની ગુપપુસ સાથે આક્ષેપો પણ થવા લાગ્યા હતા.
હકીકતે દુનિયાની સૌથી મોટી પોલિટિકલં પાર્ટી હોવાનો દાવો કરતા ભારતીય જનતા પક્ષે પાર્ટીની અંદર સાફસૂફી કરીને વધી રહેલો સડો દૂર કરવાની જરૂર છે. ગામડાથી મોટા શહેરો સુધી અને તાલુકાથી રાજ્યકક્ષા સુધી કયાંક ને કયાંક ભાજપના નાના-મોટા નેતાઓ ગુનાખોરીમાં ગળાડૂબ હોવાના અહેવાલો જોતા દાયકાઓથી સત્તારૂઢ હોવાથી પાર્ટીમાં ટોપ ટુ બોટમ સાફસૂફીની જરૂર જો પક્ષના અંતરંગ વર્તુળોને જ જણાઈ રહી હોય તો પાટીલથી નડ્ડા સુધીના સર્વોચ્ચ નેતાઓએ આ કડવી વાસ્તવિકતાને અવગણવા જેવી નથી, પણ કદાચ વોટબેંક કે અન્ય મજબૂરી નડતી હશે તેવા અનુમાનો પણ થતા હોય છે કે વાવમાં હોય, તેનું જ પાણી હવેળામાં આવે ને ?
આજે જ એવા અહેવાલો આવ્યા છે કે સુરતના એક યુવા ભાજપ નેતા અને તેના મિત્ર પર ગેંગરેપનો આક્ષેપ થયા પછી સોશ્યલમીડિયામાં એ યુવાનેતાના ભાજપની સર્વોચ્ચ નેતાગીરી સાથેની તસ્વીરો વાયરલ થઈ છે. જો કે, ભાજપે આ યુવાનેતાની પાર્ટીમાંથી હકાલપટ્ટીના અહેવાલો પણ આવ્યા છે, પરંતુ તે તો ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળુ મારવા જેવું જ ગણાય ને ?
ગુજરાતમાં જ નહીં, રાજયકક્ષાએ તથા વિવિધ રાજ્યોમાં પણ ભાજપના કેટલાક નેતાઓ પાર્ટીને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી રહ્યા છેઃ સોફિયા કૂરેશી અંગે શરમજનક નિવેદન કર્યા પછી હોબાળો થતા મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહને સુપ્રિમકોર્ટે તતડાવી નાખ્યા, તે તાજો દાખલો છે. બીજી તરફ ઓપરેશન સિંદૂરની સફળતા અને આતંકવાદના મુદ્દે પાકિસ્તાનનો નકાબ ચીરવાના ઉદ્ેશ્યોથી મોકલાતા પ્રતિનિધિમંડળોને લઈને પણ રાજનીતિ રમાઈ રહી છે, તે યોગ્ય નથી. રાજનેતાઓ અને પાર્ટીઓએ ઉંડા આત્મમંથનની જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઉનાળાની અંગ દઝાડતી ગરમી અને ધોમધખતા તડકા વચ્ચે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં વરસાદ અને તોફાની પવનની આગાહીઓ થઈ રહી છે. આગામી આખુ અઠવાડીયુ વરસાદ પડશે અને ૨૨ તથા ૨૩મી મે ના ભારે વરસાદ પડશે, તેવી આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. આ કારણે જયાં જયાં વરસાદ વહેલો પડશે, ત્યાં ત્યાં પ્રિ-મોન્સુન કામગીરીને પણ માઠી અસર થશે, પરંતુ તે અંગે તંત્રને બહુ ચિન્તા-ફિકર હોય તેમ જણાતું નથી.
રાષ્ટ્રીય કક્ષાએ પણ આજે કેટલાક રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી થઈ છે, અને કેટલાક રાજ્યોમાં ભીષણ ગરમીની સંભાવના જણાવાઈ રહી છે, આ બળબળતા ઊનાળા વચ્ચે ભયંકર જીવલેણ આગ લાગવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે, તો બીજી તરફ વીજપુરવઠાની માંગ પણ વધી રહી છે, આમ ઋતુચક્રની બદલતી તાસીરના કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. બીજી તરફ ભારત-પાક. વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ તથા પુનઃ સરહદી સંઘર્ષની પ્રબળ સંભાવનાઓ વચ્ચે ચીન, તુર્કીયે અને બાંગ્લાદેશ જેવા પાકિસ્તાન પ્રેમી દેશો સામે ભારત સરકાર દ્વારા ઉઠાવાઈ રહેલા ડિપ્લોમેટિક એક્સન્સ ઉપરાંત લોકો તથા બિઝનેસ-એજ્યુકેશન-ટુરિઝમ સહીતનાં ક્ષેત્રો સાથે સંકળાયેલી સંસ્થાઓ, એસોસિએશનો, યુનિવર્સિટીઓ તથા સામાન્ય જનતા પણ આ ત્રણેય દેશોનો વ્યાપક બહિષ્કાર કરવાની ચળવળો પણ શરૂ થઈ ગઈ છે.
આ પ્રકારની ચળવળો આ પહેલા પણ ચીન સામે થઈ હતી, પરંતુ તે ખોખલી નિવડી અને ચીનનો બહિષ્કાર માત્ર ચીન સાથે સરહદી સંઘર્ષ હતો, ત્યાં સુધી જ થોડો -ઘણો સફળ રહ્યો હતો, પરંતુ તે પછી સરકાર દ્વારા એ સ્થિતિમાં ઉઠાવેલા કદમની સાતત્યતા ભૂલી ગઈ અને જનતા પણ ભૂલી ગઈ હતી. આ વખતે શરૂ થયેલો બહિષ્કાર હવે આતંકવાદ ખતમ ન થાય, પાકિસ્તાન પરાસ્ત ન થાય, પી.ઓ.કે. પાછું ન મળે અને ચીનની શાન પણ ઠેકાણે ન આવે ત્યાં સુધી ચાલતો જ રહે, તો જ આ પ્રકારની ચળવળો યથાર્થ ઠરે, અન્યથા જોસેફ ફેઈમ પ્રોપાગન્ડા જ પુરવાર થશે. હવે તુર્કીયે સાથે સંકળાયેલા કેટલાક ગુજરાત સહિત પ્રોજેકટો તથા કરારો પણ રદ્દ કરવા જ પડે ને ?
આપણા દેશમાં પણ ઘણાં ગદ્દારો મોજુદ છે, જેને ભારતીય સેનાના વિજયી પરાક્રમો કે પાકિસ્તાનની ઓપરેશન સિંદૂરમાં થયેલી બરબાદીમાં મજા નથી આવતી, પરંતુ દેશવિરોધી પ્રચાર અને પ્રવૃત્તિઓ વધુ પસંદ આવે છે. કેટલાક ગદ્દારો તો પકડાયા પણ છે, તાજેતરમાં જ ઝડપાયેલી પાક.ની જાસુસી સંસ્થા આઈ.એસ.આઈ.ની જાસુસ ગણાતી જયોતિ મલ્હોત્રા તથા શાહજાદ નામનો શખ્સ તેનું તાજુું દૃષ્ટાંત છે. જો કે, આ બન્નેની તપાસ ચાલી રહી છે, અને અદાલતે જયોતિ મલ્હોત્રાને રિમાન્ડ આપ્યા પછી પોલીસ પુછપરછ કરી રહી છે, તેથી આ કિસ્સો અત્યારે અન્ડર ઈન્વેસ્ટીગેશન ગણાય.
પોલીસ તપાસ પૂરી થયા પછી જો આક્ષેપો સાચા પુરવાર થશે, તો આ બન્ને શંકાસ્પદોને કાયદો તો અદાલતી કાર્યવાહી કર્યા પછી સજા કરશે જ, પરંતુ આ પ્યાદાઓની પાછળ રહેલા સીમાપારના કાવતરાખોરો નાબૂદ નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાનના જાસૂસો, પાક પ્રેરિત આતંકવાદીઓ તથા સ્લીપર સેલ્સના સ્વરૂપમાં આપણા જ દેશમાં રહીને દુશ્મનને મદદ કરતા ગદ્દારો ગાંડા બાવળની જેમ વધતા જ રહેવાના છે, તેથી ઓપરેશન સિંંદૂર હેઠળ સીમાપાર આક્રમણ કરીને આતંકી પર પ્રહાર કરવા અને તેને પ્રેરણા અને ખુલ્લેઆમ સમર્થન આપતી પાકિસ્તાનની શાન ઠેકાણે લાવવાની જરૂર છે, અને તેમાં અમેરિકા કે કોઈપણ ત્રીજા દેશનો હસ્તક્ષેપ હવે દેશની જનતા પણ સ્વીકારે તેમ નથી.
દુનિયામાં શાંતિ ફેલાવવાની ડંફાસો મારતા ટ્રમ્પ રશિયા-યુક્રેન વચ્ચે સમાધાન કરાવવાના ફાંકા મારતા હતા પરંતુ, પુતિને ભાવ આપ્યો નહીં, અને યુક્રેન પર નવેસરથી હૂમલો કરી દીધો. અમેરિકાનું પાક્કું દોસ્ત ગણાતુ ઈઝરાયેલ ગાઝાપટ્ટી પર સતત હૂમલા કરી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ ગમે ત્યારે સંગ્રામ શરૂ થઈ શકે તેવી સ્થિતિ છે, તેથી એક તરફ તો વિશ્વયુદ્ધ થઈ જાય, તેવી ભયંકર અને ડરામણી સ્થિતિ ઊભી થઈ રહી છે, તો બીજી તરફ "ટ્રેડ ટ્રેડ" કરતા ટ્રમ્પે શરૂ કરેલા ટેરિફવોરના કારણે વૈશ્વિક માર્કેટ તથા અનેક દેશોમાં અર્થતંત્ર (અમેરિકા અને ચીન સહિતના) પણ ડગમગવા લાગ્યા છે, તેથી આખું વિશ્વ બરબાદી તરફ ઢસડાઈ રહ્યું હોય તેમ જણાય છે.
આપણો દેશ આતંકવાદ સામે એકજૂથ છે, અને પાકિસ્તાનને પછાડીને હવે પી.ઓ.કે. પાછું લેવું જોઈએ તથા પાકિસ્તાનથી આઝાદ થવા ઈચ્છતા બલુચિસ્તાન ઉપરાંત બાલ્ટિસ્તાન અને ગિલગીટ સહિતનાં પ્રદેશોને મદદ કરીને પાકિસ્તાનના પાંચ ટૂકડા કરી નાખવા જોઈએ, તેવી જનભાવનાઓ ઉછળી રહી છે, તો બીજી તરફ ઓપરેશન સિંંદૂરના પ્રથમ તબક્કાની સફળતા પછી તેનો યશ લેવાની હોડ લાગી છે. આપણા દેશની ગરિમા ઝળહળતી રહે, તે માટે અત્યારે શાસકપક્ષ અને વિપક્ષોની સાત ટીમો વિદેશ જઈ રહી છે તે સારી વાત છે પરંતુ તેમાં પણ આંતરિક રાજનીતિના ખેલ ચાલી રહ્યા હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે. બીજી તરફ પાકિસ્તાનના પી.એમ. શાહબાઝ અને તેની સરકાર પણ જાણે ભારતની નકલ કરતી હોય તેમ વિશ્વ સમુદાય સમક્ષ જવાની છે.
આપણા દેશમાંથી વિદેશી જાસૂસો પકડાતા હોય, આઈ.એસ.આઈ.ના આતંકીઓ દબોચાતા હોય અને હૈદ્રાબાદમાં આતંકી હૂમલા કરવાના કાવતરાખોરો ઝડપાતા હોય, તો તે એક તરફ તો આપણી ચૂસ્ત-દૂરસ્ત સુરક્ષા વ્યવસ્થાને પુરવાર કરે છે, તો બીજી તરફ એવો સંકેત પણ આપે છે કે આપણે જરા પણ ગાફેલ રાખવું પોસાય તેમ નથી, કારણ કે દેશમાં જ પાકિસ્તાન પ્રેમીઓ તથા ચીનના ચાહકો પણ ઓછા નથી !
કેન્દ્ર સરકારે પણ એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી કે અત્યારે આખો દેશ એકજૂથ થયો છે તે રાજકીય રીતે શાસકપક્ષ કે ગઠબંધનના સમર્થનમાં છે, પછી અત્યારે આખો દેશ આતંકવાદ અને દુશ્મન દેશો સાથે એકજૂથ થયો છે, અને તે માટે સરકાર દ્વારા લેવાતા નિર્ણયો અને ભારતની બહાદૂર સેનાની પાસે અડીખમ ઊભો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતની ઘણી તળપદી કહેવતો ખૂબજ થોડા શબ્દોમાં ઘણું બધું કહી દેતી હોય છે, અને કેટલીક કહેવતો તો ફિલોસોફી, ગહન ચિંતન અને અનુભૂતિના સંગમમાંથી પ્રગટી હોય તેવું લાગે, તો કેટલીક કહેવતો શાનમાં સમજાવી દેવાની તાકાત પણ ધરાવતી હોય છે. ગુજરાતી સાહિત્યમાં જ નહીં, પરંતુ હિસ્ટ્રી, મેથ્સ, બિઝનેસ અને પોલિટિકસ સહીતનાં વિષયોમાં પણ ઘણી વખત ગુજરાતી કહેવતો આબેહૂબ બંધબેસતી થઈ જતી હોય છે.
પહલગામ આતંકી હૂમલો, ભારતનું સફળ ઓપરેશન સિંંદૂર અને તે દરમિયાન પાકિસ્તાને હૂમલો કરવાનો માત્ર પ્રયાસ જ કર્યો ત્યાંજ તેમને ભારતે દેખાડેલી સૈન્ય તાકાતની ફેઈક ન્યુઝ અને ડોકટર્ડ કે ચોરી કરેલી તસ્વીરો અને ભળતા વીડિયો મૂકીને પાક મીડિયા અને સોશ્યલ મીડિયા દ્વારા ભ્રામક ખબરો ફેલાવીને પોતાની પીઠ થાબડી રહ્યું હતું, જેની પાકિસ્તાનમાં જ હાંસી ઉડી રહી હતી, તો બીજી તરફ ઈન્ટરનેશનલ મીડિયાના કેટલાક ભારત વિરોધી પરિબળોએ ફેલાવેલી જૂઠી ખબરોની માયાજાળ પણ પ્રાયોજિત ઢબે પાકિસ્તાને ભારતને જબ્બર નુકસાન પહોંંચાડયું હોવાનો ભ્રમ ફેલાવી રહી હતી, અને પાકિસ્તાનમાં તો વિજયોત્સવ ઉજવાઈ રહ્યા હતા.
તે પછી તટસ્થ ઈન્ટરનેશનલ મીડિયાએ વાસ્તવિકતા પ્રગટ કરવા માટે સંશોધનો કર્યા અને ભારતીય સેના તથા વિદેશ મંત્રાલયે તબક્કાવાર પ્રેસ-કોન્ફરન્સો યોજીને ફોટો, વીડિયો અને સંલગ્ન પુરાવા સાથે હકીકતો રજૂ કરી, તે પછી સેટેલાઈટ આધારિત અસ્સલ અને સચોટ તસ્વીરોએ પાકિસ્તાનની પોલ ખોલી નાખી અને પાકિસ્તાન માત્ર ત્રણેક દિવસોમાં જ બરબાદ થઈ ગયું હોવાનું પુરવાર થયા પછી હવે પાકિસ્તાનના પી.એમ. શાહબાઝ શરીફ હવે ક્રમશઃ ધીમે ધીમે એ હકીકત સ્વીકારતા થયા છે કે આ મીનીયુદ્ધે જ પાકિસ્તાનના મહત્વપૂર્ણ સ્થળોના ભૂક્કા બોલાવી જ દીધા હતા, અને મહત્ત્વપૂર્ણ એરબેઝનો ખુરદો બોલી ગયો હતો.
આજે સવારથી એવા અહેવાલો આવી રહ્યા છે કે શાહબાઝે તેમના મહત્ત્વના એરબેઝ સહિત થયેલા જંગી નુકસાનની વાત સ્વીકારી છે, તે પહેલા ગઈકાલે તેમણે ભારત સાથે શાંતિવાર્તા કરવાની તૈયારી પણ બતાવી હતી, પરંતુ ભારતના વિદેશમંત્રીએ સ્પષ્ટ જવાબ આપી દીધો હતો કે હવે માત્ર પી.ઓ.કે. ખાલી કરવા અને પાકિસ્તાનમાંથી આતંકવાદ નાબૂદ કરવા સિવાય કોઈ વાત નહીં થાય!
પાકિસ્તાનના સિંધના મુખ્યમંત્રી અને ત્યંના વાયુદળના પૂર્વ એરમાર્શલે પણ ભારતે એવોકસ સિસ્ટમ ઉડાડી દીધી હોવાની વાત કરી હતી, અને હવે શાહબાઝે વાસ્તવિકતા સ્વીકારવાનું શરૂ કર્યું, તેથી એવું કહી શકાય કે વાર્યા ન વરે, તે હાર્યા વરે, એટલે કે ઘણું બધું સમજાવવા છતાં અકડાઈ ચાલુ રાખે, તેને પછડાટ પડે કે ઘોર પરાજય થાય ત્યારે જ તેને ભાન થાય.
જો કે, પાકિસ્તાન સુધરે તેમ નથી. વાર્યા વરે અને હારે તો પણ ન વરે, તો તેનું નિકંદન નીકળી જવાનું નક્કી હોય છે, તેથી એવું પણ કરી શકાય કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ....
ભારતના બ્રહ્મોસે પાકિસ્તાનને તબાહ કરી દીધું અને ચીનની તકલાદી એર ડિફેન્સ સિસ્ટમો ફેઈલ ગઈ, ચીન અને તુર્કિયેના ડ્રોનનો તો કચ્ચરઘાણ જ નીકળી ગયો અને ચીનની મિસાઈલની હવા નીકળી ગઈ, તે પછી ચીનનો ડિફેન્સ માર્કેટમાં પણ જબરો ફટકો પડવાનો છે. અને યુદ્ધ સામગ્રી જ નહીં પરંતુ અન્ય ચીજવસ્તુઓનો વેપલો પણ વિખેરાઈ જવાનો છે. હવે ભારતીય સેનાએ નવું નોટમ જાહેર કર્યું છે, મિસાઈલના નવા પરીક્ષણો થઈ રહ્યા છે, યુદ્ધ સામગ્રીના નવા સોદાઓ થઈ રહ્યા છે, ડિફેન્સ બજેટ વધારાયુ છે, ભારતીય સેનાને વળતો પ્રહાર કરવાની ખૂલ્લી છૂટ અપાઈ છે અને દેશના રક્ષામંત્રીએ ભુજમાંથી "પિક્ચર તો અભી બાકી હૈ" જેવો રણટંકાર કર્યો છે, તેથી પાક. પી.એમ. શાહબાઝની હેંકડી નીકળી ગઈ હશે, અને હવે શાંતિ સ્થાપવાની ડાહી ડાહી વાતો કરવા લાગ્યા હશે.
એવું કહેવાય છે કે ભારતના પ્રચંડ પ્રહાર અને પછીની વર્તમાન રણનીતિથી ફફડી ઉઠેલી પાકિસ્તાની સેનાએ તેનું રાષ્ટ્રીય હેડક્વાર્ટર્સ અન્યત્ર ખસેડવાનું નક્કી કર્યું છે. સિંધુ સમજૂતિના સંદર્ભે પરમાણુ બોમ્બની ધમકી આપતા રહેતા પાકિસ્તાની નેતાઓની બોબડી બંધ થઈ ગઈ છે, અને હવે શાંતિનો રાગ આલાપવા લાગ્યા છે, જ્યારે ભારતે વિપક્ષી સાંસદો સહિતના સાત પ્રતિનિધિમંડળની રચના કરી છે અને તેને વિદેશોમાં મોકલીને વિશ્વસમુદાય સમક્ષ પાકિસ્તાનના આતંકી ચહેરાને બે-નકાબ કરવા, આઈ.એમ.એફ. દ્વારા મંજુર થયેલ ફંડ અટકાવવાનું દબાણ લાવવા અને યુ.એન.એસ.સી.માં ટી.આર.એફ.ને આતંકી સંગઠન ઘોષિત કરવાની સાથે સાથે ભારતના અપરાધી આતંકીઓને પરત સોંપવાનની પાકિસ્તાનને ફરજ પાડવા સહિતના બહુ આયામી અને ચોતરફી વ્યુ હાત્મક કદમ ઉઠાવ્યા છે. ભારતે પહલગામ હૂમલા પછી પાકિસ્તાન પર રહેલા પ્રતિબંધો એકાદ અપવાદ સિવાય યથાવત રાખ્યા છે અને યુદ્ધવિરામ નહીં પણ સંઘર્ષ વિરામ છે, તથા પાક. પ્રેરિત આતંકી હૂમલાને યુદ્ધનો પ્રયાસ ગણવા તથા પાકિસ્તાન અને આતંકવાદીઓને એકસરખા ગણીને ટ્રીટ કરવા, તેની સાથે જેવા સાથે તેવાનો વ્યવહાર કરવા તથા આતંકીઓ પર સતત પ્રહાર કરવાની નીતિ અપનાવવા પાકિસ્તન ફફડી રહ્યું છે.
જો કે ભારતીય સેનાએ કરેલા આ પરાક્રમો અને રાજકીય ઈચ્છાશક્તિ કે ડિફેન્સ-ફોરેન મિનિસ્ટ્રીની નિર્ણયશક્તિની વાહવાહી થાય, ત્યાં સુધી બરાબર છે પરંતુ આ અધૂરી સફળતાના મહિમાગાનની આડમાં કે આક્ષેપો-પ્રતિઆક્ષેપો, તરફેણ અને વિરોધના પ્રદર્શનો કરીને રાજકીય લાભ અથવા ચૂંટણીલક્ષી ફાયદો મેળવવાના પ્રયાસો થાય, તો તે માત્ર નિંદનિય જ નહીં, પરંતુ પોતાના પરિવારોને છોડીને તથા સાથે કફન બાંધીને દેશની રક્ષા કરતા જવાનોનું પણ અપમાન જ ગણાય ને ?
પહલગામ હૂમલા પછી ઓપરેશન સિંદૂરના પ્રથમ તબક્કાની સફળતા સુધી ભારતે જે એકજૂથતા દેખાડી હતી, તે પણ આ પ્રારંભિક વિજય માટે યશભાગી છે, તે ભૂલવું ન જોઈએ...હજુ પણ ટ્રેલર પછીનો વિરામ છે, અને પિક્ચર હજુ બાકી છે, તેવા થયેલા દાવાઓ પણ કસોટીની એરણે ચડવાના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રાજકોટમાં સામાન્ય વરસાદ થતા જ ત્યાંની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ અને ભર ઉનાળે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ, એટલું જ નહીં, કેટલાક વસાહતી વિસ્તારો જળબંબાકાર થઈ ગયા અને લોકોના ઘરોમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા, તે પછી જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અને વિવિધ સરકારી વિભાગો તથા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્વારા હાલારના નગરો-ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલી પ્રિ-મોન્સુન કામગીરી વ્યવસ્થિત, ગુણવત્તાસભર અને યોગ્ય રીતે થઈ રહી છે કે કેમ ? તેવા સવાલો ઉઠે એ સ્વાભાવિક છે.
અત્યારે જામનગરમાં વિકાસના કામોની જાણે આંધી આવી હોય તેમ ફ્લાય ઓવરબ્રીજ અને તેના સંલગ્ન કામો, ભૂગર્ભ ગટરના તથા પાણીપૂરવઠાના કામો અને કેટલાક સ્થળે માર્ગ-મરામત તથા અન્ય કામો ચાલી રહ્યા હોવાથી અવાર-નવાર જાહેરનામાઓ પ્રસિદ્ધ કરીને કેટલાક માર્ગો બંધ કરીને તેના વૈકલ્પિક માર્ગો સૂચવાઈ રહ્યા છે, તો કેટલાક માર્ગો ડાયવર્ટ કરાઈ રહ્યા છે અથવા અડધા બંધ કરીને કામ ચલાવાઈ રહ્યું છે. આ કાર્યોની સાથે સાથે ચાલતી પ્રિ-મોન્સુન કામગીરીઓ કેટલી વ્યવસ્થિત થાય છે અને કયાં લાપરવાહી રખાઈ રહી છે, તેના પર ઉચ્ચ અધિકારોઓ અને જવાબદાર નેતાગીરી ઉપરાંત હવે જાગૃત નાગરિકો પણ નજર રાખી રહ્યા છે અને લોલંલોલ કે ગરબડ જણાય, ત્યાં વીડિયો ઉતારીને કે ફોટા પાડીને તેને ઉજાગર કરવાની પ્રવૃત્તિ પણ વિકસી રહી છે, તેથી ઈજારદારો તથા તંત્રોએ પણ વધુ જાગૃત રહેવું પડી રહ્યું હોય તેમ જણાય છે. જો કે, આ પ્રકારની પ્રવૃત્તિ વિશુદ્ધ ઢબે અને તદૃન લોકલક્ષી માનસિકતા સાથે જ થવી તત્યંત જરૂરી છે અને કદાચ તેવું જ થઈ રહ્યું છે. તંત્રો પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી તથા પુરાવા સાથે થતી નક્કર રજૂઆતો પરત્વે તત્કાલ લક્ષ્ય આપીને જે ગરબડ થતી હોય કે કચાશ રહી જતી હોય તો તે અટકાવે અને મૂળમાંથી જ સુધારે તેવું મેકેનિઝમ વધુ વ્યાપક અને ઝડપી બનાવે તે અનિવાર્ય છે.
વિકાસના માચડા ઊભા કરી દેવામાં આવે, પરંતુ તે પૂરેપૂરા ઉપયોગી ન બને, તો જંગી ખર્ચાઓનો કોઈ અર્થ નથી. દૃષ્ટાંત તરીકે જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટીમાં નગરમાં નવા બનેલા ત્રણ સી.એચ.સી. ના ઓપરેશન મેન્ટેનન્સના કામોની દરખાસ્તો પેન્ડીંગ રાખીને કેટલીક અનિવાર્ય પૂર્તતાઓ કરવામાં આવી રહી હોવાની ચર્ચા થઈ હતી, અને નવા બનેલા ત્રણ સામૂહિક આરોગ્ય કેન્દ્રો પૈકી માત્ર બેડીબંદર રીંગ રોડ પર અધકચરા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અપૂરતી સાધન-સામગ્રી સાથે એક સી.એચ.સી. ચાલુ થયું હોવથી તમામ સી.એચ.સી. તબીબો તથા કાયમી અથવા વીઝીટીંગ નિષ્ણાંત તબીબો (સ્પેશ્યાલિસ્ટો), જરૂરી દવાઓ તથા પૂર્ણ કક્ષાના ઓ.ટી. સહિતની વ્યાવસ્થાઓ સાથે તત્કાલ કામ કરતા થઈ જાય, તેવી અપેક્ષા નગરજનો રાખી રહ્યા છે, અને આ અત્યંત જરૂરી સેવાઓમાં થઈ રહેલા અસહ્ય વિલંબનો ખુલાસો પણ થવો જોઈએ, તેવી ગુપસુપ થવા લાગી છે.
સમર્પણ હોસ્પિટલથી દિગ્જામ મીલ થઈને બેડીબંદર તરફ જતા રીંગરોડ અને બેડીબંદરને ગાંધીનગર રેલવેસ્ટેશનને જોડતા રીંગરોડના નવીનીકરણ, વિસ્તૃતિકરણ અને આધુનિકરણની વાતો થતી રહે છે અને મહાનગરપાલિકાની ચંૂટણીઓ સમયે વાયદાઓ થતા રહે છે, પરંતુ આ કામ પૂરું થતું જ નથી, અને પ્રોસિઝર તથા પૂર્તતાના નામે વિલંબ થતો જ રહે છે. આ અંગે જે -તે વિસ્તારોના કોર્પોરેટરો પણ ભેદી ચૂપકીદી સેવી રહ્યા હોય તેમ જણાય છે.
નગરમાં નવા-નવા "ડ્રીમ પ્રોજેકટો" ના પ્લાન બને, ટ્રાફિક સમસ્યા નિવારવાના હેતુથી નિર્માણાધિન ફ્લાય ઓવરબ્રીજનું ચોમાસા પહેલા લોકાર્પણ થઈ જાય કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના જંગી કામો થતા રહે, તે આવકારદાયક છે, પરંતુ લોકોની મૂળભૂત જરૂરિયાતોના કામો ખોરંભે ન પડે અને ધીમી ગતિએ ચાલતા જનજરૂરી વિકાસકામો ગુણવત્તાસભર બને અને તત્કાળ સંપન્ન થાય તે પણ જરૂરી છે...સામર્થ્યવાનોના સપનાઓની જેમ જ સામાન્ય લોકોની પ્રાથમિક સુવિધાઓનું પણ ચિંંતન થાય, તો જ પ્રજાલક્ષી સુશાસનના દાવાઓ સાચા પડે,....સમજદાર કો ઈશારા બહોત....?
સમર્પણ હોસ્પિટલ પાસે અત્યારે જાણે પરિવહનનું જંકશન રચાયુ હોય તેમ ત્યાંથી ખંભાળીયા, પોરબંદર, દ્વારકા, ઓખા, બેટદ્વારકા, રાવલ, ભાણવડ, લાલપુર તરફ જતા સેંંકડો પેસેન્જરો અને માલવાહક વાહનો પસાર થાય છે, અને આ એક રિકવેસ્ટ બસ સ્ટોપ હોવાથી અહીંથી એસ.ટી., ટ્રાવેલ્સ અને ખાનગી વાહનો પેસેન્જરોને ચડાવવા-ઉતારવા માટે થોભે છે, પરંતુ ત્યાં સેનિટેશનની કોઈ જ વ્યવસ્થા નહીં હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાય છે અને જાહેરમાં પાસવોટર કરવા મજબુર બને છે, એટલું જ નહીં મહિલાઓ તો ક્ષોભજનક સ્થિતિ અનુભવે છે, તેથી ત્યાં સેનિટેશનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવી જરૂરી છે, પરંતુ એરકન્ડીશન ગાડીઓમાંથી સ્વાર્થ વગર નીચે પગ નહીં મુકતા સંબંધિત હોદ્દેદારો કે ઉચ્ચ અધિકારીઓને લોકોની આ મૂળભૂત સમસ્યા કદાચ દેખાતી જ નહીં હોય ને...?
લોકોમાં તો એવી ચર્ચા હતી કે સમર્પણ સર્કલને સુવિધાસંપન્ન કરવા અને ડેવલપ કરવા માટે રિલાયન્સ કંપનીએ તૈયારી બતાવી છે અને મનપાની મંજુરીથી તેનો જયારે વિકલ્પ થશે, ત્યારે માત્ર સેનિટેશન જ નહીં સર્કલની ચો-તરફ છાપરાઓ-બેન્ચો-પંખા-પીવાનું પાણી તથા સેનિટેશન-શૌચાલયોની વ્યવસ્થા સાથેના બસસ્ટેન્ડ, ફુવારો, રિક્ષાસ્ટેન્ડ, એ.ટી.એમ. ફર્સ્ટએઈડની સુવિધા તથા શોપીંગ કોમ્પ્લેકસ, સાથેનું સંકુલ ઊભું થશે, પરંતુ હવે જ્યારે રિલાયન્સના સહયોગથી ટાઉનહોલ સર્કલના વિકાસની જાહેરાત થઈ ગઈ છે, તેથી સમર્પણ સર્કલના વિકાસની વાતો કાં તો હવામાં ઉડી ગઈ હશે, અથવા તો નયારા જેવી અન્ય ખાનગી કંપનીઓ, રાજ્યસરકાર અને કેન્દ્રસરકારના સંકલનથી સમર્પણ સર્કલનો વિકાસ થશે, એવી આશાવાદી ચર્ચા પણ થવા લાગી છે. બીજી તરફ લોકોમાં એવી ચર્ચા પણ છે કે કેન્દ્રસરકારની નવી નીતિઓની અસર કદાચ નગર સુધી પહોંચી ગઈ છે. એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે કરોડોના પબ્લિક મનીથી રિપેર કરાયેલા મ્યુનિ. ટાઉનહોલનું ખાનગીકરણ તો થવાનું નથી ને ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણે ઘણી વખત એવું સાંભળીએ છીએ કે કોઈ શ્રમિક કે સામાન્ય વ્યક્તિના બેન્ક એકાઉન્ટમાં અચાનક કરોડો રૂપિયા જમા થઈ ગયા, તો કેટલીક વખત તદ્ન ગરીબ વ્યક્તિને મોટી રકમની વસુલાત કે ટેકસ બાકી હોવાની નોટીસ મળે, તો ક્યારેક દસ્તાવેજી ઓનલાઈન કાર્યવાહી દરમિયાન ગરબડ થઈ જવાના કિસ્સા પણ નોંંધાતા હોય છે, તેનું કારણ અદ્યતન ટેકનોલોજી તથા ઈન્ટરનેટ આધારિત ડિજિટલ, કોમ્પ્યુટરાઈઝ અને ઓનલાઈન સિસ્ટમોમાં થતી ગરબડ હોય છે.
ઝડપી, ચોક્કસ અને પારદર્શક પ્રક્રિયાઓ માટે ડિજિટલ અને ઈન્ટરનેટ આધારિત કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ ઘણીજ ઉપયોગી છે, પરંતુ આ જ સિસ્ટમો જયારે બગડી જાય, ખોટવાઈ જાય કે "ડાઉન" થઈ જાય ત્યારે અનેક પ્રકારની સમસ્યાઓનો ભોગ તંત્ર તથા સામાન્ય લોકો બને છે, તેથી આ પ્રકારની ખામીઓ ઊભી જ ન થાય, તેવી ફૂલપ્રૂફ અદ્યતન સુધારણાઓ ન થાય, ત્યાં સુધી સામાન્ય લોકોને સંબંધિત, ધન-સંપત્તિ કે બેન્કીંગ સેવાઓને લગતી સેવાઓ માટે જયારે ડિજિટલ, ઈન્ટરનેટ અને સર્વર આધારિત સિસ્ટમો બગડી જાય, ત્યારે મેન્યુલ સિસ્ટમોની વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ જિવંત (યથાવત) રાખવી જોઈએ, તેવી એડવાઈઝ અપાતી રહેતી હોય છે, પણ....?
ઘણી વખત સર્વર ડાઉન થઈ જતા કલાકો સુધી લાઈનોમાં ઊભેલા અરજદારોના મહત્વના કામો અટકી પડતા હોય છે, તે ઘણી વખત સર્વર ડાઉનની બહાનાબાજી હેઠળ કામચોરી, લાપરવાહી કે ટેબલ નીચેથી વ્યવહારો કરવાની માનસિકતા પણ પનપતી હોય છે. જો સર્વર ડાઉન થાય તેવા સંજોગોમાં કોઈ એવો વિકલ્પ રાખવામાં આવે, કે શક્ય હોય તો અરજદારનું કામ મેન્યુલી કરી આપવામાં આવે, અથવા તો અરજદારે ફરીથી ધક્કો ન થાય, અને તેનું કામ તે પછી તંત્ર દ્વારા જ થઈ જાય, અથવા અરજદાર સાથે સેલફોન-ઈન્ટરનેટના માધ્યમથી ઘરબેઠાં પેન્ડીંગ કામ થઈ જાય, તેવો કોઈ વિકલ્પ વિચારવો જોઈએ. જો કે, બધા કિસ્સામાં તેવું ન થઈ શકે, પરંતુ કેટલાક રોજીંદા ટેકનિકલ અને નાના-મોટા સુધારા-વધારા કે ટેકસ પેમેન્ટ, રજીસ્ટ્રેશન અને પ્રક્રિયાત્મક કામો માટે આવું કોઈ ઓપ્શન તો વિચારવું જ જોઈએ.
એક તાજુ દૃષ્ટાંત જોઈએ, તો આર.ટી.ઓ. દ્વારા રાજ્યમાં નવ હજારથી વધુ વાહનોને માત્ર ત્રણ દિવસોમાં રૂ.૧.૯૪ કરોડ કરતા વધુ રકમનાં ઈ-ચલણ ઈસ્યુ થયા અને તેમાં અડધો અડધ ઈ-ચલણ ખોટી રીતે ઈસ્યુ થઈ જતા રાજ્યની તમામ આર.ટી.ઓ. કચેરીને તપાસના આદેશ આપવાના અહેવાલો વહેતા થયા છે.
એવું કહેવાય છે કે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા તાજેતરમાં નિયમ-કાયદાઓનાં મોનીટરીંગ તથા ટેક્સિસને લગતી જોગવાઈઓનો ચૂસ્ત અમલ થાય, તે માટે રાજ્યના ટોલનાકાઓ પર ઈ-ડિટેક્શન પ્રોજેકટ હેઠળ ઈ-ચલણ મોકલવાની સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે, આ સિસ્ટમમાં ક્ષતિ ના કારણે ત્રણ દિવસમાં નવ હજાર કરતા વધુ વાહનોને રૂ. બે હજારના ઈ-ચલણ ઈસ્યૂ થઈ ગયા છે. તા. ૧૫ થી ૧૭ એપ્રિલ વચ્ચે ઈસ્યૂ થયેલા આ ઈ-ચલણો "સિસ્ટમની દગાબાજી"ના કારણે અપાયા અને તેમાં અડધો અડધ ઈ-ચલણો ખોટી રીતે અપાયા હોવાથી તપાસ શરૂ થઈ હોવાના અહેવાલો પછી પ્રત્યેક ડિજિટલ અથવા ઈન્ટરનેટ આધારિત ઓનલાઈન સેવાઓને વધુ ફુલપ્રૂફ બનાવવા અને સિસ્ટમ પર આધારિત રહેવાના બદલે ઈ-ચલણોથી પણ એક વખત મેન્યુલ કે સિસ્ટોમિક કે મેન્યુલ પુનઃચકાસણી થઈ જાય, તે અત્યંત જરૂરી હોવાના જન-પ્રતિભાવો પણ વ્યકત થવા લાગ્યા છે.
જે વાહનચાલકો કે વાહનધારકો પાસે તમામ જરૂરી ડોક્યુમેન્ટ હોય, તેમ છતાં તેને ઈ-ચલણ મળે, ત્યારે તેને કેટલી તફલીફ પડતી હશે તેની કલ્પના કરવી મુશ્કેલ નથી, પરંતુ નિંંભર તંત્રો પાસેથી સંવેદનશીલતાની અપેક્ષા રાખવી નકામી છે. કેટલાક વાહનધારકો એટલા પ્રામાણિક હોય છે કે તેઓ ઈ-ચલણ મળતા જ ચુકવણી કરી દેતા હોય છે, જ્યારે કેટલાક વાહનધારકો સિસ્ટમના જાણકાર નહીં હોવાથી કે અલ્પજ્ઞાનના કારણે પણ તરત પેમેન્ટ કરી દેતા હોય છે, અને તેના દ્વારા ભરપાઈ થયેલા વધારના નાણા સરભર થાય છે કે કેમ, તેની તેઓને ખબર હોતી નથી કે તંત્રને પડી હોતી નથી. જો કે, આ પ્રકારના ગરબડ ગોટાળા અંગે અહેવાલો વહેતા થયા પછી પણ મૌન રહેલા રાજ્યકક્ષાના સંબંધિત તંત્રોએ આ અંગે સ્પષ્ટતા પણ કરવી જોઈએ, અને હવે પછી આ જ ક્ષતિ ફરીથી દહોરાવાય નહીં, તેની કાળજી પણ લેવી જોઈએ, શું રાજ્યનો માર્ગં વાહનવ્યવહાર વિભાગ આ પ્રકારની ગેરંટી આપી શકશે ખરૃં ?
ટૂંકમાં ઈ-સેવાઓમાં થતી ગરબડો જોતા તંત્રોએ માત્ર ને માત્ર ઈ-સિસ્ટમો પર આધારિત રહેવાના બદલે ઈ-સેવાઓમાં પણ ખામી ઉત્પન્ન થાય, સર્વરો ડાઉન થાય કે પછી વીજ પૂરવઠો કે સંચાર વ્યવસ્થા ખોરવાઈ જાય, તેવા સંજોગોમાં જેમાં શક્ય હોય તેવી જનલક્ષી સેવાઓ માટે મેન્યુલ સિસ્ટમનો વિકલ્પ ખુલ્લો રાખવો જોઈએ.
બેન્કીંગ સિસ્ટમમાં ઘણી બેન્કો આ પ્રકારનો મેન્યુલ વિકલ્પ રાખે છે, અને "સિસ્ટમ" કોઈ પ્રક્રિયામાં જયારે આગળ વધવા ન દ્યે કે પછી ખામી સર્જાય, તો પહેલાની જેમ મેન્યુલ પ્રક્રિયાનો વિકલ્પ વાપરીને કસ્ટમરનું કામ કરી આપતી હોય છે, ત્યારે માત્ર બેન્કીંગ સિસ્ટમ જ નહીં, પરંતુ તમામ ઈ-સેવાઓમાં મેન્યુલ સિસ્ટમનો વિકલ્પ રાખવો જોઈએ, કારણકે મશીનો કે સિસ્ટમ ક્યારેય "પ્રેક્ટિકલ" બની શકતી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતના સૌથી પહેલા ગુજરાતી સાંધ્ય દૈનિક "નોબત" ના ગરિમામય ૬૮ વર્ષ ૫ૂરા થયા અને આજે ૬૯માં વર્ષમાં ધમાકેદાર પ્રવેશ કર્યો છે. અમારા પથદર્શક અને "નોબત"ના આદ્યસ્થાપક સ્વ. રતિલાલભાઈ માધવાણીએ જીવનભર પડકારો, પરિશ્રમ અને પ્રામાણિકતાથી સિંચેલું આ વટવૃક્ષ હવે ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વવ્યાપી બની રહ્યું છે, અને તેઓની ત્રીજી પેઢી પણ "નોબત"ને અત્યાધુનિક તથા ગ્લોબલ બનાવવા માટે જે સહિયારો પુરૃષાર્થ કરી રહી છે, તે પૂ. બા અને પૂ. રતિલાલભાઈ માધવાણીના આશીર્વાદની સાથે સાથે સમગ્ર હાલાર અને હવે સાત સમંદર પાર વિશ્વના જુદા જુદા દેશોમાં ઈન્ટરનેટ આધારિત "નોબત"ની વિવિધ આવૃત્તિઓ સાથે સંકળાયેલા તમામ વાચકો, દર્શકો, ફોલોઅર્સ અને શુભેચ્છકોના આશીર્વાદથી સફળ થઈ શક્યો છે, અને આ સાંધ્ય અખબાર હવે ઈ-પેપર, વીડિયો સમાચાર, બ્રેકીંગ ન્યુઝ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબ, ટેલિગ્રામ, વેબસાઈટ સહિતના માધ્યમો દ્વારા પણ ઉપલબ્ધ થયું છે, અને પ્રિન્ટેડ અખબાર તથા ઈન્ટરનેટના માધ્યમથી વંચાતુ, સંભળાતુ અને પળે-પળની ખબરોથી સતત સંકળાતુ "નોબત" હવે લોકોના જીવનનું અભિન્ન પાસું બની ગયું છે.
"નોબત"ની અદ્યતન આવૃત્તિ અને સોશ્યલ મીડિયાના માધ્યમથી વધેલી પ્રવૃત્તિઓ છતાં અમે અમારી મૂળભૂત સેવાઓ તથા અભિગમો યથાવત રાખ્યા છે. જામનગર અને હાલારની જનતાનાં અવાજને વાચા આપવા ઉપરાંત કુદરતી આફતો, યુદ્ધ જેવી પરિસ્થિતિ કે અસાધારણ સંજોગોમાં જનસેવાની સંગાથે ઊભું રહેતું આ અખબાર લોકોના હૃદયમાં વસી ગયું છે, તે નક્કર હકીકત છે.
"નોબત"ના તંત્રીલેખો જન-જન અને જન પ્રતિનિધિઓથી લઈને વિદ્યાનગૃહો સુધી પડઘાય છે, અને શાસન-પ્રશાસન તથા વિપક્ષોને પણ જરૃર પડ્યે ઢંઢોળે છે. તો વિવિધ સમસ્યાઓ અને જનફરિયાદોને તસ્વીરી અહેવાલો, આર્ટિકલ્સ અને ન્યુઝસ્ટોરીઓના સ્વરૃપમાં પણ પ્રકાશિત કરવામાં આવે છે. તે ઉપરાંત "નોબત"નો સંગત વિભાગ પણ અનેક પ્રકારની વિવિધાસભર આર્ટિકલ્સ, અભ્યાસલેખો, ઈન્ફોર્મેટીવ અને ંફિલોસોફિકલ સહિતની વૈવિદ્યપૂર્ણ વાચન સામગ્રી પીરસે છે. "નોબત"ના મન હોય તો માળવે જવાય, સંવેદના, એન્જિયોગ્રાફી, મિલનની મસ્તી, કટાક્ષકણિકા, ચૂડીચાંદલો, માર્કેટ સ્કેન, દૈનિક-સાપ્તાહિક ભવિષ્ય, ગોલીબારના લેખો, સાહિત્યગાથાઓ, વિશેષ દિવસોને સાંકળતા પ્રાસંગિક લેખો અને કાવ્યો, સોના-ચાંદીના ભાવો, શેરબજાર, પંચાંગ, શુભવિવાહ, ચિરવિદાય અને સોશ્યલ રિસર્ચ ઘણાં જ લોકપ્રિય થયા છે, અને તે અંગે વાચકોના સંખ્યાબંધ પ્રતિભાવો પણ સાંપડે છે, જેથી અમારી છાતી ગજ ગજ ફૂલે છે.
"નોબત"ની વાર્ષિક લવાજમ યોજનાઓ પણ ઘણી જ આકર્ષક બની છે, તો બ્રેકીંગ ન્યુઝની અવિરત સેવાઓ પણ ગ્રુપ મેમ્બરોનો વ્યાપ વધારી રહી છે. "નોબત"ના યુ-ટ્યુબ દ્વારા પ્રસારિત થતા દૈનિક સ્થાનિક સમાચારની તો લોકો રાહ જોઈને બેઠા હોય છે, અને તસ્વીરકથાઓ દ્વારા હાલારમાં યોજાયેલા તમામ પ્રકારના કાર્યક્રમો, ધાર્મિક પ્રસંગો, ઉપરાંત જનપ્રશ્નોને સંબંધિત ફોટોસ્ટોરીઓ પણ ઘણી જ લોકપ્રિય બની છે.
આજના આ ગરિમામય દિવસે "નોબત" પરિવાર અને માધવાણી પરિવાર નોબતના માનવંતા ગ્રાહકો, વાચકો, વિજ્ઞાપન દાતાઓ, સ્પોન્સર્સ, દર્શકો, ફોલોઅર્સ, બ્રેકીંગન્યુઝના ગ્રુપ મેમ્બર્સ, પત્રકારો, પ્રતિનિધિઓ, વિતરકો સહિત સમગ્ર હાલાર અને દેશ-વિદેશમાં ફેલાયેલા શુભેચ્છકો તથા સહયોગીઓને હૃદયપૂર્વક સાભાર, શુભકામના પાઠવે છે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ થયો, અને ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે બન્ને દેશોના ડીઆરએનઓ વચ્ચે સંઘર્ષ વિરામ જાળવી રાખવાની હજુ સમજૂતિ થઈ જ હતી, ત્યાં ગઈકાલે રાત્રે સાંબા અને જલંધરમાં ફરીથી ડ્રોન દેખાયા, જેને ભારતની ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યા. પંજાબના હોશિયારપુરમાં પણ ધમાકા જેવા અવાજો સંભળાયા પછી ફરીથી બ્લેકઆઉટની ફરજ પડી અને હજુ ગઈકાલે જ એરસ્પેસ ખોલીને હવાઈ સેવાઓ પૂર્વવત કરાઈ હોવાની જાહેરાત કરાઈ હતી, તે પૈકીની કેટલીક સેવાઓ આજ પૂરતી રદ્દ કરાઈ હોવાના અહેવાલો પણ આવ્યા. આથી પાકિસ્તાન ક્યારેય નહીં સુધરે અને કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી... તેવી કોમેન્ટો પણ થવા લાગી. જો કે, તે પછી ફરીથી કોઈ ડ્રોન્સ દેખાયા નહીં, પરંતુ પાકિસ્તાને પુરવાર કરી દીધું કે હમ નહીં સુધરેંગે...
ગઈકાલે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન થાય તે પહેલા જ ફરીથી ટ્રમ્પે એવું નિવેદન કર્યુ, જેથી તેની હાંસી પણ ઉડી અને ભારતે તેનો રદિયો પણ આપ્યો, ટ્રમ્પે કહ્યું કે, તેમણે ભારત અને પાકિસ્તાન સાથે વ્યાપાર બંધ કરી દેવાની ચિમકી આપીને યુદ્ધ વિરામ કરાવ્યું છે, જેનું મોદીએ સંબોધનમાં આડકતરો જવાબ આપ્યો હોવાનો દાવો થયો, અને ટ્રમ્પની હાંસી પણ ઉડી. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા સંબોધનમાં ક્યાંય ટ્રમ્પનું નામ લીધુ નહીં, તેની પણ અલગથી ચર્ચા થઈ રહી છે, પરંતુ તેઓએ ટેરર, ટ્રેડ અને ટોક એક સાથે નહીં ચાલે, પાણી અને લોહી એક સાથે નહીં વહે અને હવે પાકિસ્તાન સાથે પીઓકે પરત લેવા તથા આતંકવાદને સમાપ્ત કરવા સિવાયના કોઈ મુદ્દે વાત નહીં થાય, તેમ જણાવીને ઓપરેશન સિંદૂર હજુ ખતમ નથી થયું અને ભારત ગમે ત્યારે સ્થગિત થયેલી સૈન્ય કાર્યવાહી ફરીથી શરૂ કરી શકે છે, તથા ભારત - પાકિસ્તાનની દરેક હરકત પર નજર રાખશે, તેવી સ્પષ્ટ વાત કરી, તે પછી કોઈનું નામ લીધા વિના ઘર આંગણેથી વિશ્વ સમુદાય સુધીના તમામ પ્રશ્નોના જવાબ આપી દીધા હોવાના અભિપ્રાયો પણ વ્યક્ત થઈ રહ્યાં છે.
જો કે, પાકિસ્તાનના સાંસદે ભારતના પી.એમ. નરેન્દ્ર મોદીના ભાષણને માત્ર પોતાની શાખ બચાવવાનો પ્રયાસ ગણાવીને ભારત બરબાદ થઈ ગયું હોવાની શેખી મારી અને બીજી તરફ સાંજે થયેલી સમજૂતિનો રાત્રે જ ભંગ કરાયો તે જોતા પાકિસ્તાની ક્યારેય સુધરે તેમ લાગતું નથી.
હજુ તો ઓપરેશન સિંદૂર ખતમ થયું નથી, ભારતીય સેનાની ત્રણેય પાંખો પાકિસ્તાનની હરકતો પર નજર રાખીને બેઠી છે અને સિઝફાયરનો ભંગ કરવાની હરકતો સંપૂર્ણપણે બંધ થઈ નથી, ત્યાં જ એક તરફ યુદ્ધવિરામ (સંઘર્ષ વિરામ) નો લિંબડજશ ખાટવાના ટ્રમ્પ ફેઈમ પ્રયાસો ઘર આંગણે પણ શરૂ થઈ ગયા છે, તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પછી પણ કેટલાક સવાલોના સ્પષ્ટ જવાબો મળ્યા નહીં હોવાની ચર્ચા થઈ રહી છે. દેશની સુરક્ષા, યુદ્ધ જેવી સ્થિતિ અને આતંકવાદ જેવા વિષયોને સાંકળીને રાજકીય લાભો લેવાના પ્રયાસો થતા હોય, અને ચૂંટણીઓ કે પરિણામો સાથે સાંકળીને કોમેન્ટો પોસ્ટ કરાતી હોય અને પછીથી ડિલીટ કરી દેવાતી હોય, તો કહી શકાય કે "હમ નહીં સુધરેંગે..."
ગઈકાલે ફરીથી સરહદે ડ્રોન દેખાયા પછી પ્રપંચી અને દગાબાજ પાકિસ્તાનનો ભરોસો થઈ શકે તેમ નથી, અને એટલે જ આજે જામનગર સહિત કેટલાક સરહદી શહેરોમાંથી ઉડનારી ફલાઈટો અટકાવી દેવામાં આવી હશે. પાકિસ્તાન સાચી-ખોટી સમજૂતીઓ કરે, અને થોડા જ કલાકોમાં તેનો ભંગ કરે, અને ભારત તેનો "જડબાતોડ" જવાબ આપ્યા જ રાખે, તેવું ક્યાં સુધી ચાલશે...? આ કાયમી પળોજણનો હવે કાયમી ઈલાજ કરવો જ પડે તેમ છે, અને હવે પછી જો ગયા સપ્તાહ જેવી તક મળે, તો ચૂકવા જેવી નથી, અન્યથા કેન્દ્ર સરકાર સામે પણ લોકોનો આક્રોશ વધી જશે અને વિશ્વસનિયતા ઘટી જશે, તે નક્કી છે. પીઓકે પાછું ક્યારે લેશો અને આતંકવાદ હકીકતે ખતમ થશે ખરૂ...?, તેવા જનપ્રશ્નોના જવાબો તો હવે આપવા જ પડે તેમ છે, અને તે માટે આખો દેશ સરકાર અને સેનાની પડખે અડીખમ ઊભો જ છે.
યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ, ત્યારે પાકિસ્તાન સાથે જળસીમાથી જોડાયેલા હાલારે પણ સુરક્ષા એજન્સીઓ અને તંત્રને સ્વયંભૂ અને અડીખમ સહયોગ પૂરો પાડ્યો છે. ઠેરઠેર અંધારપટ, પોતાના કામ-ધંધા બાદ રાખીને તથા સામાજિક, ધાર્મિક, પારિવારિક પ્રસંગો, પ્રવાસ-પર્યટન તથા મહત્ત્વના કામોના ભોગે પણ તંત્રની સૂચનાઓ ઉપરાંત સ્વયંભૂ સ્વયંશિસ્ત અને સંખ્યાબંધ બ્લડ ડોનેશન કેમ્પો યોજીને જંગી સંખ્યામાં રક્તદાન કરીને હાલારની જનતાએ દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિનો જે પરિચય આપ્યો છે, તે ગૌરવપ્રદ અને પ્રશંસનિય છે...
તમામ પ્રકારની તકેદારીઓ તથા સ્વયંભૂ બ્લેકઆઉટની સાથેસાથે લોકોને મદદરૂપ થવાની પ્રવૃત્તિઓમાં તમામ સમાજો, વર્ગો અને અબાલવૃદ્ધ સૌ કોઈએ આપેલો જિવંત સહયોગ અવિસ્મરણીય રહેવાનો છે, અને તે જ આપણા દેશની તાકાત છે....
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અમિતાભ બચ્ચનની એક હિન્દી ફિલ્મનું એક કોમેડી ટાઈપનું ગીત ઘણું જ પ્રચલીત છે, જેની પ્રથમ પંક્તિ છે "મેરે અંગને મેં તૂમ્હારા ક્યા કામ હૈ...?"
ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામ થયુ, અને ઓપરેશન સફળ થયુ હોવાના દાવાઓ થયા, તે પહેલા જ અમેરિકાના ધૂની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે "એક્સ" પર પોસ્ટ મૂકીને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત કરી દીધી હતી, અને અમેરિકાએ આ સંઘર્ષ વિરામ માટે પ્રયાસો કર્યા હતા, તેઓ દાવો પણ ટ્રમ્પે કર્યો હતો. આ પ્રકારે ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રીજા દેશના હસ્તક્ષેપ સામે ભારતમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે, અને વિપક્ષો લાલઘૂમ છે. જેના સંદર્ભે ટ્રમ્પને ઉદ્દેશીને કટાક્ષમાં કહેવાય રહ્યું છે કે, "હમારે અંગને મેં તૂમ્હારા ક્યા કામ હૈ...?
બીજી તરફ આ વખતે ઓપરેશન સિંદૂર હેઠળ ભારતની બહાદૂર અને સક્ષમ સેનાએ પાકિસ્તાનમાં જઈને નવ આતંકી કેમ્પો ઉડાવી દીધા અને તે પછી પાકિસ્તાને ભારત પર ડ્રોન અને મિસાઈલથી કરેલા તમામ હૂમલાઓ નિષ્ફળ બનાવીને તેના મર્યાદિત જવાબમાં પાકિસ્તાનના ચાર મહત્ત્વપૂર્ણ એરબેઝ, રડાર અને સંલગ્ન સૈન્ય ઠેકાણાઓનો કચ્ચરઘાણ વાળી દીધો છે. તેની વાહવાહી પણ થઈ રહી છે.
આ વખતે તો ભારત એવી સ્થિતિમાં હતું કે, પૂર્ણકક્ષાનું યુદ્ધ થાય, તો પાકિસ્તાનના ટૂકડે-ટૂકડા થઈ જાય તેમ હતાં, કારણ કે બ્લુચિસ્તાનના સ્વાતંત્ર્ય માટે લડતી બલૂચી વિદ્રોહી સેના પણ પાકિસ્તાની સેના પર આક્રમણો કરી રહી હતી અને ભારતીય સેનાની ત્રણેય પાંખોએ પાકિસ્તાનને ઘેરી પણ લીધુ હતું, આવી મજબૂત સ્થિતિમાં ભારતે સંઘર્ષ વિરામ કર્યો, તેવી પ્રબળ દેશદાઝ ધરાવતા દેશપ્રેમીઓ, ઘણાં પૂર્વ સૈનિકો તથા ખુદ શાસકપક્ષના સમર્થકો સહિત દેશવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને આ રીતે અચાનક સંઘર્ષ વિરામ કરવાના બદલે પ્રપંચી પડોશીઓને પછાડીને એલઓસી પરત લઈ લેવાની સુવર્ણ તક ગુમાવી હોવાનો વસવસો પણ પડઘાઈ રહ્યો છે.
મુખ્યત્વે, વિપક્ષના નેતાઓ સંઘર્ષ વિરામની જાહેરાતો ટ્રમ્પે કરી હોવાથી આગબબૂલા થયા છે અને ભારત-પાકિસ્તાન વચ્ચે જો ત્રીજો પક્ષે મધ્યસ્થી કરી ન હોય અને ટ્રમ્પે કરેલી જાહેરાત યથાર્થ ન હોય, તો ખુદ વડાપ્રધાન તેની સ્પષ્ટતા કેમ કરતા નથી...? તેવા સવાલો ઉઠ્યા છે.
બીજી તરફ ગઈકાલે સેનાની ત્રણેય પાંખોના ડીજીએમઓએ એક વિસ્તૃત પત્રકાર પરિષદ યોજીને ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનના નેસ્ત નાબુદ કરેલા કેમ્પો, હણેલા આતંકવાદીઓ અને તે પછી પાકિસ્તાને કરેલા નિષ્ફળ હૂમલા પછી પાકિસ્તાનમાં ઘૂસીને તેના કેટલાક એરબેઝ અને સૈન્ય ઠેકાણાંઓને બરબાદ કર્યા તેનું પ્રેઝન્ટેશન કરીને પુરાવા સાથે માહિતી આપી, તે પછી દેશભરમાં ભારતીય સેનાના શૌર્યને બિરદાવાઈ રહ્યું છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત જ છે, તેવું જાહેર કર્યા પછી એવી અટકળો પણ થઈ રહી છે કે, હવે પાકિસ્તાનના નવ મુખ્ય આતંકી ઠેકાણા નાબુદ કર્યા પછી બાકીના ૧ર આતંકી ઠેકાણાંનો પણ યોગ્ય સમયે ખુરદો બોલવવાની યોજના વિચારાઈ હશે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર યથાવત રાખ્યું હોવાથી દુભાયેલી જનભાવનાઓમાં થોડો આશાનો સંચાર પણ થતો જણાયો હતો. બીજી તરફ ભારત સરકારે પહેલેથી જ એવું જાહેર કર્યુ હતું કે, હવે ભારત કોઈપણ પાક પ્રેરીત આતંકી હૂમલો થશે તો તેને "એક્ટ ઓફ વોર" ગણીને વળતો પ્રહાર કરાશે અને સંઘર્ષ વિરામ પછી પણ ભારત સરકારે સિંધૂ જળ સંધિ રદ્દ કરવા સહિતના પાકિસ્તાન પર લગાવેલા તમામ પ્રતિબંધો યથાવત રાખ્યા હોવાથી પણ આ સંઘર્ષ વિરામ પણ ભારતીય સેનાની લાંબી વ્યૂહરચનાનો એક ભાગ જ હશે, તેમ માનવામાં આવી રહ્યું છે. હવે બધાની નજર ભારત - પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચેની વાટાઘાટો પર મંડાયેલી છે.
એટલું સારૂ છે કે, ભારતે ચોખ્ખુ કહી દીધુ છે કે, હવે ભારત-પાક. વચ્ચે માત્રને માત્ર પીઓકે પાછું આપવાની અને ભારતના અપરાધી આતંકીઓને પરત સોંપવાની જ વાત થશે, તે સિવાયની કોઈ વાતચીત પાકિસ્તાનની સાથે નહીં જ થાય. એક એવી વાત પણ સામે આવી છે કે, પછડાયેલા હતાશ પાકિસ્તાનની બેજવાબદાર સરકાર અને સેનાએ પરમાણુ બોમ્બ ફેંકવાની તૈયારી કરી હોવાથી લાખો લોકોના જીવ બચાવવા અને બન્ને તરફ આ બરબાદી અટકાવવા હાલ તુરંત આ અણગમતો નિર્ણય લેવાયો છે, પરંતુ હવે પાકિસ્તાની કે તેના પાલતુ આતંકવાદીઓની નાની સરખી હરકત પણ પાકિસ્તાનની બરબાદી નોતરશે, એટલું જ નહીં, હવે ભારત - પાકિસ્તાનને પીઓકે પરત સોંપવા અને ભારતના અપરાધી આતંકવાદીઓ ભારતને સોંપી દેવાની જોરશોરથી માંગણી ઉઠાવીને કાશ્મીરના યુદ્ધનું સ્વરૂપ જ ફેરવી નાંખશે, જે હોય તે ખરૂ, પરંતુ ભારત સરકારે ત્રીજા પક્ષની મધ્યસ્થી અને ટ્રમ્પના દાવાઓનો નિષેધ કરતી જાહેરાત વિશ્વસનિય રીતે કરવી જ જોઈએ, કારણ કે, ભારત સરકાર અને વડાપ્રધાન પ્રત્યેની દેશની જનતાની વિશ્વસનિયતા સંકળાયેલી છે.
હવે ખડગે, રાહુલ ગાંધીએ વડાપ્રધાનને પત્રો લખીને આ મુદ્દે ચર્ચાની કરેલી માંગણીઓ, સંસદના વિશેષ સત્રની માંગણી તથા ખાસ કરીને ટ્રમ્પના દાવાઓ અને ત્રીજા દેશના હસ્તક્ષેપના મુદ્દે સ્વયં વડાપ્રધાન દ્વારા ચોખવટ વિગેરેની ચર્ચા વચ્ચે વિપક્ષના દિગ્ગજ નેતા, ધારાશાસ્ત્રી અને પૂર્વ વિદેશમંત્રી સલમાન ખુરશીદે ટીવી ઈન્ટરવ્યૂમાં જે વાતો કહી છે તે "ટોક ઓફ ધ નેશન" બની છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો