Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાથી સોમનાથ સુધી રેલવે ટ્રેક નાખવા રજૂઆત
ખંભાળીયા તા. ૨: રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારકા તથા સોમનાથ યાત્રાધામોનો વિકાસ કરી રહી હોય તથા દ્વારકા કોરીડોર સાથે ભારતની સૌથી મોટી તથા ઊંચી પ્રતિમાનું પણ આયોજન થઈ રહ્યું છે ત્યારે દ્વારકાથી સોમનાથ રેલવે ટ્રેક બનાવીને ટ્રેઈન શરૂ કરીને ટુરીઝમમાં વિકાસ સાથે યાત્રિકોને સગવડ વધારવા માંગ કરાઈ છે.
દ્વારકા સોમનાથ બંને યાત્રાધામ હોવાથી બહારથી આવતા અનેક યાત્રીઓ દ્વારકાથી સોમનાથ જગતમંદિર ચારધામના એક ધામથી જ્યોતિર્લિંગ દર્શને જાય છે. ૫૦% ઉપરાંત યાત્રીકો રેલવેનો ઉપયોગ કરે છે. પણ તેમને દ્વારકાથી સોમનાથ જવા માટે દ્વારકાથી પોરબંદર થઈને સીધું સોમનાથ રસ્તા દ્વારા જવાય છે પણ ટ્રેઈનમાં જવું હોય તો તેમને દ્વારકાથી રાજકોટ અને જુનાગઢ થઈને સોમનાથ જવું પડે છે. દ્વારકાથી રોડ રસ્તે સોમનાથ માત્ર ૨૩૬ કિ.મી. છે. જ્યારે દ્વારકાથી રેલવે રસ્તે રાજકોટ જુનાગઢ થઈને જતો ૪૩૦ કિ.મી. એટલે કે લગભગ ડબલ અંતર જેવું થાય છે. હાલ દ્વારકા સોમનાથ ટ્રેઈન ચાલે છે તે રાત્રે ઉપડે છે અને સવારે સોમનાથ પહોંચે છે.
જો દ્વારકા સોમનાથ ટ્રેઈન ટ્રેક કરીને જવાય તો દ્વારકાથી કુરંગા સુધીનો તો ટ્રેક છે, ત્યાંથી પોરબંદર ટ્રેક બનાવીને માત્ર ૨૩૬ કિ.મી. માં દ્વારકાથી ટ્રેઈન સોમનાથ પહોંચે અને ત્યાંથી પછી અમદાવાદ રૂટ જઈ શકે. અગાઉ દ્વારકાના વિકાસકાર્યોના આયોજનમાં તત્કાલીન જિલ્લા કલેકટર અશોક શર્મા દ્વારા પણ આ મુદ્દો ધ્યાને લઈ વિગતવાર આયોજન થયું હોય ખંભાળીયાના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્યએ રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial