Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય ચારથી વધુ લોકો ગંભીર રીતે દાઝયા
ચેન્નાઈ તા. ૧: તમિલનાડુમાં મોટી દુર્ટના સર્જાઈ છે. શિવાકાશી નજીકના ગામમાં ફટાકડાં ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટ થતા ૫ના મોત થયા છે. ૪થી વધુ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળે છે.
તમિલનાડુના શિવાકાશી નજીક ચિન્નાકમનપટ્ટી ગામમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેમાં ૫ લોકોના મોત થયા હોવાની આશંકા છે. જ્યારે અન્ય ૪ ગંભીર રીતે દાઝ્યા છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ વિરૂધુનગર જિલ્લામાં આવેલી ગોકુલેશ ફાયરવર્ક્સ ફેક્ટરીમાં આજે વહેલી સવારે પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેમાં પાંચ કામદારોના મોત થયા હોવાના અહેવાલ છે. અન્ય ચાર ઈજાગ્રસ્ત થયા છે. ફેક્ટરી પાસે અવાજરહિત ફટાકડાં ઉત્પાદિત કરવાનું લાયસન્સ હતું.
જો કે, જરૂરી વ્યૂહાત્મક સુવિધાઓ વિના ફેન્સી ફટાકડાંનું ગેરકાયદે ઉત્પાદન કરી રહી હોવાનું નિરિક્ષણમાં જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે વિસ્ફોટનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ફેક્ટરીમાં અર્મર્યાદિત જગ્યા હોવાથી ખુલ્લા વિસ્તારમાં રો મટિરિયલ્સનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જે સુરક્ષાના માપદંડોનું ઉલ્લંઘન છે. સીપીસીબી રિપોર્ટમાં પણ નોંધ્યું હતું કે, ફેક્ટરીમાં જગ્યા ખૂબ ઓછી હોવાથી સુરક્ષાનું જોખમ વધુ હતું.
ગતવર્ષે પણ શિવાકાશીમાં આવેલી એક ફટકડાંની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થતાં ૧૦ મજૂરોના મોત થયા હતાં. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની દોરવણી હેઠળ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે તપાસમાં નોંધ્યું હતું કે, યુનિટમાં સુરક્ષાના માપદંડોનું ગંભીર ઉલ્લંઘન થઈ રહૃાું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial