Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પત્રકારો સમક્ષ રજૂ કરી પોલીસે વિગત આપીઃ
જામનગર તા. ૧: જામનગરના પટેલ કોલોની વિસ્તારમાંથી ઝડપાયેલા કૂટણખાનામાંથી પોલીસે બે પુરૂષ ગ્રાહકને પકડી પાડ્યા પછી ગઈકાલે પત્રકારો સમક્ષ રજૂ કર્યા હતા.
જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૯ના છેવાડે આવેલા ચિરાગ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં એક મહિલાએ મકાન ભાડે રાખી કૂટણખાનુ શરૂ કર્યું હોવાની બાતમી પરથી સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા અને સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો.
તે સ્થળેથી ઈન્દ્રદીપ સોસાયટીમાં રહેતા નિતેશભાઈ વસા અને ધરારનગર-રમાં રહેતો ફિરોઝ અબ્દુલભાઈ નામનો શખ્સ તથા કૂટણખાનુ ચલાવતા મહિલા ઝડપાઈ ગયા હતા. ઉપરોક્ત બંને પુરૂષ ગ્રાહકને ગઈકાલે પોલીસે પત્રકારો સમક્ષ રજૂ કર્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial