Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત હાઈકોર્ટની ડીવીઝન બેચનો મહાનગરપાલિકા તરફેણમાં ચૂકાદો
જામનગર તા. ૧: જામનગરમાં જી.આઈ.ડી.સી. ફેસ -૨ અને ૩ના ૪૭ પ્લોટ ધારકોએ વેરા ભરપાઈ સામે ગુજરાત હાઈકોર્ટની ડીવીઝન બેચમાં અરજી કરી હતી તેમાં પણ મહાનગરપાલિકાની તરફેણમાં ચૂકાદો આવ્યો છે.ં
જામનગરમાં દરેડ જી.આઈ.ડી.સી. ફેસ-૨ અને ૩ ના ઉદ્યોગનગરના પ્લોટ ધારકો પાસેથી જામનગર મહાનગરપાલિકા દ્વારા વેરા વસુલાત શરૂ કરવામાં આવતા અમુક કારખાનેદારોએ વેરો ભરપાઈ કર્યો હતો પરંતુ અમુક પ્લોટ ધારકોએ વેરો ભરપાઈ કરવા સામે ગુજરાત હાઈકોર્ટમાં સીવીલ એપ્લીકેશન કરી દાદ માંગી હતી. જે રદ કરવામાં આવી હતી. અને મહાનગરપાલિકાની તરફેણમાં ચૂકાદો આવ્યો હતો.
આથી નારાજ થયેલા ૪૭ પ્લોટ ધારકોએ હાઈકોર્ટની ડીવીઝન બેચ સમક્ષ અરજી કરી હતી, જે અંગે પણ ચૂકાદો જાહેર થયો છે અને તમામ પ્લોટ ધારકોને પછડાટ મળતા મહાનગરપાલિકાની તરફેણમાં ચૂકાદો આવ્યો છે. હવે રૂા. ૧૭ કરોડની વેરા વસુલાત માટે કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે. જો કે, ૧૭ કરોડની બાકી વસુલાતમાંથી ૪ કરોડની વસુલાત થઈ ચૂકી છે. બાકીના ૧૩ કરોડમાંથી હવે વ્યાજ માફી આપવામાં આવનાર છે. બાકી આશરે ૭ કરોડ ૭૭ લાખની બાકી રહેતી વસુલાત માટે કામગીરી શરૂ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial