Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૃષભ સહિત બે રાશિના જાતકોને અગત્યના કાર્ય માટે સાનુકૂળતા જણાય. લાભ-સફળતા-મુલાકાત ફળદાયી રહેે
Aries (મેષ: અ-લ-ઈ)
વધુ પરિશ્રમે આપને કાર્ય સફળતા મળતી જણાય. પુરૂષાર્થ વધારજો. સંપત્તિના પ્રશ્નો હલ કરી લેજો.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૪-૧
Taurus (વૃષભ: બ-વ-ઉ)
અગત્યના કાર્ય માટે સાનુકૂળતા થતી જણાય. લાભ-સફળતા-મિલન-મુલાકાત ફળતી જણાય.
શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૮-૬
Gemini (મિથુન: ક-છ-ધ)
અણધાર્યા ખર્ચના પ્રસંગો બની શકે. તબીયત સાચવવી જરૂરી બને. શત્રુ-વિરોધીથી સાવધાન રહેવું.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૨
Cancer (કર્ક: ડ-હ)
અશાંતિ-તણાવ જણાય. અગત્યના કાર્યનો બોજ વધતો જણાય. વાદ-વિવાદથી દૂર રહેવું.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૪-૯
Leo (સિંહ: મ-ટ)
આર્થિક સંકળામણ અનુભવાય. ગૃહવિવાદ ટાળજો. લાભ અટકતો લાગે. સ્વાસ્થ્ય બાબતે સાચવવું.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૮
Virgo (કન્યા: પ-ઠ-ણ)
મિત્રો-સગા-સંબંધીની મદદ મેળવી શકો. યાત્રા-પ્રવાસ ફળે. કાર્ય સફળતા અને લાભની તક મળે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૧
Libra (તુલા: ર-ત)
આપના માર્ગ આડેના વિઘ્ન હશે તો તે દૂર થાય. તબીયત સાચવવી. નોકરીમાં આપને સાનુકૂળતા મળી રહે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
મહેનતનું ફળ ધીમું મળતુ જણાય. સમસ્યાને સુલઝાવી શકશો. નાણાભીડનો અનુભવ થાય.
શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૨-૬
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
નોકરી-ધંધામાં આગળ વધી શકો. સાનુકૂળ તક પ્રાપ્ત થાય. સુખદ પ્રસંગનું આયોજન થવાથી આપને આનંદ રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૮
Capricorn (મકર: ખ-જ)
પ્રગતિકારક સંજોગોનો તમે લાભ ઉઠાવી શકો. આપને કોઈ મુંઝવણ હોય તો દૂર થાય. સામાજિક ક્ષેત્રે વ્યસ્તતા જણાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
આવક સામે ખર્ચ વધુ જણાય. ધાર્યું ફળ મળવાનું વિલંબમાં પડી શકે છે. કૌટુંબિક કામ થવાથી રાહત રહે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૧
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
તણાવ હળવો બને. નવા સંબંધોથી લાભ થાય. યાત્રા-પ્રવાસ સફળ બને. કાર્યમાં આપને સફળતા મળવાથી રાહત રહે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૪-૬