Advertisement
Author: નોબત સમાચાર

એનડીપીએસના ગુન્હામાં ઝડપાયેલા આરોપી દ્વારા કરાયેલી જામીન અરજી અદાલતમાં મંજૂર

બિહારી શખ્સ સામે ગાંજાની સપ્લાયનો આરોપઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરના મોટી ખાવડી ગામમાંથી છ મહિના પહેલાં ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા એક શખ્સે સપ્લાયરનું નામ આપ્યું હતું. પોલીસે સપ્લાયરની ધરપકડ કરી હતી. જેલહવાલે થયેલા આ પરપ્રાંતીય આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી મંજૂર રાખવામાં આવી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી પાસે એક શખ્સ ગાંજાનંુ વેચાણ કરતો હોવાની બાતમી પરથી જામનગર એસઓજીએ ગઈ તા.૨૨-૭-રપના દિને દરોડો પાડી અમરેશ ભગવાનદાસ નામના શખ્સને ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યો હતો.

આ શખ્સે સુમિતકુમાર ભૂપેન્દ્રસિંગ રાજપૂત પાસેથી ગાંજો મેળવ્યાની કબૂલાત કરી હતી. પોલીસે અમરેશને જેલહવાલે કર્યા પછી સુમિતકુમારની ધરપકડ કરી તેને પણ જેલમાં મોકલી આપ્યો હતો. આરોપી પૈકીના સુમિતકુમારે જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે તેને જામીન પર છોડવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ જયન ગણાત્રા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh