Advertisement
Author: નોબત સમાચાર

ઢાકા યુનિ. દ્વારા પ્રકાશિત સતિષ વ્યાસનના અનુવાદ સ્વરૂપના પુસ્તકને શ્રેષ્ઠ પુસ્તકની શ્રેણીમાં પુરસ્કાર

જામનગરમાં 'શબ્દ'નું સાહિત્ય અકાદમી દ્વારા થશે સન્માનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરનાં વરિષ્ઠ સાહિત્યકાર, સંશોધક - ઇતિહાસકાર ડો. સતિષ વ્યાસ 'શબ્દ' નાં બાંગ્લાદેશની ઢાકા યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત 'લાલન બાઉલનાં મરમી ગીતો' પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૨૩ નાં પુરસ્કારોમાં પ્રૌઢ વિભાગનાં અનુવાદ સ્વરૂપમાં શ્રેષ્ઠ પુસ્તકની શ્રેણીમાં દ્વિતીય પુરસ્કાર એનાયત કરવાની ઘોષણા કરવામાં આવી છે.

આગામી ૨૦ ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાનાર સન્માન સમારંભમાં ડો.સતિષ વ્યાસ 'શબ્દ' ને રૂ. ૭૦૦૦ રોકડ તથા એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. વરિષ્ઠ સાહિત્યકારની સિદ્ધિથી નગરનાં કલા ગૌરવમાં વધારો થયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh