Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકશાહીના મૂલ્યો, રાષ્ટ્ર નિર્માણના વિચાર રજૂ કરવા
જામનગર તા. ૧૭: ગુજરાત સરકાર દ્વારા લોકશાહી શાસન વ્યવસ્થાના ગુણો યુવક-યુવતીઓમાં વિકસે, યુવા વર્ગમાં મતદાનનું મહત્ત્વ સમજાય અને ચૂંટણી વ્યવસ્થાની ઊંડી માહિતી મળે તેવા ઉમદા હેતુથી જામનગર જિલ્લા તથા શહેર કક્ષાએ યુથ એસેમ્બલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને લોકતંત્રને મજબૂત બનાવવા માટે ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓને એક વિશિષ્ટ મંચ પૂરું પાડવામાં આવશે, જેમાં સહભાગીઓને નિર્ધારિત વિષયો પર પોતાના વિચારો રજૂ કરવા માટે ૫ થી ૧૦ મિનિટનો સમય આપવામાં આવશે. આ સ્પર્ધામાં જિલ્લા અને શહેર કક્ષાએથી પસંદ થયેલા એક-એક વિજેતા ઉમેદવારને રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાની અમૂલ્ય તક પ્રાપ્ત થશે.
જામનગર શહેરની વિવિધ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાંથી વધુમાં વધુ યુવાનો આ રાષ્ટ્રહિતના કાર્યક્રમમાં જોડાય તે માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ જરૂરી ફોર્મ ભરીને તા.૨૩/૦૨/ ૨૦૨૬ના બપોરે ૧૨ કલાક સુધીમાં 'જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં. ૪૨, રાજપાર્ક પાસે, જામનગર'માં મોકલી આપવાના રહેશે. યુવા શક્તિના વિચારો થકી લોકશાહીને વધુ સુદૃઢ બનાવવાના આ અભિગમમાં જોડાવવા માટે જામનગરની યુવા પેઢીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહૃાો છે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial