Advertisement
Author: નોબત સમાચાર

મિગ કોલોની પાસે વહેલી સવારે રિક્ષામાં લઈ જવાતી દારૂની ૧૮૦ બોટલ સાથે બે ઝડપાયા

ધ્રોલ તથા આણંદપર ચેકપોસ્ટ પરથી દારૂ સાથે ચાર શખ્સની ધરપકડઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરના મિગ કોલોની રોડ પાસેથી આજે વહેલી સવારે એલસીબીએ પૂર્વ બાતમીના આધારે એક રિક્ષામાંથી ઈંગ્લીશ દારૂની ૧૮૦ નાની મોટી બોટલ કબજે કરી છે. તે જથ્થા સાથે ઝડપાયેલા બે શખ્સે સપ્લાયરનું નામ આપ્યું છે. જ્યારે ધ્રોલ પાસેથી બે શખ્સ ત્રણ બોટલ સાથે અને કાલાવડની આણંદપર ચેકપોસ્ટ પરથી બે શખ્સ બે બોટલ સાથે મળી આવ્યા છે.

જામનગરમાં સુમેર કલબ રોડ પર આવેલી મિગ કોલોની નજીક એક રિક્ષામાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થવાની બાતમી એલસીબીના યુવરાજસિંહ, ઋષિરાજસિંહ, મયુરસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી પીએસઆઈ પી.એન. મોરી, સી.એમ. કાંટેલીયાના વડપણ હેઠળ એલસીબી ટીમે વોચ રાખી હતી.

તે દરમિયાન સવારે પોણા પાંચેક વાગ્યે એક રિક્ષા પસાર થતાં તેને એલસીબીએ રોકાવી હતી. આ રિક્ષાની તલાશી લેવાતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની નાની મોટી ૧૮૦ બોટલ મળી આવી હતી. બોટલ સાથે દિગ્વિજય પ્લોટ-પ૮માં દેવીપુજકવાસ પાછળ રહેતા હીરેન અરૂણભાઈ જોષી તથા સાંઢીયા પુલ નજીક પ્રણામી-રમાં રહેતા જીજ્ઞેશ દિલીપભાઈ હોરલીયા નામના બે શખ્સની અટકાયત કરાઈ છે. આ શખસોની પૂછપરછ કરાતા તેઓએ દિ. પ્લોટ-૬૧માં રહેતા કપિલ ધનવાણીએ દારૂ આપ્યાની કબૂલાત આપી છે. દારૂનો જથ્થો, એક મોબાઈલ, રિક્ષા મળી કુલ રૂા.૨,૧૧,૮૨૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. ત્રણેય સામે સિટી એ ડિવિઝનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.

કાલાવડ તાલુકાના આણંદપર પાસેની ચેકપોસ્ટ પરથી ગઈકાલે બપોરે પસાર થતાં હીરો મોટરસાયકલને પોલીસે રોકાવી તલાશી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની બે બોટલ મળી આવી હતી. બોટલ સાથે શિશાંગ ગામના  ધર્મરાજસિંહ જયપાલસિંહ જાડેજા તથા ધાંધલ પીપળીયા ગામના અશોક ઉર્ફે અભય બાબુભાઈ રાખસીયા નામના બે શખ્સની ધરપકડ કરાઈ છે. પોલીસે રૂા.૧૫ હજારનું વાહન ઝબ્બે લીધુ છે. આ શખ્સોએ અમન નામના શખ્સ પાસેથી દારૂ લીધાની કબૂલાત કરી છે.

ધ્રોલ-રાજકોટ ધોરીમાર્ગ પર આહિર કન્યા છાત્રાલય સામેના બસ સ્ટેન્ડ પાસેથી ગઈકાલે સાંજે ધ્રોલની દરજી શેરીમાં રહેતો કુલદીપસિંહ ભગતસિંહ જાડેજા તથા પ્રકાશસિંહ બળદેવસિંહ જાડેજા નામના બે શખ્સ ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે ઝડપાઈ ગયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh