Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયાના દુધેશ્વર મહિલા મંડળ દ્વારા શિવકથા

                                                                                                                                                                                                      

ભાટીયા તા. ૧૪ઃ ભાટીયાના દુધેશ્વર મહીલા સત્સંગ મંડળ દ્વારા દુધેશ્વર મહાદેવ મંદિરના પ્રાર્થનાસભા હોલ અને કાનાણી હોલમાં શિવ મહાપૂરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. પૂ. શાસ્ત્રી ચિંતનભાઈ ભટ્ટ વ્યાસાસને બિરાજીને શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે. ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કથા શ્રવણનો લાભ લઈને ધન્યતા અનુભવી રહ્યા છે. કથાના છઠ્ઠા દિવસે શિવકથા શ્રવણનો લાભ લેવા માટે ગામના વિવિધ ક્ષેત્રોના આગેવાનો શિવકથામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બારાડી વિસ્તારના અગ્રણી ઉદ્યોગપતિ દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ), કેળવણી મંડળના પ્રમુખ ડી.એલ.પરમાર, સતવારા સમાજના યુવા આગેવાન વિઠ્ઠલભાઈ નકુમ, બ્રહ્મસમાજના પ્રમુખ હિતેષભાઈ ભોગાયતા, વૈષ્ણવ અગ્રણી નટુભાઈ દત્તાણી, સોની નારણદાસ કાનાણી, જયમુરલીધર ગૌશાળાના તમામ ટ્રસ્ટીઓ, વેપારી આગેવાન મેહુલભાઈ સામાણી, સામાજિક યુવા આગેવાન નિલેશભાઈ કાનાણી, પ્રજાપતિ સમાજના લાલજીભાઈ ધોકીયા, મોચી સમાજના લાલાભાઈ, સાધૂ સમાજના દયાગરભાઈ, તેમજ નટુભાઈ રાજ્યગુરૃ, વિપુલભાઈ જેઠવા, પરેશભાઈ દાવડા, વેજાણંદભાઈ ચાવડા, વસુભાઈ સોની સહિત મહાનુભાવોને શાસ્ત્રીજીએ ઉપરણુ ઓઢાડીને સન્માન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન પૂજારી નટુગર, નિલેષ કાનાણી, મહિલા મંડળના બહેનો વગેરેએ કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh