Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકોના પરિવારજનોનો આક્ષેપઃ
અમદાવાદ તા. ૧૪ઃ અમદાવાદમાં ૧૨ જૂનના અમદાવાદ-લંડન પ્લેન ક્રેશની ભયાવહ દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ બે દિવસ પહેલાં જ જાહેર કરવામાં આવ્યો છે. જો કે, આ રિપોર્ટથી પીડિતોના પરિવારજનો ખુશ નથી. તેઓ પ્રાથમિક રિપોર્ટ દોષનો ટોપલો પાયલટ પર ઢોળાઈ રહૃાો હોવાનો આક્ષેપ કરી રહૃાા છે. તેમણે આરોપ મૂક્યો છે કે, આ રિપોર્ટની મદદથી ટાટાની માલિકીની એર ઈન્ડિયા, બોઈંગ અને ભારત સરકારને બચાવવાનો પ્રયાસ થઈ રહૃાો છે.
આ પ્લેન ક્રેશમાં પોતાના ત્રણ પરિજનોને ગુમાવનારા અમીન સિદ્દિકીએ જણાવ્યું કે, આ રિપોર્ટ ખોટો છે, અમે તેનો સ્વીકાર કરીશું નહીં. તેઓ આ દુર્ઘટનામાં મોતને ભેટેલા પાયલટ્સ પર દોષનો ટોપલો ઢોળી રહૃાા છે. અમે સરકાર તરફથી આપવામાં આવેલુ વળતર સ્વીકાર્યું નથી. અમે એરલાઈન્સ કંપની વિરૃદ્ધ કોર્ટમાં જઈશું.
એક પીડિતના સંબંધી તુષાર જોગેએ જણાવ્યું કે, આ રિપોર્ટ એર ઈન્ડિયા અને બોઈંગ માટે કવરઅપ છે. અમને પહેલાંથી જ અંદાજ હતો કે, તેઓ પાયલટની ભૂલ બતાવશે. તેઓ મિકેનિકલ ફોલ્ટ કેમ જોઈ રહૃાા નથી. ઈન્ડિયન એર એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરોમાં કેટલા લોકો ક્વોલિફાઈડ છે? એએએ (અમેરિકન રેગ્યુલેટર)એ ૨૦૧૮માં ફ્યુલ કંટ્રોલ સ્વિચ મુદ્દે એડવાઈઝરી રજૂ કરી હતી. તેઓએ આ એડવાઈઝરીને કેમ મહત્ત્વ ન આપ્યું.
લંડનમાં રહેતા પોતાના ભાઈ, તેની પત્ની અને બે બાળકોને ગુમાવનારા ઈમ્તિયાઝ અલી સૈયદે આ રિપોર્ટ અંગે કહૃાું કે, એર ઈન્ડિયા, બોઈંગ, સરકારને બચાવવાનો રસ્તો શોધાઈ રહૃાો છે. પરંતુ અમે તો અમારો આખો પરિવાર ગુમાવ્યો છે. અમે સત્ય જાણવા માગીએ છીએ. ક્રેશમાં માર્યા ગયેલા ફેઝાન રફીકના ભાઈ સમીર રફીકે કહૃાું કે, એરલાઈન્સ કંપનીને કોકપિટ રેકોર્ડિંગ સોંપી દેવુ જોઈએ.
અમદાવાદમાં ૧૨ જૂન, ૨૦૨૫ના બપોરે ૧.૩૮ વાગ્યે અમદાવાદથી લંડન જવા એર ઈન્ડિયાની ફ્લાઈટે ઉડાન ભરી હતી. પરંતુ ઉડાનની બે મિનિટમાં જ એક બિલ્ડિંગ સાથે અથડાઈ ક્રેશ થઈ હતી. જેમાં સવાર ૨૪૧ પેસેન્જર અને ક્રુ સભ્ય મૃત્યુ પામ્યા હતાં. જ્યારે બિલ્ડિંગ અને આસપાસના ૧૯ લોકો પણ મોતને ભેટ્યા હતાં. આ દુર્ઘટનામાં કુલ ૨૬૦ લોકોએ જીવ ગુમાવ્યો હતો. પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે ફ્યુલ સ્વિચની મૂવમેન્ટ પર સવાલ ઊભા થયા છે, પરંતુ આ કોઈ માનવીય ભૂલ હતી, ટેક્નિકલ ખામી હતી કે જાણી જોઈને કંઈ કરાયું હતું તે હજુ સુધી સ્પષ્ટ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial