ચિરવિદાય

જામનગરઃ કાંતિલાલ શામજીભાઈ મચ્છરના પત્ની કાંતાબેન, તે મધુસુદનભાઈ, હરીશભાઈ, નરેન્દ્રભાઈ  અરૂણભાઈ જ્યોત્સનાબેન હરકિશન કાટબામણા, રશ્મિ ચેતનકુમાર સીમરીયાના માતાનું તા. ૧૩-૨ના  અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૬-૨ સોમવારના સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન ભાઈઓ તથા  બહેનો માટે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી, ખંભાળીયા નાકા બહાર, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગરઃ (મતવાવાળા) મોઢ વણિક જ્ઞાતિના હરીશભાઈ રમણીકલાલ મહેતાના પુત્ર પ્રતિક, તે  હેમતભાઈ (બ્રિજેશ ઈલેકટ્રો પ્લેટર્સ), મહેશભાઈ, બિમલભાઈ (શ્યામ ટ્રેડર્સ)ના ભત્રીજાનું તા. ૧૩ના  અવસાન થયું છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. ૧૪ને શનિવારે સાંજે ૫ થી ૬ વાગ્યા દરમ્યાન  રાખવામાં આવ્યું છે. આ માટે મો. ૯૭૨૪૪ ૫૭૨૪૫ (હરીશભાઈ), ૯૫૫૮૫ ૫૭૨૪૫ (મીનાબેન)નો  સંપર્ક કરવો. લૌકિકક્રિયા રાખવામાં આવી નથી.

જામનગર નિવાસી સ્વ. શ્રેણિકભાઈ મહાસુખભાઈ ઉદાણીના પત્ની સ્વ. ભાનુબેન ઉદાણી (ઉ.વ.૮૩) તે  સ્વ. ભામાશા દેવાનુંપ્રિયા, કેતનભાઈ પારેખ, પ્રિયદર્શનીબેન કિર્તીભાઈ ગાંઠાણી, મનિષા મનિષભાઈના  માતા, સ્વ. હકમીચંદ વલમજી મહેતાના પુત્રી, સ્વ. યશસ્વીભાઈ, સ્વ. શ્રીદેવીબેન, સ્વ. લવભાઈ, સ્વ.  કુશભાઈ, સ્વ. કર્ણિકભાઈ તથા અસ્મીતાબેનના ભાભી, કલ્યાણી હેનીલ પટવાના દાદીનું તા. ૧૪-૨ના  અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૬-૨ને સોમવારના સવારે ૧૦:૩૦ કલાકે કામદારવાડી,  જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગરઃ કારાભાઈ ગગુભાઈ જોગલ, તે કેશુભાઈ, મનીષભાઈ (તુલસી ટ્રાવેલ્સ)ના પિતાનું તા.  ૯-૨ના અવસાન થયું છે.તેમની પ્રાર્થનાસભા તા. ૧૩-૨ના શુક્રવારે સાંજે ૪ થી ૫ આહિર સમાજ,  સત્યમ કોલોની રોડ, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ સ્વ. ગિરધરલાલ નારણદાસ પાબારીના પત્ની મંગળાબેન (ઉ.વ.૯૭) તે હરીભાઈ, સ્વ.  રસીકભાઈ, ઈશ્વરલાલ, શારદાબેન જગદીશકુમાર સવજાણી, ભારતીબેન ગીરીશકુમાર માવાણી,  નિર્મળાબેન ગુલાબરાય મજીઠીયાના માતાનું તા. ૧૨-૨ના અવસાન થયું છે. સદ્ગતનું  ઉઠમણું/પ્રાર્થનાસભા તા. ૧૩-૨ના શુક્રવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવનીપાળ,  જામનગરમાં રાખવામાં આવી છે.

જામનગરઃ સ્વ. જેન્તીલાલ મોહનલાલ ખેતાણી (ખેતાણી ટાઈલ્સવાળા)ના પત્ની ચંપાબેન (ઉ.વ.૮૪) તે  રસીકલાલ મોહનલાલ ખેતાણીના ભાભી, અશોકભાઈ, સતિષભાઈના માતા, ડો.શ્રીધર સતિષભાઈ  ખેતાણીના દાદીનું તા. ૧૨-૨ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૪-૨ના શનિવારે સાંજે  ૫ થી ૫:૩૦ દરમ્યાન કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, કે.વી.રોડ, જામનગરમાં ભાઈઓ તથા બહેનો  માટે રાખેલ છે.

જામનગર નિવાસી  ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિ (વહેવારવાળા) નટવરલાલ જટાશંકર રાવલ  (નટુ મહારાજ)ના પત્ની કંંચનબેન (ઉ.વ.૭૮) તે પરેશભાઈ, ધર્મેશભાઈ (પ્રેસ ફોટોગ્રાફર), ઉષાબેન  વ્યાસના માતા, પૂજાબેન, ભાવનાબેન રાજેશકમાર વ્યાસના સાસુ, ઓમ, હર્ષ, જાનકી નંદા, નીશા  વ્યાસ, ભૂમિ બારડ, વૃષ્ટિના દાદી, દિલીપભાઈ દવે, રાજુભાઈ દવે કમળાબેન રાવલના બહેનનું તા.  ૧૧ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૨-૨-૨૬ ગુરૂવારના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન  પાબારી હોલ (સેલર), તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

close
Ank Bandh