Advertisement
Author: નોબત સમાચાર

'દિવાળી'ને યુનેસ્કોની 'અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત'ની યાદીમાં સ્થાનઃ દેશનું ગૌરવ

એવું પ્રથમ વખત બન્યુ છે, જયારે ભારતમાં જ યુનેસ્કોની બેઠક મળી હોય અને આ પ્રકારનો ગરિમામય નિર્ણય લેવાયો હોય !

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૦ઃ દેશ માટે ગૌરવરૂપ ગણી શકાય તેવો નિર્ણય નવી દિલ્હીમાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં લેવાયો છે અને દેશના મુખ્ય અને મહત્ત્વપૂર્ણ તહેવાર દિવાળીને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સ્થાન મળ્યું છે.

ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા અને મહત્વપૂર્ણ પર્વ દિવાળીને વૈશ્વિક સ્તરે એક મોટી ઓળખ મળી છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કોએ દિવાળીના તહેવારને પોતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરી લીધો છે.

આ ઐતિહાસિક નિર્ણય દિલ્હી સ્થિત લાલ કિલ્લામાં આયોજિત યુનેસ્કોની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો, જે ભારત માટે એક અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે.

એવુ પ્રથમ વખત બન્યું છે, જ્યારે ભારતમાં યુનેસ્કોની આ પ્રકારની બેઠકનું આયોજન થયું હોય, અને આ જ બેઠકમાં ભારતીય સંસ્કૃતિની ઓળખ એવા દિવાળી પર્વને વૈશ્વિક વિરાસતનો દરજ્જ  ો આપવામાં આવ્યો છે. જેવી આ જાહેરાત કરવામાં આવી, કે તરત જ બેઠકમાં 'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય'ના નારા ગુંજી ઉઠ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ઠ' પર એક પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું, *દેશ અને દુનિયાના લોકોમાં ગજબનો ઉત્સાહ છે. દિવાળી આપણી સંસ્કૃતિ અને મૂલ્યોની ખૂબ નજીક છે. તે આપણી સભ્યતાની આત્મા છે. તે જ્ઞાન અને ધર્મનું પ્રતીક છે. યુનેસ્કોની અમૂર્ત વિરાસત સૂચિનો ભાગ બન્યા પછી દિવાળીને વિશ્વભરમાં વધુ લોકપ્રિયતા મળશે. હું આશા રાખું છું કે પ્રભુ શ્રીરામના આદર્શો હંમેશા આપણું માર્ગદર્શન કરતા રહેશે.*

દિવાળીના સમાવેશ સાથે, હવે યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક સૂચિમાં ભારતની કુલ ૧૬ વિરાસતો સામેલ થઈ ગઈ છે. આ યાદીમાં આ પહેલાં ગુજરાતના ગરબા, બંગાળની દુર્ગા પૂજા, કુંભ મેળો, યોગ, રામલીલા અને વૈદિક મંત્રોના ઉચ્ચારણ જેવી પરંપરાઓનો સમાવેશ થાય છે.

ભારત અત્યારે ગવર્નમેન્ટલ કમિટી ફોર ઇન્ટેન્જિબલ હેરિટેજની ૨૦મી બેઠકની યજમાની કરી રહી છે, જે ૮ થી ૧૩ ડિસેમ્બર સુધી ચાલી રહી છે. આ જ પ્રસંગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ૧૦ ડિસેમ્બરે વિશેષ દીપાવલી સમારોહ રાખવાનો નિર્ણય કર્યો છે, જેથી વિશ્વ સમક્ષ ભારતની સાંસ્કૃતિક ઓળખને મજબૂત રીતે રજૂ કરી શકાય.

ભારતની ૧૫ ધરોહરો પહેલાથી જ ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ એટલે કે અમૂર્ત વિશ્વ ધરોહરની સૂચિમાં સ્થાન મેળવી ચૂકી છે. તેમાં દુર્ગા પૂજા, કુંભ મેળો, વૈદિક મંત્રોચ્ચાર, રામલીલા, અને નૃત્ય પણ સામેલ છે.

દિલ્હીના મંત્રી કપિલ મિશ્રાએ જણાવ્યું કે આજે ૧૦ ડિસેમ્બરે દિલ્હી સરકાર અલગથી દિવાળી ઉજવી રહ્યું છે. તમામ સરકારી ઈમારતો શણગારવામાં આવશે, દિલ્હી હાટમાં ખાસ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અને ગઈકાલે મંગળવારે રાત્રે દિલ્હી સચિવાલયને ત્રિરંગા રંગોની રોશનીથી ઝગમગાવવામાં આવ્યું હતું. આજે રાત્રે દીપોત્સવીની ઉજવણીમાં દિવસો ઝગમગી રહ્યા છે.

યુનેસ્કોની આ યાદી દુનિયાની એવી સાંસ્કૃતિક અને પરંપરાગત વસ્તુઓને સામેલ કરે છે, જેને સ્પર્શી શકાતી નથી પરંતુ અનુભવી શકાય છે. તેને અમૂર્ત વિશ્વ ધરોહર પણ કહેવાય છે. તેનો હેતુ છે કે આ સાંસ્કૃતિક ધરોહરો સુરક્ષિત રહે અને આવનારી પેઢીઓ સુધી પહોંચે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh