ભારત અને ચીન વચ્ચે ૫ાંચ વર્ષ પછી સીધી ફલાઈટ ર૬ ઓક્ટોબરથી શરૂ થશે.
બદ્રીનાથ ધામના કપાટ તા. રપ-૧૧ થી બંધ થશે.
પૂર્વ ટેનિસ ખેલાડી રોજર ફેડરરને હોલ ઓફ ફેમ માટે નોમિનેટ કરાયો.
ગુજરાતના પહેલા 'એર સ્મોગ ટાવર' નું સુરતમાં ઉદ્ઘાટન કરાયું.
ભારતીય બેટર અભિષેક શર્મા ટી-ર૦ રેન્કીંગમાં સૌથી વધુ ૯૩૧ રેટિંગ પોઈન્ટ્વાળો ખેલાડી બન્યો.
જુનિયર વર્લ્ડ કપમાં ૧૯ મેડલ સાથે ભારત ટોચના સ્થાને.
કેન્દ્ર સરકારે વર્ષ-ર૦ર૬-ર૭ માટે ઘઉંનો ટેકાનો ભાવ ૬.પ૯% વધારીને રૂ. ર૪રપ પ્રતિ ક્વિન્ટલ કર્યો.
મૂળભૂત જરૂરિયાતો માટેની સબસીડીમાં ઘટાડા મુદ્દે પીઓકેમાં ઉગ્ર વિરોધઃ ટોળાએ પચ્ચીસ સૈનિકોને બંધક બનાવ્યા.
થ્રી-ડી બાયોપ્રિન્ટરનો ઉપયોગ કરીને માનવીય અંગ તૈયાર કરવાની દિશામાં વિજ્ઞાનીઓને મોટી સફળતા મળીઃ ભારત પણ સામેલ.
પોસ્ટ વિભાગે આજથી ઓટીપી આધારિત સ્પીડપોસ્ટની ડિલિવરીનો પ્રારંભ કર્યો.
હત્યા અને અપહરણના કેસમાં યુપી પ્રથમ અને ગુજરાત આઠમા ક્રમેઃ એનસીઆરબીનો વર્ષ-ર૦ર૩ નો રિપોર્ટ.
ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારેઝએ જાપાન ઓપનનું ટાઈટલ જીત્યું.
ભારતનો આર્થિક વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ૬.પ% રહેવાની સંભાવનાઃ એડીબી.
કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે કહ્યું કે, ર૬-૧૧ ના આતંકી હૂમલા પછી અમેરિકાએ અમને પાકિસ્તાન પર હુમલો કરતા અટકાવ્યા હતાં.
ભારત અને યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એસોસિએશનની વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આજથી લાગુ થયો.
ચૂંટણીપંચે બિહારના એસઆઈઆરની અંતિમ યાદી જાહેર કરીઃ ર૧ લાખ નવા મતદારો ઉમેરાયા, કુલ મતદારો ૭.૪ર કરોડ.
બીએસએફએ ૫ાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદે એઆઈથી સજ્જ નવી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ લોન્ચ કરી.
ડોનાલ્ડટ્રમ્પે વિદેશી ફિલ્મો પર ૧૦૦% ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો.
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિકેટર ક્રિસ વોક્સે નિવૃત્તિની જાહેરાત કરી.
કેનેડા સરકારે લોરેન્સ ગેંગને આતંકી સંગઠન જાહેર કર્યુ.
તમિલનાડુના કરૂરમાં થયેલ ભાગદોડ મામલે અભિનેતા વિજય થલપતિ સામે એફઆઈઆર નોંધાઈ.
રાજકીય નિંદા અને વ્યંગ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો હિસ્સો છે, પરંતુ કોઈની ગરિમા પર અશ્લીલ અને જાતીય ટિપ્પણી ન કરી શકાયઃ દિલ્હી હાઈકોર્ટ.
મહેસાણા અર્બન કો.ઓ. બેંકમાંથી રૂ. ૬૪ કરોડની નાણાકીય ઉચાપત કરનાર તે જ બેંકના પૂર્વ સીઈઓની ધરપકડ.
પારસી સમુદાયનું મેગેઝિન 'પારસિયાના' બંધ થશે, ઓક્ટોબર-ર૦રપ માં છેલ્લો અંક પ્રકાશીત થશે.
અમદાવાદઃ ગિફ્ટ સિટીમાં કુલ બેંકીંગ એસેટ્સ સાઈઝ ૯૪ અબજ ડોલર પહોંચી.
સીડીએસ જનરલ ચૌહાણનો કાર્યકાળ ૮ મહિના લંબાવાયો.
નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે એચએએલ સાથે વાયુસેના માટે ૯૭ તેજસ ફાઈટર વિમાન ખરીદવા રૂ. ૬ર,૩૭૦ કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા.
જેસલમેર બોર્ડરથી આઈએસઆઈ જાસૂસની ધરપકડ.
આઈઆરએસ અધિકારી સમીર વાનખેડેએ આર્યન ખાનની વેબ સિરીઝ પર માનહાનિનો કેસ દાખલ કર્યો.
પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થયા પછી જ ઈવીએમનો બીજો અને છેલ્લો રાઉન્ડ શરૂ થશેઃ ચૂંટણીપંચે મતગણતરી પ્રક્રિયામાં ફેરફાર કર્યો.
પચ્ચીસ વર્ષમાં ભારતમાં કેન્સરથી થતા મૃત્યુમાં ૭પ ટકાનો વધારો થયો.
દુષ્કર્મ અને પોક્સો જેવા ગંભીર ગુનામાં કેસની ટ્રાયલ બે મહિનામાં પૂરી થવી જોઈએઃ સુપ્રિમકોર્ટ.
એસઆઈઆર લોકશાહી માટે સૌથી મોટું જોખમ છેઃ કોંગ્રેસ.
ઉત્તરાખંડમાં પેપર લીક થતા યુવાનોમાં નારાજગી, પ્રથમ વખત આખા રાજ્યમાં વિરોધ પ્રદર્શન.
ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડરે કહ્યું કે, 'ભારત નવી વૈશ્વિક શક્તિ બની રહ્યું છે.'
ભારતીય પ્રવાસીઓ હવે કતારમાં યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરી શકશે, કતાર ડ્યૂટી ફ્રી પ્રથમ મર્ચેન્ટ બન્યું.
સુપર ટાયફૂન રગાસાએ વિનાશ વેર્યોઃ તાઈવાન, ફિલિપાઈન્સમાં ર૭ લોકોના મોત, ચીનમાં ૧૯ લાખ લોકો થયા વિસ્થાપિત.
ઈન્દોરની યુવતીએ સાંસદ ચંદ્રેશખર આઝાદ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો.
ઈડીએ બેટિંગ એપ કેસમાં ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજસિંહની સાત કલાક પૂછપરછ કરી.
લગ્ન પહેલા અસાધ્ય રોગની હકીકત છુપાવવી એ લગ્ન રદ્દ કરવા માટે યોગ્ય કારણભૂત પરિસ્થિતિ ગણાયઃ મુંબઈ હાઈકોર્ટ.
પૈસાની વસુલાત માટે કોર્ટ રીક્વરી એજન્ટ ન બની શકેઃ સુપ્રિમકોર્ટ.
અમેરિકામાં સ્માર્ટફોનની નિકાસ મે થી ઓગસ્ટ સુધીમાં પ૮ ટકા ઘટી.
છત્તીસગઢ હાઈકોર્ટે એક ચૂકાદામાં જણાવ્યું હતું કે, 'માતા-પિતાથી અલગ રહેવાનો પત્નીનો આગ્રહ માનસિક ક્રૂરતા સમાન છે.'
ભારતીય યુનિવર્સિટીઓ પર દર સપ્તાહે ૮,૪૮૭ સાઈબર હૂમલા થાય છેઃ સીપીઆરનો રિપોર્ટ.
પાકિસ્તાન એરફોર્સે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પોતાના જ નાગરિકો પર બોમ્બ ફેંક્યા, ૩૦ થી વધુના મોત.
કર્ણાટક સરકારે રાજ્યના જૈન મંદિરોના મુખ્ય પૂજારીઓ અને સહાયક પૂજારીઓ માટે પગાર નક્કી કરતો આદેશ પ્રસિદ્ધ કર્યો.
હવે માનહાનિને અપરાધની શ્રેણીમાંથી દૂર કરવાનો સમય આવી ગયો છેઃ સુપ્રિમકોર્ટ.
દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર ક્વિન્ટન ડિકોકએ વનડેમાંથી નિવૃત્તિ પરત લીધી.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હવે પ્રતિસ્પર્ધી રહી નથીઃ સૂર્યકુમાર યાદવ.
આરબીઆઈ રેપોરેટમાં વધુ પચ્ચીસ બીપીએસનો ઘટાડો કરી શકે છેઃ એસબીઆઈનો રિપોર્ટ.
close
Ank Bandh