Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂા. ૧૩૦ કરોડનું રોકાણઃ ટુરીઝમ ક્ષેત્રે ઈન્વેસ્ટમેન્ટની ઉજળી તક
દ્વારકા તા. ૧૦ઃ વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ કચ્છ-સૌરાષ્ટ્ર ટુરીઝમ રોકાણ માટે પ્રીમીયમ પ્લેટફોર્મ બનશે. ગુજરાતનો દરિયાકાંઠો, ગ્લોબલ બ્લૂ ફલેગ અને આધુનિક માળખાકીય સુવિધાઓ સાથે નવી ઊંચાઈએ પહોંચ્યો છે. રૂા. ૧૩૦ કરોડના દરિયાકાંઠાના વિકાસ સાથે કચ્છ-સૌરાષ્ટ્રમાં રોકાણની નવી તકો ઉભી થઈ છે.
ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર આજે ટકાઉ વિકાસ, આધુનિક માળખાકીય સુવિધાઓ અને વૈશ્વિક ગુણવત્તાના ધોરણો સાથે દેશ માટે એક નવા માપદંડની સ્થાપના કરી રહયું છે.
રાજયના પ્રથમ 'ગ્લોબલ બ્લૂ ફલેગ બીચ' શિવરાજપુરના સમગ્ર વિકાસ માટે ટીસીજીએલ દ્વારા કરવામાં ઓલા ૧૩૦ કરોડના મહત્વાકાંક્ષી રોકાણે માત્ર દરિયાકાંઠા વિકાસને અનુપમ તેજ આપ્યું નથી, પરંતુ આ પ્રોજેકટ હવે આગામી વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (વીજીઆરસી), રાજકોટ-૨૦૨૬ માં પ્રવાસન રોકાણ મુખ્ય આકર્ષણ બનવા તૈયાર છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું શિવરાજપુર બીચ, ગુજરાતના ૨૩૪૦ કીમી લાંબા દરિયાકાંઠામાં સૌથી સ્વચ્છ, સુંદર, સુરક્ષિત અને પરિવારમિત્ર બીચ પૈકીના એક આજે 'બ્લૂ ફલેગ' ના પ્રતિષ્ઠિત દરજજાથી સજજ છે. આ માન્યતા એ દર્શાવે છે કે અહીં પ્રવાસીઓને પર્યાવરણ, મૈત્રીપૂર્ણ સુવિધાઓ, સલામતીના ઉચ્ચ ધોરણો અને આધુનિક સુવિધાઓ સાથે શ્રેષ્ઠ અનુભવ મળે છે. તા.૧૦ થી ૧૨ જાન્યુઆરી ર૦૨૬ દરમ્યાન રાજકોટમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ કચ્છ-સૌરાષ્ટ્રના પ્રવાસન સર્કિટને વ્યૂહાત્મક કેન્દ્ર તરીકે ઉજાગર કરશે.
કચ્છના રણથી લઈને ગીરના ઈકો-ઝોન અને દ્વારકાના ધર્મપ્રવાસ સુધી, રાજયના પશ્ચિમ દરિયાકાંઠામાં રોકાણ માટેનો સમય હવે સૌથી અનુકુળ છે. વીજીઆરસીનું મિશન સ્પષ્ટ છે. 'રોકાણને મુડી સાથે અને મુડીને અવસર સાથે જોડવું' અને પ્રવાસન ક્ષેત્ર આ દિશામાં સૌથી પ્રભાવશાળી ક્ષેત્ર તરીકે ઉભર્યુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial