Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતની તરફેણમાં આવેલા ચુકાદા પછી ઔપચારિક કાર્યવાહીને વેગ મળશે
બ્રસેલ્સ તા. ૧૦ઃ પી.એન.બી. કૌભાંડના ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીને મોટો ઝટકો લાગ્યો છે. બેલ્જિયમની સુપ્રિમ કોર્ટે પણ ભારત પ્રત્યાર્પણ વિરૂદ્ધની અરજી ફગાવી દીધી છે. બેલ્જિયમની સર્વોચ્ચ અદાલત કોર્ટ ઓફ કેસેશન દ્વારા એન્ટવર્પની અપીલ કોર્ટનો નિર્ણય યથાવત રાખ્યો છે. તેથી રૂા. ૧૩,૦૦૦ કરોડના કૌભાંડમાં ચોકસીનું ભારત પ્રત્યાર્પણ હવે ઝડપથી આગળ વધશે. યાતના અને રાજકીય મુકદ્દમાની દલીલોને પણ પાયાવિહોણી ઠેરવાઈ છે.
પંજાબ નેશનલ બેન્કમાં ૧૩,૦૦૦ કરોડના કથિત કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને બેલ્જિયમની સર્વોચ્ચ અદાલત 'કોર્ટ ઑફ કેસેશન' દ્વારા મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. કોર્ટે ભારત પ્રત્યાર્પણને પડકારતી ચોક્સી દ્વારા દાખલ કરવામાં આવેલી અંતિમ અપીલને પણ ફગાવી દીધી છે.
આ નિર્ણય ભારતની તરફેણમાં આવ્યો છે અને હવે ચોક્સીના પ્રત્યાર્પણની ઔપચારિક પ્રક્રિયા બેલ્જિયમમાં ઝડપથી આગળ વધી શકે છે. આ બાબત સાથે જોડાયેલા અધિકારીઓએ મંગળવારે આ વાતની પુષ્ટિ કરી હતી. બ્રસેલ્સમાં થયેલી સુનાવણી દરમિયાન, સર્વોચ્ચ અદાલતે એન્ટવર્પ કોર્ટ ઑફ અપીલના ૧૭ ઑક્ટોબરના નિર્ણયને માન્ય રાખ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કહૃાું કે ભારત મોકલવા પર તેને યાતના અથવા ન્યાયથી વંચિત રાખવાનું જોખમ છે, તેવા ચોક્સીના દાવાઓ પાયાવિહોણા છે.
બ્રસેલ્સના મહાધિવક્તા હેનરી વેન્ડરલિન્ડેને ઈમેલ દ્વારા પુષ્ટિ કરી કે સર્વોચ્ચ અદાલતે ચોક્સીની અપીલ ફગાવી દીધી છે, તેથી નીચલી અદાલતનો ચુકાદો જ અસરકારક રહેશે. અગાઉ, ઑક્ટોબરમાં એન્ટવર્પ કોર્ટ ઑફ અપીલે ચોક્સીની દલીલોને ફગાવી દેતા જણાવ્યું હતું કે, ભારતમાં તેની સામે રાજકીય મુકદ્દમો થવાની કોઈ સંભાવના નથી. ભારતમાં તેને યાતના કે ન્યાયથી વંચિત રાખવાનું કોઈ જોખમ નથી. ૨૦૨૧માં એન્ટિગુઆ અને બાર્બુડામાં તેનું અપહરણ ભારતની મદદથી કરાયું હોવાના દાવાઓનો કોઈ નક્કર પુરાવો નથી. તેમ જણાવી એન્ટવર્પની અદાલતે મુંબઈની વિશેષ અદાલત દ્વારા મે ૨૦૧૮ અને જૂન ૨૦૨૧માં જારી કરાયેલા ધરપકડ વોરંટને અમલ કરવા યોગ્ય ગણાવ્યું હતું. અને તેની સામે બેલ્જિયમની સુપ્રિમ કોર્ટમાં થયેલી અપીલ ફગાવી દેવાયા પછી હવે ભાગેડુ આરોપીના પ્રત્યાર્પણની કાર્યવાહી ઝડપથી શરૂ થશે, તેવી આશા રખાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial