Advertisement
Author: નોબત સમાચાર

બીમારીથી કંટાળી જઈ નગરના વૃદ્ધાએ ટ્રેન આડે ઝંપલાવી કરી લીધી આત્મહત્યા

ભૂલથી ઝેરી દવાના ડબલામાં પાણી લેતાં મહિલાનું મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦ઃ જામનગરના શિવમ્ પાર્કમાં રહેતા એક વૃદ્ધાએ પોતાની બીમારીથી કંટાળી જઈને ગઈકાલે ટ્રેન આડે ઝંપલાવી લઈ આત્મહત્યા વ્હોરી લીધી છે. જ્યારે ભાણવડના બોડકી ગામના મહિલાએ ભૂલથી ઝેરી દવાવાળા ડબલામાં પાણી પી લેતા ઝેરી અસર થયા પછી સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.

જામનગરના અંધાશ્રમ વિસ્તારમાં આવેલા શિવમ્ પાર્ક સ્થિત શિવમ્ ટેનામેન્ટની શેરી નં.૪માં રહેતા મીનાક્ષીબેન રશ્મીકાંતભાઈ વ્યાસ નામના સિત્તેર વર્ષના વૃદ્ધા લાંબા સમયથી માઈગ્રેન તેમજ બ્લડપ્રેશરની બીમારીથી પીડાતા હતા.

સારવાર લેવા છતાં સારૂ થતું ન હોવાથી કંટાળી ગયેલા આ વૃદ્ધાએ ગઈકાલે સવારે છએક વાગ્યે અંધાશ્રમ આવાસ નજીક આવેલા રેલવે ટ્રેક પરથી પસાર થયેલી ટ્રેન આડે ઝંપલાવી લઈ આત્મહત્યા વ્હોરી લીધી છે. પોલીસને બનાવની જાણ કરાતા સિટી સી ડિવિઝનનો કાફલો ધસી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી કૃતિબેન રશ્મીકાંતભાઈ વ્યાસનું નિવેદન નોંધ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના બોડકી ગામમાં રહેતા ધારાબેન મખસુખભાઈ પીપરોતર (ઉ.વ.૩૩) નામના મહિલા ગઈ તા.ર૪ના દિને પોતાના ખેતરમાં ખળ વાઢતા હતા ત્યારે તરસ લાગતા તેઓએ પાણીની બોટલમાંથી એક ડબલામાં પાણી કાઢી પી લીધુ હતું. આ ડબલામાં અગાઉ પાકમાં છાંટવાની ઝેરી દવા હતી અને તેમાં ધારાબેને પાણી પી લેતા તેઓને દવાની ઝેરી અસર થઈ હતી. સારવારમાં ખસેડાયેલા આ મહિલાનું મૃત્યુ નિપજ્યાનું મનસુખભાઈ દેવશીભાઈ પીપરોતરે પોલીસમાં જાહેર કર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh