Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સામાપક્ષે પણ નોંધાવી વળતી ફરિયાદઃ
જામનગર તા. ૨: જામનગરના ગુલાબનગર પાસે આવેલી એક હોટલ પાસે મોટર રાખનાર આસામીએ મોટર કાઢવા માટે અન્ય મોટરચાલકને કહેતા હોટલના સંચાલક સહિત સાત શખ્સે પ્લાસ્ટિકના તથા લોખંડના પાઈપ, ઢીકાપાટુથી હુમલો કર્યાની ફરિયાદ કરાઈ છે. સોમવારના આ બનાવની એક પક્ષે ફરિયાદ કર્યા પછી સામાપક્ષે પણ વળતી ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ગુલાબનગર નજીકના ક્રિષ્ના પાર્કની શેરી નં.૧માં રહેતા ઝહીર અબ્બાસ દલે ગુલાબનગર પાસે આવેલી લક્કી હોટલવાળા અફઝલ હમીરાણી, હબીબ, ઋત્વિક, રાજ પરમાર, હુસેન હમીરાણી, શાહરૂખ હમીરાણી, સરફરાઝ હમીરાણી સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વળતી કરાયેલી આ ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ અફઝલે પોતાની હોટલ પાસે રાખેલી મોટરની પાછળ ઝહીર દલની મોટર પડી હતી. તે મોટર કાઢવા માટે ઝહીરે કહેતા બોલાચાલી થયા પછી અફઝલ, હબીબ, ઋત્વિક, રાજ પરમારે ઢીકાપાટુથી માર માર્યાે હતો. ત્યાંથી ચાલ્યા ગયેલા ઝહીરને અચાનક પાછળથી ધસી આવેલા હુસેન, શાહરૂખે ફરીથી રોકી પાઈપથી વાંસા તથા પગમાં ફટકા માર્યા હતા. તેમજ સરફરાઝે ઘર સળગાવી નાખવાની ધમકી આપી હતી. પોલીસે સાતેય શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial