Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં નગરપાલિકામાં ચાર ગ્રામ પંચાયતના મર્જરથી વસતી હવે ૧.૧૦ લાખને ઓળંગી જશે

કયા કયા વિસ્તારો નગરમાં જોડાશે, કઈ સોસાયટીઓના પ્રશ્ન હલ થશે... જાણો...

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨: ગુજરાત રાજ્ય સરકારે ખંભાળિયા નગરપાલિકામાં આસપાસની ચાર ગ્રામ પંચાયતોનું મર્જર કરવાનો નિર્ણય કરતાં હવે ખંભાળિયા શહેરની વસતિ બાવન હજારથી વધીને ૧.૧૦ લાખ થઈ જશે.

હર્ષદપુર ગ્રામ પંચાયતની વાત કરીએ તો અગાઉ ખંભાળિયાની હદ સલાયા ફાટક પાસે પુરી થતી હતી હવે ખંભાળિયામાં હરસિદ્ધિ નગર, સંજયનગર, રંગીલા હનુમાન, જિલ્લા કોર્ટ, જીઆઈડીસી વિસ્તાર, હાઈવે ચાર રસ્તા તથા ત્યાંથી સલાયા રોડ પર છેક કલેકટર તથા એલ.પી. બંગલા સુધીનો વિસ્તાર તથા સરકારી હોસ્પિટલ પણ ખંભાળિયા શહેરમાં ગણાશે.

રામનગર વિસ્તારમાં અગાઉ રામનાથ મંદિર પૂલની શરૂઆત થતી ત્યાંથી ખંભાળિયાની હદ પૂર્ણ થતી જયારે હદ વધતા હવે રામનાથ પૂલથી આગળ રામનાથ મંદિર નજીકની સેન્ટ આન્સ શાળા નજીકનો વિસ્તાર સોસાયટીઓ તથા કેનાલ ઘી ડેમ સુધી ખંભાળિયામાં આવશે તથા ખામનાથ મંદિર પૂલ તેની પાસે સ્મશાનની નજીકની સોસાયટીઓ, કણઝાર હોટલ તથા તેની નજીકની સોસાયટીઓ પણ ખંભાળિયામાં ગણાશે.

શકિતનગરમાં ગાયત્રીનગર સોસાયટી, હુડકો કવાર્ટર, પોલીસ લાઈન, જલારામ મંદિરથી આગળના વિસ્તારો તથા છેક શીરેશ્વર મેળા સુધીની જગ્યા મેળાના પહેલા સુધી તથા રામનાથ સોસાયટીની ડાબી તરફની ઢગલાબંધ સોસાયટીઓ નારાયણ નગર વિસ્તાર રામનાથ-૨, ગોકુલધામ સોસાયટી પણ ખંભાળિયામાં ગણાશે તો જામનગર રોડ પર રેલવે ફાટકની હદ પુરી થતા તેના બદલે વેલકમ ગેઈટથી આગળ જે.કે.વી. નગર સોસાયટી, હાઈવે પર અશોક પેટ્રોલપંપ, સરકાર હાઉસ, ભાજપ કમલમ કાર્યાલય, માર્કેટેંગ યાર્ડ એ.સી.બી. કચેરી પાસેની સોસાયટીઓ તથા રામનગરમાં છેક ઘી ડેમ સુધીનો એરીયા જે રામનગર શકિતનગરમાં હતો તે ખંભાળિયાનો ગણાશે તથા મહાપ્રભુજી બેઠક પાસેથી ખંભાળિયાની હદ પૂરી થતી હતી તેના બદલે હવે મહાપ્રભૂજી બેઠકની આગળની શ્રીજી સોસાયટી સહિતની સોસાયટીઓ તથા બજાણા રોડ પર હરીભાઈની વાડી સુધીનો વિસ્તાર, શ્રીજી પાર્ક સોસાયટી સહિતનો વિસ્તાર ખંભાળિયામાં આવી જશે.

સોસાયટીવાસીઓના વર્ષો જુના પ્રશ્નો હલ થશે

ખંભાળિયાની જે.કે.વી. નગર જેવી સોસાયટીના વર્ષો જુના પાણીના પ્રશ્નો, નારાયણ નગરના રસ્તા તથા પાણી ભરાવાના સ્ટ્રીટ લાઈટના પ્રશ્નો, શ્રીજી સોસાયટીના પ્રશ્નો જે વર્ષોથી ગ્રામ પંચાયતોની નબળી આર્થિક સ્થિતિથી અટક્યા હતા તે હવે હલ થશે.

અગાઉ ખંભાળિયા નગર પાલિકાની હદ માત્ર ૩ાા કિમી જેટલી જ હતી તે હવે ૧૦ાા કિલોમીટર જેટલી થઈ છે તો વસતિ ૨૦૧૧ની સ્થિતિમાં માત્ર પર હજાર હતી તે હવે ૧.૧૦ લાખ ઉપરાંતની થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh