Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ વાહનચોરીનો ભેદ ઉકેલતી એલસીબીઃ
જામનગર તા. ૨: દ્વારકા નજીકના રૂપેણ બંદર પાસે ચેકપોસ્ટ પરથી એલસીબીએ બે શખ્સને શકના આધારે પકડી પાડી પૂછપરછ કરતા ચાર મોટરસાયકલ તથા એક સ્કૂટરની ચોરીનો ભેદ ખૂલ્યો છે. રૂ.સવા લાખના પાંચ વાહન કબજે કરી લેવાયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગુન્હાશોધક શાખા દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન દ્વારકા નજીકના રૂપેણ બંદર રોડ પર ચેકપોસ્ટ પરથી બે મોટરસાયકલમાં જઈ રહેલા બે શખ્સને રોકી લેવામાં આવ્યા હતા.
દ્વારકાની નરસંગ ટેકરીમાં રહેતા ફૈઝાન સાબાન ચૌહાણ તથા રૂપેણ બંદરવાળા ઉમર સુલતાન મલીક નામના આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ ગઈ તા.૧૩ના દિને વરવાળામાં યોજાયેલા ઉર્ષના કાર્યક્રમમાંથી ઉપરોક્ત બાઈકની ચોરી કરવા ઉપરાંત બે મહીના પહેલાં પોરબંદરમાંથી એક્સેસ સ્કૂટર ઉઠાવ્યાની, ચાર મહિના પહેલાં ગિર સોમનાથના વેરાવળ પાસેથી બે બાઈકની ચોરી કર્યાની અને પાંચ મહિના પહેલાં ઉનાના બસ સ્ટેન્ડ નજીકથી બાઈક ચોરી કર્યાની કબૂલાત આપી છે.
આ બંને શખ્સ પાસેથી જીજે-૧૨-ઈજી ૭૮૦૦, જીજે-૧૧-એએલ ૪૬૦૧, જીજે-૧૧-એએચ ૪૭૧૫ નંબરના ત્રણ બાઈક, એક નંબર પ્લેટ વગરનું બાઈક તથા જીજે-૨૫-એસી ૮૭૪૫ નંબરનું એક્સેસ મળી કુલ રૂપિયા સવા લાખના ચોરાઉ વાહન કબજે કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial