Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૧: સમગ્ર ગુજરાતમાં હાલ વિકાસ સપ્તાહ ર૦રપ ની ઉજવણી અંતર્ગત ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડના બોક્સાઈટ પ્રોજેક્ટ મેવાસા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહેલ છે. આરાધના શૈક્ષણિક સંકુલ મેવાસામાં 'ટેક ફોર ટ્રાન્સફોર્મેશન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મેવાસા પ્રોજેક્ટના કોરઝોનમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓએ આધુનિક ટેકનોલોજીને દર્શાવતા વિવિધ મોડેલ પ્રદર્શનમાં મૂક્યા હતાં.
બોક્સાઈટ પ્રોજેક્ટ મેવાસાના ઈન્ચાર્જ જનરલ મેનેજર વિવેક કુમાર સિંઘ દ્વારા ભારતમાં ટેકનલોજી ક્ષેત્રે યેલા વિકાસ અંગે માહિતી આપવામાં આવી હતી. યજમાન પી.વી. અંબાલિયાએ પ્રદર્શનમાં રાખેલ મોડેલની વિસ્તૃત માહિતી શાળાના વિદ્યાર્થીઓને આપી હતી. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત મેવાસા ગામના તળાવને સીએસઆર પ્રવૃત્તિ હેઠળ સુંદર બનાવવા માટે મેવાસા પ્રોજેક્ટના ઈન્ચાર્જ જનરલ મેનેજર વિવેક કુમાર સિંઘ અને મેવાસા ગ્રામ પંચાયતના સરપંચની હાજરીમાં ખાતમુહૂર્ત કર્યું હતું. પ્રોજેક્ટના પટાંગણમાં ડિજિટલ સાક્ષરતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ભાટિયા બ્રાન્ચના અધિકારી દ્વારા ડિજિટલ સર્વિસમાં થતી છેતરપિંડીથી બચવા માટે સામાન્ય નાગરિક દ્વારા તકેદારીના પગલાં લેવાની માહિતી આપી હતી. આ ડિજિટલ સાક્ષરતા શિબિરમાં મેવાસાના ગ્રામજનો અને મેવાસા પ્રોજેક્ટના કર્મચારીઓએ હાજરી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial