Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પત્રકાર બકુલ ખીમજીભાઈ ભોલાનું નિધન
જામનગરઃ પત્રકાર બકુલભાઈ ખીમજીભાઈ ભોલા (ઉ.વ.૫૮) તે કીર્તિબેન બકુલભાઈ ભોલાના પતિ, જીત બકુલભાઈ ભોલાના પિતાનું તા. ૧૩-૧૦-૨૫ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તથા સસરાપક્ષની સાદડી તા. ૧૬-૧૦-૨૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન તેમના નિવાસસ્થાન, આર.ટી.જાડેજા એસ્ટેટ, ગુરૂદ્વારા પાસે, કિકેટ બંગલો શેરી નં. એ-૧, જામનગરમાં રાખેલ છે.
જામનગરઃ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ દિપકભાઈ કિશોરચંદ્ર વ્યાસ (ઉ.વ.૫૯) તે સ્વ.કિશોરચંદ્ર કાશીરામ વ્યાસના પુત્ર, હસમુખભાઈ કાશીરામ વ્યાસના ભત્રીજા, વિમલભાઈ વ્યાસ, શ્રેયસભાઈ વ્યાસ, રાજેશભાઈ વ્યાસ, વિરલભાઈ વ્યાસ, નિકુંજભાઈ વ્યાસ, શિલ્પાબેન ભરતકુમાર ઉપાધ્યાય, નમ્રતાબેન જીગરકુમાર ભટ્ટના ભાઈ, સંજય વ્યાસના પિતા, ધૈર્ય, ચાર્મી, નિયતી, અવ્યયમ, પરમ, ખુશી વ્યાસના મોટાબાપુનું તા. ૧૩ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૧૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૪:૩૦ પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.
જામનગર નિવાસી જયદેવ મોહનલાલ માંડવીયા, તે મોહનલાલ ગિરધરલાલ માંડવીયા અને ભાનુબેન મોહનલાલ માંડવીયાના પુત્ર, દક્ષાબેનના પતિ, ચિરાગ અને મીરાના પપ્પા, પ્રફુલભાઈ, મૂળવંતભાઈ, જેઠાભાઈ માંડવીયાના ભાઈનું તા. ૧૩-૧૦-૨૫ના અવસાન થયું છેે.