Advertisement
Author: નોબત સમાચાર

ભારત અને અમેરિકાના રક્ષામંત્રીઓએ આજે દસ વર્ષીય સંરક્ષણ કરાર પર કર્યા હસ્તાક્ષર

બન્ને દેશો વચ્ચે સંબંધોનો નવો અધ્યાય શરૃઃ રાજનાથસિંહ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૩૧ઃ ટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાએ ૧૦ વર્ષના રક્ષા કરાર કર્યા હોવાના અહેવાલો આવ્યા છે.

આજે ભારત અને અમેરિકા વચ્ચે નવો ૧૦ વર્ષનો સંરક્ષણ કરાર થયો, જેનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ, સંયુક્ત ઉત્પાદન અને તકનીકી ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે. ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ વચ્ચેની બેઠકમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે ઠ પર પોસ્ટ કરીને માહિતી આપી કે તેમણે રાજનાથ સિંહ સાથે આ ૧૦ વર્ષનો અમેરિકા-ભારત સંરક્ષણ કરાર સાઇન કર્યો છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, 'આ કરાર પ્રાદેશિક સ્થિરતા અને સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તે સંરક્ષણ ભાગીદારીને મજબૂત કરશે.' હેગસેથના જણાવ્યા મુજબ, બંને દેશો હવે માહિતી વહેંચણી, તાલમેલ વધારવા અને ટેક્નોલોજીમાં સહયોગ ને વધુ ગાઢ બનાવી રહૃાા છે, જે તેમની સંરક્ષણ ભાગીદારીને 'પહેલા કરતાં વધુ મજબૂત' બનાવે છે.

કુઆલાલમ્પુરમાં અમેરિકી સંરક્ષણ મંત્રી સાથેની મુલાકાત દરમિયાન, રાજનાથ સિંહે જણાવ્યું કે આ ૧૦ વર્ષના મહત્ત્વપૂર્ણ સંરક્ષણ કરારથી ભારત-અમેરિકાના સંબંધોમાં નવો અધ્યાય શરૂ થયો છે. તેમણે આનંદ વ્યક્ત કર્યો કે ફોન પર ત્રણ વખત વાતચીત કર્યા પછી, આજે એડીએમએમ-પ્લસ બેઠક દરમિયાન રૂબરૂ મુલાકાત થઈ રહી છે.

રાજનાથ સિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર થવાથી શરૂ થયેલો આ નવો અધ્યાય, અમેરિકી સંરક્ષણ મંત્રીના નેતૃત્વમાં ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવશે.

આ મુલાકાત કુઆલાલમ્પુર (મલેશિયા)માં આસિયાન-ભારત સંરક્ષણ મંત્રીઓની બીજી અનૌપચારિક બેઠક દરમિયાન થઈ હતી. આ બેઠક આસિયાન ડિફેન્સ મિનિસ્ટર્સ મીટિંગ-પ્લસના કાર્યક્રમનો એક ભાગ હતી, જે ૧લી નવેમ્બરે યોજાવાનો છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અગાઉ જ જાહેરાત કરી દીધી હતી કે તેઓ આસિયાનની આ બેઠકોમાં ભાગ લેશે. રાજનાથ સિંહના મતે, આસિયાન બેઠકનો હેતુ ભારત અને આસિયાન દેશો વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સહયોગને મજબૂત બનાવવાનો અને 'એક્ટ ઈસ્ટ પોલિસી'ને આગળ વધારવાનો હતો.

રાજનાથ સિંહ અને અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ વચ્ચેની આ મુલાકાત એવા સમયે થઈ જ્યારે થોડા દિવસો પહેલા જ વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ કુઆલાલમ્પુરમાં ઈસ્ટ એશિયા સમિટ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે મુલાકાત કરી હતી.

જયશંકર અને રુબિયોએ ભારત-અમેરિકા સંબંધો તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ભારત અને અમેરિકા વચ્ચે આ સતત ઉચ્ચ-સ્તરીય મુલાકાતો એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ (વેપાર કરાર) પર વાટાઘાટો ચાલી રહી છે.

જોકે, આ વાતચીત વધેલા તણાવ વચ્ચે થઈ રહી છે, જેનું કારણ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયન તેલની ખરીદી ને લઈને ભારત પર ડબલ ટેરિફ લગાવવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh