Advertisement
Author: નોબત સમાચાર

ભૂગર્ભ ગટરના કામો પછી તૂટેલા-ફૂટેલા રવિપાર્ક ટાઉનશીપના આંતરિક માર્ગો વરસાદ પછી બરબાદ

એક પણ શેરીમાં રોડ જ નથીઃ માત્રને માત્ર ખાડા !! જ છે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગરમાં મ્યુનિ. કમિશનરે આંશિક નગર નિરીક્ષણ કર્યુ અને વરસાદ પછી પડેલા ખાડા-ખડબા-ચિરોડા તત્કાળ કામચલાઉ કરીને બુરવાના આદેશો આપ્યા છે. ત્યારે ઢીંચડા તરફ આવેલા રીંગ રોડના કાંઠે બારેક વર્ષથી વસેલા રવિપાર્ક ટાઉનશીપમાં વરસાદ પહેલાથી ભૂગર્ભ ગટરના કામો પછી આડેધડ મારેલા થીગડાના કારણે ખાડા-ખડબાથી ભરપૂર માર્ગો તાજેતરના વરસાદ પછી તદ્દન બરબાદ થઈ ગયા છે. અને કમરતોડ માર્ગે સોસાયટીની અંદર આવવાની ટેકસી તથા રિક્ષાવાળાઓ પણ તદ્ન ના પાડી દેતા હોવાથી આ સોસાયટીના આંતરિક માર્ગોની કામચલાઉ મરામત તત્કાળ કરવી અત્યંત જરૂરી છે.

આ સોસાયટીની શેરીઓમાં તો સડક કે રોડ જેવું કાંઈ બચ્યુ જ નથી. ભૂગર્ભ ગટરના થીગડા પછી વરસાદમાં તદ્દન ભંગાર સ્થિતિની શેરીઓમાં પણ તત્કાલ પેચવર્ક કરવું જરૂરી છે, જેથી ચોમાસુ થોડુ રાહતરૂપ રીતે નીકળી જાય.

આ સોસાયટીની શેરીઓમાં લેવલના ઠેકાણા નહીં હોવાથી ઉંચા-નીચા રસ્તે વચ્ચે ઢાળ પડી જવાથી વગર ચોમાસે પણ પાણી ભરાઈ રહે છે. ત્યારે હવે તો અહીં રહેતા લોકો માટે રોજીંદી અવર-જવર પણ અત્યંત મુશ્કેલ બની ગઈ છે, તેથી માર્ગોની સાથે સાથે તમામ શેરી- ગલીઓની તત્કાળ મરામત થવી જરૂરી છે. તેમાં પણ શેરી નં. ૬ (બી) સહિતની બે- ત્રણ ગલીઓમાં તો વચ્ચો વચ્ચ રોડ બેસી ગયો હોય તેવો ઢાળ (સ્લેબ) હોવાથી ત્યાં કાયમી ધોરણે અવાર-નવાર જલભરાવ થાય છે અને નાના વાહનોને પણ નીકળવામાં મુશ્કેલ પડે છે. તેથી તમામ શેરી-ગલીઓને સમતોલ કરીને યોગ્ય ઢાળ આપીને વરસાદી પાણીના વ્યવસ્થિત નિકાલની વ્યવસ્થા સાથેની મરામત થવી જરૂરી છે.

અત્યારે ચોમાસુ હોવાથી કામચલાઉ મરામત કર્યા પછી આ સોસાયટીના તમામ ઈન્ફ્રાસ્ટ્રકચરને દોઢ દાયકા જેવો સમય થઈ ગયો હોવાથી માળખાકીય સુવિધાઓ આધુનિકરણ અને નવીનીકરણ માંગે છે. તેમાં પણ શેરી-ગલીઓ, એપ્રોચ રોડ તથા શેરી-ગલીઓ સહિતના તમામ આંતરિક માર્ગોનુ તત્કાળ મજબુતીકરણ થવુ અનિવાર્ય છે. આ વિસ્તારના જન-પ્રતિનિધિઓ પણ આ સોસાયટી તરફ નજર નાંખે, તેવી લોકલાગણી પણ પડઘાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh