Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અઢી મહિના પહેલાં કરી હતી ચોરીઃ બેની શોધઃ
જામનગર તા. ૧૫: જામનગરના સુભાષપરાની શેરી નં.૧માં એક મકાન ભાડે રાખી મહિલા સહિતના ત્રણ ભાડુતે મકાન માલિકના કબાટનું લોક તોડી તેમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ મળી રૂ.૯પ૭૦૦ની મત્તાની ચોરી કરી હતી. આ ગુન્હામાં એક આરોપી રૂ.૭પ હજારના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુભાષપરાની શેરી નં.૧માં રહેતા અને દરજીકામની દુકાન ચલાવતા રાહુલભાઈ પીઠડીયા નામના પ્રૌઢના મકાનમાં થોડા મહિના પહેલાં ભાડુત તરીકે રહેવા આવેલા હિમાંશુ જયંતિભાઈ સોલંકી, તેના પત્ની કાજલબેન અને હિમાંશુના મિત્ર અશોક સહિતના વ્યક્તિઓએ મકાન માલિકના ત્યાં પડેલા કબાટનું તાળુ તોડી નાખી અંદરથી સોનાના દાગીના અને રૂ.૩૫ હજાર રોકડા મળી કુલ રૂ.૯૫૭૦૦ની મત્તાની ચોરી કરી હતી.
ગયા એપ્રિલ મહિનામાં બનેલા આ બનાવની ગયા સપ્તાહે રાહુલભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સિટી સી ડિવિઝનના પીઆઈ એન.બી. ડાભીની સૂચનાથી પીએસઆઈ વી.બી. બરબસીયા તથા સ્ટાફે તપાસ શરૂ કરી હતી. જેમાં સુભાષપરાની શેરી નં.રપમાં રહેતા હિમાંશુ જયંતિભાઈ સોલંકી ઝડપાઈ ગયો છે. પોલીસે તેના કબજામાંથી રૂ.૭પ હજાર રોકડા કબજે કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial