Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૦૦થી વધુ વાહનોને નુકસાનઃ ૧૨૦ લોકો સામે ગુનો દાખલઃ વિવિધ મુદ્દે જુની અદાવત કારણભૂત ગણાવાઈ
પ્રાંતિજ તા. ૧૮: સાબરકાંઠાના મજરા ગામે જૂથ અડામણ થતા તોડફોડ અને આગચંપીના કારણે ૨૦થી વધુ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો છે. તે આ અથડામણ પાછળ અંગત અદાવતો કારણભૂત હોવાનું કહેવાય છે.
સાબરકાંઠામાંથી જૂથ અથડામણના સમાચાર સામે આવ્યા છે. જેમાં પ્રાંતિજના મજરા ગામમાં શુક્રવારે (૧૮ ઓક્ટોબર) સાંજે ધાર્મિક કાર્યક્રમ યોજવાને લઈને બે જૂથો વચ્ચે મોડી રાત્રે ઉગ્ર અથડામણ થઈ હતી. આ દરમિયાન ગામમાં હિંસાનું તાંડવ સર્જાયું હતું.
નજીવી બાબતે શરૂ થયેલો વિવાદ જોતજોતામાં પથ્થરમારા અને હુમલામાં ફેરવાઈ ગયો હતો. આ હિંસક અથડામણમાં લગભગ ૨૦ જેટલા ગ્રામજનોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, તોફાની બનેલા ટોળાએ હિંસક બનીને ગામમાં રહેલી મિલકતોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. હુમલાખોરોએ એક જ સમુદાયના લોકોને નિશાન બનાવીને તેમના વાહનો અને રહેણાંક મકાનો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં કુલ ૨૬ કાર, ૫૧ બાઇક, ૬ ટેમ્પો (૨ મોટા અને ૪ મિની), અને ૩ ટ્રેક્ટર સહિત ૧૦૦થી વધુ વાહનોમાં આગચંપી અને વ્યાપક તોડફોડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ૧૦ જેટલા મકાનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જેના કારણે કરોડોનું મોટું નુકસાન થયું હતું.
આ હિંસક ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસતંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પોલીસનો મોટો કાફલો તુરંત જ મજરા ગામ પહોંચી ગયો હતો અને સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ ગામમાં શાંતિ જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
પોલીસે તોડફોડ અને હિંસા આચરનારા અસામાજિક તત્ત્વો વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તેમની ધરપકડની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગામમાં શાંતિ સ્થાપિત કરવા માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવી હતી.
આ અંગે ડીવાયએસપી એ.કે. પટેલે જણાવ્યું હતું કે, પોલીસે ૬૦ વ્યકિત સામે નામજોગ સહિત ૧૨૦ સામે ગુનો દાખલ કર્યો છે. જુની અદાવતમાં બબાલ થઈ હતી. ૨૦થી વધુ વ્યકિતને રાઉન્ડઅપ કર્યા છે.
એવું કહેવાય છે કે, ભૈરવ મંદિરના વહીવટની જુની અદાવત અને સરપંચને લગતાં વિવાદોમાંથી આ ઘર્ષણ સર્જાયું હતું. દિવાળીના તહેવારને લઈને ત્રણ દિવસ માટે મંદિરના ચોકમાં ગરબાનું આયોજન થવાનું હતું, પરંતુ તેના પૂર્વે જ ગામમાં બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી પછી ભારે જૂથ અથડામણ થઈ હતી.
પ્રાંતિજના મજરા ગામે થયેલી આ જૂથ અથડામણ અંગે કેટલાક ગ્રામજનોને જણાવ્યું હતું કે, એ લોકો વાઘબારસની આરતી કરી અને પટેલોના ઘરે ગયા અને સીધા નુકસાન કરવા જ માંડયા છે. જયાં જારના ગઠ્ઠામાં આગચાંપી અને પથ્થરમારો પણ કર્યો હતો. આખા ગામની અંદર ૨૦૦-૨૫૦ જેટલા પટેલોના ઘર છે, ત્યાં નુકસાન પહોંચાડયું છે.
આ મામલામાં થતી ચર્ચા મુજબ ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગામના પટેલ સમાજના જૂથે સરપંચના પરિવાર અને ઠાકોર સમાજના ૬૦ થી વધુ લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. જેમાં એક ઈકો ગાડીને સળગાવી દેવા સહિત લાખો રૂપિયાના નુકસાનનો ઉલ્લ્ેખ કરવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા મુજબ ફરિયાદમાં હિંસાનું મુખ્ય કારણ ભૈરવદાદાના મંદિરનો વહીવટ છેલ્લા એક વર્ષથી ઠાકોર સમાજે લઈ લીધો તેને જણાવાયું છે. બીજુ એક કારણ પ્રેમ પ્રકરણ અને સરપંચની ચૂંટણીને સાંકળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial