Advertisement
Author: નોબત સમાચાર

લુધિયાણાથી દિલ્હી જતો ગરીબ રથ સળગતા અફરાતફરીઃ રેલવે તંત્રમાં દોડધામ

કેટલાક ઈજાગ્રસ્તોને અપાઈ સારવારઃ તપાસ શરૂ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૮: દિલ્હી જતી ગરીબ રથ ટ્રેનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. પંજાબના સરહિંદ સ્ટેશને આ દુર્ઘટના સર્જાઈ હતી.

પંજાબમાં લુધિયાણાથી દિલ્હી જતી અમૃતસર-સહરસા ગરીબ રથ પેસેન્જર ટ્રેન (નંબરઃ ૧રર૦૪) ના બોગી નંબર ૧૯ મા સરહિંદ સ્ટેશન ક્રોસ થતા જ આગ લાગવાની ઘટના બની. ધૂમાડો નીકળતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો અને અફરાતફરી મચી ગઈ.

ટ્રેનના કોચમાં સવાર વેપારીઓએ ચેઈન ખેંચીને ટ્રેનને રોકાવી. પાઈલટે તરત જ બધા મુસાફરોને ટ્રેનમાંથી ઉતારી દીધા અને રેલવે પોલીસને આગની જાણ કરી. ખબર મળતાની સાથે જ રેલવે અધિકારીઓ, કર્મચારીઓ, જીઆરપી, આરપીએફ, પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સૌએ સાથે મળીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

તમામ મુસાફરો સુરક્ષિત છે અને આગ નિયંત્રણમાં છે. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ જણાવ્યું છે, તેમ છતાં રેલવે એન્જિનિયર્સની ટીમ ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે.

ઉતાવળમાં ઉતરતી વખતે ઈજાગ્રસ્ત થયેલા કેટલાક મુસાફરોને પ્રાથમિક સારવાર અપાઈ છે. હાલમાં મુસાફરો ટ્રેક પર સામાન સાથે ઊભા છે. મુસાફરોએ પોલીસને જણાવ્યું કે, સવારે લગભગ ૭ વાગ્યે સરહિંદ સ્ટેશન ક્રોસ કર્યા પછી કોચ નંબર ૧૯ માથી ધૂમાડો નીકળતા તેમણે ચેઈન ખેંચી અને નીચે ઉતરવાનું શરૂ કર્યું. પાઈલટે આવીને કોચ ખાલી કરાવ્યું.

આ દરમિયાન ધૂમાડા સાથે આગની જવાળાઓ દેખાતા લોકોમાં અફરાતફરી મચી અને તેઓ બાળકો સાથે સામાન લઈને નીચે ઉતરી ગયા. આ હોબાળો જોઈને આસપાસના લોકો પણ મદદ માટે દોડી આવ્યા અને રાહત કાર્યમાં સહયોગ કર્યો.

રેલવેએ નિવેદન આપ્યું ક, ટીટીઈ અને પાઈલટે રેલવે કંટ્રોલ બોર્ડને જાણ કરતા બચાવ દળ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું. અકસ્માતમાં ગંભીર ઈજાના સમાચાર નથી, જો કે ઉતાવળે ઉતરતા કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતાં, જેમને સારવાર આપવામાં આવી.

ટ્રેન નંબર ૧ર૦૪ અમૃતસર-સહરસાના એક ડબ્બામાં પંજાબના સરહિંદ સ્ટેશન ક્રોસ કર્યા પછી આ આગ લાગી હતી. મુસાફરોને બીજી ટ્રેનમાં મોકલવાની વ્યવસ્થા ગોઠવાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh