Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંદાજે રૂ.ર લાખના નુકસાનની ફરિયાદ કરાઈઃ
જામનગર તા. ૧૮: કાલાવડના નિકાવાના એક વૃદ્ધે પોતાની જમીનમાંથી પોણા ચાર વિઘા જગ્યા રાજકોટ જિલ્લાના વિરડા વાજડી ગામના શખ્સને વેચ્યા પછી પણ તેનો કબજો રાખી તેમાં મગફળી તથા તુવેરનું વાવેતર કર્યું હતું. એકાદ મહિના પહેલાં આ શખ્સે તે જમીન પર આવી ઉભો પાક ઉખેડી નાખવા ઉપરાંત ૧પ ઝાડનો સોથ વાળી દીધો હતો અને ફેન્સીંગ તથા થાંભલા તોડી નાખી રૂ.ર લાખનું નુકસાન કર્યું હતું.
કાલાવડ તાલુકાના નિકાવા ગામના રણછોડભાઈ મુળજીભાઈ ગમઢા નામના વૃદ્ધે ગયા જુલાઈ મહિનામાં નિકાવા ગામમાં આવેલી રે.સ.નં.૧૬૦ પૈકીની જમીનમાંથી પોણા ચાર વિઘા જમીન રાજકોટ જિલ્લાના વિરડા વાજડી ગામના અશ્વિન જીવાભાઈ મૈતરાને વેચી હતી. તે પછી પણ રણછોડભાઈ પાસે જમીનનો કબજો હતો.
ઉપરોક્ત જમીનમાં રણછોડભાઈએ મગફળી તથા તુવેરનું વાવેતર કર્યું હતું. ગઈ તા.૧૪ સપ્ટેમ્બરના દીને નિકાવામાં તે જમીન પર ધસી આવેલા અશ્વિન જીવાભાઈએ જેસીબી મશીનનો ઉપયોગ કરી ઉભો પાક ઉખેડી નાખ્યો હતો. જેના કારણે રણછોડભાઈને રૂ.દોઢ લાખનું નુકસાન થયું હતું. તે ઉપરાંત ખેતરના શેઢે લગાડવામાં આવેલી તારની ફેન્સીંગ તોડી નાખવા ઉપરાંત અશ્વીને ત્યાં ખોડવામાં આવેલા ૩૦ થાંભલા પણ પાડી નાખ્યા હતા.
આટલેથી ન અટકેલા અશ્વિને જમીનના શેઢે વાવેલા લીમડાના ૧પ ઝાડનો પણ સોથ બોલાવી દીધો હતો. અંદાજે રૂ.ર લાખનું આ શખ્સે નુકસાન સર્જયું હતું. તેવી ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં રણછોડભાઈએ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમ હેઠળ ગુન્હો નોંધી અશ્વિન જીવાભાઈની ધરપકડ માટે તજવીજ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial