Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈરાનના વિદેશમંત્રીએ કહ્યું, "પ્રતિબંધો માત્ર દુશ્મન દેશો માટે જ છે...!"
નવી દિલ્હી તા. ર૬: મધ્ય-પૂર્વની કટોકટી વચ્ચે ઈરાને મોટી જાહેરાત કરી છે અને ભારત સહિત પાંચ દેશો માટે હોર્મુઝનો માર્ગ ખુલ્લો મૂકાયો છે. ઈરાની વિદેશ મંત્રીએ એલાન કર્યુ છે કે, હોર્મુઝ સ્ટ્રેટ દુશ્મનો માટે બંધ છે પણ મિત્રો માટે ખુલ્લો છે.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે, હોર્મુઝ સ્ટ્રેટ ફક્ત દુશ્મનો માટે બંધ છે. મધ્ય પૂર્વ યુદ્ધને કારણે આ મહત્ત્વપૂર્ણ તેલ અને ગેસ શિપિગ માર્ગ વર્ચ્યુઅલ રીતે બંધ થઈ ગયો છે. અબ્બાસ અરાઘચીએ સરકારી ટીવી પર કહ્યું હતું કે, અમારા દૃષ્ટિકોણથી, હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ નથી; તે ફક્ત દુશ્મનો માટે બંધ છે. આપણા દુશ્મનો અને તેમના સાથીઓના જહાજોને પસાર થવા દેવાનું કોઈ કારણ નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેહરાનના સશસ્ત્ર દળોએ પહેલાથી જ મિત્ર રાષ્ટ્રોના જહાજોને સલામત માર્ગ પૂરો પાડ્યો છે. અરાઘચીના મતે, યુએસ, ઇઝરાયલ અને તેમના સાથી દેશોના ટેન્કરો અને જહાજોને રોકવામાં આવી રહ્યા છે, જ્યા રે અન્ય દેશોના જહાજોને સંકલન પછી સલામત માર્ગ આપવામાં આવી રહ્યો છે.. ચીન, ભારત, ઇરાક, રશિયા અને પાકિસ્તાન જેવા મિત્ર દેશોના જહાજો હજુ પણ પસાર થઈ શકે છે. ઈરાને ભારત, ચીન અને રશિયા સહિત તેના મિત્ર દેશો માટે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી જહાજોના પસાર થવાને મંજૂરી આપી છે. યુએન સેક્રેટરી-જનરલની અપીલ બાદ, ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીના નિર્ણયથી રાહત મળશે.
આજે પુષ્ટિ થઈ છે કે, ઈરાને ભારત સહિત તેના તમામ ્મિત્ર દેશોના જહાજોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. આ પગલું વૈશ્વિક સપ્લાય ચેઇન અને આ દેશો સાથે ઈરાનના રાજદ્વારી સંબંધો માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ તરફ મુંબઈમાં ઈરાની કોન્સ્યુલેટ જનરલે પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ નિર્ણય વિશે માહિતી શેર કરી. આ પોસ્ટમાં વિદેશ મંત્રી અરાઘચીને ટાંકીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અમે ચીન, રશિયા, ભારત, ઇરાક અને પાકિસ્તાન સહિત અમારા મિત્ર દેશો માટે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા જહાજોને સુરક્ષિત રીતે પસાર થવાની મંજૂરી આપી છે. હોર્મુઝ એક મહત્ત્વપૂર્ણ જળમાર્ગ છે જેના દ્વારા વિશ્વની ૨૦ ટકા તેલ નિકાસ પસાર થાય છે. ઈરાનનું આ પગલું યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના નિવેદનને અનુસરે છે, જેમણે વૈશ્વિક કટોકટીને ધ્યાનમાં રાખીને હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક ફરીથી ખોલવા માટે ભારપૂર્વક વિનંતી કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં, ગુટેરેસે બંધના ગંભીર પરિણામો વિશે ચિતા વ્યક્ત કરી હતી.
તેમણે લખ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટ લાંબા સમય સુધી બંધ રહેવાથી તેલ, ગેસ અને ખાતરોની અવરજવર પર ગંભીર અસર પડી રહી છે, ખાસ કરીને વૈશ્વિક કૃષિ અને વાવણીની મોસમ દરમિયાન નિર્ણાયક સમયે આવુ થાય તે યોગ્ય નથી. તેમણે જણાવ્યું હતું કે પ્રદેશ અને તેનાથી આગળના નાગરિકો, આ પરિસ્થિતિને કારણે ગંભીર નુકસાન સહન કરી રહ્યા છે અને ઊંડા અસુરક્ષામાં જીવવા માટે મજબૂર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર આ યુદ્ધના પરિણામોને ઘટાડવા માટે સતત કામ કરી રહ્યું છે.
ગુટેરેસે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ ગંભીર પરિણામોને ઘટાડવાનો શ્રેષ્ઠ અને સ્પષ્ટ રસ્તો એ છે કે યુદ્ધનો તાત્કાલિક અંત લાવવો. બીજી તરફ તા. ૨૫ માર્ચના ન્યૂ યોર્કમાં ઈરાની મિશન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તે બિન-પ્રતિકૂળ જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપશે, પરંતુ કેટલીક શરતો ફરજિયાત રહેશે. ઉદાહરણ તરીકે, જહાજોએ કોઈપણ રીતે ઈરાન સામે આક્રમક પ્રવૃત્તિઓમાં ભાગ લેવો જોઈએ નહીં અથવા તેમને ટેકો આપવો જોઈએ નહીં. તેઓએ સ્થાપિત સલામતી અને સુરક્ષા નિયમોનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ. ઈરાની સંરક્ષણ પરિષદે હવે કડક આદેશ આપ્યો છે કે આ વ્યૂહાત્મક માર્ગ પર પસાર થતા બિન-પ્રતિકૂળ જહાજોએ પણ પરિવહન પહેલાં સક્ષમ ઈરાની અધિકારીઓ સાથે સંકલન કરવું જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial