Advertisement
Author: નોબત સમાચાર

આગામી અઠવાડિયામાં ઈરાન યુદ્ધ ખતમ કરવાનો ટ્રમ્પનો તંત્રને આદેશ

ટ્રમ્પ-જીનપીંગની પૂર્વ નિર્ધારિત શિખર બેઠક સંદર્ભે

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ર૬: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સહાયકોને કહ્યું છે કે, તેઓ ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને લંબાવવા માગતા નથી અને આગામી અઠવાડિયામાં તેને સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પ આગામી અઠવાડિયામાં સંઘર્ષનો અંત લાવવા માગે છે જેથી તેઓ તેમના અન્ય સ્થાનિક અને રાજકીય એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ ટ્રમ્પ માને છે કે યુદ્ધ તેના અંતિમ તબક્કામાં છે અને તેમણે તેમના સહાયકોને ૪-૬ અઠવાડિયાની જાહેરમાં જણાવેલ સમયરેખાને વળગી રહેવા સૂચના આપી છે. વ્હાઈટ હાઉસના અધિકારીઓએ મેના મધ્યમાં બેઈજિંગમાં ચીની નેતા શી જિનપિંગ સાથે શિખર બેઠકની યોજના બનાવી છે. તેના સંદર્ભે ટ્રમ્પે તેના તંત્રને આદેશ આપ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh