Advertisement
Author: નોબત સમાચાર

બાકી બીલની વસૂલાત માટે વીજ કંપની દ્વારા શરૂ કરાયેલી ડ્રાઈવમાં ૨૬૦૦ બીલ ભરાઈ ગયા

રૂ।.૧.૫૨ કરોડની વસૂલાતઃ વધુ જોડાણ કાપવા કાર્યવાહીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે વીજ ગ્રાહકોની વીજબીલની રકમ બાકી છે તેમના જોડાણ કટ કરી નાખવા માટે મેગા ડીસ કનેક્ટ ડ્રાઈવ મંગળવારથી આરંભાઈ છે. જેમાં ૩૮૯૪ વીજજોડાણ કટ કરાતા ૨૬૦૧ ગ્રાહકોએ રૂ।.૧ કરોડ પર લાખની રકમ ભરપાઈ કરી દીધી છે. બાકીના વીજજોડાણ કાપવાની કાર્યવાહી કરાઈ રહી છે.

જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે વીજ ગ્રાહકો દ્વારા બાકી બીલ ભરવામાં આવતા નથી તેઓની સામે જામનગર સ્થિત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની વર્તુળ કચેરી દ્વારા મેગા ડીસ કનેક્ટ ડ્રાઈવ યોજવામાં આવી છે. ગયા મંગળવારની બંને જિલ્લામાં જુદા જુદા અધિકારીઓના વડપણની ૩૪ર ટૂકડીઓ બાકી બીલની વસૂલાત માટે મેદાનમાં ઉતારવામાં આવી છે.

આ બંને ટુકડીઓએ ગઈકાલ સુધીમાં ૩૮૯૪ વીજજોડાણ કટ કર્યા હતા. જેમાં જામનગર જિલ્લાના ર૬૧૪ જોડાણનો સમાવેશ થઈ રહ્યો છે. જામનગરના આ જોડાણોમાંથી ૨૨૨૪ ગ્રાહકોએ રૂ।.૧૪૨.૯૪ કરોડની બાકી બીલની રકમ ભરપાઈ કરી આપી છે. જ્યારે દ્વારકા જિલ્લાના ૧૨૮૦ કટ જોડાણમાંથી ૩૭૭ ગ્રાહકોએ રૂ।.૯ કરોડ ૬૭ લાખની રકમ જમા કરાવી દીધી છે.

આમ, કુલ ૧ કરોડ ૫૨ લાખ ૬૧ હજારની બે દિવસમાં પીજીવીસીએલ દ્વારા બાકી બીલની વસૂલાત કરી લેવામાં આવી છે. કુલ ૩૮૯૪ વીજજોડાણ કટ થતાં ૨૬૦૧ વીજ ગ્રાહકોએ રીકનેક્શન ચાર્જ ભરપાઈ કરી ફરીથી વીજ પુરવઠો મેળવ્યો છે. હજુ કેટલાક બાકીદારો પાસેથી વીજબીલની રકન વસૂલવા ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh