Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રામેશ્વરનગર, જામજોધપુરમાંથી વર્લીબાજોની અટકાયતઃ
જામનગર તા. ૨૬: જામનગરના ત્રણ દરવાજા વિસ્તારમાં ખાંડ બજારવાળી ગલીમાંથી ગઈકાલે પોલીસે ત્રણ શખ્સને ઘોડીપાસા વડે જુગાર રમતા પકડી પાડ્યા છે. જ્યારે રામેશ્વરનગર પાછળથી અને જામજોધપુર માંથી બે શખ્સ વર્લીનું બેટીંગ લેતા મળી આવ્યા છે.
જામનગરના ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલી ખાંડ બજારની શેરીમાં ગઈકાલે સાંજે કેટલાક શખ્સો ઘોડીપાસા વડે જુગાર રમતા હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી કિશન બાનાભાઈ ગડણ, ઈમરાન કાસમભાઈ માડકીયા ઉર્ફે લીંબો તથા મુસ્તાક ઉમરભાઈ નાયક નામના ત્રણ શખ્સ ઘોડીના પાસા ફેંકી જુગાર રમતા મળી આવ્યા હતા. રૂ।.૧૨૪૦૦ રોકડા કબજે કરી પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના રામેશ્વરનગર વિસ્તાર પાછળ આવેલા વિનાયક પાર્ક નજીક પાણીના ટાંકા પાસેથી ભગીરથસિંહ કિશોરસિંહ જાડેજા નામનો શખ્સ ગઈકાલે સાંજે વર્લીના આંકડા લખતો ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી રોકડ, આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરાઈ છે.
જામજોધપુર શહેરના ગાય સર્કલ પાસેથી ગઈકાલે સાંજે ભાવેશગીરી પ્રતાપગીરી ગોસ્વામી નામનો શખ્સ વર્લીનું બેટીંગ લેતો ઝડપાયો છે. તેની પાસેથી પણ રોકડ અને આંકડા લખેલી કાપલી કબજે કરી લેવાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial