Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માનસિક બીમારીથી કંટાળી પ્રૌઢાનો ગળાફાંસોઃ
જામનગર તા. ૨૬: દ્વારકાના વરવાળા ગામમાં વસવાટ કરતા એક પ્રજાપતિ યુવકે આઠેક મહિનાથી લાગુ પડેલી કેન્સરની બીમારીથી કંટાળી જઈ ગઈકાલે અગ્નિસ્નાન કર્યા પછી તેઓનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. જ્યારે પાંચેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા ખંભાળિયાના પ્રૌઢાએ મંગળવારે ગળાફાંસો ખાધા પછી ગઈકાલે તેમના પર કાળનો પંજો પડ્યો છે. પોલીસે બંને બનાવની નોંધ કરી તપાસ શરી કરી છે.
દ્વારકા નજીકના વરવાળા ગામમાં રાજગોર પાડામાં રહેતા નીતિનભાઈ રવજીભાઈ પાણખાણીયા (ઉ.વ.૪ર) નામના યુવાનને આઠેક મહિના પહેલા કેન્સરની બીમારી વળગી હતી. જેની તેઓને પરિવારજનો દ્વારા સારવાર અપાવવામાં આવતી હતી. પોતાની બીમારીથી કંટાળી જઈ નીતિનભાઈએ ગઈકાલે બપોરે પોતાના ઘરમાં કોઈ ન હતું ત્યારે શરીર પર કોઈ જ્વલનશીલ પ્રવાહી છાંટી દીવાસળી ચાંપી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા નીતિનભાઈની બૂમો સાંભળી તેઓને સારવાર માટે ખસેડવાની તજવીજ કરવામાં આવી હતી. જ્યાં ગઈકાલે સાંજે નીતિનભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના કપિલભાઈ રવજીભાઈ ગોહેલે પોલીસને જાણ કરી છે.
ખંભાળિયા શહેરના ગુલાબનગર ટેકરી વિસ્તારમાં રહેતા જેતુનબેન ગફારભાઈ વડગામા નામના પ્રૌઢાને પાંચેક વર્ષથી માનસિક બીમારી લાગુ પડી હતી. જેતુનબેનને જામનગર તથા રાજકોટ દવાખાને લઈ જઈ સારવાર કરાવવામાં આવી રહી હતી. તેમ છતાં સારૂ થતું ન હોવાથી કંટાળી ગયેલા આ પ્રૌઢાએ મંગળવારે સવારે પોતાના ઘરમાં એક વેન્ટિલેટરમાં દોરી બાંધી ગાળીયો બનાવ્યા પછી ગળાફાંસો ખાઈ લીધો હતો.
તેની જાણ થતાં જેતુનબેનને નીચે ઉતારી સારવારમાં ખસેડાયા હતા જ્યાં ગઈકાલે તેમનું મૃત્યુ નિપજ્યું છે. ગુલામમુસ્તુફા ગફારભાઈ વડગામાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial