Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરમાં ઉજવાયો વિશ્વ ટી.બી. દિવસ

જન જાગૃતિ રેલી અને માર્ગદર્શક કાર્યક્રમો યોજાયા

                                                                                                                                                                                                      

લાલપુર     તા. ૨૬:  શ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજકુમાર સીંગ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ લાલપુર તાલુકામાં વિશ્વ ટી.બી. દિવસ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાલપુર તાલુકા હેલ્થ કચેરી તરફથી આરોગ્ય કર્મચારીઓ-સી.એચ.ઓ., એમ.પી.એચ.ડબલ્યુ., એફ.એચ.ડબલ્યુ, આશા વર્કરો તેમજ લોક આગેવાનો દ્વારા જનજાગૃતિ માટે વિશાળ રેલી કાઢવામાં આવી હતી.

આ રેલી લાલપુર શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ નવાપરા પ્રાથમિક શાળામાં પૂર્ણ થઈ હતી. કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને ટી.બી. રોગ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ શાળા અને આસપાસના વિસ્તારમાં જાગૃતિ લાવવા માટે પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટી.બી.ના દર્દીઓની મુલાકાત લઈ તેમને જરૂરી સલાહ, સારવાર અંગે સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ તાલુકા હેલ્થ સુપરવાઈઝર જી.પી. મકવાણાના નેતૃત્વ હેઠળ યોજાયો હતો, જેમાં તાલુકાના તમામ આરોગ્ય સુપરવાઈઝરો તથા ટી.બી. સુપરવાઈઝર પરેશભાઈ ભારાઈ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન આઈ.ઈ.સી. પ્રવૃત્તિઓ દ્વારા ગ્રામજનોને ટી.બી. રોગના લક્ષણો, સારવાર અને નિવારણ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh