Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુપ્રિમ કોર્ટ સુધીની કાનૂની લડતમાં જીતવા છતાં રેલવે સામે કડક પગલાં કેમ લેવાતા નથી!
જામનગર તા. ર૬: જામનગર મહાનગરપાલિકા દ્વરા મિલકત વેરા અને પાણી ચાર્જની વસૂલાત માટે મિલકત જપ્તિ અને પાણી સપ્લાય બંધ કરવા જેવા કડક પગલાં ઊઠાવવામાં આવી રહ્યા છે, જ્યારે રેલવે વિભાગ પાસે કરોડોની વસૂલાત બાકી છે તેને માત્ર નોટીસ આપી સંતોષ માનવામાં આવે છે? શા માટે રેલવે સામે કડક પગલાં ભરવામાં આવતા નથી? શું કાયદો ફક્ત નાના બાકીદારો સામે જ પગલાં લેવા માટે છે? તાજેતરમાં ૧પ૦ કરોડની બાકી વસૂલાત માટે મ્યુનિ. કમિશનર દ્વારા રેલવે વિભાગને નોટીસ આપવામાં આવી હતી, જે નોટીસની મુદ્ત પૂર્ણ થઈ છે, પરંતુ પછી શું?
જામનગરમાં રેલવેની મિલકતો અન્વયે રૂ।. ૩પ કરોડ ૪ર લાખની મિલકત વેરાની વર્ષોની બાકી વસૂલાત અને તેના ઉપર ૧ર૭ કરોડનું વ્યાજ મળી કુલ ૧પ૦ કરોડથી વધુની વસૂલાત બાકી છે. આ બાબતે વર્ષો પહેલા છેક સુપ્રિમ કોર્ટ સુધી લડત ચાલી હતી, જેમાં મહાનગરપાલિકાની તરફેણમાં ચૂકાદો આવ્યો હતો. આ પછી પણ વર્ષો સુધી વેરાની ભરપાઈ કરવામાં આવી ન હતી.
ગત્ વર્ષે જામનગરમાં રેલવેની માત્ર એક મિલકતનો હિસ્સો સીલ કરવામાં આવતા તરત જ રેલવેએ પાંચ કરોડ જમા કરાવી આપ્યા હતાં. આ પછી રૂ।. ૧ કરોડ ૧૮ લાખની વેરાની રકમ ભરપાઈ કરી હતી. ત્યારપછી વેરો ભરપાઈ કરવામાં આવ્યો નથી.
તાજેતરમાં મ્યુનિસિ૫લ કમિશનરે રેલવે વિભાગને પત્ર પાઠવી વેરાની ઉઘરાણી કરી હતી, પરંતુ રેલવેએ પૈસા ભરવાની તસ્દી લીધી નથી. જે નોટીસમાં મિલકત જપ્તિ અને પાણી સપ્લાય બંધ કરવાની ચિમકી અપાઈ હતી, જો કે નોટીસની મુદ્ત પૂર્ણ થઈ છે, હવે પગલાં લેવામાં મહાનગર પાલિકા કેવી તત્પરતા દર્શાવે છે તે જોવાનું રહે છે.
થોડા દિવસ પહેલા બાકી વેરા વસૂલાત અન્વયે મિલકત જપ્તિ અને પાણી સપ્લાય પણ બંધ કરવા સુધીના પગલાં લેવાયા હતાં. આવા આસામીઓ પાસેથી મામુલી રકમ વસૂલવાની છે. આમ છતાં તેની સામે આકરા પગલાં લેવામાં અથવા તો કરોડોના બાકી લેણા અંગે રેલવે સામે શા માટે કડકાઈ દર્શાવવામાં આવતી નથી તેવા અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial