Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ પાસે થયેલા અકસ્માતમાં ઘવાયેલા કાકીના મૃત્યુ પછી ભત્રીજાનું પણ મોત

સોમવારે રાત્રે સર્જાયો હતો અકસ્માતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગર-ધ્રોલ ધોરીમાર્ગ પર સોમવારે રાત્રે બાઈકને પાછળથી ઈકો મોટરે ઠોકર મારતા બાઈક પર જઈ રહેલા નાઘેડી ગામના પ્રૌઢ તથા તેમના કૌટુંબિક કાકી રોડ પર ફંગોળાઈ ગયા હતા. મહિલાનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે પ્રૌઢને જામનગર દવાખાને ખસેડાયા હતા જ્યાં તેઓએ ગઈકાલે અંતિમ શ્વાસ લીધા છે. મૃતક પ્રૌઢના પુત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર નજીકના નાઘેડી ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કુણધા ગામના સોમાભાઈ ડામોર નામના પ્રૌઢ તથા તેના કૌટુંબિક કાકી ઈલાબેન ગયા સોમવારની રાત્રે બારેક વાગ્યે જીજે-૧૦-આર ૧૭૬૨ નંબરના મોટરસાયકલમાં ધ્રોલ-જામનગર ધોરીમાર્ગ પર ધ્રોલથી દોઢેક કિલોમીટર દૂર પહોંચ્યા હતા. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે ઈકો મોટર ધસી આવી હતી.

આગળ દોડ્યા જતા બાઈક પર અચાનક જીજે-૩-એલઆર ૮૯૭૬ નંબરની ઈકો મોટર ટકરાઈ પડતા કાકી તથા ભત્રીજો રોડ પર ફંગોળાઈ ગયા હતા. માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા ઈલાબેનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે સોમાભાઈને ગંભીર ઈજા થતાં ૧૦૮ મારફત જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બે દિવસની સારવાર પછી ગઈકાલે રાત્રે સોમાભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર અને નાઘેડી ગામમાં રહેતા પ્રવીણભાઈ ડામોરે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ૮૯૭૬ નંબરની મોટરના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh