Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ વડનગરા નાગર બ્રાહ્મણ ઈલાબેન આચાર્ય (ઉ.વ. ૭૮) તે સ્વ. રાજેન્દ્રભાઈ આચાર્યના પત્ની, અમિત (પપ્પુ)ના મમ્મી, રચનાબેનના સાસુ, મયુરભાઈ ત્રિવેદી, સ્વ. માતંગભાઈ ત્રિવેદી અને મારૂતિભાઈ ત્રિવેદીના બહેન તેમજ શરદભાઈ (રાજકોટ)ના ભાભીનું તા. ૨૩ના અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા. ૨૭-૦૩-૨૬ને શુક્રવારે સાંજે ૬ થી ૬:૩૦ વાગ્યા સુધી ભાઈઓ તથા બહેનો માટે વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામના મંદિર સામે, ભાનુશાળી વાડ, હવાઈ ચોક, જામનગરમાં રાખવામાં આવી છે.
જામનગરઃ ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ જગદીશચંદ્ર ઉદયશંકર રાવલ (જિલ્લા પંચાયત, નિવૃત્ત કર્મચારી) તે ગં.સ્વ. દમયંતીબેનના પતિ, સુધીરભાઈ પ્રતાપરાય રાવલના કાકા, બીપીનભાઈ જે. રાવલ (એલ.આઈ.સી.), મનીષભાઈ જે. રાવલ, મુકુંદભાઈ જે. રાવલ, દક્ષાબેન કે. ભટ્ટ, પ્રજ્ઞાબેન જે રાવલ (બાળવિકાસ યોજના અધિકારી)ના પિતા, રશ્મીબેન એસ. રાવલના કાકાજી સસરા, હંસાબેન બી.રાવલ (દયાશંકર બ્રહ્મપુરી મહિલા મંડળના પ્રમુખ, ઈન્ડિયન લાયોનેસના પ્રમુખ), નેહલબેન એમ. રાવલ, જીગીશાબેન એમ. રાવલ, કિશોરભાઈ જે. ભટ્ટ, રાજેશભાઈ કે. જોશી (જિલ્લા પંચાયત),ના સસરાનું તા. ૨૩-૩ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૬-૩ને ગુરૂવારના સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવી છે.
ખંભાળીયાઃ ઔ.સ. ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિના ડો. મનહરલાલ કેશવલાલ જોશી (ઉ.વ.૮૭) તે ચંંદ્રમૌલીબેન જોશી (એડવોક્ેટ), ડો. રૂતેશ જોશી, હિમાદ્રીબેન દીપકભાઈ ધ્રુવના પિતા, ડો. વિરાજ, ડો. જયરાજ જોશી, જસ્મા, પ્રાંસુના દાદા, અમનના નાનાનું તા. ૨૧-૩ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૩ના સાંજે ૪:૩૦ થી ૫:૩૦ દરમ્યાન સતવારા વિદ્યાર્થી ભવન, બેઠક રોડ, ખંભાળીયામાં રાખવામાં આવી છે.
જામનગર નિવાસી (મૂળ બેરાજા) વિનોદભાઈ મોદી (ઉ.વ.૫૫) તે સ્વ. ભરતકુમાર પીતાંબર મોદીના પુુત્ર, દિનેશભાઈ, જયશ્રીબેન બિપીનકુમાર દાવડાના ભાઈ, ઉત્તમભાઈ, રિદ્ધિબેનના પિતા, પ્રહલાદભાઈ વિઠ્ઠલદાસ ગોકાણી (ઓખા)ના જમાઈનું તા. ૨૧-૩ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તથા સસરાપક્ષની સાદડી તા. ૨૩ના સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવી છે.
જામનગર નિવાસી (મૂળ મોરબી) શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ નવનિતરાય જયંતિલાલ દવે (ઉ.વ.૮૩) (નિવૃત્ત જીઈબી કર્મચારી, યુનિ. લીડર) તે હર્ષલભાઈ, હેમાંગભાઈના પિતા, હેત, સ્નેહ, ભૂગુના દાદાનું તા. ૨૨ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૩ના સોમવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી, જામનગરમાં રાખવામાં આવી છે.