Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોણ પડતુ મુકાશે ? કોને રિપિટ કરાશે ? કયા-કયા નવા ચહેરા ? અટકળોનુ બજાર ગરમઃ જબરૂ સસ્પેન્સ !
ગાંધીનગર તા. ૨૩: ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ મંત્રી મંડળમાં ધરખમ ફેરફારો થશે અને નવરાત્રિ દરમિયાન કે તે પછી દિવાળી સુધીમાં જ નવા જુની થશે. તેવી અટકળો કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે યોજેલી શ્રેણીબદ્ધ બેઠકો પછી વહેતી થઈ છે.
કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે સુરત અને રાજકોટની લીધેલી મુલાકાત પછી, ગુજરાતમાં ચાર વર્ષ જૂની ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટનું વિસ્તરણ થવા જઇ રહૃાું છે. તેવી અટકળોના અંતે નવરાત્રિ દરમ્યાન મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારો થવાની સંભાવના જણાવાઈ રહી છે.
હવે ક્યા મંત્રી કપાશે અને ક્યા નવા ચહેરા આવશે તે અંગે અટકળો વહેતી થઇ છે. નવરાત્રિના સમયમાં જ ભાજપમાં રાજકીય ગરમાવો આવી રહૃાો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતોના અંતે કેબિનેટના વિસ્તરણને પાકાપાયે મંજૂરી મળી ગઇ છે. ખાસ કરીને નબળો દેખાવ કરનારા મંત્રીઓને કેબિનેટમાંથી દૂર કરવામાં આવશે અને પાર્ટીના સંગઠનમાં જે અસંતોષને તેને ખાળવા માટે નવા ચહેરાઓને કેબિનેટમાં સમાવવામાં આવશે. ચાર વર્ષ પછી થનારા વિસ્તરણમાં ૧૨ થી ૧૫ નવા ચહેરા આવી શકે છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ હેતુસર આજે મંગળવારે નવી દિલ્હી જઇ રહૃાાં છે. તેમની મુલાકાત દરમ્યાન ગુજરાતનું નવું સંભવિત મંત્રીમંડળ નકકી થશે તેમ જણાય છે.
મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં શાસનના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. વિધાનસભાની ચૂંટણીઓ ૨૦૨૭માં થવાની છે ત્યારે તે પહેલાં કેબિનેટનું વિસ્તરણ કરીને ભાજપ હાઇકમાન્ડ એન્ટી ઇન્કમબન્સી ફેક્ટરને દૂર કરવા માગે છે. ભૂતકાળમાં પણ હાઇકમ્બન્ડે આખે આખું મંત્રીમંડળ બદલી નાંખ્યું હોવાના દાખલા છે.
હવે જોવાનું એ રહે છે કે હાલના મંત્રીમંડળમાંથી ક્યા સભ્યો કપાય છે અને ક્યા નવા ચહેરાઓને સ્થાન મળે છે. હાલના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ઉપરાંત કનુભાઇ દેસાઇ, બળવંતસિંહ રાજપૂત, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા, મૂળુ બેરા અને કુબેર ડિંડોર મળીને કેબિનેટના આઠ સભ્યો છે. જ્યારે સ્વતંત્ર હવાલો ધરાવતા બે રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા છે.
એ ઉપરાંત રાજ્યમંત્રીમાં બીજા છ મંત્રીઓ મુકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ભિખુભાઇ પરમાર, બચુ ખાબડ, પરસોત્તમ સોલંકી અને કુંવરજી હળપતિ છે.
એવું માનવામાં આવે છે કે કેબિનેટમાંથી ત્રણ અને રાજ્યકક્ષામાંથી છ મંત્રીઓ પડતા મૂકાઇ શકે છે પરંતુ છેલ્લી ઘડીએ હાઇકમાન્ડ ક્યો ફેસલો કરે છે તે મંત્રીમંડળની શપથવિધિ સમયે ખબર પડે તેમ છે.
ઉલ્લેખનીય છે કે કેબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડના કારણે ભાજપની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. એટલું જ નહીં એક ડઝન કરતાં વધુ સભ્યોની કામગીરી સંતોષજનક દેખાતી નથી.
તેથી દિવાળી સુધીમાં ગુજરાતમાં નવાજુનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રીની સુરત-રાજકોટની બેઠકો બાદ અટકળો તેજ થઈ ગઈ છે. ઉપરાંત રાજકોટમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ સાંસદો-ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠકો કરી હતી. આજે પણ અમદાવાદમાં અમિત શાહ ભાજપના નેતાઓને મળી શકે તેવી શકયતા સેવાઈ રહી હતી.
ઉલ્લેખનિય છે કે, સુરતમાં કોસમાડામાં ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના નિવાસસ્થાને ભોજન લીધુ હતુ. પહેલીવાર એવું થયું કે, અમિત શાહ સાથે મુલાકાત લેનારાં દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય, સાંસદો ઉપરાંત નેતાઓને ચોક્કસ કલરના પાસ અપાયાં હતાં. શાહે બધાયની સાથે વન ટુ વન બેઠક કરી હતી. સરકીટ હાઉસમાં મોડી રાત સુધી બંધબારણે બેઠકનો દોર ચાલ્યો હતો. જોકે, સુરતના કેટલાંક ઉદ્યોગપતિઓએ પણ શાહ સાથે મુલાકાત કરી હતી.
આ દરમિયાન, બનાસ ડેરીમાં નિયામક મંડળની ચૂંટણીનો જંગ છેડાયો છે. ચૂંટણી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે ભાજપ વિરુદ્ધ ભાજપનો માહોલ જામ્યો છે. આ રસપ્રદ ચૂંટણીની વ્યસતતા વચ્ચે વહેલી સવારે વિધાનસભા અઘ્યક્ષ શંકર ચૌધરી અમિત શાહને મળવા સુરત સરકીટ હાઉસ પહોચ્યાં હતાં જ્યાં બને વચ્ચે અડધો કલાક સુધી બેઠક થઇ હતી.
સુરતના પ્રવાસ પછી અમિત શાહ રાજકોટ પહોંચ્યા હતાં જ્યાં સહકાર સંમેલનમાં ભાગ લીધો હતો. છેલ્લાં કેટલાંય વખતથી રાજકોટમાં ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. અસંતોષનો ચરુ ઉકળ્યો છે ત્યારે રાજકોટ સરકીટ હાઉસમાં પણ અમિત શાહે ધારાસભ્ય- સ્થાનિક નેતાઓ સાથે બંધબારણે બેઠક યોજી હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિના બાકી રહૃાાં છે, ત્યારે જે રીતે અમિત શાહે બેઠકોનો દોર શરૂ કર્યો છે તે જોતાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક નજીકના દિવસો થાય તેવા અણસાર છે. આ કારણોસર ફરી એકવાર નવા પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળના વિસ્તરણની અફવાને વેગ મળ્યુ હતું. ટૂંકમાં, નવરાત્રિથી દિવાળી સુધીમાં ગુજરાતમાં કંઇક નવાજૂની થશે તે નક્કી છે.
રાજકોટ પ્રવાસ પૂર્ણ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા હતાં. એરપોર્ટથી તેઓ સીધા સરકીટ હાઉસ પહોંચ્યા હતાં જ્યાં તેમણે ડીજીપી સાથે બેઠક યોજી ૨૦ મિનિટ સુધી ચર્ચા કરી હતી. અમદાવાદના પ્રવાસ દરમિયાન શાહ ધારાસભ્ય-ભાજપના નેતાઓને પણ મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, અમિત શાહ અમદાવાદમાં છે. જ્યાં તેઓ વાવોલમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગાંધીનગર સરકીટ હાઉસમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વિવિધ પ્રશ્નો મુદ્દે સમીક્ષા બેઠક યોજશે. અને તે પછી કલોલ-માણસામાં વિકાસના કામોનું લોકાપર્ણ કરશે. મોડી રાત્રે ગાંધીનગરમાં નવરાત્રિમાં ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial