Advertisement
Author: નોબત સમાચાર

અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રના પ૭મા વાર્ષિકોત્સવનું આયોજન

જામનગરમાં આગામી તા. ૯ ફેબ્રુઆરીએ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રના પ૭મા વાર્ષિકોત્સવનું આયોજન તા. ૯-ર-ર૦ર૬ ના દિને કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ચંદુલાલ શાહ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે. અતિથિવિશેષ પદે જોઈન્ટ કમિશ્નર ઓફ ઈન્કમ ટેક્સ ધીરજ ગુપ્તા, નવાનગર બેંકના ચેરમેન અશોકભાઈ જોબનપુત્રા, ઉદ્યોગપતિ વિનુભાઈ મહેતા, ટ્રસ્ટી આદેશકુમાર મહેતા (પદમશી સંઘવી ટ્રસ્ટ) ઉપસ્થિત રહેશે.

આ વાર્ષિકોત્સવમાં શૈક્ષણિક અને ઔદ્યોગિક સ્પર્ધાના વિજેતાઓને ઈનામ આપવામાં આવશે. બોર્ડની ધો. ૧૦/૧ર ની પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવનાર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પુરસ્કાર આપવામાં આવશે.

અંધજન ધ્વજ દિન પ્રસંગે ગણનાપાત્ર સહયોગ આપનાર શૈક્ષણિક સંસ્થાઓનું અભિવાદન કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh