Advertisement
Author: નોબત સમાચાર

રાજ્ય પ્રા.શિ. સંઘે શિક્ષણરાજ્ય મંત્રી રિવાબા જાડેજા સમક્ષ બદલીઓના મુદ્દે કરી રજૂઆત

જીસીઈઆરટીમાં વાર્ષિક પરીક્ષાની કરાઈ સમીક્ષા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: ગત તા. ૦૩-૦૨-૨૦૨૬ના ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા અને મહામંત્રી એચ. કે. દેસાઈ સહિતના હોદ્દેદારોએ રાજ્ય શિક્ષણમંત્રી રિવાબા જાડેજા સાથે મુલાકાત કરી પ્રાથમિક શિક્ષકોના ઓફલાઈન અને ઓનલાઈન જિલ્લા ફેર બદલી કેમ્પો પ્રાથમિક શિક્ષકોની નિયમિત ભરતી તેમજ ૫૫૦૦ મુખ્ય શિક્ષકોના પ્રમોશન અને સેમી ડાયરેકટ ભરતી મુદ્દે રૂબરૂ ચર્ચા કરી હતી. આ ઉપરાંત જીસીઈઆર ટીમાં વાર્ષિક પરીક્ષાની બેઠકમાં સમીક્ષા કરી આ મિટિંગમાં નિયામક પ્રકાશ ત્રિવેદી, નાયબ નિયામક બી.ડી. બારિયા અને એસએસએ સચિવ શિલ્પાબેન પટેલ અને જીસીઈઆરટીના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ એચઆરએમએસ સેલના જયેશભાઈ હિંડોચા તેમજ શિક્ષણ વિભાગ અને નાણા વિભાગ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. મુખ્યત્વે હેલ્થકાર્ડ યોજના હેઠળની સમસ્યાઓ, સી.પી.એફ. ખાતા વિસંતતાઓ તેમજ પેન્શન નિયમો સુધારા સહિત પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh