Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પંચાયત વિભાગનો અન્ય વિભાગોને પરિપત્ર
ગાંધીનગર તા. ૧૫: વીસીઈને હવે યુનિટ દીઠ ઓછામાં ઓછા રૂ. ર૦ મળશે. વસીઈની આવક વધારવા સરકારે આ નિર્ણય કર્યો છે, જેના અનુસંધાને પંચાયત વિભાગે પરિપત્ર કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર કામ કરતા ગ્રામ કોમ્પ્યુટર સાહસિકોની આવક વધારવા માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા વીસીઈને સોંપવામાં આવતી કામગીરી માટે યુનિટ દીઠ ઓછામાં ઓછા રૂ. ર૦ નું મહેનતાણું ચૂકવવામાં આવશે.
ઈન્ફર્મેશન ટેકનોલોજીના માધ્યમથી શહેરી વિસ્તાર જેવી ઈ-સેવાઓ ગ્રામ કક્ષાએ મળી રહે તે માટે રાજ્ય સરકારે ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકી છે. વીસીઈ દ્વારા ગ્રામજનોને ૭/૧ર, ૮-અ અને હક્કપત્રની નકલ, ખેડૂત રજિસ્ટ્રેશન, ટેકાના ભાવે ખરીદી, જન્મ-મરણના દાખલા, આવકનું પ્રમાણપત્ર અને રેશનકાર્ડ સુધારા-વધારા જેવા ફોર્મ ભરવાની સેવાઓ અપાય છે.
અગાઉ જુદા જુદા વિભાગો દ્વારા વિવિધ કામગીરી માટે કમિશન પેટે ચૂકવવામાં આવતી રકમ અલગ અલગ ધોરણે નિયત થતી હતી, જેના કારણે મહેનતાણામાં સમાનતા જળવાતી નહોતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની તાજેતરમાં યોજાયેલી ૧ર મી ગવર્નિંગ બોડીની બેઠકમાં મહેનતાણામાં સમાનતા લાવવા માટે તાત્કાલિક સુચનાઓ આપી હતી. ત્યારપછી પંચાયત વિભાગે પરિપત્ર કરીને જણાવ્યું છે કે, હવે કોઈપણ કામગીરી માટે વીસીઈને યુનિટ દીઠ ન્યુનત્તમ રૂ. ર૦ નું મહેનણાતું ચૂકવવું ફરજિયાત રહેશે. એટલું જ નહીં, સંબંધિત વિભાગોએ વીસીઈને કામગીરી સોંપતા પહેલા પંચાયત વિભાગ તથા ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીને જાણ પણ કરવાની રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial