Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સૌરાષ્ટ્રના ક્રિકેટ જગતના 'ભિષ્મ પિતામહ' નિરંજનભાઈ શાહનું અદકેરૂ સન્માન

જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા

                                                                                                                                                                                                      

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પૂર્વ સેક્રેટરી અને વર્ષો સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી પદે રહી સૌરાષ્ટ્રભરના તથા યુવા ખેલાડીઓને ક્રિકેટ જગતમાં પ્રતિષ્ઠા અપાવનાર, સૌરાષ્ટ્રના ક્રિકેટને સતત જીવંત રાખનાર નિરંજનભાઈ શાહનું તેમના યોગદાન બદલ બહુમાન કરવાનો સમારોહ ક્રિકેટ બંગલાના મેદાનમાં યોજાયો હતો. નિરંજનભાઈ શાહ તથા તેમની સાથે આવેલા એનસીએના બોર્ડ મેમ્બર ભૂપતભાઈ તલાટિયાનું બેન્ડ-વાજા અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે યોજાયેલા સન્માન સમારોહમાં જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ અજયભાઈ સ્વાદિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ ઉપરાંત પૂર્વ કોર્પોરેટર વિનુભાઈ ધ્રુવ, સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન અને કોર્પોરેટર સુભાષભાઈ જોષી, સૌ. યુનિ.ના સિન્ડિકેટ મેમ્બર ડો. તૌસીફખાન પઠાણે પ્રાસંગિક પ્રવચન કરી નિરંજનભાઈ શાહના યોગદાનને બિરદાવી અભિનંદન આપ્યા હતાં.

આ સમારોહમાં સન્માનના પ્રતિભાવમાં નિરંજનભાઈ શાહે જામનગરમાં અવિરત ચાલતી ક્રિકેટ તાલીમ અને પ્રવૃત્તિને બિરદાવી હતી. અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલા) નું મેદાન, વિકેટ ખૂબ જ સારા છે. આગામી દિવસોમાં બીસીસીઆઈના મેચો તેમજ રણજી ટ્રોફીના મેચો જામનગરમાં રમાય તે માટે મારા પ્રયાસો છે અને ર૦ર૬ માં જ આ પ્રયાસો સફળ થશે. આ ઉપરાંત જામનગરનું ક્રિકેટ બંગલાનું મેદાન રાજ્ય સરકાર પાસેથી પ્રાપ્ત કરી એસસીએ દ્વારા તેનો તમામ જરૂરિયાતો પૂર્ણ થાય તેવું સાધન-સુવિધા સાથેનું મેદાન, પેવેલિયન બનાવવાનું આયોજન પણ વિચારણા હેઠળ છે. એસસીએ દ્વારા રાજકોટમાં તેમજ સુરેન્દ્રનગર, પોરબંદરમાં પોતાના મેદાનો બનાવ્યા છે.

આ સમારોહમાં ભવ્યભાઈ વાઘજીયાણી, વકીલ કણઝારિયા, અન્ય આગેવાનો, ક્રિકેટ ખેલાડીઓ, વાલીઓ, ક્રિકેટ રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસો. વતી મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતાં. નિરંજનભાઈ શાહના હસ્તે મેદાન મધ્યમાં તૈયાર કરાયેલ છ વિકેટોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આભારદર્શન ભરતસિંહ જાડેજાએ તથા સંચાલન પી.ડી. ત્રિવેદીએ કર્યું હતું. સમગ્ર આયોજન સિનિયર કોચ મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh