Advertisement
Author: નોબત સમાચાર

ડિફેન્સ કોલોની પાસે મીની ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી ૧૪૫૨ બોટલ ઝડપાઈઃ એકની અટકાયત

સંત કબીર આવાસમાંથી ઈંગ્લીશ દારૂના ૧૩૫ ચપલા પકડતી એલસીબીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગરની ડિફેન્સ કોલોની પાસે મીની ટ્રકમાં ઈંગ્લીશ દારૂની નાની મોટી ૧૪૫૨ બોટલ સાથે આવેલા એક શખ્સને સી ડિવિઝન પોલીસે દબોચી લીધો છે. આ શખ્સે પોતાના બે સાગરિતના નામ આપ્યા છે. રૂ.૧૧૪૪૬૦૦નો મુદમાલ કબજે કરાયો છે. જ્યારે એલસીબીએ કુકડા કેન્દ્ર પાસે સંત કબીર આવાસમાંથી બે શખ્સને ઈંગ્લીશ દારૂના ૧૩૫ ચપલા સાથે દબોચી લીધા છે.

જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર ડિફેન્સ કોલોની નજીક એક વાહનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈને એક શખ્સ ઉભો હોવાની બાતમી સિટી સી ડિવિઝનના યુવરાજસિંહ, મયુરસિંહ, યશપાલસિંહ, શિવભદ્રસિંહને મળતા પીઆઈ એમ.બી. ડાભીને વાકેફ કરાયા પછી પીએસઆઈ કે.એચ. ચાવડાના વડપણ હેઠળ પોલીસ ટીમ ત્યાં ધસી ગઈ હતી.

આ સ્થળેથી જીજે-૧૦-ટીવાય ૩૮૪ નંબરના પીકઅપ વાન સાથે ડિફેન્સ કોલોનીમાં જ રહેતો કાયાભાઈ કરશનભાઈ સાખરા નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે તેના વાહનની તલાશી લેવાતા ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની નાની મોટી મળી કુલ ૧૪૫૨ બોટલ ઝડપાઈ ગઈ હતી. પોલીસે દારૂનો જથ્થો, એક મોબાઈલ, મીની ટ્રક મળી કુલ રૂ.૧૧૮૪૬૦૦નો મુદ્દામાલ કબજે કરી લીધો છે.

આ શખ્સની પૂછપરછ કરવામાં આવતા તેણે પોતાના સાગરિત જીજ્ઞેશ વિનોદભાઈ ખીચડા ઉર્ફે જીગા રહીશ તથા દીપક જમનાદાસ જેઠવાણી ઉર્ફે અટાપટુના નામ આપ્યા છે. ત્રણેય સામે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર થયો છે.

જામનગરના સરૂ સેક્શન રોડ પર આવેલા કુકડા કેન્દ્ર નજીકના સંતકબીર આવાસની એ વીંગમાં ૮૦૯ નંબના બ્લોકમાં રહેતા ઈમ્તિયાઝ રશીદ લાખા તથા ધરારનગર-૧માં રહેતા સંદીપ જાદવજી વડેસા નામના બે શખ્સને ગઈકાલે એલસીબીના સ્ટાફે ઈંગ્લીશ દારૂના ૧૩૫ ચપલા સાથે પકડી પાડ્યા છે. સિટી બી ડિવિઝનમાં તે ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh