Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વસઈ પાસે એરપોર્ટના નિર્માણ માટે કાર્યવાહી શરૂ
દ્વારકા તા. રરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાને એરપોર્ટની સુવિધા મળે અને હવાઈ સેવાનો લાભ મળે તે માટે એરપોર્ટના નિર્માણની કાર્યવાહી શરૂ થઈ છે.
દ્વારકા શહેરથી ૧ર કિ.મી. દૂર વસઈ ગામ પાસે ૩૦૦ હેક્ટર જમીનની એરપોર્ટ બનાવવા પસંદગી કરવામાં આવી છે, જો કે એરપોર્ટ પ્રોજેક્ટ માટે આ ત્રીજી વખત સ્થળ પસંદગી થઈ છે. અગાઉ સિવિલ એવિએશન વિભાગે નકારાત્મક ફિઝિબિલિટીના કારણે દરખાસ્ત રદ્ કરી હતી.
હવે આ વખતે વસઈ ગામ પાસેની ૩૦૦ હેક્ટર જમીનની પસંદગીને મંજુરી આપી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ જમીન પૈકી ૪પ ટકા જેટલી જમીન સરકાર હસ્તક છે, જ્યારે બાકીની પપ ટકા જમીન ખાનગી કબજેદારોની છે. આ જમીન સંપાદન કરવા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
જ્યારે જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થશે ત્યારે પર્યાપ્ત જમીન સ્ટેટ સિવિલ એવિએશન વિભાગને સોંપી દેવામાં આવશે અને ત્યારપછી કેન્દ્ર સરકાર સાથે સંકલન કરીને એરપોર્ટનું કામ હાથ ધરવામાં આવશે.
દ્વારકા શહેર રેલવે કનેક્ટિવિટી ધરાવે છે અને દ્વારકાથી અમદાવાદ સુધી જવામાં ૮ કલાક અને મુંબઈ સુધી જવામાં ૧૭-૧૮ કલાકનો સમય લાગે છે. હવાઈ સેવા શરૂ થશે ત્યારે સમયનો બચાવ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial