Advertisement
Author: નોબત સમાચાર

જૈન સમાજ દ્વારા એસપી પ્રેમસુખ ડેલુને અપાયું ભવ્ય વિદાયમાન

સૌરાષ્ટ્રના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓ સહિત

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુના વિદાય સમારંભ દરમિયાન જૈન સમાજે કાયદા-વ્યવસ્થાની જાળવણી માટે એસ.પી.ના વિદાયમાનને બિરદાવ્યું હતું, અને સૌરાષ્ટ્રના અગ્રણી ઉદ્યોગપતિઓ અને વેપારીઓનો ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો હતો.

જામનગરના જૈન અગ્રણી અને સ્ટેન્ડીંગ ચેરમેન નિલેશભાઈ કગથરાના આયોજિત પોલીસ અધિક્ષક (એસ.પી.) ના વિદાય સમારંભમાં જૈન સમાજનું બહુમાન જોવા મળ્યું હતું. આ કાર્યક્રમમાં જૈન સમાજના અનેક શ્રેષ્ઠીઓ, અગ્રણી વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ઉમળકાભેર ઉપસ્થિત રહી એસ.પી. પ્રેમસુખ ડેલુની સેવાઓને બિરદાવી હતી.

આ પ્રસંગે પોલીસ તંત્ર પ્રત્યે સકારાત્મક પ્રતિભાવ આપતા જૈન સમાજના પ્રતિનિધિઓએ એસ.પી.ના કાર્યકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં ભરતભાઈ વસા, રાજુભાઈ શાહ, વી.પી. મહેતા, ભરતભાઈ પટેલ, વિજયભાઈ સંઘવી, જીનેશભાઈ શાહ, ભરતેસભાઈ શાહ, દિલીપભાઈ મકિમ, શરદભાઈ શેઠ, મહેન્દ્રભાઈ, વિજયભાઈ શેઠ, અજયભાઈ શેઠ, સંજયભાઈ ટોલિયા, પારસભાઈ મોદી, જતિનભાઈ મહેતા, જીતુભાઈ મહેતા, જસ્મિનભાઈ કામદાર, જયુભાઈ ઠક્કર, નિલેશભાઈ પુનાતર, પુનિતભાઈ શેઠ, અલ્પેશભાઈ સંઘવી, બ્રિજેશભાઈ વોરા, પિયુષભાઈ પારેખ, મિલનભાઈ દોઢ્યા, કિરીટભાઈ મહેતા, કૃણાલભાઈ ઠક્કર, સુરેશભાઈ વસા, વિજયભાઈ મહેતા, યોગેશભાઈ દોશી, શૈલેષભાઈ મહેતા, કેતનભાઈ શાહ, રક્ષિતભાઈ શેઠ અને બિમલ ઉદાણીનો સમાવેશ થાય છે.

આ તમામ અગ્રણીઓએ એસ.પી.ને તેમના ભવિષ્યના કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં નિલેશ કગથરાએ એસ.પી.ની સમાજ પ્રત્યેની સેવા અને સહકાર માટે આભાર વ્યક્ત કર્યો હતો અને સમાજ અને પોલીસ વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh