Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૦૯-૦૯-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....
ભારતીય શેરબજારમાં ગઈકાલે ભારે વોલેટિલિટી રહ્યા બાદ જીએસટીના માળખામાં ફેરબદલથી અમેરિકાના ટેરિફની અસર હળવી થશે તેવી અપેક્ષાએ આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને જીએસટીમાં રાહતની ભેટ જાહેર કર્યા મુજબ જીએસટી કાઉન્સિલની મળેલી મીટિંગમાં દેશના અનેક ઉદ્યોગો, ગ્રાહકોને જીએસટી દરોમાં ૨૨, સપ્ટેમ્બરથી ઘટાડા થકી મોટી રાહત આપીને ઉદ્યોગોને ચાર સ્લેબને બદલે માત્ર બે જીએસટી સ્લેબનું સરળીકરણ કરી આપતાં આજે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી સાથે તેજી જોવાઈ હતી.
આ સાથે, જીએસટીમાં રાહત અને દેશમાં મોંઘવારીનું દબાણ હળવું થવાની અપેક્ષા સાથે ચોમાસાની સારી પ્રગતિએ કૃષિ અને ગ્રામ્ય માંગમાં વધારો થવાના અંદાજે લોકોની ખરીદશક્તિ વધવાની અપેક્ષા અને મેક ઈન ઈન્ડિયાને નવું જોમ મળવાની અપેક્ષાએ ફંડોનું શેરોમાં ખરીદીનું આકર્ષણ રહ્યું હતું.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૫%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૨૧% અને નેસ્ડેક ૦.૪૫% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૮% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૦૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૮૨ અને વધનારની સંખ્યા ૧૭૫૨ રહી હતી, ૧૭૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર કોમોડિટીઝ, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, એનર્જી, યુટિલિટીઝ, ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓક્ટોબર ગોલ્ડ રૂ.૧,૦૮,૯૪૭ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૦૯,૦૩૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૦૮,૬૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૯૬ પોઈન્ટના ઘટાડા સાથે રૂ. ૧,૦૯,૦૧૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડીસેમ્બર સિલ્વર રૂ.૧,૨૫,૪૬૩ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૨૫,૯૦૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૨૫,૪૬૨ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૩૪ પોઈન્ટના ઘટાડા સાથે રૂ. ૧,૨૫,૯૦૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
આઈસીઆઈસીઆઈ બેન્ક (૧૪૦૪) : પ્રાઇવેટ બેન્ક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૭૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૧૭ થી રૂ.૧૪૨૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૪૩૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!
ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ (૧૨૨૩) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૨૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૧૯૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૪૩ થી રૂ.૧૨૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
એચડીએફસી બેન્ક (૯૭૨) : રૂ.૯૬૦ નો પ્રથમ તેમજ રૂ.૯૪૪ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૮૮ થી રૂ.૯૯૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
ટાટા ટેકનોલોજી (૬૮૫) : આઇટી ઇનેબલ્ડ સર્વિસીસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૬૯૬ થી રૂ.૭૦૭ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૬૭૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારતીય શેરબજાર મોટા ભાગે વૈશ્વિક જીઓપોલિટીકલ પરિબળો અને અમેરિકાના ટેરિફ આધારિત વેપાર યુદ્ધના વિકાસ પર નિર્ભર રહેશે. અમેરિકા, ચાઈના અને રશિયા જેવી મહાસત્તાઓ વચ્ચે વધતી સ્પર્ધા વૈશ્વિક વેપાર માટે અનિશ્ચિતતા ઉભી કરી રહી છે. તેની વચ્ચે ભારત પોતાના હિતોને સંતુલિત રાખવા માટે ચાઈના અને રશિયા સાથે નજીકના સંબંધો બાંધવાની સાથે અમેરિકા સાથે સંભવિત ઐતિહાસિક ટ્રેડ ડિલ તરફ આગળ વધી રહ્યું છે. જો ભારત વૈશ્વિક રાજનૈતિક દબાણ વચ્ચે સંતુલિત નીતિ અપનાવી શકશે તો વિદેશી રોકાણકારોના વિશ્વાસમાં વધારો થશે અને બજારમાં સકારાત્મક ભાવના પેદા થશે. ખાસ કરીને મેક ઈન ઈન્ડિયા, આત્મનિર્ભર ભારત જેવા અભિયાન અને જીએસટી માળખામાં કરેલા સુધારા ભારતીય ઉદ્યોગોને મજબૂતી આપશે, જે લાંબા ગાળે ઈક્વિટી માર્કેટ માટે સકારાત્મક સાબિત થઈ શકે છે.
મોંઘવારી સામે રોજબરોજની ખાદ્ય અને અન્ય ચીજોના ભાવમાં ઘટાડા તરફી આ પગલાંથી ખરીદશક્તિમાં વધારો થવાની અપેક્ષા અને દેશના ઘણા ઉદ્યોગોમાં નવા પ્રાણ પૂરાશે. કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી પણ આ સૂચિત નિર્ણયોથી સુધરશે. અમેરિકા સાથે આગામી દિવસોમાં કોઈપણ ટ્રેડ ડિલ પૂર્વે ભારતીય ઉદ્યોગોને લેવલ પ્લેઈંગ ફિલ્ડ પૂરું પાડીને સરકારે આગામી દિવસોમાં અમેરિકા સાથે ઐતિહાસિક ટ્રેડ ડિલ કરવામાં આવે તો પણ આશ્ચર્ય નહીં પામશો. વૈશ્વિક મોરચે ચાઈના, રશિયાના વધતા પ્રભાવ સામે અમેરિકા અને યુરોપના દેશો આગામી દિવસોમાં કેવો વ્યુહ અપનાવીને નવા ક્યા પગલાં લેશે એની અનિશ્ચિતતા કાયમ હોઈ જીઓપોલિટીકલ પરિબળો પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારની નજર રહેશે.