Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    ઈજાગ્રસ્તોને સમયસર સારવાર ન મળીઃ
લાલપુર તા. ૪: લાલપુર નજીક ગઈકાલે વાહન અકસ્માત થયો હતો, જેમાં ઘાયલ થયેલા મુસાફરોને લાલપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં, પરંતુ માત્ર બે વ્યક્તિનો સ્ટાફ જ હાજર હોવાથી સમયસર સારવાર મળી નહતી. આમ લાલપુર સરકારી હોસ્પિટલની ગંભીર બેદરકારી ખુલવા પામી હતી.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામના પાટિયા પાસે ગઈ મોડી સાંજે વાહન અકસ્માત થયો હતો.
આ બનાવમાં સાતથી આઠ લોકોને ઈજા પહોંચી હતી. આથી તમામને સારવાર માટે લાલપુરની રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતાં, પરંતુ ઈમરજન્સી હોવા છતાં ત્યાં માત્ર એક ડોક્ટર અને એક નર્સીંગ સ્ટાફ જ હાજર હતાં જેઓ દ્વારા એક પછી એક દર્દીની સારવાર શરૂ કરવામાં આવી હતી. આથી દર્દીના પરિવારજનો સગા-સંબંધીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી.
દર્દીના સગા ગિરીશભાઈ ગોપાલભાઈ દ્વારા ત્યાં ફરજ પરના ડોક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે તાત્કાલિક અન્ય સ્ટાફને બોલાવવામાં આવે જેથી સારવાર ઝડપથી કરી શકાય, પરંતુ તેમણે કોઈ રજૂઆત સાંભળી ન હતી. આ પછી તાલુકા હેલ્થ ઓફિસરને મોબાઈલ ફોન કરીને જાણ કરવામાં આવી હતી, ત્યારપછી અન્ય કેટલાક ડોક્ટરો-સ્ટાફ હોસ્પિટલમાં આવ્યો હતો અને સારવારમાં જોડાયા હતાં. જો કે, તેમાં કેટલાક દર્દીઓને જામનગરની હોસ્પિટલમાં મોકલવાની ફરજ પડી હતી. એટલે કે ત્યાંના ડોક્ટર અને સ્ટાફની અછતના કારણે સારવાર શક્ય ન હોવાનું ફલિત થયું હતું.
આમ લાલપુરની સરકારી હોસ્પિટલની ગંભીર બેદરકારી જોવા મળી હતી. આ ઘટનાની તપાસ કરી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માગણી પણ ઊઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial